12
યફતાનો એફ્રાઈમ લોકો પર હુમલો
1 એફ્રાઈમના કુળસમૂહ યુદ્ધ માંટે ભેગા થયા અને સાફોન ગયા. તેમણે યફતાને કહ્યું, “તું અમને બોલાવ્યા વિના આમ્મોનીઓ સામે લડવા કેમ ગયો? અમે તને તથા તારા ઘરને પણ સળગાવી દઈશું.”
2 યફતાએ તેઓને કહ્યું, “માંરે અને માંરા માંણસોને આમ્મોનીઓ સાથે ભારે ઝધડો થયો હતો. મેં તમને મદદ માંટે બોલાવ્યા હતાં, પણ તમે અમને તેમનાથી બચાવવા આવ્યા નહિ, 3 મેં જોયું કે તમે અમને મદદ કરવા આવ્યા નહોતાં, તેથી તમાંરી મદદ વિના હું એકલો માંરા જીવના જોખમે આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા ગયો, યહોવાએ મને માંરા દુશ્મનો પર વિજય અપાવ્યો, તો પછી તમે આજે માંરી સાથે લડવા શા માંટે આવો છો?”
4 ત્યાર પછી યફતાએ ગિલયાદના બધા માંણસોને એકત્રિત કર્યા અને એફ્રાઈમના કુળસમૂહ સાથે લડાઈ કરી અને તેઓને હરાવ્યા; કારણ કે, એફ્રાઈમના લોકો તેમને હંમેશા કહેતા, “તમે સર્વ જે ગિલયાદમાં રહો છો, એફ્રાઈમથી ભાગી આવેલા છો, તમાંરી પાસે તમાંરી પોતાની જમીન નથી તમે એફ્રાઈમ અને મનાશ્શા વચ્ચે રહો.”
5 તેણે એફ્રાઈમના સૈન્યની પાછળ આવેલા યર્દનના આરા કબજે કરી લીધા, કોઈ એફ્રાઈમી યર્દન ઓળંગીને નાસી જવા પ્રયત્ન કરે તો ગિલયાદના રક્ષકો તેને પડકારતા. “શું તું એફ્રાઈમના કુળનો છે?” જો તે “ના” કહે તો 6 તેઓ કહેતા, “કે બોલ, ‘શિબ્બોલેથ’ ” પણ તે “સિબ્બોલેથ” બોલતો, કારણ તે એનો ચોખ્ખો ઉચ્ચાર કરી શકતો નહિ, એટલે તેઓ તેને પકડીને યર્દનના ઘાટ ઉપર માંરી નાખતા, તે યુદ્ધમાં 42,000 એફ્રાઈમીઓ માંર્યા ગયા હતાં.
7 ગિલયાદનો યફતા છ વર્ષ ઈસ્રાએલનો ન્યાયાધીશ તરીકે હતો. પછી તે મૃત્યુ પામ્યો અને તેને ગિલયાદમાં તેના પોતાના શહેરમાં દફનાવવામાં આવ્યો.
ન્યાયાધીશ ઈબ્સાન
8 યફતાહ પછી બેથલેહમનો ઈબ્સાન ઈસ્રાએલનો ન્યાયાધીશ થયો, તેને ત્રીસ પુત્રો અને ત્રીસ પુત્રીઓ હતી. તેણે તેની ત્રીસેત્રીસ પુત્રીઓને અજાણ્યા શખ્સોને પરણાવી હતી અને તેના ત્રીસ પુત્રો તેના અંદરના સગામાંથી ન હોય તેવી પત્નીઓ લાવ્યા હતાં. 9 તે સાત વર્ષ સુધી ઈસ્રાએલીઓનો ન્યાયાધીશ હતો અને તેઓને ન્યાય આપ્યો હતો. 10 પછી ઈબ્સાનનું અવસાન થયું. તેને બેથલેહેમમાં દફનાવવામાં આવ્યો.
ન્યાયાધીશ એલોન
11 તેના પછી ઝબુલોનના કુળસમૂહનો એલોન ઈસ્રાએલનો ન્યાયાધીશ થયો. તેણે ઈસ્રાએલમાં 10 વર્ષ લોકોનો ન્યાય કર્યો. 12 ત્યારબાદ એલોનનું પણ અવસાન થયું અને તેને ઝબુલોનના કુળસમૂહના આયાલોનમાં દફનવવામાં આવ્યો.
ન્યાયાધીશ આબ્દોન
13 તેના પછી હિલ્લેલનો પુત્ર આબ્દોન પિરઆથોની ઈસ્રાએલનો ન્યાયાધીશ થયો. 14 તેને ચાલીસ પુત્રો અને ત્રીસ પૌત્રો હતાં. જેઓ સીત્તેર ગધેડાઓ ઉપર સવારી કરતા, તેણે ઈસ્રાએલીઓ ઉપર આઠ વર્ષ સુધી શાસન કર્યું. 15 પછી હિલ્લેલના પુત્ર આબ્દોન પિરઆથોનીનું અવસાન થયું, તેને અમાંલેકીઓના પહાડી પ્રદેશમાં આવેલા એફ્રાઈમ દેશના પિરઆથોન નગરમાં દફનાવવામાં આવ્યો.