8
ઈસુવા હિકાડના
1 ચ્યા પાછે તો શેહેરામાય એને ગાવહામાય હિકાડતો એને પોરમેહેરા રાજ્યા બારામાય હારી ખોબાર આખતો ફિરે, એને ચ્યા બારા શિષ્યબી ચ્યાઆરે આતા. 2 એને કોલ્યોહોક બાયોબી આત્યો જ્યો બુતા આત્મા એને જાત જાત્યા દુ:ખામાઅને હાર્યો જાયલ્યો, ચ્યેહેમાઅને યોક જયેમાઅને હાંત બુત કાડલા તી મરિયમ જીં મગદલા ગાવા આતી. 3 એને હેરોદ રાજા કારબારી ખુજા થેએયો યોઅન્ના એને સુસન્ના એને આજુ બોજ બાયો, યો બાયો ચ્યેહે મિલકાત માઅને ઈસુ એને ચ્યા શિષ્યહા સેવા કોઅત્યો આત્યો.
યોક ખેડુતા દાખલો
(માથ્થી 13:1-17; માર્ક 4:1-12)
4 જોવે મોઠી ગીરદી બેગી ઓઈ ગીયી, એને શેહેરામાઅને લોક ચ્યાપાય યેતા આતા, તોવે ઈસુય ચ્યાહાન દાખલો દેયને આખ્યાં. 5 “યોક ખેડુત, બિયારો પોઆ રાનામાય ગીયો. એને પોએ તોવે કોલહોખાન બિયારો વાટે મેરે પોડયો, એને આકાશામાઅને ચિડેં પોડીન તી ટોચી ખાય ગીયે. 6 કોલહોખાન ખડકાવાળી જમીનમાય પોડ્યા, એને ઉદ્યો, બાકી પુરતો કાદુ નાંય મિળ્યો ચ્યાહાટી ઉખાય ગીયા. 7 થોડહો બિયારો તે કાટાહા જેખરાહામાય પોડયો, બાકી ઉદ્યો પાછે જેખરાહાકોય દાબાય ગીયા.” 8 “કોલહોખાન બિયારો હારી જમીનીમાય પોડયો, એને ઉદ્યો પાછે ચ્યા હોવ ગોણા ફળ યેના,” ઈ આખીન ઈસુય મોઠેરે બોંબલીન આખ્યાં, “જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય.”
દાખલાહા મોતલાબ
(માથ્થી 13:18-23; માર્ક 4:13-20)
9 ઈસુવા શિષ્યહાય ચ્યાલ પુછ્યાં, “યા દાખલા મોતલાબ કાય હેય?” 10 ઈસુવે આખ્યાં, “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી વાતો જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યાહાન તે દાખલાજ દેયને હિકાડાં પોડહે, કાહાકા ચ્યા એએયા કોઅતાહા બાકી જાઅએ નાંય, એને વોનાતાહા બાકી હોમજેત નાંય.”
બિયારો પોઅનારા મોતલાબ
11 “દાખલા મોતલાબ ઓ હેય, બિયારો પોરમેહેરા વચન હેય. 12 વાટે મેરાવોયને ચ્યેહેય, જોવે ચ્યા વચન વોનાયા, તોવે ચ્યાહા મોનામાઅને સૈતાન વચન વિહરાવી દેહે, યાહાટી કા એહેકેન નાંય ઓએ પોરમેહેરાવોય બોરહો કોઇન તારણ મિળવે. 13 ખોલકાડાવાળા જમીનીવોઅને ચ્યા લોક હેય, જોવે વચન વોનાતેહે, તોવે આનંદાકોય માની લેતહેં, બાકી પોરમેહેરા વચન ચ્યાહા મોનામાય ઉંડે મુળે નાંય ઉત્યા, ચ્યાહાટી ચ્યે વોછા દિહાપુરતે બોરહો કોઅતેહે, એને પરીક્ષા સમયે ઈસુલ છોડી દેતહેં. 14 જો કાટાહા જેખરાહામાય પોડયો, ચ્યે યે હેય, જ્યેં વચન વોનાતેહે, બાકી આગાડ્યા જીવનામાય ચિંતા, પોયહા લોબ, એને મોજ્યા કોઅનામાય ફસાય જાતહેં, એને નોકામ્યા જીવન જીવતેહે. 15 બાકી હારી જમીનીમાય તે યે હેતેં, કા પોરમેહેરા વચન વોનાયને હારાં એને ચોખ્ખાં મોનાકોઈન માની લેતહેં, એને ચ્યે ધીરજથી ફળ દેતહેં.”
