4
ખ્રિસ્તા શરીરમાય એકતા
યાહાટી આંય પ્રભુ ઈસુ સેવા કોઅના લીદે જેલેમાય કૈદ હેતાંવ, તુમહાન વિનાંતી કોઅહુ કા, પોરમેહેરાય તુમહાન જ્યેં રીતેકોય જીવન જીવાહાટી નિવડી લેદે, ચ્યે રીતેકોય જીવન જીવા. તુમા પુરીરીતે દિન, નમ્ર એને ધીરજવાન બોના, પ્રેમાકોય યોકબીજા બુલો સહન કોઅય લા. કાયામ શાંતીમાય બોની રાંહાટી કોશિશ કોઆ, કાહાકા તુમા પવિત્ર આત્માકોય યોક કોઅલે ગીઅલે હેય.
આપા બોદે વિસ્વાસી યોકુજ શરીરા અવયવાહા હારકે હેય, એને આપા બોદહાન યોકુજ આત્મા મિળલા હેય, યોકુજ આશા હેય જયેહાટી તુમહાન નિવડી લેદલા હેય. ઈસુ ખ્રિસ્ત આપહે બોદહા યોકુજ પ્રભુ હેય, આપા બોદે કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅજેહે, આપા બોદહાન યોકુજ બાપતિસ્મા મિળલા હેય, યોકુજ પોરમેહેર હેય, જો બોદહા પ્રભુ હેય, તો બોદહાવોય રાજ્ય કોઅહે, તો આપહે બોદહાકોય કામ કોઅહે, એને તો આપે બોદહામાય રોહે.
આત્મિક વરદાને
બાકી ખ્રિસ્તાય આપહામાઅને દરેકાલ ચ્યા કામ કોઅરાહાટી આલાગ-આલાગ લાયકાત દેનલી હેય. યાહાટી પવિત્રશાસ્ત્ર ખ્રિસ્તા બારામાય આખહે,
“તો બોદહા ઉચે હોરગામાય ચોડી ગીયો,
એને કૈદયાહાલ લેય ગીયો,
એને ચ્યાય લોકહાન વરદાને દેને.”
તો ઉચે ચોડયો, એટલે ઈ હેય, કા જોવે તો હુળીખાંબાવોય મોઅયો, તે પેલ્લા તો દોરત્યે નિચે મોઅલાહા જાગો અધોલોકમાય બી ગીઅલો આતો. 10 ઈસુ ખ્રિસ્ત જો નિચે યેનો, તો તોજ માઅહું હેય, જો આકાશા કોઅતાબી ઉચે હોરગામાય ચોડયો, એટલે તો બોદી દુનિયાલ પોતાના ઉપસ્થીત્યે કોય બોઅય દેય.
11 એને ખ્રિસ્તાય કોલહાક પ્રેષિત બોનાહાટી નિવડયા, એને કોલહાક ભવિષ્યવક્તા નિવડયા, એને કોલહાક હારી ખોબાર પ્રચાર કોઅનારા નિવડયા, એને કોલહાક સેવક એને હિકાડનારા નિવડયા. 12 ચ્યાહા જવાબદારી ઈ હેય કા ચ્યા પોરમેહેરા લોકહાન ચ્યા કામ કોઅરાહાટી તિયાર કોએ, એને ખ્રિસ્તા શરીર એટલે ખ્રિસ્તા મંડળીલ મજબુત કોએ. 13 ઈ તાંવ લોગુ ચાલુ રોય, જાવ લોગુ કા આપા બોરહામાય એને પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય જ્ઞાનમાય યોક નાંય ઓઅય જાજે, તોવે આપા બોદી વાતહેમાય પરિપક્વ ઓઅય જાહું, જેહેકેન ખ્રિસ્ત બોદી રીતીકોય પરિપક્વ હેય, એને આપા પુરીરીતે ચ્યા હારકે ઓઅય જાહું.
14 યાહાટી આમીને આમહાય વાયહાના પાહા હારકે વેવહાર નાંય કોઅરા જોજે, એને આમહાય કોદહીબી છેતારનારા લોકહા જુઠા શિક્ષણામાય નાંય ફસાયા જોજે જી હાચ્ચી લાગહે. જેહેકેન લાફા ઉડીલ આગાડી-પાછાડી ડેકલેહે એને વારો એહે-તેહે ફેરવેહે. 15 બાકી પ્રેમાકોય હાચ્ચાં બોલીન, આપા બોદી વાતહેમાય પરિપક્વ એને ખ્રિસ્તા હારકે બોની જાજે, જો આપહે શરીર એટલે, ખ્રિસ્ત, મંડળી ટોલપી હેય. 16 આપા બોદે જ્યેં ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યા શરીરા અવયવા હારકે હેય, જેહેકેન યોક માઅહા શરીર ચ્યા બોદા હાંદહાકોય યોકહાતે જોડાલા રોહે. એને જોવે શરીરા દરેક અવયવ ઠીક રીતે કામ કોઅહે તે શરીર વોદહે એને મજબુત બોનહે. જોવે આપહે માઅને દરેક ચ્યા કામાલ કોઅતેહે જ્યેં ખ્રિસ્તાય આપહાન દેનલે હેય, તે આપા મજબુત બોનહું, એને યોક બિજાવોય આજુ વોદારી પ્રેમ કોઅહુ.
