28
ઈસુ જીવી ઉઠના
(માર્ક 16:1-8; લુક. 24:1-12; યોહા. 20:1-10)
1 વોખાતેહે જોવે આરામા દિહી પુરો ઓઅઇ ગીયો તોવે આઠવાડ્યા પેલ્લે દિહી ઉજાળાં ઓઅતાંજ, મરિયમ જીં મગદલા નાંવા શેહેરામાઅને આતી, એને બીજી મરિયમ માહણાલ એરા યેન્યો. 2 તોવે યોક મોઠો દોરતીકંપ ઓઅયો, કાહાકા પ્રભુ યોક દૂત હોરગામાઅને ઉત્યો, એને પાહી યેઇન દોગડાલ હોરકાવી દેનો, એને તો ચ્યાવોય બોઠો. 3 ચ્યા રુપ વીજે હારખા એને ચ્યા ફાડકે બરફા હારકે ઉજળેં આતેં. 4 એને ચ્યા ધાકા કોઅઇ રાખવાળ્યા કાપી ઉઠયા, એને મોઅલા માઅહા રોકા ઓઅઇ ગીયા. 5 હોરગા દૂતહાય બાઈહેલ આખ્યાં, “બીયહા મા, આંય જાંઅહું કા તુમા ઈસુવાલ જો હુળીખાંબાવોય ચોડાવામાય યેનેલ ચ્યાલ હોદત્યોહો. 6 તો ઈહીં નાંય હેય, બાકી પોતાના વચના ઇસાબે પાછો જીવી ઉઠયોહો, એને તો જાગો એઆ, જાં પ્રભુલ થોવ્યેલ. 7 એને જલદી જાયન ચ્યા શિષ્યહાન આખા કા તો મોઅલા માઅને પાછો જીવી ઉઠયોહો, એને તો તુમહે પેલ્લા ગાલીલ ભાગામાય જાહે, તાં તુમા ચ્યાલ એઅહા, એઆ, માયે તુમહાન આખી દેનહા.” 8 ચ્યો બીઈન મોઠા આનંદા હાતે કોબારથી જલદીથી જાયને ચ્યા શિષ્યહાન ખોબાર દાંહાટી દાંહાદી ગીયો. 9 તોવે, ઈસુ ચ્યેહેન મિળ્યો એને આખ્યાં, “સુખી રા” એને ચ્યેહેય ચ્યા પાહી જાયને એને ચ્યા પાગ દોઇન ચ્યા પાગે પોડયો. 10 તોવે ઈસુવે ચ્યેહેન આખ્યાં, “મા બીયહા, મા શિષ્યહાન જાયન આખા કા ગાલીલ ભાગામાય જાય તાં માન દેખી.”
રાખવાળ્યાહા સાક્ષી
(માર્ક 16:14-18; લુક. 24:36-49; યોહા. 20:19-23)
11 ચ્યો શિષ્યહાન ખોબાર કોઅરાહાટી જાઈજ રિઅલ્યો આત્યો, કા જ્યા સીપાડા કોબારે ઈહીં રાખવાળી કોએત ચ્યાહામાઅને વોછાહાય શેહેરમાય યેઇન બોદ્યો વાતો મુખ્ય યાજકાહાલ આખ્યો. 12 મુખ્ય યાજકાહાય આગેવાનાહાઆરે યોકઠા ઓઇન યુક્તિ કોઅયી એને રાખવાળ્યાહાન બોજ પોયહા દેયને આખ્યાં. 13 “લોકહાન એહેકેન આખજા કા ઈસુ મોઅલા માઅને જીવતો નાંય જાયહો, બાકી રાતી જોવે આમા હૂવી ગીયલા, તોવે ચ્યા શિષ્ય યેયન ચ્યા શરીર ચોરી લેય ગીયા. 14 એને તુમા હૂવી ગીયલા આતા, એહેકેન રાજ્યપાલાલ માલુમ ઓઅઇ જાય, તોવે આમા ચ્યાલ હાંબાળી લાહુ, આમા તુમહાલ વાચાડી લાહુ.” 15 એને ચ્યાહાય પોયહા લેયને જેહેકોય હિકાડવામાય યેનેલ, તેહેંજ કોઅયેલ, એને ઈ વાત આજેલોગુ યહૂદી લોક એહેકેન માનતાહા કા ઈસુ મોઅલા માઅને જીવતો નાંય જાયલો હેય.
શિષ્યહાન દર્શન એને છેલ્લી આગના
(માર્ક 16:15-18)
16 ઓગ્યાર શિષ્ય ગાલીલ ભાગામાય ચ્યા ડોગાવોય ગીયા, જાં જાંહાટી ઈસુ ચ્યાહાન આખલા. 17 ચ્યાહાય ચ્યા દર્શન કોઇન ચ્યાલ ભક્તિ કોઅયી, બાકી કાદા કાદાલ શંકા ઓઅયી કા તો હાચ્ચોજ જીવતો ઓઅઇ ગીયહો. 18 ઈસુય ચ્યાહા પાહી યેયન આખ્યાં, “હોરગા એને દોરતી બોદો ઓદિકાર માન દેવામાય યેનહો.” 19 યાહાટી તુમા જાં, બોદી જાત્યે લોકહાન શિષ્ય બોનાડા, એને પિતા, એને પુત્ર, એને પવિત્ર આત્મા નાવાકોય ચ્યાહાન બાપતિસ્મા દા, 20 એને ચ્યાહાન બોદ્યો વાતો જ્યો માયે તુમાહાલ આગના દેનહી, ચ્યો માનના હીકાડા: એને યાદ રાખા, આંય દુનિયા છેલ્લે લોગુ તુમહેઆરે હેય.