નહેમ્યા
લેખક
યહૂદી પરંપરા આ ઐતિહાસિક પુસ્તકના મુખ્ય લેખક તરીકે નહેમ્યાને (યહોવાહ દિલાસો આપે છે) પોતાને ઓળખાવે છે. મોટા ભાગનું પુસ્તક તેના વ્યક્તિગત દ્રષ્ટિકોણથી લખાયું છે. તેના બાળપણ કે પશ્ચાદભૂમિકા વિષે કશું જ જ્ઞાત નથી. આપણે પ્રથમ તેને આર્તાહશાસ્તા રાજાના અંગત પાત્રવાહક તરીકે ઇરાનના રાજદરબારમાં કામ કરતા એક પુખ્ત વ્યક્તિ તરીકે જોઈએ છીએ. (નહેમ્યા 1:11 - 2:1). નહેમ્યાનું પુસ્તક એઝરાના પુસ્તકના અનુગામી તરીકે વાંચી શકાય છે અને કેટલાક વિદ્વાનો માને છે કે મૂળભૂત રીતે આ બંને પુસ્તકો એક જ લખાણ હતું.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 457 થી 400 વચ્ચેનો છે.
આ લખાણ બાબિલથી પાછા આવ્યા બાદ ઇરાનના સામ્રાજ્યના સમય દરમ્યાન યહૂદિયામાં, કદાચને યરુશાલેમમાં લખવામાં આવ્યું હતું.
વાંચકવર્ગ
નહેમ્યાના પુસ્તકનો ઇચ્છિત શ્રોતાગણ ઇઝરાયલની તે પેઢીઓ હતી કે જેઓ બાબિલના દેશનિકાલમાંથી પાછી આવી હતી.
હેતુ
લેખક સ્પષ્ટપણે ઇચ્છતો હતો કે તેના વાંચકો ઈશ્વરનું સામર્થ્ય તથા પોતાના પસંદ કરેલા લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ સમજે અને લોકો તેમની ઈશ્વર પ્રત્યેની કરાર સંબંધીની જવાબદારીઓ સમજે. ઈશ્વર પ્રાર્થનાનો જવાબ આપે છે. લોકો પોતાની આજ્ઞાઓ પાળે માટે ઈશ્વર જરૂરી બાબતો પૂરી પાડતા લોકોના જીવનોમાં રસ લે છે. લોકોએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ અને પોતાની સ્રોતસામગ્રી એકબીજા સાથે વહેંચવી જોઈએ. ઈશ્વરના અનુયાયીઓનાં જીવનોમાં સ્વાર્થનું કોઈ સ્થાન નથી. નહેમ્યાએ ધનાઢ્ય લોકોને તથા ઉમરાવોને ગરીબોનો ફાયદો ન ઉઠાવવા યાદ કરાવ્યુ.
મુદ્રાલેખ
પુનર્નિમાણ
રૂપરેખા
1. રાજ્યપાલ તરીકેનું નહેમ્યાનું પ્રથમ સત્ર — 1:1-12:47
2. રાજ્યપાલ તરીકેનું નહેમ્યાનું બીજું સત્ર — 13:1-31
1
યરુશાલેમ માટે નહેમ્યાની વ્યથા
હખાલ્યાના પુત્ર નહેમ્યાનું*બી. સી. 465-425 ના વર્ષોમાં પર્શિયા સામ્રાજ્ય પર પ્રથમ આર્તાહશાસ્તા રાજાના શાસનકાળ દરમિયાન, નહેમ્યા સુસાનના મહેલમાં રહેતો હતો જે એલામ દેશનું રાજધાની હતું. વૃતાંત આ પ્રમાણે છે.