ખ્રિસ્તમાય નવા જીવન
17 યાહાટી આંય ચ્યા ઓદિકારાકોય જો પ્રભુય માન દેનલો હેય, આંય તુમહાન આખતાહાવ, જેહેકેન અવિસ્વાસી લોક ચ્યાહા મોના વિચારાનુસાર નોકામ્યા જીવન જીવતાહા, તુમા આમી પાછા ચ્યાહા હારકા તેહેકેન જીવન નાંય જીવના. 18 ચ્યાહાન હોમાજના બુદ્દિ નાંય હેય, એને ચ્યે પોરમેહેરાલ નાંય જાંએત, ચ્યે આગના માનના મોનાય કોઅના લીદે પોરમેહેરા જીવના પાઅને દુઉ હેય. 19 કાહાકા ચ્યે બેશરમ બોનીન ખારાબ કામ કોઅરા લાગી ગીઅલે હેય, કા બોદે ગંદે કામે ચ્યાહા મોના ઇચ્છાકોય કોઅયા કોએ.
20 બાકી તુમા ઓહડે ખારાબ કામે કોઅના ખ્રિસ્તાપાઅને નાંય હિક્યા. 21 માન ખાત્રી હેય કા જોવે તુમા ઈસુ ખ્રિસ્તા બારામાય વોનાયા, તે તુમહાય ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ હિક્યા. 22 યાહાટી તુમા પેલ્લા જીવન એને જુનો પાપી સ્વભાવ છોડી દા, કાહાકા તી તુમહાન છેતારનારી ખારાબ વાસનાહા લીદે બોગડાવી રીઅલા હેય.
23 બાકી પવિત્ર આત્માલ તુમહે વિચારાહાલ એને વ્યવહાર નોવા કોઅરા દા. 24 એને પોરમેહેરાય તુમહાન નોવો સ્વભાવ દેનલો હેય, જો પોતાના સ્વભાવા હારકો હેય, યાહાટી યા નોવા સ્વભાવાનુસાર વ્યવહાર કોઆ, આસલીમાય ન્યાયી એને પવિત્ર બોના.
પવિત્ર આત્માલ દુઃખી નાંય કોઅના
25 યાહાટી છેતારના છોડી દા, એને બોદા વિસ્વાસી લોકહાઆરે હાચ્ચાં બોલા, કાહાકા આપા યોકુજ શરીરા અવયવ હેજે. 26 જોવે ખિજવાય જાવાય, તે ધ્યાન રાખા કા તુમહેકોય પાપ નાંય ઓઅય જાય, લાંબા સમાયા લોગુ ગુસ્સામાય મા રાહા. 27 એને તુમહાય સૈતાનાલ દોગો દેઅના મોકો નાંય દેઅના.
28 ચોરી કોઅનારો પાછો ચોરી નાંય કોએ, બાકી ઈમાનદારીકોય કામ ધંદો કોએ, જેથી બિજા લોકહાનબી જ્યાહાન ગોરાજ હેય મોદાત કોઅય હોકે. 29 કોઅહિબી ખારાબ વાત નાંય બોલના, બાકી એહેકેન બોલે, જીં સમાયા ઇસાબે બીજહાહાટી હારાં એને ફાયદા રોય. 30 તુમહે જીવન જીવના તરીકાકોય પોરમેહેરા પવિત્ર આત્માલ દુઃખી મા કોઅહા, પોરમેહેરાય પોતે કોઅલા વાયદાનુસાર પવિત્ર આત્મા દેયન, તુમહાવોય ચ્યા હક્કા મોહર લાવી.
31 તુમા રોગ કોઅના, ખિજવાય જાઅના, ગાળી દેઅના, નિંદા કોઅના, એને બોદા જાત્યા ખારાબ કામ કોઅના છોડી દા. 32 ચ્યા બોદલે યોક બિજાવોય કૃપા રાખા એને દયા કોઆ, એને જેહેકેન પોરમેહેરે તુમહાન ખ્રિસ્તામાય તુમહે પાપહા માફી દેની, તેહેકેન તુમાબી યોકબીજા પાપ માફ કોઆ.