4
ખ્રિસ્તામાય પોરમેહેરા સ્વતંત્ર પોહો
આંય ઈ હોમજાડુહું, કા યોક પોહો ચ્યા આબહા માલમિલકાતે ઘોણી બોની, બાકી જાવ લોગુ તો હાનો હેય, તાંવ લોગુ તો યોક ગુલામા હારકો હેય, ચ્યા આમી તાંવ ચ્યાવોય ઓદિકાર નાંય હેય, બાકી તો ચ્યા બોદા ઘોણી બોની જીં ચ્યા આબહા હેય. જાવ લોગુ આબહા નોક્કી કોઅલો સમય પુરો નાંય ઓએ, તાંવ લોગુ તો પોહો રાખવાળ્યા એને દેખભાલ કોઅનારા ઓદિકારા તાબામાંય રોહે.
તેહેકેજ આપાબી, જોવે હાના પોહા હારકા આતા, તોવે આપા યા દુનિયા રીતીરીવાજાહા એને નિયમાહા ગુલામ આતા. બાકી જોવે ઠીક સમય યેનો, તે પોરમેહેરાય પોતાના પોહાલ યા દુનિયામાય દોવાડયો, એને યોક થેએયેય ચ્યાલ જન્મો દેનો, તો મૂસા નિયમ પાળનામાય રોતો આતો. જેથી ખ્રિસ્ત આપહાન મૂસા નિયમાહા ગુલામીમાઅને છુટકા કોઅય હોકે, એને આપહાન ચ્યા પોહેં બોનાડે.
એને આમી આપા ચ્યા પોહેં હેય, કાહાકા પોરમેહેરાય ચ્યા પોહા આત્માલ આપહે રુદયામાય દોવાડલા હેય, જીં આત્મા પોરમેહેરાલ “ઓ અબ્બા, ઓ પિતા” આખીન હાત કોઅહે. યાહાટી આમી આપા ગુલામ નાંય હેય, બાકી પોરમેહેરા પોહેં બોની ગીઅલે હેય, યાહાટી, જો આપા પોરમેહેરા પોહેં હેય, તે તો આપહાન તી બોદા કાય દી જીં કાય ચ્યાપાય ચ્યા પોહહાહાટી હેય.
ગલાતી લોકહા બારામાય પાઉલા ચિંતા
વિતી ગીઅલા સમયામાય તુમા પોરમેહેરાલ નાંય જાંઅતે આતેં, ચ્યે સમયમાય તુમા ચ્યા દેવી દેવતાહા ગુલામ આતેં, જ્યેં આસલીમાય પોરમેહેર નાંય આતેં. બાકી આમી જોવે તુમહે પોરમેહેરાઆરે યોક રીસ્તો હેય, કા એહેકેન પોરમેહેરાય તુમહાન ચ્યા પોહહા હારકે સ્વીકાર કોઅલે હેય, તે પાછે તુમા નોબળા એને નોકામ્યા પેલ્લા શિક્ષણા ગુલામ બોનાહાટી કાહા ફિરી ગીયહેં? કાય તુમહાન બીજેદા ચ્યાજ ગુલામ બોનના લાલસા હેય?
10 તુમા ગેર યહૂદી મૂસા નિયમામાય દેનલી ગીઅલી આગના નુસાર દિહી એને મોયના, એને ઋતુ એને વોરહે પાળતેહે. 11 આંય તુમહેકોય નિરાશ હેતાંવ, એહેકેન નાંય બોને, કા જીં મેઅનાત માયે તુમહેહાટી કોઅલી હેય તી નોકામી ઠોરે.
12 ઓ બાહાબોઅયેહેય, આંય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા તુમા મૂસા નિયમ પાળના બંદ કોઆ, જેહેકોય માયે બંદ કોઅય દેનહા એને તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના પેલ્લા જેહેકોય આતા તેહેકોય આંયબી ઓઅય ગીયહો, તુમહાય મા હારેકોય દેખભાલ કોઅયી. 13 તુમહાન યાદ ઓરી, કા ઈ મા શરીરા કમજોરી કારણ આતાં, કા આંય પેલ્લાદા તુમહેપાય યેનો એને હારી ખોબારે પ્રચાર કોઅયો. 14 તોવે મા બિમારી લીદે તુમહાન બોજ આબદા પોડી, તેરુંબી તુમહાય મા હારેરીતે હાંબાળ લેદી, એને માન દોવાડી નાંય દેનો, બાકી જેહેકેન પોરમેહેરા હોરગા દૂતાલ કા પોતે ઈસુ ખ્રિસ્તાલ આવકાર કોઅતેહે તેહેકેન મા બોજ હારેકોય આવકાર કોઅયો.
15 ચ્યે દિહી તુમા બોજ ખુશ આતેં, આમી તુમહે આનંદ કેસ ગીયો? આંય હાચ્ચાંજ એહેકેન આખી હોકહુ કા, તુમા માંહાટી બોદા કાય કોઅય હોકતે, ઓલે લોગુ કા તુમહે ડોળા બી કાડીન માન દેય. 16 તે આમી માયે તુમહાન હાચ્ચી વાત આખી યાહાટી આંય તુમહે દુશ્માન બોની ગીયો કા?
