9
શાઉલા રુદય બોદાલના
શાઉલ જો આમી લોગુ પ્રભુ ઈસુવા શિષ્યહાન દોમકાડતો ને માઆઇ ટાકના વિચારા માય આતો, મહાયાજકાપાય ગીયો. એને ચ્યાપાઅને દમસ્ક શેહેરા સોબાયે ઠિકાણા નાવાવોય મંજુર્યે કાગળાં માગ્યાં, કા જ્યા માટડા કા થેઅયો જ્યા પ્રભુ ઈસુ વાટે ચાલનારેં મીળે ચ્યાહાન બાંદિન યેરૂસાલેમ શેહેરમાય લેય યેય.
બાકી જોવે શાઉલ એને ચ્યા હાંગાત્યા દમસ્ક શેહેરા પાહી પોઅચ્યા, તો અચાનક આકાશામાય ચારીચોમખી ઉજવાડો ચોમક્યો. તોવે તો દોરતીવોય પોડી ગીયો, એને પ્રભુ પોરમેહેરા આવાજ વોનાયો, “ઓ શાઉલ, ઓ શાઉલ તું માન કાહા સતાવી રોયહો?”
શાઉલે પુછ્યાં, “ઓ પ્રભુ, તું કું હેય?” ચ્યેય આખ્યાં, “આંય ઈસુ હેય, જ્યાલ તું સતાવતોહો. બાકી આમી ઉઠીન શેહેરામાય જો, કાદો તુલ આખી દી કા તુલ કાય કોઅના હેય.” જ્યેં માઅહે ચ્યાઆરે આતેં, ચ્યે ઠાઅકે રોય ગીયે; કાહાકા આવાજ તો ચ્યે વનાતે આતેં, બાકી કાદાલ દેખાતા નાંય આતા.
તોવે શાઉલ દોરત્યેવોયને ઉઠયો, એને જોવે ડોળા ઉગાડયા તોવે ચ્યાલ કાંઇજ દેખાયાં નાંય, એને ચ્ચે ચ્ચા આથાલ દોઇન દમસ્ક શેહેરામાય લેય ગીયા. એને તો તીન દિહી લોગુ દેખી નાંય હોક્યો, એને નાંય ખાદાં એને નાંય પિદાં.
શાઉલા બાપતિસ્મા
10 દમસ્ક શેહેરામાય હનાન્યા નાંવા યોક શિષ્ય આતો, ચ્યાલ પ્રભુ ઈસુય દર્શનામાય આખ્યાં, “ઓ હનાન્યા!” ચ્યાય આખ્યાં, “હાં, પ્રભુ” 11 તોવે પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “ઉઠીન સીધી નાંવા હેરીમાય જો, એને યહૂદા ગોઅમે શાઉલ નાંવા યોક તારસુસમાય રોનારાલ હોદ; કાહાકા તો પ્રાર્થના કોઇ રિઅલો હેય. 12 એને ચ્યાય હનાન્યા નાંવા યોક માઅહું માજે યેયન ચ્યાવોય આથ થોવતો દેખાયો; કા પાછો દેખતો ઓઈ જાય.”
13 હનાન્યાય જોવાબ દેનો, “ઓ પ્રભુ, માયે યા માઅહા બારામાય બોજ જાંઅહા પાયને વનાયહો કા યાય યેરૂસાલેમ શેહેરામાય તો પવિત્ર લોકાહાઆરે મોઠયો-મોઠયો બુલો કોઅયોહો. 14 એને ઈહીંબી ચ્યાલ મુખ્ય યાજકાહા પાયને ઓદિકાર મિળ્યહો કા જ્યા લોક તોવોય બોરહો કોઅતાહા, ચ્યા બોદહાલ યેરૂસાલેમ શેહેરામાય બાંદી લેય જાય.” 15 બાકી પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “તું જો; કાહાકા ઓ તે ગેર યહૂદી એને રાજહા, એને ઈસરાયેલહયા હામ્મે મા બારામાય પ્રચાર કોઅરાહાટી માયે ચ્યાલ મા સેવા કોઅરાહાટી નિવાડલો હેય. 16 એને આંય ચ્યાલ આખહી, કા લોકહાન મા બારામાય આખના લીદે કાય-કાય દુઃખ ઉઠાવાં પોડી.”
