3
પોરમેહેરા સેવક
ઓ વિસ્વાસી બાહાહાય, આંય તુમહેઆરે એહેકેન વાતો નાંય કોઅય હોક્યો, જેહેકેન આત્મિક લોકહાઆરે કોઅતાહાંવ બાકી માયે તુમહેઆરે એહેકેન વાત કોઅયી જેહેકેન તુમા દુનિયા લોક હેય, જ્યા ખ્રિસ્તામાય હાના પોહા હારકા હેય. ચ્યે સમયે કેવળ સાદ્યો વાતો આખ્યો, જ્યો જેહેકેન હાના પોહહાન દુદ પાજના હારકા હેય, માયે તુમહાન પોરમેહેરા ગહન વાતો નાંય આખ્યો, જ્યો બાખે ખાઅના હારક્યો હેય, કાહાકા તુમા ચ્યાહાટી તિયાર નાંય આતેં.
કાહાકા તુમા આમી લોગુ અવિસ્વાસ્યા લોકહા હારકે રોતેહેં, યાહાટી જોવે તુમહામાય ઈર્ષ્યા એને જગડો હેય, તે કાય તુમા અવિસ્વાસ્યા હારકા નાંય હેય? એને કાય તુમા દુનિયા લોકહા હારકે નાંય જીવી રીયહે? યાહાટી જોવે કાદો યોક આખહે, “આંય પાઉલા હેતાઉ,” એને બિજો આખહે, “આંય અપુલ્લોસા હેતાંવ” તે કાય તુમા દુનિયા લોકહા હારકે નાંય હેય?
પોરમેહેરા સેવાકાહા ભૂમિકા
અપુલ્લોસ કું હેય? એને પાઉલ કું હેય? કેવળ સેવાક હેય, જ્યાહાકોય તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, આપહામાઅને દરેક માઅહું તીંજ કામ કોઅહે જીં પોરમેહેરાય આપહાન કોઅરાહાટી દેના.
આંય તુમહાન પોરમેહેરા હારી ખોબાર આખનારો પેલ્લો માઅહું હેય, યાહાટી આંય ચ્યા માઅહા હારકો હેય જ્યાંય જમીનીમાય બિયારો પોઅયો, એને અપુલ્લોસાય તુમહે બોરહો મજબુત કોઅરાહાટી મોદાત કોઅયી, જેહેકેન કાદાં માઅહું ઉદલા જાડવાહાન પાઆય દેહે જ્યેં મોઠે ઓઅતેહે, બાકી પોરમેહેરાય તુમહાન નોવા જીવન દેનલા હેય, એને તુમહાન આત્મિક જીવનામાય વોદાહાટી મોદાત કોઅહે, જેહેકેન પોરમેહેર જાડવાહાન કોઅહે. યાહાટી જો બિયારો પોઅહે, એને જો પાઆય દેહે તો મોહત્વા નાંય હેય, બાકી પોરમેહેર મોહત્વા હેય કાહાકા તો જાડવાહાન વોદાડેહે.
માયે તુમહાન પોરમેહેરાવોય બોરહો કોઅરાહાટી પોરમેહેરા હારી ખોબાર આખી એને અપુલ્લોસાય તુમહાન બોરહામાય મજબુત કોઅરાહાટી મોદાત કોઅયી, યાહાટી બેનહયા હેતુ યોકુજ હેય. બાકી દરેક માઅહું પોતે કામહાનુસાર પોરમેહેરાપાઅને મોજરી પામી. કાહાકા આમા પોરમેહેરા મોદાત્યા હેજે, તુમા પોરમેહેરા ખેતી હારકા હેય એને યોક ગોઆ હારકા હેય જી પોરમેહેર બોનાડી રિઅલો હેય. 10 પોરમેહેરાય માન જીં વરદાન દેના ચ્ચાકોય માયે યોક ગોઆ પાયો બુદ્ધિવાળા મિસ્ત્ર્યા હારકો ટાક્યો, એને બિજા લોક ચ્યા પાયાવોય ગુઉ બાંદી રીઅલા હેય, બાકી બોદા લોકહાન હાચવીન રા જોજે, કા કેહેકેન બોનાવી રીઅલે હેય. 11 કાહાકા જો પેલ્લાને પાયો ટાકલો હેય તો ઈસુ ખ્રિસ્ત હેય, ચ્યાશિવાય બિજો કાદાબી બિજો પાયો નાંય ટાકી હોકે.
