10
ઈસરાયેલ લોકહા દાખલો
ઓ વિસ્વાસી બાહાહાય, આંય તુમહાન ઈ વાત યાદ કોઆડાં માગહુ, જંગલામાય આપહે આગલ્યા ડાયહા આરે કાય જાયા, પોરમેહેરાય યોક વાદળાકોય ચ્ચાહા અગુવાઈ કોઅઇ, જો ચ્યાહા આગલા-આગલા ચાલી રિઅલો આતો, એને ચ્યા બોદહાન ઉખાલી દોરતી હારકા લાલ દોરિયા પાઅયા વોચમાઅને સાંબાળીન લેય યેનો. મૂસા નિયમથી ચ્યાહાન શિષ્યહા હારકા, ચ્યા બોદહાન વાદળાં એને દોરિયામાય બાપતિસ્મા દેનલા ગીયા. ચ્યાહાય તીજ બાખે ખાદી જીં પોરમેહેરાય ચ્યાહાહાટી હોરગામાઅને દેનલી આતી. એને ચ્યા બોદહાય પાઆય બી પિદાં જીં પોરમેહેરાય ચ્યાહાન ખોડકા માને દેનલા આતા, જ્યાંય ખોડકામાઅને પાઆય દેના, એને ચ્યાહાઆરે મુસાફરી કોઅયી, તો ખ્રિસ્ત હેય.
બાકી પોરમેહેર ચ્યાહામાઅને બોજ લોકહાકોય ખુશ નાંય આતો, યાહાટી ચ્યા ઉજાડ જાગામાય મોઅઇ ગીયે. યો વાતો આપહેહાટી ચેતાવણી હારક્યો ઠોરી, જેહેકેન ચ્યાહાય લોબ કોઅયા, તેહેકેન આપા ખારાબ વસ્તુહુ લાલચ નાંય કોઅજે.
એને મુર્તિપુજા નાંય કોઅના, જેહેકેન કા ચ્યાહામાઅને કોલહેક મુર્તિ પાગે પોડતે આતેં, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “લોક ખાં પીયાંહાટી બોઠા એને પાછે નાચા એને મોજ્યા કોઅરા લાગ્યા.” એને આપહાય વ્યબિચાર નાંય કોઅના, જેહેકેન ચ્યાહાય વ્યબિચાર કોઅયો એને યોકાજ દિહ્યામાય તેવીસ ઓજાર માઅહે મોઅઇ ગીયે.
એને પ્રભુ પરીક્ષા નાંય કોઅના, જેહેકેન ચ્યાહામાઅને કોલહાક લોકહાય કોઅયા, એને હાપડાહા ચાવના થી ચ્ચે મોઅઇ ગીયે. 10 ટુટારના નાંય, જેહેકેન ચ્યાહામાઅને કોલહાક લોકહાય કોઅયા, એને જ્યા દૂતાલ પોરમેહેરાય દોવાડયો, ચ્યાય ચ્યાહાન માઆય ટાક્યા.
11 ચ્ચાહા આરે જ્યો વાતો ઓઅયો, યો બોદ્યો વાતો યા દુનિયા છેલા સમય હુદુ રોનારા લોકહાન ચેતાવણી દાંહાટી પવિત્રશાસ્ત્રમાય લોખલાં ગીયા. 12 યાહાટી જીં માઅહું એહેકોય આખહે, કા મા પોરમેહેરાવોય બોરહો મજબુત હેય, તે ચ્યાલ હાચવીન રા જોજે, કાય એહેકેન નાંય ઓએ કા અચાનક લોબી બોનીન પાપ નાંય કોએ. 13 પાપ કોઅના ઇચ્છા આપા બોદહામાય યેહે, બાકી પોરમેહેર વિશ્વાસયોગ્ય હેય, તો તુમહાન ઓહડી પરીક્ષામાય નાંય પોડા દી, જીં તુમહે સહન કોઅના કોઅતા વોદારી હેય, બાકી તો તુમહાન શક્તિ દી જેથી તુમા પાપ કોઅનાથી બોચાંહાટી બળવાન બોને.
મુર્તિ પાગે નાંય પોડના
14 યાહાટી, ઓ મા પ્રિય બાહાહાય, મુર્તિ પાગે પોડના નાંય. 15 આંય તુમહાન હોમાજદાર હોમજીન આખતાહાવ, જીં આંય આખતાહાવ, ચ્યા બારામાય વિચાર કોઆ, કા ઈ બરાબર હેય કા નાંય. 16 જોવે આપા પ્રભુભોજમાય વાપર કોઅલા વાટકામાઅને દારાખા રોહો પિતહેં, જ્યાહાટી પોરમેહેરા ધન્યવાદ કોઅતેહે, તે આપા આસલીમાય ખ્રિસ્તા લોયામાય ભાગીદાર ઓઅતેહે, એને જોવે આપા બાખે તોડતેહે એને ખાતહેં, તે આસલીમાય ખ્રિસ્તા શરીરા ભાગીદાર ઓઅતેહે. 17 કાહાકા કેવળ યોક બાખે હેય જો ખ્રિસ્ત હેય, ભલે આપા જો વોદારી હેય, આપા ખ્રિસ્તામાય યોક શરીર બોની જાતહેં કાહાકા આપા બોદે ચ્યે બાખ્યેમાઅને ખાતહેં.