17 તોવે હનાન્યા ચ્યે ગોઅમે ગીયો, જાં શાઉલ આતો, એને ચ્યા ઉપે આથ થોવિન આખ્યાં, “ઓ બાહા શાઉલ, પ્રભુ ઈસુ, જો ચ્યે વાટેમાય, જ્યેવોઅને તું યેનો તુલ દેખાયો, ચ્યેય માન દોવાડલો હેય, કા તું પાછો એઇ હોકે એને પવિત્ર આત્માકોય બાઆય જાય.” 18 એને તારાતુજ ચ્યા ડોળાહાઉપરે માછલા બિંગડાહા હારકે છાલટેં જેહે પોડયેં એને તો એઅરા લાગ્યો, એને ઉઠીન બાપતિસ્મા લેદા. 19 પાછા ખાઅના ખાયન તાકાત મેળવી. તો કોલહાક દિહી દમસ્ક શેહેરા શિષ્યહાઆરે રિયો.
શાઉલ થી ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર
20 એને તો તારાત દમસ્ક શેહેરા સોબાયે ઠિકાણે તો ઈસુવા પ્રચાર કોઅરા લાગ્યો કા ઈસુજ પોરમેહેરા પોહો હેય. 21 એને બોદા વોનાનારા નોવાય પામીન આખા લાગ્યા, “કાય ઓ તોજ માઅહું નાંય હેય જો યેરૂસાલેમ શેહેરામાય જ્યા ઈસુવોય બોરહો કોએ ચ્યાહાન તો માઆઇ ટાકે, એને ઈહીંબી ચ્યા હાટીજ યેનલો આતો, કા ચ્યાહાન બાંદિન મુખ્ય યાજકાહાપાય લી જાય?” 22 બાકી શાઉલાય આજુ વોદારે શક્તિશાળી રુપાકોય પ્રચાર કોઅના સુરુ કોઇ દેના, એને યે વાતે સાબિતી દેય-દેયને કા ઈસુ ઓજ ખ્રિસ્ત હેય, દમસ્ક શેહેરામાય રોનારા યહૂદીયાહા બોલના બંદ કોઅતો રિયો.
23 જોવે શાઉલ દમસ્ક શેહેરામાય રોયન બોજ દિહી ઓઈ ગીયા, તોવે યહૂદીયાહાય મિળીન ચ્યાલ માઆઇ ટાકના યુક્તિ કોઅયી. 24 બાકી ચ્યાહા યુક્તિ શાઉલાલ માલુમ પોડી ગીયી, ચ્યા તે ચ્યાલ માઆઇ ટાકાંહાટી રાત દિહી ફાટાકેહે પાય દોબી રોતા આતા. 25 બાકી યોક રાતી શિષ્યહાય ચ્યાલ ઉચે દિવાલ વોય લેય ગીયે, જીં શેહેરા ચોમખી આતી, તોવે ચ્યાહાય આસડાકોય યોક મોઠા ટોપલા બાંદિન ટોપલા કોય નિચે ઉતાડી દેનો, એહેકેન તો દમસ્ક શેહેરામાઅને બોચીન જાતો રિયો.
યેરૂસાલેમમાય શાઉલ
26 શાઉલ યેરૂસાલેમ શેહેરામાય જાય પોઅચ્યો તોવે ચ્યેય શિષ્યહાઆરે મિળી જાઅના કોશિશ કોઅયી બાકી બોદા ય્યાલ બિઅતા આતા, કાહાકા ચ્યાહાન બોરહો નાંય ઓઅતો આતો, કા તોબી શિષ્ય બોની ગીયહો. 27 બાકી બારનાબાસે ચ્યાલ પોતાના આરે પ્રેષિતાહા પાય લેય જાયને ચ્યાહાન આખ્યાં, કા યાય કેહેકેન દમસ્ક શેહેરા એછે જાયના વાટેમાય પ્રભુ ઈસુલ દેખ્યો, એને ઈસુવે ચ્ચાઆરે વાતો કોઅયો, પાછે ઈંમાત રાખીન કેહેકેન દમસ્ક શેહેરામાય ઈસુવા નાંવા પ્રચાર કોઅયો.
28 પ્રેષિતાહાય બર્નાબાસાવોય બોરહો કોઅયો, યાહાટી શાઉલ યેરૂસાલેમ શેહેરામાય રોય ગીયો, ચ્યાહાઆરે યેરૂસાલેમ શેહેરામાય બોદે જાગે જાયને બિક વગર ઈસુ બારામાય પ્રચાર કોઅતો આતો. 29 એને બિક વોગાર પ્રભુ ઈસુ નાંવા પ્રચાર કોઅતો આતો; એને યુનાની ભાષા બોલનારાહાલ યહૂદીયાહા આરે વાતો કોઅતો આતો એને બોલાબોલી કોઅતો આતો; બાકી ચ્યા ચ્યાલ માઆઇ ટાકના યુક્તિ કોઅતા લાગ્યા. 30 ઈ જાઇન વિસ્વાસી બાહા ચ્યાલ કૈસરીયા શેહેરામાય લેય યેના, એને જાહાજા માય ચ્યાલ તારસુસ દોવાડી દેનો જીં ચ્યા વોતની શેહેર આતા.
