82
પર્વનું ગીત
મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું (ગીત).
1 ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે;
તે દેવો*દૂતો અથવા જે ઈશ્વર પાસે ગયેલા લોકો મધ્યે ન્યાય કરે છે.
2 તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો?
અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?
સેલાહ.
3 ગરીબ તથા અનાથનો ન્યાય કરો;
દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો.
4 ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો;
તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.
5 તેઓ જાણતા નથી કે સમજતા નથી;
તેઓ અંધકારમાં ભટકતા ફરે છે;
પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
6 મેં કહ્યું કે, “તમે દેવો છો
અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
7 તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો
અને રાજકુમારની જેમ પડશો.”
8 હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો,
કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.