7
સ્તેફનુસા સંદેશ
તોવે મહાયાજકાય પુછ્યાં, “કાય યો વાતો હાચ્યો હેય?” સ્તેફનુસે આખ્યાં, ઓ બાહાહાય, એને ડાયહાય વોનાયા, આપહે આગલ્યો ડાયો આબ્રાહામ હારાન શેહેરામાય વોહતી કોઅરા પેલ્લા, જોવે તો મેસોપોટેમિયા વિસ્તારમાય આતો, તો મહિમામય પોરમેહેરે ચ્યાલ દર્શન દેના. એને ચ્યાલ આખ્યાં, તું તો દેશ એને તો કુટુંબમાઅને નિંગીન ચ્યા દેશામાય જો, જ્યાલ આંય તુલ દેખાડીહી.
તોવે ચ્યાય મેસોપોટેમિયા વિસ્તાર માઅને નિંગીન હારાન શેહેરામાય જાયને વોહતી કોઅયી, એને ચ્યા આબહા મોરણા પાછે પોરમેહેરાય ચ્યાલ તાઅને યા દેશામાય લેય યેયન વોહતી કોઆડયો, જ્યામાય આમી આપા રોતહા, બાકી પોરમેહેરે ચ્યાલ કાયજ ભાગ નાંય દેનો, ઓલેલુગું કા પાગ થોવે ઓલહો જાગો બી નાંય દેનો, બાકી ઓ વાયદો કોઅયો કા, “આંય ઓ દેશ તુલ એને તો પાછે તો પીડીલ દેય દિહી.” એને ચ્યે સમયે ચ્યા કાદો પોહોબી નાંય આતો.
એને પોરમેહેરે એહેકેનબી આખ્યાં, તો પિડયે લોક પારકા દેશા પરદેશા ઓઅરી, એને ચ્યા લોક ચ્યાહાન ગુલામ બોનાવી લી એને ચાર હોવ વોરહે લોગુ ચ્યાહાઆરે ખારાબ વ્યવહાર કોઅરી. પાછી પોરમેહેરે આખ્યાં, જ્યેં જાતી ચ્યે ગુલામ બોની, ચ્યાહાન આંય ડોંડ દિહી, ચ્યા પાછે ચ્યે ચ્યા દેશામાઅને બાઆ યેયન યા જાગાવોય મા ભક્તિ કોઅરી. એને પોરમેહેરે આબ્રાહામાઆરે કરાર કોઅયો એને ચ્યાલ આખ્યાં કા, “તો કુટુંબા બોદા માટડાહા કરારા ચિન્હા રુપામાય સુન્નત કોઆડ,” સુન્નતા નિયમ દેયના યોકા વોરહા પાછે, ઈસાકા જન્મો જાયો, એને આઠવે દિહી ચ્યા સુન્નત કોઅયા, ઈસાકે ચ્યા પોહા યાકૂબા સુન્નત કોઅયા એને યાકૂબે ચ્યા બારા પોહહા સુન્નત કોઅયા. જ્યા આમહે આગલ્યાડાયા આતા.
એને યાકૂબા પોહાહાય યોસેફા આરે ઈર્ષ્યા કોઇન ચ્યાલ મિસર દેશામાય જાનારાહાલ ગુલામા રુપામાય વેચી દેનો, બાકી પોરમેહેર ચ્યાઆરે આતો. 10 એને પોરમેહેરે યોસેફાલ બોદી તકલીફ માઅને બોચાડીન મિસર દેશા રાજા ફારુના આગલા મોયા એને બુદ્દિ દેની, ફારુન રાજાય યોસેફાલ મિસર દેશાવોય એને ચ્યા બોદા મેહેલાવોય પ્રધાન બોનાડયો.
