6
એલિશા અને કુહાડી
એક દિવસે પ્રબોધકોના પુત્રો એલિશાની પાસે ગયા અને તેને કહ્યું, “તું જાણે છે કે, અમાંરી રહેવાની જગ્યા ઘણી સાંકડી છે, માંટે અમે યર્દન જઈએ અને દરેક જણ એક એક મોટું લાકડું લઈ આવીએ અને રહેવા માંટે નિવાસ બાંધીએ.”
એલિશાએ કહ્યું, “જાઓ.”
ત્યારે એક જણ બોલ્યો, “આપ પણ આ સેવકો સાથે આવવાની કૃપા કરો.”
એલિશાએ કહ્યું, “સારું, હું આવીશ.”
અને તે તેમની સાથે ગયો. યર્દન પહોંચીને તેમણે લાકડાં કાપવા માંડયાં. પણ થયું એવું કે એક જણ લાકડા કાપતો હતો, એવામાં તેની કુહાડી જળમાં પડી ગઇ; તે બોલી ઊઠયો, “ગુરુજી, એ કુહાડી તો કોઈની માંગી લાવેલી હતી!”
દેવના માંણસ એલિશાએ પૂછયું, “કયાં પડી?”
એટલે પેલાએ જગ્યા બતાવી. પછી એલિશાએ એક લાકડી કાપીને તે જગાએ નાખી અને લોખંડની કુહાડીને તરતી કરી. પછી તેણે કહ્યું, “ઉપાડી લે.” અને પેલા માંણસે હાથ લંબાવીને તે ઉપાડી લીધી.
ઇસ્રાએલ હડપ કરવા પ્રયત્નશીલ અરામ
અરામનો રાજા ઇસ્રાએલ સામે યુદ્ધે ચડયો હતો, એ દરમ્યાન તેણે પોતાના અમલદારોને ચર્ચા કરવા ભેગા કરી કહ્યું, “આપણે અમુક અમુક જગ્યાએ હુમલો કરવા માંગીએ છીએ.”
પણ દેવભકત એલિશાએ ઇસ્રાએલના રાજાને સંદેશો મોકલી ચેતવ્યો કે, “અમુક જગ્યાએ સાવધ રહેજો, કારણ, અરામીઓ ત્યાં હુમલો કરનાર છે.”
10 આથી ઇસ્રાએલના રાજાએ દેવના માંણસ એલિશાએ કહેલી જગાએ માંણસો મોકલી આપ્યા. એલિશા દરેક વખતે ચેતવણી આપતો રહ્યો અને રાજા સાવધ થઈ જતો. આવું એક બે વાર નહિ અનેક વાર બન્યું.
11 આથી અરામનો રાજા ખૂબ વ્યથિત થઇ ગયો અને તેણે પોતાના અમલદારોને ભેગા કરી કહ્યું, “તમાંરામાંથી કોણ ફૂટી ગયો છે અને આપણી વાત ઇસ્રાએલના રાજાને જણાવી દે છે? કોણ છે તે?”
12 ત્યારે એક અમલદાર બોલ્યો, “મુરબ્બી રાજા, કોઈ નહિ, પણ ઇસ્રાએલમાં રહેતા પ્રબોધક એલિશા તમે તમાંરા શયનખંડમાં પણ જે શબ્દો ઉચ્ચારો છો, તે ઇસ્રાએલના રાજાને કહી દે છે.”
13 રાજાએ કહ્યું, જાઓ, અને શોધી કાઢો કે, તે કયાં છે, “જેથી હું તેને માંણસો મોકલીને પકડાવી લઉં.”
તેને પછી જણાવવામાં આવ્યું કે, “પ્રબોધક અત્યારે દોથાનમાં છે.”
14 એટલે તેણે એક મોટી ટુકડી રથો અને ઘોડાઓ સાથે ત્યાં મોકલી અને તેમણે રાતે પહોંચી જઈ શહેરને ઘેરી લીધું. 15 બીજે દિવસે વહેલી સવારે એલિશાનો ચાકર વહેલો ઊઠયો અને બહાર ગયો, તો તેણે એક સૈન્યની ટુકડીને રથો અને ઘોડાઓ સહિત શહેરને ઘેરો ઘાલીને પડેલી જોઈ, તે બોલી ઊઠયો, “હે શેઠ, હવે તમે શું કરશો?”
16 તેણે કહ્યું, “ગભરાઈશ નહિ, કારણ, જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓનાં કરતાં વિશેષ છે.”
17 પછી એલિશાએ યહોવાને પ્રાર્થના કરી કે, “હે યહોવા, તેની આંખો ખોલી નાખો અને તેને જોવા દો.”
યહોવાએ તેના ચાકરની આંખ ખોલી નાખી પછી ચાકરને એ જોઇને આશ્ચર્ય થયું કે નગરની આજુબાજુના પર્વતો અગ્નિ રથો અને ઘોડાઓથી ભરાઇ ગયા હતાં.
18 અરામીઓ એલિશા તરફ ધસી આવ્યા, એટલે એલિશાએ યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, તેઓને અંધ બનાવી દો.”
