પિત્તરા લોખલાં પેલ્લા પત્ર
પ્રસ્તાવના
પ્રેષિત પિત્તરા પત્રાલ વાચનારા ગરબડ્યેમાય આતા એને ચ્ચાહા બોરાહા લીદે ચ્ચાહા આરે ઓઅય રિઅલો સતાવથી નિરાશ આતા. પિત્તરે ચ્ચાહાલ મજબુત ઉબા રાંહાટી ઉસરાવ્યા, ગેડી-ગેડી ચ્ચાહાલ ખ્રિસ્તા ઉદાહારણ યાદ દેવાડતા, ચ્ચામાય ચ્ચાહા હક્ક ઓદિકારા મિલકાત એને ચ્ચા હોરગે લેય જાઅના પાછા ફિરી યેઅના આશા દેખાડી પિત્તરે હોમજાડ્યા કા જોવે ચ્ચા પોતાના બોરાહા લીદે પીડાતાહા તોવે ખ્રિસ્તી લોકહાય કેહેકેન રા જોજે, પિત્તરાલ “આશાયે પ્રેષિત” આખલા ગીયા, પિત્તરા પેલ્લો સંદેશ પ્રભુવોય બોરહો રાખના આગનાકારી બોનીન જીવના ચાહે કોહડીબી પરિસ્થીતી રોય એને પોતાની આશાયેલ પોરમેહેરા તારણા છેલ્લી પ્રતીજ્ઞાવોય મજબુત બોનાડી રાખના હેય. દુઃખ યેઅના ઉમ્મીદ કાયામ બોનહી, બાકી ઈ અસ્થાયી હેય એને જ્યા મજબુત રોતાહા ચ્ચાહાહાટી મહાન બોરકાત દેહે, પાઉલ સંભવત: ઇસવી સન 60 ના દશકા વચ્ચે યા પત્રાલ લોખલાં આતાં.
1
સલામ
આંય, પિત્તર, જો ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, આંય ઈ પત્ર પોરમેહેરા નિવાડલા ચ્યા લોકહાન લોખી રિયહો, જ્યેં કા પુન્તસ, ગલાતીયા, કાપાદોકિયા, આસિયા, એને બિથુનિયા વિસ્તારા આલાગ શેહેરાહામાય પરદેશાહા હારકે રોતેહેં. પોરમેહેર આબહે બોજ પેલ્લેથીજ તુમહાન પોતાના લોક ઓઅરાહાટી એને પવિત્ર આત્મા કામથી તુમહાન પવિત્ર કોઅરાહાટી નિવડી લેદલા આતા. ચ્યાય એહેકેન યાહાટી કોઅયા કા તુમા ઈસુ ખ્રિસ્તા આગનાયે પાલન કોએ, એને ચ્યા લોયેથી શુદ્ધ ઓએ. તુમહાન બોજ સદા મોયા એને શાંતી મિળતી રોય.
યોક હોરગા બોરકાત
આપે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહા પોરમેહેરા ધન્યવાદ ઓએ, જ્યાંય આમે પ્રતિ પોતાની મોઠી દયાથી આમહાન યોક નોવા જીવન દેનહા. કાહાકા ચ્યાય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને ચ્યાય આમહાન બોજ પુરા બોરહાહાતે જીવાહાટી લાયકે બોનાડયાહા, એટલે ઈ કા આમા ચ્યે વસ્તુહુલ મેળવા પુરી આશા રાખજે, જીં ચ્યાય આમહાન દેયના વાયદો કોઅયોહો. આમા ચ્યા મહાન બોરકાતેહેલ મેળવાહાટી વાટ જોવજેહે, જીં ચ્યાય આપહેહાટી તિયાર કોઇન હોરગામાય થોવલી હેય, જાં તી નાંય હોડે એને નાંય તી ખારાબ ઓએ, એને નાંય તી મિટાય જાય. તુમહે ઈસુવોય બોરહા લીદે, પોરમેહેર તુમહાન પોતાના સામર્થ્યા થી હારેરીતે હાંબાળ રાખી રિયહો, જાવ લોગુ તુમા પુરાં તારણ નાંય મેળવી લેય જીં ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના દિહી દેખાડાહાટી તિયાર હેય.