11 જોવે યોસેફ પ્રધાન આતો, તોવે કા બોદા મિસર દેશામાય એને કનાન દેશામાય ઓલો મોઠો દુકાળ પોડયો, જ્યાકોય બોજ તકલીફ પોડી, એને આપહે આગલ્યા ડાયહાન ખાઅના નાંય મિળતા આતા. 12 બાકી યાકૂબાય ઈ વોનાયને, કા મિસર દેશામાય અનાજ હેય, આપહે આગલ્યાડાયા જાય એને તાઅને અનાજ વેચાતાં લેય, ચ્યા યોસેફાલ મિળ્યાં એને અનાજ વેચાતાં લેદા, બાકી ચ્યાહાય ચ્યાલ નાંય વોળખ્યો. 13 બીજેદા, જોવે ચ્યા અનાજ લા ગીયા, તોવે યોસેફાય પોતા બાહહાન વોળખાણ દેખાડી એને ફારુન રાજાલ બી યોસેફા જાત ખોબાર પોડી ગીયી.
14 તોવે યોસેફે ચ્યા આબહા યાકૂબાલ એને ચ્યા બોદા કુટુંબાલ, જ્યેં પંચોતર માઅહે આતેં, મિસર દેશામાય યાહાટી સંદેશ દોવાડયો. 15 તોવે યાકૂબ મિસર દેશામાય ગીયો, એને કોલહાક સમાયા પાછે યાકૂબ એને આપહે આગલ્યાડાયા મોઅઇ ગીયા. 16 ચ્યાહાય યાકૂબ એને ચ્યાહા પોહહા મોઅલા શરીર મિસર દેશામાઅને આપહે દેશ કનાના શેખેમ શેહેરામાય લી યેના, એને ચ્યાહાય યાકૂબા મોઅલા શરીર ચ્યે કોબાર માય દાટ્યા, જ્યાલ આબ્રાહામાય વેચાતાં લેદેલ, એને ચ્યાહાય યાકૂબા પોહાહા મોઅલા શરીર શેખેમ શેહેરા ચ્યે જમીનમાય દાટ્યા, જીં યાકૂબાય હમોરા પોહહા વોઅને વેચાતાં લેદેલ.
17 બાકી જોવે તો વાયદો પુરો ઓઅના સમય પાહે યેનો, જો પોરમેહેરે આબ્રાહામાઆરે કોઅલો આતો, તોવે મિસરમાય ચ્યા લોક વોદતા લાગ્યા, એને બોજ ઓઈ ગીયા. 18 તોવે મિસર દેશામાય બિજો નોવો રાજા જાયો, તો યોસેફાલ નાંય વોળાખતો આતો. 19 ચ્યાય આપહે જાતી આરે ચાલાકી કોઇન આપહે વાડ-વડીલાહાઆરે ઓલે લોગુ ખારાબ વ્યવહાર કોઅયો, કા આયહે-આબહાલ નોવા જોન્મુલા પોહહાન ટાકી દાં પોડ્યા જ્યેથી ચ્યે મોઅઇ જાય. 20 ચ્યે સમયે મૂસા જન્મો જાયો, એને તો પોરમેહેરા નોજારેમાય બોજ હારો આતો; એને તીન મોયના લોગુ ચ્યા આયહે-આબહાય ગુપ્તરુપમાય દેખભાલ કોઅયી. 21 બાકી જોવે ચ્યે ચ્યાલ દુબાડી નાંય હોક્યે, તે ચ્યાહાય ચ્યાલ ગોઆ બાઆ થોવી દેનો, તોવે ફારુના પોહયેય ચ્યાલ દત્તાક લેદો, ચ્યે ચ્યા પાલનપોષણ પોતે પોહા રોકા કોઅયા. 22 એને મૂસાલ મિસરીયાહા બોદી વિદ્યા હિકાડી, એને તો વાત એને કામ કોઆ સામર્થ્ય શાલી બોની ગીયો.
23 જોવે મૂસા ચાળહી વોરહા જાયો, તોવે ચ્યાય ઈસરાયેલી બાહહાન મિળાં વિચાર કોઅયો. 24 તાં ચ્યાય યોક મિસરી માઅહાકોય યોકા ઈસરાયેલી માઅહાવોય અન્યાય ઓઅતા દેખ્યો, ચ્યાલ બોચાડયો, એને મિસરી માઅહાલ માંઈને ચ્યા બોદલો લેદો. 25 મૂસાય વિચાર કોઅયો, કા ચ્યા જાતવાળે હોમજી કા પોરમેહેર ચ્યા આથાકોય ચ્યાહાલ ગુલામીમાઅને સોડવી, બાકી ચ્યાહાય નાંય હોમજ્યા.
