120
સંકટમાં સહાય
ચઢવાનું ગીત.
મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો
અને તેમણે મને ઉત્તર આપ્યો.
હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે
અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
હે કપટી જીભ, તને તો તે શું કરશે?
અને તારા તે શા હાલ કરશે?
તને યોદ્ધાઓ*મજબૂત માણસ તીક્ષ્ણ બાણોથી વીંધશે,
અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
મને અફસોસ છે કે હું મેશેખમાંકાળો સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર વચ્ચેનું ક્ષેત્ર રહું છું;
અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
જે શાંતિ પર દ્વેષ રાખે છે
તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
હું શાંતિ ચાહું છું,
પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.

*120:4 મજબૂત માણસ

120:5 કાળો સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર વચ્ચેનું ક્ષેત્ર