અને યહોવાએ એલિશા એ કહ્યા પ્રમાંણે તેમને આંધળા બનાવી દીધા. 19 પછી એલિશાએ તેમને કહ્યું, “તમે ખોટા રસ્તા પર છો. આ ખરું નગર નથી. તમે માંરી પાછળ આવો તમે જેને શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેમને સમરૂન પાસે દોરી ગયો.
20 તેઓ જ્યારે ત્યાં આવી પહોંચ્યા ત્યારે તરત જ એલિશાએ પ્રાર્થના કરી, “હે યહોવા, હવે તેઓની આંખો ઉઘાડો અને તેઓને જોવા દો.”
પછી યહોવાએ તેઓની આંખો ઉઘાડી. તેઓએ જોયું કે તેઓ બરાબર ઇસ્રાએલના પાટનગર સમરૂનની વચ્ચોવચ છે. 21 ઇસ્રાએલના રાજાએ તેમને જોયા ત્યારે તેણે એલિશાને કહ્યું, “ધણી, હું એમનો વધ કરું?”
22 તેણે જવાબ આપ્યો, “વધ ન કરીશ, જયારે તું તારી તરવાર અને ધનુષને જોરે માંણસોને કેદ પકડે છે ત્યારે પણ તેમનો વધ કરે છે ખરો? એમને ખાવાપીવાનું આપ અને પાછા પોતાના રાજા પાસે જવા દે.”
23 આથી રાજાએ તેમને સારું ખાવાનું આપ્યું, તેમનું ધ્યાન રાખ્યું અને તેઓને તેઓના રાજા પાસે પાછા સ્વદેશ મોકલી દીધા. ત્યારબાદ અરામી ધાડપાડુ ટૂકડીઓએ ઇસ્રાએલ પર કદી હુમલો કર્યા નહિ.
સમરૂનમાં ભયંકર ભૂખમરો
24 આ પછી એવું બન્યું કે, અરામના રાજા બેન-હદાદે પોતાનું આખું લશ્કર ભેગું કર્યુ અને સમરૂનને ઘેરો ઘાંલ્યો. 25 શહેરમાં લોકો ભારે ભૂખમરો વેઠતા હતા. દુકાળ એટલો લાંબો ચાલ્યો હતો કે ગધેડાનું 1 માંથું ચાંદીના 80 સિક્કામાં વેચાતું હતું. પા કિલો “કબૂતરની અઘારના” 5 ચાંદીના સિક્કા વચાંવી હતી.
26 એક દિવસ ઇસ્રાએલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો, ત્યારે એક સ્ત્રીતેની સામે આવી અને તેને અરજ કરી, “હે રાજા, અમને મદદ કરો!”
27 રાજાએ કહ્યું, “જો યહોવા તને મદદ ન કરતા હોય, તો હું તને કયાંથી મદદ કરવાનો હતો? તને આપવા માંટે માંરી પાસે નથી અનાજ કે નથી દ્રાક્ષારસ.” 28 પછી રાજાએ તેને પૂછયું, “શી બાબત છે?”
પેલી સ્રીએ કહ્યું, “આ સ્રીએ મને એમ કહ્યું હતું કે, ‘તું તારો પુત્ર આપ અને આપણે આજે તેને ખાઈશું અને માંરા પુત્રને આવતી કાલે ખાઈશું.’ 29 તેથી અમે માંરા પુ્ત્રનું માંસ રાંધીને ખાધું, બીજે દિવસે મેં જયારે તેને કહ્યું, ‘હવે તારા પુત્રને માંરી નાખ કે, આપણે તેનું માંસ ખાઈએ.’ ત્યારે તેણે તેને સંતાડી દીધો.”
30 જેવું રાજાએ આ સાંભળ્યું કે તેણે દુ:ખના માંર્યા પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં. જ્યારે રાજા નગરના કોટ પરથી જતો હતો ત્યારે લોકોએ જોયું કે રાજાએ તેના કપડાંની નીચે શણના કપડાં પહેર્યા હતાં.
31 તે બોલ્યો, “જો આજે હું શાફાટના પુત્ર એલિશાનું માથું તેના ધડ પર રહેવા દઉં, તો યહોવા મારી આવી અને આથી ય ખરાબ હાલત કરો!”
32 એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ અગાઉથી એક સંદેશવાહક મોકલ્યો હતો, પણ તે પહોંચે તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જોયું? એ જન્મજાત ખૂનીએ મારું માથું ઉડાવી દેવાને માણસ મોકલ્યો છે. સાવધ રહેજો. સંદેશવાહક આવે ત્યારે બારણાં વાસી દેજો અને તેને અંદર પ્રવેશવા દેશો નહિ, એની પાછળ જ આવતા એના રાજાનાં પગલાં નથી સંભળાતાં?”
33 હજી તો એલિશા આ વાત કરતો હતો, ત્યાં જ રાજા આવી પહોંચ્યો, અને બોલ્યો, “આ આફત જરૂર યહોવા તરફથી આવેલી છે! મારે યહોવા પાસેથી વધારે મદદની અપેક્ષા શા માટે રાખવી જોઈએ?”