26 બીજે દિહી જોવે ઈસરાયેલી ચ્યાહામાયજ લોડી રિઅલો આતો, તોવે તો તાં જાય પોઅચ્યો, એને ઈ આખીન ચ્યાહાન હોમજી જાંહાટી હોમજાડ્યા, કા ઓ બાહાહાય, તુમા તે બાહા-બાહા હેય, યોકા બિજાવોય કાહા અન્યાય કોઅતાહા? 27 બાકી જો ચ્યા પડોશીવોય અન્યાય કોઇ રિઅલો આતો, ચ્યાય ઈ આખીન ધોક્કો દેનો, તુલ કુંયે આમહાવોય પ્રધાન એને ન્યાય કોઅનારો ઠોરવ્યોહો? 28 કાય જેહેકેન તુયે કાલે મિસરી માઅહાલ માઆઇ ટાક્યો તેહેકેન માન બી માઆઇ ટાકાં માગતોહો કા?
29 ઈ વાત વોનાઈન મૂસા ગાબરાય ગીયો એને તો મિસર દેશ છોડીન નાહી પોડયો, એને મિદ્યાન દેશામાય પારદેશી બોનીન રા લાગ્યો, એને તાં ચ્યા બેન પાહહા જન્મો જાયો.
30 મિદ્યાન દેશામાય મૂસા ચાળહી વોરહે રિયો તોવે, યોક હોરગા દૂતાય સીનાય ડોગા ઉજાડ જાગામાય ચ્યાલ બોળતા જેખરાહા માજે દર્શન દેના. 31 જોવે મૂસાય બોળતા જાડાલ દેખ્યા જીં ભસ્મ નાંય ઓઈ રીઅલા આતા, તે મૂસાલ નોવાય લાગી. એને તી એરાહાટી તો પાહાય જાતો લાગ્યો, તોલાહામાય તો પ્રભુ આવાજ વોનાયો. 32 “આંય તો આગલ્યા ડાયાહા પોરમેહેર, આબ્રાહામા પોરમેહેર, ઈસાકા એને યાકૂબા પોરમેહેર હેતાંવ.” તોવે મૂસા ગાબરાયને કાપતો લાગ્યો, ઓલે લોગુ કા ચ્યાલ એઅના ઈંમાત નાંય જાયી. 33 તોવે પ્રભુય ચ્યાલ આખ્યાં, મા પ્રતિ આદર દેખાડાં હાટી તો પાગહા માઅને વાઅણે કાડી લે, કાહાકા તું જાં ઉબો હેય, તો જાગો પવિત્ર હેય.
34 માયે હાચ્ચાંજ મા લોકહા ખારાબ દશા જ્યા મિસર દેશામાય હેય, દેખહી, ચ્યાહા હુંઅકા એને ચ્યાહા રોડના માયે વોનાય લેદલા હેય, યાહાટી ચ્યાહાન બોચાવાં હાટી આંય ઉતી યેનહો, આમી યે, આંય તુલ મિસર દેશામાય દોવાડુહુ.
35 ઓ તોજ મૂસા હેય જ્યાલ ઈસરાયેલ્યાહાય નાકાર કોઇ દેનલો આતો, એને જ્યાહાય આખલા આતા, તુલ કુંયે આમહે પ્રધાન એને ન્યાય કોઅનારો બોનાડયોહો? ઓ તોજ હેય જ્યાલ પોરમેહેરાય ચ્યા હોરગા દૂતાકોય, જો ચ્યાહાટી જાડયેમાય પ્રગટ ઓઅલો આતો, શાસક એને તારણ દેનારો ઓઅરાહાટી દોવાડયો. 36 ઈ માઅહું મિસર દેશ એને લાલ દોરિયામાય એને ઉજાડ જાગામાય ચાળહી વોરહે લોગુ અદભુત કામ એને ચિન્હ દેખાડી-દેખાડી ચ્યાહાન કાડી લેય યેનો. 37 ઓ તોજ મૂસા હેય, જ્યાંય ઈસરાયેલી લોકહાન આખ્યાં, પોરમેહેર તુમહે બાહાહા માઅને તુમહેહાટી મા રોકો યોક ભવિષ્યવક્તા ઉબો કોઅરી.