12 જો વિસ્વાસી માઅહું પોરમેહેરા હાચ્ચી શિક્ષા હિકાડેહે, તી ચ્યા માઅહા હારકા હેય, જીં હોના કા ચાંદી કા કિમતી દોગાડ થોવિન ગુઉ બોનાડેહે, બાકી જીં જુઠી શિક્ષા હિકાડેહે, તે તી ચ્યા માઅહા હારકા હેય, જીં ગાહીયા એને ભૂસાકોય ગુઉ બોનાડેહે. 13 જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યી તોવે દરેક માઅહા કામાહાન આગડાકોય પારખી. ઈજ આગ દરેકા કામહાલ સાબિત કોઅરી.
14 જો કાદા સેવકાયે પાયાવોય જી કામ કોઅલા હેય, તી નાંય બોળે, તો ચ્યા ઇનામ મેળવી. 15 બાકી જ્યા કાદા બાંદકામ બોળી જાય, તે ચ્યાલ મોજરી નાંય મિળી, બાકી તો બોચી જાય એને ચ્યાલ પોરમેહેર જીં દેહે તી અનંતજીવન મિળી.
16 તુમા હાચ્ચાંજ જાંઅતેહે કા તુમા પોતે પોરમેહેરા દેવાળા હેય, એને પોરમેહેરા આત્મા તુમહામાય વાસ કોઅહે. 17 બાકી કાદાં પોરમેહેરા લોકહામાય ફુટ પાડહે તે પોરમેહેર ચ્યાલ ડૉડ દેઅરી, કાહાકા પોરમેહેરા દેવાળા પવિત્ર હેય, એને તીં તુમાંજ હેય.
દુનિયામાઅને ઓકાલકોય બોચા
18 કાદોબી પોતાનાલ દોગો નાંય દેય, જો તુમહેમાઅને જો કાદોબી યા દુનિયા નોજરેમાય પોતે જ્ઞાની હોમજે, તે તો દુનિયા લોકહામાય મૂર્ખ બોને, યાહાટી કા તો પોરમેહેરા નોજરેમાય જ્ઞાની બોની જાય. 19 કાહાકા જ્યો વાતો યા દુનિયા નોજરેમાય લોક હોમાજતાહા કા જ્ઞાન હેય, તી પોરમેહેરા નોજરેમાય મૂર્ખતા હેય, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પોરમેહેર જ્ઞાની લોકહા ચતુરાઇ ઉપયોગ, ચ્યાહાલ જાળમાય ફોસવા હાટી કોઅય દેહે.” 20 એને પવિત્રશાસ્ત્રમાય ઈ બી લોખલાં હેય, “પ્રભુ જ્ઞાની લોકહા વિચારાહાલ જાંઅહે, કા તી નોકામ્યા હેય.”
21 યાહાટી કાદોબી યોક વિશેષ આગેવાની કોઅનામાય ઘમંડ નાંય કોઅરા જોજે, કાહાકા બોદ્યો વસ્તુ તુમેજ હેય. 22 કાય આંય પાઉલ, કાય અપુલ્લોસ, કાય કેફા, કાય દુનિયામાઅને વસ્તુ, ઓઅય હોકે તુમા જીવતે રા કા મોઅઇ જાં, કાય આમીનો સમય, કાય યેનારો સમય, બોદ્યો વસ્તુ તુમહે હેય. 23 એને તુમા ખ્રિસ્તા ઓદિકારા આધીન હેય, એને ખ્રિસ્ત પોરમેહેરા ઓદિકારા આધીન હેય.