17 જુઠા શિક્ષક તુમહાન ચ્યાહા ટોળામાય સામીલ કોઅરા માગતાહા તી તુમહે હારાહાટી નાંય હેય, બાકી ચ્યાહા ઇચ્છા તે તુમહાન મા પાઅને આલાગ કોઅના હેય, જેથી તુમા ચ્યાહા શિષ્ય બોની જાં. 18 સાદા હારાં ઉદ્દેશ્યાહાટી ઉત્સાહિત ઓઅના બોજ હારાં હેય એને ચ્યેજ સમયે નાંય, જોવે આંય તુમહેઆરે રોતહાવ.
19 ઓ વિસ્વાસી બાહાહાય, જેહેકેન યોક થેએ પોહાલ જન્મો દેઅના સમયે બોજ આબદા કોઅહે, તેહેકેન આંયબી પાછો તુમહેહાટી આબદા બોગવી રિઅલો હેય, આંય યે આબદાયેહે માય તાંવ લોગુ રોહીં જાવ લોગુ તુમા ખ્રિસ્તામાય સિદ્ધ નાંય બોની જાય. 20 મા ઇચ્છા હેય કા આંય આમી તુમહેઆરે રાવ, જેથી આંય તુમહેઆરે નમ્ર રીતે વાત કોઅય હોકુ, કાહાકા આંય તુમહે બારામાય ચિંતામાય હેય.
સારા એને હાગારે દાખલો
21 તુમહેમાઅને કોલહેક જ્યે, મૂસા નિયમશાસ્ત્રા ગુલામ ઓઅરા માગતેહે, તે મા વાત વોનાયા, આંય તુમહાન આખતાહાવ મૂસા નિયમા ચોપડયેમાય કાય લોખલાં હેય. 22 પવિત્રશાસ્ત્રમાય એહેકેન લોખલાં હેય, આબ્રાહામા બેન પોહા આતા, યોક પોહા જન્મો હાગારે પાઅને જાયો, જીં ગુલામ થેએ આતી, એને યોક પોહા જન્મો સારા પાઅને જાયો, જીં આબ્રાહામા થેએ આતી. 23 આબ્રાહામા પોહો, જો હાગારે પાઅને જન્મો જાયો, તો કેવળ શારીરિક સબંધા નુસાર પૈદા જાયો, બાકી આબ્રાહામા બિજો પોહો જો ચ્યા થેએ સારા પાઅને જોનમ્યો તો પોરમેહેરા વાયદાનુસાર પૈદા જાયો.
24 યો બેન થેએયો બેન કરારાહાટી યોક દાખલા હારકા કામ કોઅત્યોહો, તો કરાર જો પોરમેહેરાય ઈસરાયેલ લોકહાઆરે સીનાય ડોગાવોય કોઅયો, તી હાગારે હારકી હેય. 25 હાગાર સીનાય ડોગાલ દર્શાવેહે જીં અરબ દેશામાય હેય, તો આજ્યા યેરૂસાલેમ શેહેરા લોકહા હારકો હેય, કાહાકા ચ્ચે મૂસા નિયમા પાળના લીદે ગુલામમાય હેય.
26 બાકી હોરગામાઅને યેરૂસાલેમ આબ્રાહામા થેએ સારા હારકા હેય, ચ્ચે પોહેં ગુલામ નાંય હેય, ઈ યેરૂસાલેમ આમહે આયહે હારકી હેય, કાહાકા તી ગુલામમાય નાંય આતી. 27 કાહાકા જેહેકેન યશાયા ભવિષ્યવક્તાકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “ઓ વાંયટી થેએ, તું આનંદ કોઓ, તુલ પોહાલ જન્મો દેઅના આબદા અનુભવ નાંય જાયહો, તેરુંબી તું બોંબલીન જયજયકાર કોઓ, કાહાકા છુટો છેડો કોઅલી થેએયે પોહેં, માટડાઆરે રોનારી થેએયે કોઅતે વોદારી હેય.”
28 ઓ વિસ્વાસી બાહાહાય, આપા ઈસાકા હારકે હેય, કાહાકા આપા આબ્રાહામાઆરે પોરમેહેરા વાયદો કોઅલા નુસાર પૈદા ઓઅલે હેય. 29 ચ્યે સમયે, જો પોહો શારીરિક સબંધ નુસાર પૈદા જાયો તો ચ્યા પોહાલ હેરાન કોઅય રિઅલો આતો, જો પોરમેહેરા યોજનાનુસાર પૈદા જાયલો આતો. તેહેકેનુજ, આમી તુમહાન ચ્યા લોક હેરાન કોઅતાહા જ્યા પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરાહાટી મૂસા નિયમા પાલન કોઅતાહા.
30 બાકી પવિત્રશાસ્ત્ર આખહે, “ગુલામ થેએ એને ચ્યે પોહાલ દુઉ કાડી દે, કાહાકા ગુલામ થેઅયે પોહાલ આબહા માલમિલકાતે માઅને કાયજ નાંય મિળાં જોજે, બાકી જી થેએ ગુલામ નાંય હેય, ચ્યે પોહો આબહા મિલકાત મેળવી.” 31 તે આંય જીં આખા માગહુ ચ્યા મતલબ ઓ હેય, ઓ વિસ્વાસી બાહાહાય, આપા ગુલામ થેઅયે પોહેં નાંય હેજે, જ્યા મૂસા નિયમ પાળતાહા, બાકી આપા સ્વતંત્ર થેઅયે એટલે બોરહો કોઅનારા હેય.