2
બિજા પ્રેષિતાહાકોય પાઉલાલ માન્યતા
ચૌવુદ વોરહા પાછે, આંય બારનાબાસાઆરે પાછો યેરૂસાલેમ શેહેરામાય ગીયો, એને તીતુસાલ બી આરે લેય ગીયો. આંય યેરૂસાલેમ શેહેરામાય ગીયો કાહાકા પોરમેહેરે માન તાં જાંઆહાટી આખ્યેલ, જોવે આંય તાં ગીયો તોવે આગેવાનાહાઆરે મિળ્યો, એને ચ્યાહાન ચ્યે હારી ખોબારે બારામાય આખ્યાં જીં આંય ગેર યહૂદી લોકહાવોચમાય પ્રચાર કોઅતો આતો, બાકી એકાંતમાય જ્યા મંડળી આગેવાન આતા ચ્યાહાનુજ આખ્યાં, જેથી એહેકેન નાંય ઓએ, જીં માયે પેલ્લો પ્રચાર કોઅયો એને જીં કોઅય રિઅલો આતો, તી નોકામ્યા નાંય ઓએ.
મા હાંગાત્યો સેવક તીતુસ, જો યોક ગેર યહૂદી હેય, ચ્યા સુન્નત કોવેજ નાંય કોઅલા ગીયા, તેરુંબી યેરૂસાલેમા મંડળી આગેવાનહાય ચ્યાલ આવકાર કોઅયો, એને ચ્યાલ સુન્નત કોઅરાહાટી જબરજસ્તી નાંય કોઅયી. તાં બો બોદા ખ્રિસ્તી યહૂદી લોક આતા જ્યા પોતે બોચાંહાટી કેવળ ઈસુવોય બોરહો નાંય કોએત બાકી યહૂદી નિયમબી પાળતે આતેં, ચ્યે ગુપ્ત રીતીકોય આમહે ટોળામાય યેને આપહે તારણારા ઈસુ ખ્રિસ્તામાય જી આઝાદી હેય, ચ્યેલ નાશ કોઅરા કોશિશ કોઅય રીઅલે આતેં, જ્યેથી ચ્યે આમહાન યહૂદી નિયમાહા ગુલામ બોનાડી હોકે. બાકી આમહાય યોક ગેડી બી ચ્યાહા વાત નાંય માની, જેથી તુમા હારી ખોબારેવોય બોરહો કોઅનામાય બોની રોય.
યેરૂસાલેમ શેહેરા મંડળી આગેવાનહાય આંય જી શિક્ષણ હિકાડી રિઅલો આતો ચ્યાલ બોદલાહાટી માન મજબુર નાંય કોઅયા. (માન યે વાતે કાયજ ફેર નાંય પોડે કા ચ્યા આગેવાન કું હેય, કાહાકા પોરમેહેર કાદા પક્ષપાત નાંય કોએ.) બાકી ચ્યા આગેવાન હોમજી ગીયા, કા જેહેકેન પિત્તરાલ સુન્નત કોઅલા લોકહાન હારી ખોબાર આખના કામ હોઅપી દેનલા હેય, તેહેકેન સુન્નત નાંય કોઅલા લોકહાન માન હારી ખોબાર આખાહાટી નેમલો હેય. કાહાકા જ્યા પોરમેહેરાય પિત્તરાલ સુન્નત કોઅલા યહૂદીયાહામાય પ્રેષિત બોનાહાટી નેમ્યો, ચ્યાજ પોરમેહેરાય માન ગેર યહૂદી લોકહાવોચમાય પ્રેષિત બોનાહાટી નેમ્યો.
જ્યા મંડળી આગેવાન ગોણલા જાતા આતા, એટલે યાકૂબ, કેફા એને યોહાન ચ્યાહાય સદા મોયા વરદાન જાંઅયા જીં માન મિળલા હેય, ચ્યાહાય માન એને બારનાબાસાલ ચ્યાહા હાંગાત્યા હોમજીન આમહે આરે આથ મિળાવ્યો, એને યે વાતમાય સહમત જાયા કા આમા ગેર યહૂદી લોકહાન હારી ખોબાર આખા જાજે એને ચ્યા સુન્નત કોઅલા લોકહાન આખે. 10 ચ્યાહાય આમહાન કેવળ ઓલહીજ વિનાંતી કોઅયી કા આમા યેરૂસાલેમ શેહેરામાઅને ગરીબ વિસ્વાસી લોકહાન મોદાત કોઅજે, એને એહેકેન કોઅના મા બી બોજ ઇચ્છા આતી.