ચ્યાહાટી તુમહાય યે બોદયે વાતહેહાટી આનંદિત ઓઅરા જોજે, ભલે આમી વોછા સમયાહાટી આલાગ-આલાગ જાત્યા દુઃખહા સામનો કોઅરા પોડી રિયહો. યા દુઃખહા મોતલાબ ઈ દેખાડના હેય કા, કાય તુમા હાચ્ચાંજ પોરમેહેરાવોય બોરહો કોઅતાહા કા નાંય. ઈસુ ખ્રિસ્તામાય તુમહે બોરહો હોના કોઅતો બોજ કિમતી હેય, જેહેકેન નાશમાન હોનાલ આગડાકોય પારાખલા જાહાય એને શુદ્ધ કોઅલા જાહાય, ચ્યેજ રીતે તુમહે બોરહો આગડા હારકા દુઃખહા થી પારખ્યા પાછે બી મજબુત રોહે, તે ઈ ચ્યે દિહી તુમહાન બોજ પ્રશંસા એને મહિમા એને માનપાન દેવાડી જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યા દુનિયામાય યેઅરી.
તુમહાય ઈસુલ કોદહી નાંય દેખ્યોહો, બાકી તેરુ ચ્યાલ તુમા પ્રેમ કોઅતાહા. તુમા ચ્યાલ આમીબી નાંય એએ. બાકી તેરુંબી તુમા ચ્યાવોય બોરહો થોવતાહા. યાહાટી, તુમા આનંદ એને મહિમાથી બોજ ખુશ ઓઆ જ્યાલ શબ્દામાય વર્ણન નાંય કોઅલા જાય હોકે. તુમા ખુશ હેતા, કાહાકા પોરમેહેર તુમહે આત્માહા તારણ પુરીરીતે કોઅય રિયહો, ઈ ખ્રિસ્તમાય આપહે બોરહા પ્રતિફળ હેય.
ભવિષ્યવક્તાહા સાક્ષી
10 યા તારણા બારામાય ભવિષ્યવક્તાહાય બોજ સાવધાની થી હોદ એને તાપાસ કોઅયી, એને ચ્યાહાય ભવિષ્યવાણી કોઅલી આતી, કા કેહેકેન પોરમેહેર તુમહે તારણાહાટી તુમહે પ્રતિ દયાળુ રીતેથી કામ કોઅરી, જ્યા તુમા યોગ્ય નાંય હેય.
11 ઈસુ ખ્રિસ્તા આત્મા ભવિષ્યવક્તાહા માય આતો, જીં ખ્રિસ્તા દુઃખ એને ચ્યા દુઃખહા પાછે મિળનારી મહિમા બારામાય ચ્યાહાન પેલ્લેથી આખી રિઅલો આતો. ભવિષ્યવક્તાહાય ઈ જાઅના કોશિશ કોઅયી કા આત્મા ચ્યાહાલ કાય દેખાડી રીઅલા આતાં, યો બોદ્યો વાતો કોવે ઓઅરી એને યો કેહેકેન પુર્યો ઓઅરી. 12 બાકી પોરમેહેરાય યા ભવિષ્યવક્તાહાન દેખાડયાં કા ચ્યાહા સંદેશ પોતાનાહાટી નાંય બાકી તુમહેહાટી આતો. તો સંદેશ ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે બારામાય હેય, જો તુમા આમી વોનાયાહા. પોરમેહેરાય હોરગામાઅને ચ્યા પવિત્ર આત્મા દોવાડયા કા તુમહાન હારી ખોબાર આખાહાટી લોકહા મોદાત કોએ. ઈ બોદા ઓલા નોવાયે હેય કા ઓલે લોગુ કા હોરગા દૂત બી આનંદથી યે વાતહેલ ઓઅતા એઅય રીયહા.
