ગીતોનું ગીત
લેખક
ગીતોનું ગીત પુસ્તક તેનું શીર્ષક પુસ્તકની પ્રથમ કલમમાંથી પ્રાપ્ત કરે છે કે જે ગીતકર્તાને દર્શાવે છે: “ગીતોનું ગીત, જે સુલેમાનનું છે તે.” (1:1). સુલેમાનના નામનો ઉલ્લેખ સમગ્ર પુસ્તક દરમ્યાન કરેલો હોવાથી પુસ્તકનું શીર્ષક અંતે સુલેમાનના નામથી ઓળખવા લાગ્યું. (1:5; 3:7, 9, 11; 8:11-12).
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 971 થી 965 વચ્ચેનો છે.
સુલેમાને આ પુસ્તક પોતાના ઇઝરાયલના રાજા તરીકેના શાસન દરમ્યાન લખ્યું હતું. જે વિદ્વાનો સુલેમાનને લેખક ગણે છે તેઓ સંમત થતા લાગે છે કે આ ગીત તેના રાજ્યકાળના શરૂઆતના સમયમાં લખાયું હશે. તેનું કારણ કવિતાનો યુવાની સભર ઉત્સાહ માત્ર જ નથી પણ લેખકે લબાનોન અને મિસર સહિત દેશના ઉત્તર અને દક્ષિણ સ્થળોના નામ દર્શાવ્યા છે તે કારણે પણ છે.
વાંચકવર્ગ
પરિણીત યુગલો તથા લગ્ન કરવાનું વિચારતા અપરિણીત લોકો.
હેતુ
ગીતોનું ગીત પુસ્તક પ્રેમના સદગુણોની પ્રશંસા કરવા લખાયેલ એક ગીતરૂપી કવિતા છે અને તે સ્પષ્ટરૂપે લગ્નને ઈશ્વરની યોજના તરીકે પ્રસ્તુત કરે છે. પુરુષ અને સ્ત્રીએ એકબીજાને આત્મિક રીતે, ભાવનાત્મક રીતે અને શારીરિક રીતે પ્રેમ કરતાં લગ્નના સંદર્ભમાં જ એકબીજા સાથે જીવવાનું છે.
મુદ્રાલેખ
પ્રેમ અને લગ્ન
રૂપરેખા
1. નવવધૂ સુલેમાન વિષે વિચારે છે — 1:1-3:5
2. નવવધૂનો સગાઈ માટેનો સ્વીકાર અને તે લગ્ન માટે રાહ જુએ છે — 3:6-5:1
3. નવવધૂ વરરાજાને ગુમાવી દેવાનું સ્વપ્ન જુએ છે — 5:2-6:3
4. નવવધૂ અને વરરાજા એકબીજાની પ્રશંસા કરે છે — 6:4-8:14
પહેલું ગીત
1
સુલેમાનનું આ સર્વોત્તમ ગીત.
તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર,
કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.
તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે!
તારું નામ અત્તર જેવું મહાન છે!
તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!
મને તારી સાથે લઈ જા, આપણે જતાં રહીએ.
રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે.
હું પ્રસન્ન છું; હું તારા માટે આનંદ કરું છું;
મને તારા પ્રેમની ઉજવણી કરવા દે; તે દ્રાક્ષારસ કરતાં પણ વધારે સારો છે.
બીજી યુવતીઓ તને પ્રેમ કરે તે વાજબી છે.
હું શ્યામ છું પણ સુંદર છું,
હે યરુશાલેમની દીકરીઓ,
કેદારના* 1:5 કેદાર આરબ સાથે સંકળાયેલા ઇશ્માએલી જાતિઓમાંનો એક છે. આ જાતિઓ કાળો તંબુઓમાં વસે છે. તે યુવાન સ્ત્રીની કાળો ચામડીનો પણ ઉલ્લેખ કરે છે. તંબુઓની માફક શ્યામ,
સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.
હું શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ.
કેમ કે સૂર્યએ મને બાળી નાખી છે.
મારી માતાના દીકરાઓ મારા પર કોપાયમાન થયા હતા;
તેઓએ મને દ્રાક્ષવાડીની 1:6 દ્રાક્ષવાડી યુવાન સ્ત્રીનો પણ ઉલ્લેખ કરે છે. રક્ષક બનાવી.
પણ મારી પોતાની દ્રાક્ષવાડી મેં સંભાળી નથી.
જેને મારો આત્મા પ્રેમ કરે છે તે, તું મને કહે,
તું તારા ઘેટાં-બકરાંને કયાં ચરાવે છે?
તેમને બપોરે ક્યાં વિસામો આપે છે?
શા માટે હું તારા સાથીદારોના ટોળાંની પાછળ,
ભટકનારની માફક ફરું?
યુવતીઓમાં અતિ સુંદર, જો તું જાણતી ના હોય તો,
મારા ટોળાંની પાછળ ચાલ,
તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ.
મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે.
10 તારા ગાલ તારા આભૂષણોથી,
તારી ગરદન રત્નથી સુંદર લાગે છે.
11 હું તારા માટે ચાંદી જડેલા
સોનાના આભૂષણો બનાવીશ.
12 જ્યારે રાજા પોતાના પલંગ પર સૂતો હતો,
ત્યારે મારી જટામાસીની ખુશ્બો મહેકી રહી હતી.
13 મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે.
14 મારો પ્રીતમ, એન-ગેદીની 1:14 દક્ષિણીપશ્ચિમનો એક રણદ્વીપ. આ પ્રદેશ ફળદ્રુપ અને પાણીયુક્ત છે. દ્રાક્ષવાડીમાં,
મેંદીના ફૂલના ગુચ્છો જેવો લાગે છે.
15 જો, મારી પ્રિયતમા, તું સુંદર છે,
જો, તું સુંદર છે;
તારી આંખો હોલાના જેવી છે.
16 જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે.
આપણો પલંગ કૂણા છોડના જેવો છે.
17 આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને
આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે.

*1:5 1:5 કેદાર આરબ સાથે સંકળાયેલા ઇશ્માએલી જાતિઓમાંનો એક છે. આ જાતિઓ કાળો તંબુઓમાં વસે છે. તે યુવાન સ્ત્રીની કાળો ચામડીનો પણ ઉલ્લેખ કરે છે.

1:6 1:6 દ્રાક્ષવાડી યુવાન સ્ત્રીનો પણ ઉલ્લેખ કરે છે.

1:14 1:14 દક્ષિણીપશ્ચિમનો એક રણદ્વીપ. આ પ્રદેશ ફળદ્રુપ અને પાણીયુક્ત છે.