અન્તાકિયામાય પિત્તરા અસંગતિ
11 બાકી જોવે કેફા અન્તાકિયા શેહેરામાય યેનો, તોવે માયે ચ્યાલ બોદહા હામ્મે વિરોદ કોઅયો, કાહાકા તો જીં કોઅય રિઅલો આતો તી ખારાબ આતા. 12 જોવે પિત્તર અન્તાકિયામાય યેનો તોવે ગેર યહૂદી લોકહાઆરે ખાઅના ખાતો આતો, બાકી જોવે યાકૂબાકોય દોવાડલે કોલહેક વિસ્વાસી યેરૂસાલેમ શેહેરામાઅને યેને, તે સુન્નત નાંય કોઅલા લોકહાઆરે મિળના જુળનાં એને ખાઅના બંદ કોઅય દેના, કાહાકા ચ્યાલ સુન્નત કોઅલા લોકહા દાક આતી.
13 એને ચ્યાઆરે બિજા યહૂદીયા બી ડોંગ કોઅતા લાગ્યા, એને બારનાબાસ બી ચ્યાહા હારકો ડોંગ કોઅતો લાગ્યો. 14 બાકી જોવે માયે દેખ્યા, કા ચ્યા હારી ખોબારે હાચ્ચાયે પરમાણે પાલન નાંય કોઅય, તે માયે બોદહા હામ્મે કેફાલ આખ્યાં, “જો તું યહૂદી ઓઇન બી, ગેર યહૂદી લોકહા રીતી રીવાજ પાલન કોઅય રિઅલો હેય એને યહૂદી લોકહા રીતી રીવાજ પાલન નાંય કોએ, તે ગેર યહૂદી લોકહાન યહૂદી લોકહા રીતી રીવાજ પાળાહાટી કાહા દાબાણ કોઅતોહો?”
બોરહાકોય ન્યાયી ઠોરના
15 આમા જન્માથી યહૂદી હેજે એને ગેર યહૂદી નાંય હેય જ્યાહાન યહૂદી પાપી આખતેહે. 16 આપા યહૂદી વિસ્વાસી જાંઅજેહે કા મૂસા નિયમ પાળીન કાદાબી માઅહું પોરમેહેરા નોજરેમાય ન્યાયી નાંય ઠોરે, બાકી કેવળ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે ન્યાયી ઠોરહે, યાહાટી આમહાયબી ઈસુવોય બોરહો કોઅયો, કાહાકા આમા મૂસા નિયમ પાળીન ન્યાયી નાંય ઠોરજે, બાકી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅનાકોય ન્યાયી ઠોરજે, કાહાકા મૂસા નિયમ પાળીન કાદાં માઅહું ન્યાયી નાંય ઠોરે.
17 કોલહાક યહૂદી એહેકેન વિચાર કોઅતાહા કા આમહાય પાપ કોઅલા હેય, કાહાકા આમા મૂસા નિયમ પાલન કોઅના છોડીન ન્યાયી ઠોરાહાટી ખ્રિસ્તાવોય બોરહો કોઅતાહા, તે કાય યા મતલબ ઓ નાંય કા ખ્રિસ્ત આમહાન પાપી બોનાડેહે, નાંય કોવેજ નાંય. 18 જો માયે જ્યે વાતેલ માનવાથી નાકાર કોઅય દેનહી, ચ્યે વાતેલ આંય પાછો સ્વીકાર કોઅતાહાંવ, તે આંય પાપ કોઅહુ. 19 આંય એહેકેન હોમાજતાહાવ કા મૂસા નિયમ પાલન કોઅનાકોય આમા ન્યાયી નાંય બોનજે, યાહાટી આંય એહેકેન માનહું કા આંય મૂસા નિયમ પાળાહાટી ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયો, જેથી આંય પોરમેહેરાહાટી જીવી હોકુ.
20 ઈ એહેકેન હેય જેહેકેન કા આંય ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય મોઅઇ ગીયો, આંય તો નાંય હેય જો આમી જીવતો હેય, બાકી તો ખ્રિસ્ત હેય જો માંયેમાય જીવી રિઅલો હેય, જેહેકેન આમી આંય જીવી રિઅલો હેય, તે આંય પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન જીવતો હેય, જો માન પ્રેમ કોઅહે કા ચ્યાય માંહાટી ચ્યા જીવ દેનો. 21 આંય ઈ વાત માનતાહાવ કા પોરમેહેરાય આમહે પ્રતિ ચ્યા સદા મોયા લીદે આપહાન બોચાવ્યા, કાહાકા જો લોક મૂસા નિયમ પાળીન ન્યાયી બોનતે, તે ખ્રિસ્તાલ હુળીખાંબાવોય ચોડીન મોઅરા નાંય પોડતા.