પવિત્ર જીવન જીવાહાટી હાદના
13 યાહાટી, હારેરીતે વિચાર કોઆ એને પોતાના મોનાલ કાબુમાય રાખા, એને હાચવીન રા એને ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના સમયે તુમહાન મિળનારા તારણાહાટી પુરી-પુરી આશા રાખા, જીં પોરમેહેર તુમહાન પોતાના સદા મોયાથી દેઅરી, જોવે ઈસુ ખ્રિસ્ત હોરગામાઅને, પાછો યા દુનિયામાય યેઅરી. 14 આગના માનનારા પોહહા હારકા પોરમેહેરા આગનાયે પાલન કોઆ એને ચ્યા ખારાબ કામહાલ મા કોઅહા, જ્યાહાલ તુમા તોવે કોઅના ઇચ્છા રાખતા આતા, જોવે તુમા પોરમેહેરા હાચ્ચાયેલ નાંય જાઅતા આતા.
15 બાકી જેહેકેન તુમહાન હાદનારો પોરમેહેર પવિત્ર હેય, તેહેકેન તુમાબી બોદા સ્વભાવામાય પવિત્ર બોના, 16 કાહાકા પવિત્રશાસ્ત્રમાય પોરમેહેર આખહે તુમા, “પવિત્ર બોના, કાહાકા આંય પવિત્ર હેય.” 17 જોવે તુમા, ઓ આબા આખીન ચ્યાલ પ્રાર્થના કોઅતાહા, તે યે વાતેલ યાદ રાખા, કા તો પક્ષપાત કોઅયા વોગાર, હર યોક માઅહા કામહા પરમાણે ન્યાય કોઅહે, યાહાટી જોવે તુમા દોરત્યેવોય પારદેશી બોનીન રોતહા, તે ચ્યા દાક રાખીન પોતાના જીવન જીવા.
18 તુમા જાંઅતાહા કા વિતી ગીઅલા સમાયમાય તુમા યોક નોકામ્યા જીવન જીવતા આતા, યોક ઓહડો તરીકો જો તુમહે વડીલાહાથી દેનલો આતો, બાકી તુમહાન ચ્યા નોકામ્યા જીવનથી છોડવી લેદલા ગીયા. તુમહાલ હોના કા ચાંદી જોહડી નાશ ઓઅય જાનારી વસ્તુહુથી નાંય વેચાતાં લેદહા, 19 બાકી ખ્રિસ્તા કિમતી લોયાથી, જો યોક શુદ્ધ એને નિર્દોષ ગેટા હારકો આતો.
20 યા દુનિયાલ ઉસબાડ્યા પેલ્લાજ પોરમેહેરાય નોક્કી કોઅય લેદેલ કા ઈસુ ખ્રિસ્ત છોડાવનારો ઓઅરી. બાકી તો તુમહે ભલાઈ કોઅરાહાટી યા છેલ્લા દિહાહામાય યા દુનિયામાય યેનો. 21 ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.
22 કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા. 23 કાહાકા તુમહાન પોરમેહેરાપાઅને યોક નોવા જીવન મિળ્યહા, તુમહાન ઈ જીવન કાદ્યે ઓહડયે વસ્તુ થી નાંય મિળ્યાં, જીં નાશ ઓઅય જાઅરી, બાકી કાય ઓહડયે થી મિળ્યાં જીં કાયામ રોઅરી, એટલે, પોરમેહેરા જીવતા એને અનંત વચન થી મિળ્યહા.
24 કાહાકા પવિત્રશાસ્ત્ર ઈ આખહે, “બોદા લોકહા જીવ ગાહીયા હારકા હેય એને ચ્યાહા બોદી સોબા ગાહીયા ફુલા હારકી હેય, ગાહીયા ઉખાય જાહાય, એને ફુલેં ટુટી પોડતેહે. 25 બાકી પોરમેહેરા વચન કાયામુંજ ટકી રોહોય.” ઈ વચન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર હેય જીં તુમહે વોચમાય પ્રચાર કોઅલો ગીઅલો આતો.