10
ચાંદીનાં રણશિંગડા
1 યહોવાએ મૂસાને કહ્યું, 2 “બે ચાંદીનાં ધડેલાં રણશિંગડાં બનાવડાવ અને લોકોને ભેગા થવા કહેવા માંટે તથા પડાવને આગળ વધવા કહેવા માંટે તેનો ઉપયોગ કરજે. 3 જે સમયે બંને રણશિંગડા વગાડવામાં આવે, ત્યારે સમગ્ર સમાંજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તારી સમક્ષ એકત્ર થવાનું છે. 4 પરંતુ જો એક જ રણશિંગડું વગાડવામાં આવે, તો ફકત ઇસ્રાએલ પ્રજાના કુળોના મુખ્ય આગેવાનોએ તારી સમક્ષ આવવાનું છે.
5 “જ્યારે પહેલીવાર તૂટક તૂટક રણશિંગડાં વગાડવામાં આવે, ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી. 6 બીજી વખતે રણશિંગડાં તૂટક તૂટક વાગે, ત્યારે દક્ષિણ દિશામાંની છાવણીએ કૂચ કરવી. આમ મુકામ ઉઠાવવાના સંકેત તરીકે તૂટક તૂટક રણશિંગડું વગાડવું. 7 પણ ઇસ્રાએલ સમાંજને સભા માંટે એકત્ર થવા જણાવવું હોય તો એકધારું રણશિંગડું વગાડવું. 8 હારુનના વંશજોએ એટલે કે યાજકોએ જ રણશિંગડાં વગાડવાનાં છે. આ કાયમી કાનૂનનો અમલ તમાંરે પેઢી દરપેઢી કરવાનો છે.
9 “તમાંરી ભૂમિમાં દુશ્મનો સાથે લડતા પહેલાં જોરથી રણશિંગડા ફૂંકો, ત્યારે યહોવા રણશિંગડાંનો અવાજ સાંભળશે અને તમને યાદ કરશે અને તમને તમાંરા દુશ્મનોથી બચાવશે. 10 વળી ઉત્સવો વખતે, દર અમાંસના દિવસે તેમજ તમે દહનાર્પણે અને શાંત્યર્પણો ધરાવો તે દિવસે પણ રણશિંગડાં વગાડવાં, યહોવા તમને સંભારે તે માંટે આમ કરો. હું તમાંરો દેવ યહોવા, તમને સંભારીશ.”
કૂચનો ક્રમ
11 ઇસ્રાએલીઓ મિસરમાંથી પ્રસ્થાન કરી આવ્યા તેના બીજા વર્ષના બીજા મહિનાના વીસમાં દિવસે કરારના પવિત્રમંડપ ઉપરથી વાદળ હઠી ગયું અને 12 ઇસ્રાએલી પ્રજાએ સિનાઈના અરણ્યમાંથી કૂચ શરૂ કરી ત્યાં તો પારાનના અરણ્યમાં વાદળ પાછુ સ્થિર થયું. 13 યહોવા તરફથી મૂસાને યાત્રા સંબંધી સૂચનાઓ મળ્યા પછીની તેઓની આ પ્રથમ યાત્રા હતી.
14 કૂચ વખતે યહૂદાના વંશના ધ્વજ નીચેનું સૈન્ય પ્રથમ ચાલતું: આમ્મીનાદાબનો પુત્ર નાહશોન તેમનો આગેવાન હતો. 15 તેઓની પાછળ ઈસ્સાખારના કુળસમૂહનું સૈન્ય હતું, જેનો આગેવાન સૂઆરનો પુત્ર નથાનિયેલ હતો. 16 અને હેલોનના પુત્ર અલીઆબની સરદારી હેઠળ ઝબુલોનના કુળસમૂહનું સૈન્ય હતું.
17 ત્યાર પછી પવિત્ર મંડપ ઉઠાવી લેવામાં આવતો અને તેને ઉપાડનાર ગેર્શોન તથા મરારીના વંશજો કૂચ કરતા. પવિત્રમંડપને ઉતારીને તેઓ પોતાના ખભા ઉપર ઊચકીને ચાલતા હતા.