દિવા દાખલો
(માર્ક 4:21-25)
16 “કાદોબી દિવો લાવીન ટોપલી તોળે નાંય થોવેત, નાંય ચ્યાલ ખાટલા તોળે થોવે, બાકી ચ્યાલ ઉચે દિવત્યા વોય થોવતેહે કાહાકા તોવે ચ્યા ઉજવાડો ગાઆમાય યેનારાહાલ મીળે. 17 કાહાકા કોઅહીજ વસ્તુ ઓહડી નાંય હેય કા તી ડાકલી રોય એને યોકતી વસ્તુ ઓહડી નાંય હેય કા તી દુબાડી હોકાય બાકી બોદાંજ ખુલ્લાં પોડી જાય. 18 ચ્યાહાટી તુમા હાચવીન રા, કા તુમા કાય વોનાતેહે? કાહાકા જ્યા પાય હોમાજ હેય, તો વોદારી હોમાજ મેળવી, બાકી જ્યા પાય કાય હોમાજ નાંય મીળે, ચ્યાપાય જીં વોછીબી હોમાજ ઓરી તીં બી ચ્યાપાઅને ખોવાય જાય.”
ઈસુવા આયહો એને બાહા
(માથ્થી 12:46-50; માર્ક 3:31-35)
19 ઈસુવા આયહો એને ચ્યા બાહા ચ્યાપાય યેના, બાકી ગીરદી લેદે ચ્યે ઈસુલ નાંય મિળી હોક્યે. 20 તોવે ઈસુવાલ આખ્યાં, “તો આયહો એને બાહા બાઆ ઉબે રીઅલે હેતેં, ચ્યે તુલ મિળાં માગતેહે.” 21 તોવે ઈસુય ચ્યાહાન એહેકોય જાવાબ દેનો કા, “જ્યેં પોરમેહેરા વચન વોનાતેહે એને પાળતેહે ચ્યેજ મા આયહો એને બાહા હેય.”
ઈસુ વાવાઝડાલ ઠાવકા રાખહે
(માથ્થી 8:23-27; માર્ક 4:35-41)
22 પાછે યોક દિહી ઈસુ, એને ચ્યા શિષ્ય ઉડીમાય ચોડયા, તોવે ઈસુવે શિષ્યહાન આખ્યાં, “ચાલા, આપા દોરિયા ચ્યેમેરે જાતા” પાછે ચ્યાહાય ઉડી છોડી. 23 જોવે ઉડી જાય રિઅલી આતી, તોવે તો હૂવી ગીયો; તોવે દોરિયામાય તોફાન યેના એને પાઅયા કોઇન ઉડી બોઆયા લાગી ચ્યા આબદામાય પોડ્યા. 24 તોવે શિષ્યહાય ચ્યાપાય જાયને જાગાડયો, એને આખ્યાં, “પ્રભુ! પ્રભુ! આપા બુડી જાનારા હેય” તોવે ઉઠીન ચ્યા તોફાની વારાલ એને પાઅયા લાફહાલ દોમકાડયા તોવે તી બોદા થોબી ગીયા, એને શાંત ઓઈ ગીયા. 25 તોવે ઈસુવે શિષ્યહાન આખ્યાં, “તુમહે બોરહો કેછ આતો?” બાકી ચ્યા ગાબરાય ગીયા એને નોવાય પામીન યોકબિજાલ આખા લાગ્યા, “ઓ કું હેય, જો તોફાન એને દોરિયા પાઅયાલ બી તો આગના કોઅહે, એને તી ચ્યા માનતેહેં?”