38 ઓજ મૂસા યોક ભવિષ્યવક્તા રુપામાય આપહે આગલ્યા ડાયહા આરે આતો જોવે ચ્યે ઉજાડ જાગામાય હોરગા દૂતા આરે યોકહાતે બેગે આતેં, તાં સીનાય ડોગાવોય મૂસાલ જીવન દેનારા વચન મિળ્યાં એને ચ્યાય આપહે લોગુ પોઅચાડી દેના. 39 બાકી આપહે આગલ્યા ડાયહાય ચ્યાલ નાંય માન્યા, બાકી ચ્યાલ ઠકરાવીન ચ્યાહા મોનાકોય મિસર દેશામાય પાછા ફિરી જાં માગતા આતા. 40 એને મૂસા બાહા હારૂનાલ આખ્યાં, આમહેહાટી ઓહડી દેવતા બોનાડ, જીં મિસર દેશ માય પાછા ફિરી જાંહાટી આમહે આગલા-આગલા ચાલે, કાહાકા આમા નાંય જાંઆજે કા ચ્યા મૂસા કાય જાયા, જો આમહાન મિસર દેશામાઅને છોડાવીન લેય યેનો.
41 એને ચ્યે સમયે ચ્યાહાય યોક વાછડા મુર્તિ બોનાવી, એને તી મુર્તિલ બલિદાન ચોડાવ્યા, એને ચ્યાહા આથા કામહાકોય ખુશ ઓઅરા લાગ્યા. 42 યાહાટી પોરમેહેરે ચ્યાહાન આકાશામાઅને દિહી, ચાંદ એને ચાંદાલાહાન દેવતાહા રુપામાય ભક્તિ કોઅરાહાટી છોડી દેના. જેહેકેન ભવિષ્યવક્તાહા ચોપડયેમાય પોરમેહેરાય આખ્યાં, “ઓ ઈસરાયેલી લોકહાય, તુમા ઉજાડ જાગામાય ચાળહી વોરહા લોગુ માન જોનાવરહા બલિદાન એને અન્નબલી નાંય ચોડવ્યા બાકી તુમહાય ચ્યાહાન બિજા દેવતાહાન ચોડવ્યા.
43 તુમહાય ચ્યા માંડવાલ બોનાડયો જ્યામાય મોલોક દેવતા મુર્તિ એને રીફાન દેવતા તારા ચિત્ર આતા, તી મુર્તિહિલ તુમહાય ભક્તિ કોઅરાહાટી બોનાડયો, યાહાટી આંય તુમહાન બાબેલ દેશામાય લેય જાયને થોવહી.”
44 સાક્ષી માંડવો ઉજાડ જાગામાય આપહે આગલ્યા ડાયહા વોચમાય આતો, જેહેકેન પોરમેહેરે ઠોરવ્યો, જ્યાંય મૂસાલ આખ્યેલ, જો માપ તુયે દેખલો હેય, ચ્યાનુસાર યાલ બોનાડ. 45 બોજ વોરહા પાછે તો માંડવો આપહે આગલ્યા ડાયહાય ચ્યાલ મીળવીન યહોશુવા આરે ઈહીં લેય યેના, જ્યેં સમયે કા ચ્યાહાય ચ્યા ગેર યહૂદીયાવોય ઓદિકાર મેળાવ્યો, જ્યાહાલ પોરમેહેરાય આપહે આગલ્યા ડાયહા હામ્મેને કાડી દેના, એને તો માંડવો દાઉદ રાજા સોમાયા લોગુ રિયો. 46 દાઉદ રાજાવોય પોરમેહેરાય સદા મોયા કોઅયી, એને દાઉદ રાજાય યાકૂબા પોરમેહેરાહાટી રોઅના માંડવો બોનાડા વિનાંતી કોઅયી. 47 બાકી ચ્યા પોહો સુલેમાને ચ્યાહાટી યોક દેવાળા બોનાવ્યાં.