18 એ પછી રૂબેનના કુળસમૂહના ધ્વજ હેઠળની સેના કુટુંબવાર કૂચ કરતી: શદેઊરનાં પુત્ર અલીસૂરની સરદારી હેઠળ રૂબેનના કુળસમૂહોનું સૈન્ય હતું. 19 તેમની પાછળ સૂરીશાદાઈના પુત્ર શલુમીએલની સરદારી હેઠળ શિમયોનના કુળસમૂહોની સેના હતી. 20 અને તે પછી દેઊએલના પુત્ર એલ્યાસાફની સરદારી હેઠળ ગાદના કુળસમૂહોનું સૈન્ય હતું. 21 તેઓની પાછળ કહાથના વંશજો પવિત્રસ્થાનમાંની વિવિધ સાધનસામગ્રી ઊચકીને ચાલતા હતા. તેઓ બીજે મુકામે પહોંચે તે પહેલાં ત્યાં પવિત્રમંડપ ઊભો કરી દેવામાં આવતો.
22 તેમની પાછળ એફ્રાઈમના વંશના ધ્વજ હેઠળનું સૈન્ય કૂચ કરતું. આમ્મીહૂદના પુત્ર અલીશામાંની સરદારી હેઠળ એફ્રાઈમના વંશજોનું સૈન્ય હતું. 23 તે લોકોની પાછળ પદાહસૂર ના પુત્ર ગમાંલ્યેલની ગણતરી હેઠળ મનાશ્શાના કુળસમૂહોનું સૈન્ય હતું. 24 ગિદિયોનીના પુત્ર અબીદાનની સરદારી હેઠળ બિન્યામીનના કુળસમૂહોનું સૈન્ય હતું.
25 છેક છેવટે રક્ષક તરીકે દાનના વંશના ધ્વજ હેઠળ બધી સેનાઓના રક્ષક તરીકે ટુકડીવાર કૂચ કરતી. આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર તે ટુકડીનો આગેવાન હતો. તેની સરદારી હેઠળ દાનના કુળસમૂહોની ટુકડી હતી. 26 ઓફ્રાનના પુત્ર પાગીએલની સરદારી હેઠળ આશેરના કુળસમૂહોની ટુકડી હતી. 27 અને એનાનના પુત્ર અહીરાની સરદારી હેઠળ નફતાલીના કુળસમૂહોની ટુકડી હતી. 28 હંમેશા આ ક્રમમાં જ ઇસ્રાએલના કુળ ટુકડીવાર કૂચ કરતા.
29 એક દિવસ મૂસાના સસરા મિધાની રેઉએલના પુત્ર હોબાબને મૂસાએ કહ્યું, “છેવટે દેવે અમને જે દેશ આપવાનું વચન આપ્યું હતું ત્યાં જવા માંટે અમે પ્રસ્થાન કરીએ છીએ. તમે પણ અમાંરી સાથે ચાલો. અમે તમાંરા શુભચિંતક બનીશું; કારણ કે યહોવાએ ઇસ્રાએલને અદભુત સુરક્ષા અને જનસમૂહ માંટે વચનો આપ્યાં છે.”
30 હોબાબે પ્રત્યુત્તર આપ્યો, “ના, હું તમાંરી સાથે નહિ આવું. હું તો માંરા પોતાના દેશમાં માંરાં સંગાઓ પાસે પાછો જઈશ.”
31 મૂસાએ વિનંતી કરી કહ્યું, “અમને છોડીને ન જશો, કારણ કે અરણ્યમાં કેવા રસ્તાઓ છે તે તું જાણે છે, ક્યાં મુકામ કરવો તે પણ તમે જાણો છો એટલે તમે તો અમાંરી આંખ બની રહેશો. 32 અને જો તમે અમાંરી સાથે આવશો, તો યહોવા અમને જે સુખસંપત્તિ આપશે તેમાં અમે તમને ભાગીદાર બનાવીશું.”
આગેકૂચ
33 અને હોબાબ સંમત થયો, ત્યારબાદ તેમણે યહોવાના સિનાઈ પર્વતથી નીકળી ત્રણ દિવસ યાત્રા કરી. તે ત્રણે દિવસ દરમ્યાન યહોવાના પવિત્ર કોશ તેમને માંટે મુકામ કરવાની જગ્યા શોધવા સૌથી આગળ રહેતો. 34 જયારે તેઓ મુકામ ઉઠાવતા ત્યારે તે દિવસે યહોવાનું વાદળ તેમના ઉપર રહેતું.
35 જયારે જયારે કરારકોશ ચાલી નીકળતો, ત્યારે મૂસા પોકાર કરતો: “હે યહોવા, તમે ઊઠો અને તમાંરા દુશ્મનોને વેરવિખેર કરી નાખો, અને તમાંરો તિરસ્કાર કરનારને હાંકી કાઢો.”
36 અને જયારે કરારકોશને નીચે મૂકવામાં આવતો ત્યારે તે કહેતો; “લાખો ઇસ્રાએલીઓ વચ્ચે, હે યહોવા, પાછા પધારજો.”