બુત લાગલા માઅહાન હારાં કોઅના
(માથ્થી 8:28-34; માર્ક 5:1-20)
26 પાછે ઈસુ એને ચ્યા શિષ્ય ગીરાસેનિયા ભાગામાય ગીયા, જીં દોરિયા ચ્યેમેરે ગાલીલ ભાગા હામ્મે હેય. 27 જોવે ચ્યા દોરિયા ચ્યેમેરે પોઅચ્યા, તોવે ચ્યા શેહેરા ચ્યાલ યોક માઅહું મિળ્યાં, જ્યાલ બુત વોળાગલો આતો, એને બોજ દિહહાથી તો ફાડકે નાંય પોવે એને ગોઓ નાંય રોય, બાકી તો માહણામાય રોયા કોઅતો આતો. 28 ચ્યાય ઈસુલ દેખ્યો તોવે બોંબલ્યો, એને ચ્યા આગલા ઉંબડો પોડીન આખ્યાં, “ઓ પરમપ્રધાન પોરમેહેરા પોહા ઈસુ! માન તું કાહા હેરાન કોઅતોહો? આંય તુલ વિનાંતી કોઅતાહાંવ, કા માન પીડા મા દેહે.” 29 કાહાકા ઈસુ ચ્યામાઅને ચ્યા બુતાલ નિંગી જાઅના આગના દી રિઅલો આતો, યાહાટી કા બુત ચ્યા માઅહાલ વારે ગેડી તકલીફ દેતો આતો, જોવે લોક ચ્યાલ હાકળે કોઇન એને બેડયો ટાકીન બાંદેત, તેરુંબી તો તોડી ટાકતો આતો, એને બુત ચ્યાલ ઉજાડ જાગામાય તાંગાડતા ફિરતા આતા. 30 તોવે ઈસુવે ચ્યાલ પુછ્યાં, “તો નાંવ કાય હેય?” ચ્યેય આખ્યાં “સેના” કાહાકા બોજ બુત ચ્યામાય વોળાગલા આતા. 31 ચ્યાહાય ચ્યાલ વિનાંતી કોઅયી કા, “આમહાન બોજ ઉંડા ખાડામાય જાઅના આગના મા કોઅહે.” 32 તોવે તાં ડોગાવોય ડુકરાહા યોક મોઠો ટોળો ચોઅયા કોએ, તોવે બુતે ઈસુલ વિનાંતી કોઅયી, “આમહાન ડુકરાહામાય દોવાડ ચ્યાહામાય નિંગી જાહું.” 33 ઈસુવે ચ્યાહાન પરવાનગી દેની, તોવે બુત નિંગીન ડુકરાહામાય ઉરાય ગીયે, એને બોદો ટોળો કોરાડા ઉપને દોરિયામાય જાયન ટુટી પોડયો, એને બુડી મોઅયો, તો લગભગ બેન ઓજાર ડુકરાહા ટોળો આતો.
34 ચ્યા ટોળા ગોવાળ ઈ દેખીન નાહી પોડ્યા એને શેહેરામાય એને ગાવામાય જાયને ચ્યાહાય ઈ વાત આખી. 35 એને લોક જીં જાયેલ તી એરાહાટી ગીયા, તોવે ચ્યાહાય જ્યામાઅને બુત નિંગલા ચ્યા માઅહાલ ઈસુવાપાય ફાડકે પોવલે એને હારો ઓઇન ભાનમાય દેખ્યો તોવે ચ્યા બિઇ ગીયા. 36 એને એએનારા માઅહાય આખ્યાં કા જ્યાલ બુત વોળાગલો માઅહું આતા ચ્યા કેહેકેન બોચાવ જાયો. 37 તોવે ગીરાસેનિયા ભાગા આહીપાહીલ્યા લોકહાય ઈસુવાલ વિનાંતી કોઅયી કા, આમહે પાયરે જાતો રો; કાહાકા ચ્યા બોજ બિઇ ગીઅલા આતા, તોવે ચ્યા ઉડીમાય બોહીન જાતા રિયા. 38 જ્યા માઅહામાયને બુત કાડયો તો, ઈસુલ રાવ્યાં કોઇન આખા લાગ્યા, કા માન તોઆરે રા દે, બાકી ઈસુવે ચ્યાલ દોવાડીન આખ્યાં. 39 “તો ગોઓ જો એને તો જાતલાહાન આખી દે, કા તોહાટી પોરમેહેરે કોહડે હારેં કામ કોઅલે હેય” તોવે તી માઅહું, ઈસુવે ચ્યાહાટી કોલાં હારાં કામહા બારામાય ગાલીલ વિસ્તારા દોહો શેહેરામાય જ્યાલ દોકાપલીસ આખતેહે ચ્યાહામાય જાયન પ્રચાર કોઅયા.
રોગી થેએ એને યાઈરા પોહી
(માથ્થી 9:18-26; માર્ક 5:21-43)
40 જોવે ઈસુ પાછો ફિરી યેનો, તોવે લોક ચ્યાલ આનંદથી મિળ્યાં, કાહાકા લોક ઈસુવા વાટ જોવેત. 41 તોવે યાઈર નાંવા યોક માઅહું જો સોબાયે ઠિકાણા આગેવાન આતો, તો યેનો, એને ઈસુવા પાગે પોડીન વિનાંતી કોઅરા લાગ્યો, “મા ગોઓ ચાલ.” 42 કાહાકા ચ્યા બાર વોરહા યોખલી પોહી આતી, એને તી મોઅઇ જાયના અણ્યેવોય આતી, જોવે ઈસુ જાય રિઅલો આતો, તોવે લોક ચ્યા આગલા ગીરદી કોએત આતેં.