18 ઈસરાયેલ લોકહા બારામાય વિચાર કોઆ, ચ્ચે જી કાય વેદ્યેવોય બલિદાન કોઅતેહે, ચ્ચાજ માઅને ખાતહેં, એને તોવે ચ્યે પોરમેહેરા આરાધનામાય સામીલ ઓઅતેહે. યેજપરમાણે જ્યા લોક મુર્તિહિલ ચોડાવલા ખાઅના ખાતહેં, ચ્યે બી ચ્યે મુર્તિહી આરાધનામાય સામીલ ઓઅતેહે. 19 આંય ઈ નાંય આખી રિયહો કા મુર્તિહીન ચોડાવલા બેટે કાય કિંમાત હેય, યા મુર્તિ કાય કિંમાત હેય.
20 બાકી આંય ઈ આખી રિયહો, કા જ્યો વસ્તુ લોક મુર્તિહીન બલિદાન ચોડાવતેહે, ચ્ચે પોરમેહેરાલ નાંય, બાકી બુતહાહાટી બલિદાન ચોડાવતેહે એને આંય નાંય વિચારુ, કા તુમા બુતહાહાટી ભાગી ઓએ. 21 તુમા પ્રભુભોજમાય વાપર કોઅલા દારાખા રોહા વાટકા, એને બુતહાન ચોડાવલા પિઅના વાટકી બેનહયા માઅને નાંય પી હોકે, એને પ્રભુ બાખે એને બુતહાન બેટ ચોડાવલા ખાઅના બેનહયા માઅને નાંય ખાય હોકે. 22 જો તુમા એહેકેન કોઅતેહે તે પ્રભુલ બોજ ગુસ્સો કોઆડતેહે, યાદ રાખા કા તુમા પ્રભુ કોઅતે વોદારી બળવાન નાંય હેય.
ખ્રિસ્તી જીવના સુટકો
23 તુમા એહેકેન આખતેહે કા, આમહાન બોદા કાય કોઅરાહાટી સુટ હેય, હાં, બાકી તુમહેહાટી બોદા કાય કોઅના હારાં નાંય હેય, તુમહાન બોદા કાય કોઅના સુટ હેય, બાકી બોદા કાય કોઅના પોરમેહેરામાય આપહે બોરહાલ મજબુત નાંય કોએ. 24 કાદાબી પોતાનાજ ફાયદાહાટી વિચાર નાંય કોએ, બાકી બીજહા ફાયદાહાટી બી વિચાર કોએ.
25 જીં કાય ખાઅના વસ્તુ આટામાય વેચાયેહે, તી બોદી વસ્તુ ખાં, બાકી મોનામાય શંકા કોઇન મા ખાહા, કા ઈ વસ્તુ મુર્તિહી હામ્મે બેટ કોઅલા ઓઅરી કા નાંય. 26 “તુમા ખાય હોકતેહેં કાહાકા પવિત્રશાસ્ત્ર આખહે, કા જીં દોરતી એને ચ્યેમાય હેય, તી બોદા કાય પ્રભુ હેય.” 27 એને જોવે અવિસ્વાસી માઅહું તુમહાન ગાવારા હાદે, એને તુમા તાં જાં માગે, તે જીં કાય તુમહાન ખાંહાટી દેય તી ખાં, એને તુમહાય એહેકેન નાંય પૂછના કા ઈ મુર્તિહીન બેટ ચોડાવલા હેય કા નાંય, જેથી જો તી બેટ દેનલા ગીઅલા હેય તે તુમા દોષી મેહસુસ નાંય કોઅહા.
28 બાકી કાદાં તુમહાન પેલ્લાથીજ જાણ કોઅય દેય, કા ઈ મુર્તિહીન બેટ ચોડાવલા હેય, તે ચ્યાલ નાંય ખાઅના તુમહે અંતકરણા લીદે નાંય બાકી જ્યાંય તુમહાન જાણ કોઅય દેના ચ્યા અંતકરણા લીદે, કાહાકા તુમહે સુટ કાદા બિજા માઅહા અંતકરણા કોય નિંદા નાંય ઓઅલી જાય. 29 મા વિચાર તુમહે અંતકરણા કોય નાંય, બાકી બિજા માઅહા અંતકરણા લીદે હેય, કાહાકા મા સુટકો બિજા માઅહા અંતકરણા લીદે ન્યાય નાંય કોઅલા જાં જોજે. 30 જો આંય મુર્તિહીન ચોડાવલા ખાઅના પોરમેહેરા ધન્યવાદ કોઅયા પાછે ખાહું, તે જીં વસ્તુવોય આંય પોરમેહેરા ધન્યવાદ કોઅયા પાછે ખાહું, ચ્ચાહાટી કાય બિજા લોક માયેવોય હારાપ લાવતાહા?
31 મા જવાબ ઓ હેય, તુમા ચાહે ખાં, ચાહે પિયે, ચાહે જીં કાય કોએ તી બોદા પોરમેહેરા મહિમાહાટી કોઆ. 32 તુમહાન એહેકેન જીવા જોજે, કા યહૂદી લોકહાન કા ગેર યહૂદી લોકહાન કા પોરમેહેરા મંડળી લોકહાહાટી પોરમેહેરાવોય બોરહો કોઅના રુકાવાટ નાંય બોનના. 33 જેહેકેન આંય બોદહાન બોદી વાતહેમાય ખુશ કોઅરા માગહુ, તેહેકેન તુમાબી કોશિશ કોઆ. મા લાભ નાંય, બાકી બિજા બોદહા લાભ હોદહુ, જેથી ચ્યે બોદે બોચાવલે જાય.