48 બાકી પરમપ્રધાન પોરમેહેર આથહા કોઇન બાંદલા દેવાળામાય નાંય રોય, જેહેકેન યશાયા ભવિષ્યવક્તા ચોપડીમાય લોખલાં હેય.
49 પોરમેહેર આખહે, હોરગા મા રાજગાદી એને દોરતી મા પાગ થોવના જાગો હેય, મા હાટી તુમા કોહોડે રીતે દેવાળા બોનાડાહા? એને મા આરામ કોઅના કોઅહો જાગો રોય?
50 કાહાકા માયે પોતે હોરગા એને દોરતી બેની જાગામાય બોદા કાય બોનાડલા હેય.
51 ઓ કોઠણ લોકહાય, તુમા ચ્યા વાત માના એને વોનાયા નાકાર કોઅતાહા, તુમા કાયામ પવિત્ર આત્મા વિરુદ કોઅતાહા, જેહેકેન તુમહે આગલ્યાડાયા કોઅતા આતા, તેહેકેન તુમાબી કોઅતાહા. 52 તુમહે આગલ્યા ડાયહાય બોદા ભવિષ્યવક્તાહા આરે ખારાબ કોઅયા જ્યાહાલ પોરમેહેરાય દોવાડલા આતા, ચ્યાહાય ચ્યા ભવિષ્યવક્તાહાલ માઆઇ ટાક્યા જ્યાહાન ખ્રિસ્ત જો ન્યાયી હેય ચ્યા યેયના ભવિષ્યવાણી કોઅયેલ, એને આમી તુમા ચ્યાલ દોઅનારા એને માઆઇ ટાકનારા બોન્યા. 53 તુમહાન હોરગા દૂતહાકોય પોરમેહેરા નિયમ મિળ્યાં, તેરુંબી તુમહાય ચ્યા પાલન નાંય કોઅયા.
સ્તેફનુસા હત્યા
54 યો વાતો વોનાઈન યહૂદી આગેવાન બોજ ખિજવાય ગીયા એને સ્તેફનુસાવોય દાત કોકડાવા લાગ્યા. 55 બાકી ચ્યાય પવિત્ર આત્માકોય બોઆયને હોરગા એછે એઅયા, એને ચ્યે પોરમેહેરા મહિમા એને ઈસુવાલ પોરમેહેરા જમણા આથા એછે સન્માના જાગાવોય ઉબો રિઅલો દેખ્યો. 56 એને આખ્યાં, “એઆ, આંય હોરગાલ ઉગડી ગીઅલાં, એને માઅહા પોહાલ પોરમેહેરા જમણા આથા એછે સન્માના જાગાવોય ઉબો રિઅલો એઅતાહાવ.”
57 તોવે ચ્યાહાય મોઠેરે બોંબલીન કાન ડુકી લેદા, એને યોખઠા ઓઇન ચ્યાવોય ટુટી પોડ્યા. 58 એને ચ્યાલ યેરૂસાલેમ શેહેરા બાઆ લેય જાયને દોગડાટા લાગ્યા, યે સમયે જ્યાહાય સ્તેફનુસાવોય દોષ લાવલો આતો ચ્યાહાય ચ્યાહા ઉપર્યે ડોગલેં શાઉલ નાંવા યોક જુવાન્યાપાય થોવી દેને, કા તો ચ્યાહા રાખવાળી કોએ.
59 એને ચ્યે સ્તેફનુસાલ દોગડાટતે રિયે, એને તો ઈ આખીન પ્રાર્થના કોઅતો રિયો, “ઓ પ્રભુ ઈસુ, મા આત્માલ સ્વીકાર કોઓ.” 60 પાછે માંડયે પોડીન મોઠેરે બોંબલ્યો, “ઓ પ્રભુ, યા પાપાહાટી તું ચ્યાહાન માફ કોઇ દે.” એહેકોય આખીન તો મોઅઇ ગીયો.