31 યે પરમાણે બોદા યહૂદીયા વિસ્તાર, ગાલીલ ભાગ, એને સમરૂનમાય મંડળીહ્યેલ આરામ મિળ્યો, એને ચ્યેહે ઉન્નતી ઓઅતી ગીયી એને તી મંડળી પ્રભુ ઈસુ બિકમાય એને પવિત્ર આત્મા મોદાતેમાય ચાલતી એને બોજ લોક વિસ્વાસી બોની ગીયા.
એનિયાસા હારાં ઓઅના
32 પાછે એહેકેન જાયા કા પિત્તર બોદા વિસ્તારમાય બોદે જાગે ફિરતો રિયો, એને ચ્યા પવિત્ર લોકહાપાંય બી ગીયો જ્યા લુદ્દા શેહેરામાય રોતા આતા.
33 તાં ચ્યાલ એનિયાસ નાંવા લખવા રોગી માઅહું મિળ્યો, જો આઠ વોરહાથી ખાટલે પોડી રોઅલો આતો. 34 પિત્તરે ચ્યાલ આખ્યાં, “ઓ એનિયાસ! ઈસુ ખ્રિસ્ત તુલ હારો કોઅહે, ઉઠ, તો પાથારી લેય લે” તોવે તો તારાત ઉઠીન ઉબો રિયો. 35 એને લુદ્દા એને શારોન શેહેરા રોનારા બોજ લોક ચ્યાલ દેખીન પ્રભુ ઈસુવોય બોરહો કોઅયો.
દરકાસાલ જીવનદાન
36 યાફા શેહેરામાય તબીથા નાંવા યોક વિસ્વાસી બાય આતી, યુનાની ભાષામાય ચ્યે નાંવ દરકાસ હેય, તબીથા એને દરકાસ યા બેની નાંવહા મતલબ “હરણી હેય”, તી બોજ હારેં-હારેં કામે એને મોદાત કોઅતી આતી. 37 જોવે પિત્તર લુદ્દા શેહેરામાય આતો, ચ્યા દિહહામાય તી બિમાર પોડીન મોઅઇ ગિઇ, એને ચ્યાહાય ચ્યેલ આંગળાવીન ખોલીમાય થોવી દેનેલ.
38 લુદ્દા શેહેર યાફા શેહેરા પાહે આતા, શિષ્યહાય ઈ વોનાઈન કા પિત્તર તાં હેય, બેન માઅહે દોવાડીન ચ્યાલ વિનાંતી કોઅયી, “જલદીથી જલદી આમાહાપાય યેય જો.” 39 તોવે પિત્તર ઉઠીન ચ્યાહાઆરે ગીયો, એને જોવે તાં પોઅચ્યા, તોવે ચ્યે ચ્યાલ ખોલીમાય લેય ગીયા, એને બોદ્યો વિધવા બાયો રોડત્યોજ, ચ્યા પાહી યેયન ઉબ્યો રિયો, એને જો જબ્બો એને ફાડકે દરકાસ ચ્યેહેઆરે રોતી વોખાત બોનાવલે આતેં, ચ્યે દેખાડાં લાગ્યો.
40 તોવે પિત્તરે બોદહાલ બાઆ કાડી દેના, એને માંડયે પોડીન પ્રાર્થના કોઅયી, એને કુડયે એછે એઇન આખ્યાં, “ઓ તબીથા, ઉઠ” તોવે ચ્યેય ચ્યે ડોળા ઉગડાવ્યા, એને પિત્તરાલ દેખીન ઉઠી બોઠી. 41 ચ્યાય આથ દેયને ચ્યેલ ઉઠાડયા, એને વિસ્વાસી લોકહાન એને વિધવા બાયહેલ હાદિન ચ્યાહાન જીવતી દેખાડી દેની. 42 ઈ વાત બોદા યાફા શેહેરામાય ફેલાય ગીયી; એને બોજ લોકહાય પ્રભુ ઈસુ બોરહો કોઅયો. 43 એને પિત્તર યાફા શેહેરામાય સિમોન નાંવા ચામડા ધંદો કોઅનારા પાય બોજ દિહી રિયો.