શમુએલનું
બીજું પુસ્તક
1
દાઉદને શાઉલના મૃત્યુના સમાંચાર મળ્યા
શાઉલના મૃત્યુ પછી દાઉદ અમાંલેકીઓને હરાવીને પાછો ફર્યો અને બે દિવસ સિકલાગમાં રહ્યો. ત્રીજા દિવસે શાઉલની છાવણીમાંથી એક યુવાન આવ્યો. તે માંણસના કપડાં ફાટેલાઁ હતાં, અને તેના માંથા પર ધૂળ હતી,*માણસના કપડાં … માથા પર ધૂળ હતી તેનો અર્થ એ કે માણસ ખુબ દુ:ખી હતો. તેણે દાઉદ પાસે જઈને જમીન પર લાંબા થઈને તેને પ્રણામ કર્યા.
દાઉદે તેને પૂછયું, “તું કયાંથી આવે છે?”
તેણે કહ્યું, “હું ઇસ્રાએલીઓની છાવણીમાંથી ભાગીને આવ્યો છું.”
દાઉદે તેને પૂછયું, “ત્યાં શું થયું? યુદ્ધનું પરિણામ શું આવ્યું તે મને કહે.”
તેણે જવાબ આપ્યો, “લશ્કર યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયું છે અને યુદ્ધમાં ઘણા માંણસો માંર્યા ગયા હતા. શાઉલ અને તેનો દીકરો યોનાથાન પણ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે.”
એટલે સમાંચાર લાવનાર માંણસને દાઉદે પૂછયું, “શાઉલ અને તેનો દીકરો યોનાથાન મૃત્યુ પામ્યા છે તે, તેં કેવી રીતે જાણ્યું?”
તેણે કહ્યું, “એ સમયે હું ગિલ્બોઆના પર્વત પર હતો. મેં શાઉલને તેના ભાલા પર ટેકો લઇને પડેલો જોયો. તેના દુશ્મનના રથો તેની પાછળ નજીક આવી ગયા હતા. તેણે પાછા વળીને જોયું, અને મને જોઈને તેણે મોટે સાદે મને બૂમ પાડી, એટલે મેં કહ્યું કે હું આ રહ્યો. તેણે મને પૂછયું; તું કોણ છે? મેં કહ્યું, હું અમાંલેકી છું. તેણે મને વિનંતી કરી અને કહ્યું ‘તું આવ અને મને માંરી નાખ, કારણ કે હું ખરાબ રીતે ઘવાયેલો છું અને ગમે તેમ મરવાનો જ છું.’ 10 તેથી મેં તેને માંરી નાખ્યો, કારણ મને ખબર હતી કે તે મરવાનો તો હતો જ. ત્યાર પછી મેં તેના માંથા ઉપરથી તાજ અને હાથ ઉપરથી કડું ઉતારી લીધાં, અને તે હું તમાંરી પાસે અહીંયા લઈ આવ્યો છું માંરા દેવ.”
11 આ સાંભળીને દાઉદે અને તેના માંણસોએ શોકને કારણે પોતાનાં કપડાં ફાડી નાખ્યાં. 12 લોકો ઘણા દુ:ખી હતા. તેઓએ વિલાપ કર્યો, ને સાંજ સુધી ઉપવાસ કર્યો; કારણ કે શાઉલ, તેનો પુત્ર યોનાથાન યહોવાના લોકો તથા ઇસ્રાએલના ઘણા સૈનિકો યુદ્ધમાં માંર્યા ગયા હતાં.
દાઉદે અમાંલેકીને માંરી નાંખવાની આજ્ઞા કરી
13 દાઉદે ખબર આપનાર માંણસને પૂછયું, “તું કયાંથી આવે છે?”
એટલે તેણે જવાબ આપ્યો, “હું તો આ દેશમાં વસતા એક પરદેશી અમાંલેકીનો પુત્ર છું.”
14 દાઉદે તેને પૂછયું, “યહોવાએ પસંદ કરેલા રાજાને, માંરી નાખવાની તારી હિંમત કેવી રીતે ચાલી?”
15 તે પછી દાઉદે પોતાના એક યુવાન નોકરને બોલાવીને કહ્યું, “તું જા અને આ માંણસને માંરી નાંખ. તેથી તે ગયો અને જે માંણસ સંદેશો લાવ્યો હતો તેને માંરી નાંખ્યો. 16 ત્યાર પછી દાઉદે કહ્યું, તારા મૃત્યુ માંટે તું જ જવાબદાર છે, કારણ કે તે પોતે જ કબૂલ કર્યુ છે કે તેં જ યહોવાથી અભિષ્કિત રાજાને માંરી નાખ્યો, તારા પોતાના શબ્દોએ તને અપરાધી સાબિત કર્યો.”
દાઉદનું શોક ગીત શાઉલ અને યોનાથાન માંટે
17 દાઉદે શાઉલ અને તેના પુત્ર યોનાથાન માંટે મરશિયો ગાયો. 18 અને તેણે એ મરશિયો યહૂદાના લોકોને શીખવવાની આજ્ઞા કરી; તે “ધનુષ્ય” કહેવાય છે અને યાશારના પુસ્તકમાં લખેલું છે.
 