43 તાં યોક બાઈય જ્યેં બાર વોરહાથી લોય પોડના બિમારી આતી, એને ચ્યેય ચ્યે બોદી મિલકાત વૈદયાહા પાય ખોરચી કાડયેલ, તેરુંબી ચ્યે બિમારી હારી નાંય જાયેલ. 44 ચ્યેય પાસાડીને યેયન ઈસુવા ફાડકાલ આથ લાવ્યો, એને તારાતુજ ચ્યે લોય પોડના થોબી ગીયા. 45 યાહાટી ઈસુય આખ્યાં, “માન કુંયે આથ લાવ્યો?” તોવે બોદે નાકારા લાગ્યેં, તોવે પિત્તર એને ચ્યા શિષ્યહાય આખ્યાં, “ઓ પ્રભુ, તુલ તે લોકહા ગીરદી બિચડેહે એને પોડાપોડી કોઅતેહે.” 46 બાકી ઈસુવે આખ્યાં કા, “માન કુંયે આથ લાવ્યો, કાહાકા માયે જાંઅયા કા માયેમાઅને કામ કોઅના સામર્થ્ય નિંગ્યહા.” 47 જોવે ચ્યે બાઈ જાંઅયા, કા આંય દોબી નાંય હોકુ, તોવે તી કાપતી-કાપતી યેની એને ઈસુ પાગે પોડીન બોદા લોકહા હામ્મે આખ્યાં, કા માયે કોઅહા કારણા લીદે ફાડકાલ આથ લાવ્યેલ, એને કેહેકેન તારાતુજ હારી ઓઈ ગીયી. 48 ઈસુવે ચ્યેલ આખ્યાં “બોઅહી ઈંમાત રાખ; માયે તો બોચાવ કોઅલા હેય, કાહાકા તુયે માયેવોય બોરોહો કોઅલો હેય, આમી તુલ એલી બિમારી નાંય લાગે, તું શાંતીકોય જો.”
49 ઈસુ ચ્યેલ આખીજ રિઅલો આતો, તોવે સોબાયે ઠિકાણા આગેવાના ગોઆ એહેરે બિજા લોકહાય યેયન યાઈરાલ આખ્યાં, “તો પોહી મોઅઇ ગિઇ, ગુરૂવાલ આબદા મા દેહે.” 50 ઈસુય ઈ વોનાઈન ચ્યાલ આખ્યાં, “બીયહે મા; માયેવોય બોરહો રાખ, તોવે તો પોહી બોચી જાઅરી.” 51 એને ઈસુય ગોઅમે પિત્તર, યાકૂબ એને યાકૂબા બાહા યોહાન, એને યાઈર એને ચ્યા થેએ ચ્યાહા સિવાય ચ્યાઆરે બિજા કાદાલ નાંય યા દેના. 52 તોવે ચ્યે ચ્યાહાન રોડતા એને કાકાહા કોઅતા દેખ્યા. તોવે ઈસુવે ગોઅમે જાયન, ચ્યાહાન આખ્યાં કા, “તુમહાન કાકાહા કોઅના એને રોડના ગોરાજ નાંય હેય, પોહી મોઓઈ નાંઈ ગીયહી બાકી, હૂવી રીયલી હેય.” 53 બાકી લોક ચ્યા મશ્કરી કોઅરા લાગ્યા, ચ્યાહાટી ચ્યે બોદહાન બાઆ દોવાડી દેના, એને આયહે આબહાલ એને પિત્તર, યાકૂબ એને યાકૂબા બાહા યોહાન યાહાન આરે લેઈને, પોહી હુતલી આતી તાં ગીયો. 54 પોહયી આથ દોઓઈન ઈસુવે પોહોયીલ આખ્યાં, “તાલીતા કુમ” યા મોતલાબ હેય, “ઓ પોહી, આંય તુલ આખહુ, ઉઠ.” 55 તોવે તી પોહી તારાતુજ ઉઠીન ચાલા-ફિરા લાગી, પાછે ઈસુય ચ્યાહાન આખ્યાં, કા ચ્યેલ કાય ખાંહાટી દા. 56 ચ્યે આયહો આબહો બોજ નોવાય પામ્યે, બાકી ઈસુવે ચ્યાહાન ચેતાવણી દેયન આખ્યાં, કા ઈ વાત કાદાલ નાંય આખના.