વીસમા વર્ષના કિસ્લેવચિસ્લેવ અથવા “કિસ્લેવ” મહિનાનો સમયગાળો બાબિલના તારીખિયામાં નવમો મહિનો હતો, હિબ્રૂ તારીખિયામાં તે મધ્ય નવેમ્બરથી મધ્ય ડિસેમ્બર સુધીનો સમય છે. માસમાં હું સૂસાના કિલ્લામાં રહેતો હતો ત્યારે એવું બન્યું કે, મારા ભાઈઓમાંનો એક, હનાની, યહૂદિયામાંના કેટલાક માણસો સાથે ત્યાં આવ્યો. મેં તેઓને બંદીવાસમાંથી મુક્ત થયેલાઓમાંના તથા બચેલાઓમાંના યહૂદીઓ તથા યરુશાલેમ વિષે પૂછ્યું.
તેઓએ મને કહ્યું કે, “બંદીવાસમાંથી છૂટીને જેઓ ત્યાં બાકી રહેલા છે તેઓ ખૂબ મુશ્કેલી તથા કરુણ સ્થિતિમાં આવી પડેલા છે. યરુશાલેમનો કોટ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.”
જયારે એ સમાચાર મેં સાંભળ્યાં ત્યારે હું નીચે બેસીને રડ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો અને ઉપવાસ કરીને આકાશના ઈશ્વર સમક્ષ મેં પ્રાર્થના કરી. મેં કહ્યું, “હે યહોવાહ આકાશના ઈશ્વર, મહાન અને ભયાવહ ઈશ્વર, જેઓ તમારા પર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞા પાળે છે તેઓની સાથે કરેલો કરાર તમે દયાથી પાળો છો.
“મારી પ્રાર્થના સાંભળો અને તમારી દ્રષ્ટિ મારા પર રાખો. તમારો આ સેવક જે પ્રાર્થના કરે છે તે સાંભળો; “તમારા સેવકો ઇઝરાયલીઓ માટે રાતદિવસ હું તમને પ્રાર્થના કરું છું. તેઓએ તમારી વિરુદ્ધ જે પાપ કર્યાં છે તે તથા મેં તેમ જ મારા પૂર્વજોએ જે પાપ કર્યા છે તેની હું કબૂલાત કરું છું. અમે તમારી વિરુદ્ધ ઘણું ખરાબ વર્તન કર્યું છે. તમારા સેવક મૂસા મારફતે જે આજ્ઞાઓ, નિયમો તથા વિધિઓ અમને અપાયાં હતાં તે અમે પાળ્યાં નથી.
જે શબ્દો તમે તમારા સેવક મૂસા મારફતે ફરમાવ્યાં હતાં તેને સંભારો, તમે કહ્યું હતું કે, ‘જો તમે અવિશ્વાસુપણે વર્તશો તો હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ, પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો આકાશના છેડા સુધી વેરવિખેર થઈ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.’ ”
10 “તેઓ તમારા સેવકો અને તમારા લોક છે, જેઓને તમે તમારા મહાન સામર્થ્ય વડે અને તમારા બળવાન હાથ વડે મુક્ત કર્યાં છે. 11 હે યહોવાહ, હું વિનંતી કરું છું, તમારા સેવકની પ્રાર્થના અને જેઓ તમારો આદર કરવામાં ભયસહિત આનંદ માને છે, તેવા તમારા સેવકોની પ્રાર્થના પણ સાંભળો. આજે તમે તમારા સેવકને આબાદી બક્ષો. અને આ માણસની તેના પર કૃપાદ્રષ્ટિ થાય એમ તમે કરો.”
મેં રાજાની પાત્રવાહકની જેમ સેવા કરી.

*1:1 બી. સી. 465-425 ના વર્ષોમાં પર્શિયા સામ્રાજ્ય પર પ્રથમ આર્તાહશાસ્તા રાજાના શાસનકાળ દરમિયાન, નહેમ્યા સુસાનના મહેલમાં રહેતો હતો જે એલામ દેશનું રાજધાની હતું.

1:1 ચિસ્લેવ અથવા “કિસ્લેવ” મહિનાનો સમયગાળો બાબિલના તારીખિયામાં નવમો મહિનો હતો, હિબ્રૂ તારીખિયામાં તે મધ્ય નવેમ્બરથી મધ્ય ડિસેમ્બર સુધીનો સમય છે.