2
પાપા માઅહું એટલે નાશા પોહો
ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના એને આપહે ચ્યા હામ્મે યોખઠા ઓઅના બારામાય લોખલાં હેય. જો તુમા એહેકેન વોનાતેહે કા પ્રભુ યેઅના દિહી યેય ચુકલો હેય, તો તુમહે વિચારાકોય જલદ્યાજ ગાબરાય નાંય જાયના. કાદો એહેકેન યોક ભવિષ્યવાણી રુપામાય કા યોક સંદેશમાય કા યોક પત્રમાય આખી હોકહે, જેહેકેન કા ઈ આમહેપાઅને યેનલા હેય.
તુમા કોઅહે બી રીતીકોય કાદા જુઠી વાતેહેવોય બોરહો નાંય કોઅના, કાહાકા પ્રભુ ઈસુ પાછા યેઅના પેલ્લા ઓહડા સમય ઓઅરી કા બોજ લોક પોરમેહેરા વિરોદ એને ખારાબ કામે કોઅરી, એને તો પાપમાય પાડી ટાકનારો પ્રગટ ઓએ, જ્યા નાશ ઓઅના નોક્કી હેય. તો પોરમેહેરા વિરોદ કોઅરી એને જ્યાહાલ દેવો માનીન ભક્તિ કોઅતાહા ચ્યાહા વિરોદ કોઅરી તો એહેકેનબી જાહેર કોઅરી કા તોજ મોઠામાય મોઠો પોરમેહેર હેય એને પોરમેહેરા દેવાળામાય બોહરી.
તુમહાન યાદ ઓરી કા જોવે આંય તુમહે ઈહીં આતો, તોવે માયે તુમહાન ઈ બોદા બોજદા આખલા આતા. એને ચ્યાલ કાય રોકહે, તી તુમહાન ખોબાર હેય બાકી પોરમેહેરે નોક્કી કોઅલે સમયે યેઅરી તો આજુ નિંગ્યહો નાંય. પેલ્લેથી પાપમાય પાડનારા શક્તિ ગુપ્તરીતે આમીબી ખારાબ કામ કોઅહે, બાકી આમી યોક રોકનારો હેય, એને જાવ લોગુ ચ્યાલ કાડી નાંય ટાકે, તે તો ચ્યાલ રોકીજ રાખી.
ચ્યા પાછે પાપમાય પાડનારો પ્રગટ ઓઅરી, બાકી જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યેઅરી તોવે ચ્યા મુયામાઅને નિંગનારા વારાકોય એને પોતાના આગમના સામર્થ્યથી પાપમાય પાડનારાલ માઆઇ ટાકી. એને અન્યાયી માટડાપાય સૈતાના શક્તિ રોય, એને તો બોદે જુઠા ચમત્કાર, ચિન્હ દેખાડી જ્યાથી લોક ઓ વિચાર કોઅરા લાગી કા ઈ પોરમેહેર કોઅય રિઅલો હેય. 10 તો બોદે ખારાબ કામે કોઅરી એને લોકહાન દોગો દેઅરી જ્યેં પોરમેહેરાકોય નાશ કોઅલે જાય. કાહાકા ચ્યાહાય હાચ્ચાયેવોય બોરહો નાંય કોઅયોહો, જો ચ્યાહાન બોચાવી હોકે.
11 યા લીદે પોરમેહેરે ચ્યા મોનામાય યોક ઓહડી રખડાવનારી શક્તિ દોવાડેહે કા ચ્યે જુઠી વાત માની લેય. 12 કા જોલે માઅહે હાચ્ચી વાત નાંય માને, બાકી પાપા કામ કોઅરા પોસંદ કોઅતેહે, પોરમેહેર ચ્યાહાન ડૉડ દેય.
મજબુત બોની રા
13 ઓ વિસ્વાસી બાહાહાય એને પ્રિય લોકહાય આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅરા જોજે, કાહાકા પોરમેહેરાય દુનિયા બોનાવા પેલ્લા તુમહાન નિવડી લેદલા કા, તો પવિત્ર આત્મા કામહાકોય જો તુમહાન પવિત્ર બોનાડેહે એને તુમહેકોય ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારેવોય બોરહો કોઅના લીદે તુમહાન બોચાવ કોઅલો જાય. 14 પોરમેહેરે તુમહાન ચ્યે હારી ખોબારેકોય બોચાડા હાટી હાદલા હેય, જીં આમહાય તુમહે વોચમાય પ્રચાર કોઅયા, જેથી તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા મહિમામાય ભાગીદાર ઓઅય હોકે. 15 યાહાટી, ઓ વિસ્વાસી બાહાહાય, બોરહામાય મજબુત રા કા જીં આમહાય પત્ર દોવાડયા, ચ્યાહાકોય જ્યો વાતો તુમહાન હિકાડયો, ચ્યે વાતહેલ પાળતા રા.
16 આમા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ, એને આપહે આબો પોરમેહેરાલ પ્રાર્થના કોઅજેહે, જ્યાંય આપહાન પ્રેમ કોઅયા, એને આપહાન અનંતકાળા દિલાસો એને હારી આશા દેનલી હેય. 17 આંય પ્રાર્થના કોઅતાહાંવ કા તો તુમહાન ઈંમાત દેય, એને જીં હારાં હેય ચ્યાલ સાદા કોઅરા એને આખાહાટી મજબુત કોએ.