2
મોઅલા માઅને જીવી ઉઠના
1 પેલ્લા તુમહાપાય પોરમેહેરાપાઅને નોવા જીવન નાંય આતા, તુમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં. 2 એને તુમા દુનિયા લોકહા હારકે જીવન જીવતે આતેં, એટલે સૈતાના આગના પાલન કોઅતે આતેં, જો આકાશામાય ખારાબ આત્માહાવોય શાસન કોઅહે, એને આમી પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન ચ્યા તાબામાંય કોઅરાહાટી કોશિશ કોઅહે. 3 આપાબી ચ્યાહા હારકે જીવતે આતેં, આપહે પાપી સ્વભાવા ઇચ્છા પુરી કોઅતે આતેં, એને શરીર એને મોના વાસના પુરી કોઅતે આતેં, એને અવિસ્વાસી લોકહા હારકા આપાબી ખારાબ આતેં એને પોરમેહેરા ડૉડા આધીન આતેં.
4 બાકી પોરમેહેર બોજ દયાળુ હેય, ચ્યા પોતાના મોઠા પ્રેમ કોઅના લીદે જ્યાકોય ચ્યાય આમહાવોય પ્રેમ કોઅયા. 5 જોવે આમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં, તે પોરમેહેરાય આપહાન ખ્રિસ્તાઆરે જીવતા કોઅયા, પોરમેહેરા સદા મોયા લીદે આપહે તારણ જાયલા હેય. 6 પોરમેહેરાય આપહાન ઈસુ ખ્રિસ્તાઆરે મોઅલા માઅને જીવતા કોઅયા, એને આપહાન હોરગામાય ઈસુ ખ્રિસ્તાઆરે રાજ્ય કોઅરાહાટી લાયકે બોનાવ્યાં. 7 પોરમેહેરાય ઈસુકોય એહેકેન યાહાટી કોઅયા, કા યેનારા દિહહયામાય તો દુનિયા લોકહાન આખી હોકે કા ચ્યા સદા મોયા કોલહી મહાન હેય, જી ચ્યાય ખ્રિસ્તામાય આમે બોદહાવોય દેખાડયાહા.
8 કાહાકા તુમહે ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે, પોરમેહેરા સદા મોયા ને લીદે તુમહે તારણ જાયલા હેય, ઈ તુમહે પાયને નાંય જાયા, બાકી પોરમેહેરા દાન હેય. 9 એને ઈ તુમહે હારાં કામહા લીદે નાંય, યાહાટી કાદાબી પોતે મોનામાય અભિમાન નાંય કોએ. 10 પોરમેહેરાય આપહાન બોનાવ્યે, ચ્યાય ઈસુ ખ્રિસ્તામાય આપહાન ચ્ચે હારેં કામે કોઅરાહાટી સૃષ્ટિ કોઅયી, જ્યાહાન પેલ્લાનેજ પોરમેહેરાય આપહેહાટી તિયાર કોઅયા.
ખ્રિસ્તામાય બોદે યોક હેય
11 યાહાટી યાદ કોઆ, કા તુમા જન્માથી ગેર યહૂદી હેય, યહૂદી લોક એટલે, સુન્નતવાળા લોક જ્યાહાય શરીરામાય સુન્નત કોઅલા હેય, તુમહાન સુન્નત વોગાર્યા આખતાહા. 12 પેલ્લા તુમા ખ્રિસ્તાલ નાંય જાઅતા આતા, એને ઈસરાયેલ, જ્યા પોરમેહેરા નિવડી લેદલા લોકહા હારકા તુમા સામીલ નાંય કોઅલા ગીઅલા, તુમા પોરમેહેરા લોકહાઆરે કોઅલા વાયદામાય સામીલ નાંય આતા, તુમહેપાય કાયજ આશા નાંય આતી, એને દુનિયામાય તુમા પોરમેહેરા વોગર રોતા આતા.
13 તુમા પેલ્લા પોરમેહેરાપાઅને દુઉ આતા, બાકી આમી તુમા ઈસુ ખ્રિસ્તાઆરે યોકઠા ઓઇન ઈસુ ખ્રિસ્તા લોય વોવાડલાકોય પોરમેહેરા પાહી ઓઅય ગીઅલા હેય.
ખ્રિસ્તામાય યોક
14 ખ્રિસ્ત આપહે શાંતી હેય, વિતી ગીઅલા સમાયામાય, ઈ એહેકેન આતા જેહેકેન યોક બીતડાય યહૂદી એને ગેર યહૂદી લોકહાન આલાગ કોઅય દેના, ચ્યે યોકબીજાઆરે ઘૃણા કોઅતે આતેં, બાકી આમી ખ્રિસ્તાય ચ્યા બીતડાલ પાડી ટાકલાં હેય, એને યહૂદી એને ગેર યહૂદી લોકહાન યોક કોઅય દેનલા હેય. 15 એને ખ્રિસ્તા મોરણાકોય, ચ્યાય મૂસા નિયમા બોદા નિયમ એને વિદિહિલ રદ્દ કોઅય દેના, જેથી તો યહૂદી એને ગેર યહૂદી લોકહાવોચમાય શાંતી બોનાડી રાખે, એને એહેકેન યોક નોવો લોકહા ટોળો તિયાર કોઅય હોકે. 16 હુળીખાંબાવોય ખ્રિસ્તા મોરણાકોય, ખ્રિસ્તાય યહૂદી એને ગેર યહૂદી લોકહાન યોખઠા કોઅય દેના એને ચ્યાહા પોરમેહેરાઆરે મેળમિલાપ કોઅય દેના, એહેકેન યહૂદી એને ગેર યહૂદી લોકહા વોચમાઅને દુશ્માની મિટાડી દેની.
17 એને ખ્રિસ્તાય યેયન, તુમા ગેર યહૂદી જ્યેં પોરમેહેરાપાઅને દુર આતેં, એને યહૂદી લોક જ્યેં પોરમેહેરા પાહી આતેં, બેનહ્યાન મેળમિલાપા શાંતી હારી ખોબાર આખી. 18 ખ્રિસ્તા લીદે, આપા બોદે યોકુજ પવિત્ર આત્માકોય પોરમેહેર આબા પાહી યેય હોકતેહેં.
ખ્રિસ્ત આપહે ખૂણા દોગાડ
19 યાહાટી તુમા ગેર યહૂદી આમી પારદેશી એને મુસાફરી નાંય રિયા, બાકી પવિત્ર લોકહાઆરે સભ્ય બોની ગીઅલા હેય, એને તુમા પોરમેહેરા કુટુંબા બોની ગીઅલા હેય. 20 પ્રેષિત એને ભવિષ્યવક્તાહા પાયાવોય તુમા યોક ગોઆ હારકા હેય એને જ્યા ખૂણા વોઅને મુખ્ય દોગડો ઈસુ ખ્રિસ્ત હેય. 21 ખ્રિસ્તજ હેય જો પુરાં ગોઆલ યોકહાતે જોડી રાખના કારણ હેય, તો પોરમેહેરાહાટી યોક પવિત્ર દેવાળા બોનાહાટી આપે બોદા લોકહાન યોકહાતે જોડી રિયહો. 22 ઓ ગેર યહૂદી વિસ્વાસ્યાહાય તુમા ખ્રિસ્તાઆરે યોકજુટ હેય, યાહાટી તુમાબી પોરમેહેરા બિજા લોકહાઆરે જોડાય રીઅલા હેય, જેથી તુમા યોક ઓહડા ગોઆ બોની જા, જાં પોરમેહેરા આત્મા રોહે.