5
મંડળીમાય અનૈતિક માઅહે
1 આંય લોકહાન એહેકેન આખતા વોનાયોહો, કા તુમહે મંડળીમાય તુમહેમાઅને કોલહાક લોક વ્યબિચાર કોઅતાહા, બાકી ઓહડા વ્યબિચાર અવિસ્વાસી લોકબી નાંય કોએ, કા યોક માઅહું પોતેજ આબહા બીજી થેઅયેલ દોનારી બોનાડેહે. 2 એને તુમહાન યે વાતે લીદે દુઃખી બોના જોજે, એને ઓહડા માઅહાન મંડળી સંગતી માઅને કાડી ટાકી દાં જોજે, બાકી તુમા તે આજુ વોદારે અભિમાન કોઅતાહા.
3 આંય તુમહેપાઅને શારીરિકરીતે દુઉ હેય, બાકી જોવે આંય તુમહે બારામાય એને તુમહે મંડળી સમસ્યા બારામાય વિચાર કોઅતાહાંવ, તે માન એહેકેન વાટહે કા આંય તુમહેઆરે હેય, એને આંય ચ્યા વ્યબિચાર કોઅનારા માઅહા વિરુદમાય નિર્ણય દેય ચુકહયો, જેહેકેન કા આંય તુમહેઆરે તાં હેતાંવ. 4 તે મા નિર્ણય ઓ હેય, જોવે તુમા એને આંય આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ્યાકોય જોવે આત્મામાય યોકઠે ઓઅતેહે, તે ઓહડા માઅહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા ઓદિકારાકોય, 5 ચ્યા માઅહા શરીર સૈતાના તાબામાંય કોઅય દેજે, જેથી ચ્યા શરીરા નાશ ઓએ બાકી પ્રભુ પાછા યેઅના દિહે ચ્યા આત્મા તારણ પામે.
6 તુમહે અભિમાન કોઅના હારાં નાંય હેય, “તુમા નોક્કીજ જાંઅતેહે કા, બાકી યોક માઅહું મંડળીમાય વ્યબિચાર કોઅનારો ઓરી, એને ચ્ચાલ મંડળી માઅને કાડી નાંય ટાકે તે વાયજ ખમીર બોદા લોંદાલ ખમીર બોનાવી દેહે.” 7 તુમા જુનો ખમીર કાડી ટાકીન પોતાનાલ શુદ્ધ કોઆ, જેથી નોવો લોંદો બોની જાં, જેહેકોય કા તુમા અખમીર બાખે ઓઆ, કાહાકા આમહે બી પાસ્કા સણા ગેટા એટલે ખ્રિસ્ત આપહેહાટી બલિદાન ઓઅય ચુકલો હેય. 8 યાહાટી આપા ખારાબી એને દુષ્ટતા જુના ખમિરાકોય નાંય, બાકી ઈમાનદારી એને હાચ્ચાઇ કોય અખમીર બાખ્યે ઉજવણી કોઅતે.
અનૈતિકા હાટી ન્યાય
9 માયે તુમહાન પેલ્લા યોક ચિઠ્ઠીમાય તુમહાન લોખ્યેલ, કા વ્યબિચારી લોકહાઆરે સંગતી નાંય કોઅના. 10 ઈ નાંય, કા તુમા બિલકુલ યા દુનિયા લોકહામાઅને વ્યબિચારિયા, કા લોબ્યા, કા બીજહાન દોગો દેનારા લોક, કા મુર્તિપુજા કોઅનારા લોકહાઆરે સંગતી નાંય કોઅના, કાહાકા એહેકોયન રોતા તે તુમહાન યા દુનિયામાઅને નિંગી જાં પોડતા.
11 બાકી મા આખના ઈ હેય, કા જો કાદો વિસ્વાસી બાહા આખાડીન, વ્યબિચાર, કા લોબી, કા મુર્તિપુજા કોઅનારો કા ગાળી દેનારો, કા પીનારો, કા બીજહાન દોગો દેનારો હેય, તે ચ્યાઆરે સંગતી નાંય કોઅના, ઈહીં લોગુ કા ચ્યાઆરે ખાઅનાબી નાંય ખાઅના. 12 કાહાકા અવિસ્વાસી લોકહા પારાખ કોઅના મા જવાબદારી નાંય હેય, બાકી તુમહાન ખારાબ કામે કોઅનારા મંડળી વિસ્વાસી લોકહાન ચેતાવણી દાં જોજે. 13 કાહાકા અવિસ્વાસી લોકહા પારાખ તે પોરમેહેર કોઅહે, બાકી જેહેકેન પવિત્રશાસ્ત્ર આખહે, “ઓહડે ખારાબ કામે કોઅનારાહાન તુમહે મંડળી માઅને કાડી ટાકી દા.”