19 “ઓ ઇસ્રાએલ, તારા પર્વતો ઉપર તેં તારા બળવાન સૈનિકો ગુમાંવ્યા.
અરે! તે શૂરવીરો કેવા માંર્યા ગયા!
20 ગાથમાં એની વાત કરશો નહિ,
આશ્કલોનની શેરીઓમાં, આ સમાંચાર તમે જાહેર કરશો નહિ;
આ કદાચ પલિસ્તીઓની પુત્રીઓને ખુશ કરે,
અને બેસુન્નતીઓની પુત્રીઓ આનંદ પામશે અને ખુશ થશે.
 
21 “હે ગિલ્બોઆના પર્વતો,
તમાંરા પર વરસાદ કે ઝાકળ ન પડો.
તમાંરાં ખેતરોમાં કઇ ન ઉપજે જેથી તમાંરા તરફથી કોઇ અર્પણો ન આવે.
કારણ, યોદ્ધાઓની ઢાલ નકામી ગણીને ફેંકી દેવામાં આવી હતી
અને શાઉલની ઢાલ જે તેલમાં બોળવામાં આવી ન હતી,
કાટ ખાઇ ગઇ હતી અને ત્યાં પડેલી છે.
22 યોનાથાનના ધનુષે તેના ભાગના દુશ્મનોને માંર્યા
અને તેઓનુ લોહી રેડાયું!
તેવી જ રીતે શાઉલની તરવાર એક સાચ્ચા યોદ્વાની તરવાર જેવી હતી જે
માંર્યા વિના કદી પાછી ફરી નહોતી.
 
23 “શાઉલ તથા યોનાથાન એક બીજાને ચાહતા હતા,
ને એક બીજાના સાહચર્યમાં આનંદ માંણતા હતા.
જીવનમાં અને મૃત્યુમાં તેઓ કદી વિખૂટા પડયા નહોતા;
તેઓ ગરુડ કરતાં વેગવાન
અને સિંહો કરતાં બળવાન હતા.
24 ઓ ઇસ્રાએલની પુત્રીઓ, શાઉલને માંટે વિલાપ કરો.
તેણે તમને સર્વને સુંદર કિરમજી વસ્ત્રો પહેરાંવ્યાં,
અને તમને સુવર્ણ આભૂષણોથી શણગાર્યાં.
 
25 “યુદ્ધભૂમિમાં શૂરવીરો કેવા વીરગતિને પામ્યા!
હે યોનાથાન, તું ગિલ્બોઆ પર્વત પર મૃત્યુ પામ્યો.
26 હે માંરા વીરા યોનાથાન, તું મને બહુ પ્રિય હતો;
તારા માંટે માંરું હૃદય રડે છે.
તારો માંરા પ્રત્યેનો પ્રેમ સ્ત્રીઓના
પ્રેમ કરતાંય અધિક અદભુત હતો!
27 યુદ્ધ ભૂમિમાં શુરવીરો વીરગતિને પામ્યા!
ને યુદ્ધનાં શસ્ત્રો વ્યર્થ ગયાં!”

*1:2: માણસના કપડાં … માથા પર ધૂળ હતી તેનો અર્થ એ કે માણસ ખુબ દુ:ખી હતો.