8
વ્યબિચારીલ માફી
1 એને ઈસુ ચ્ચા શિષ્યહાઆરે જૈતુન ડોગાવોય ગીયો.
2 એને બીજે દિહે હાકાળેહે પાછો દેવાળા બાઆપુર ગીયો, એને બોજ માઅહે ચ્યાપાય યેને તોવે તો બોહી ગીયો એને ચ્યાહાન હિકાડતો લાગ્યો.
3 જોવે તો બોલીજ રિઅલો તોવે મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષીયાહાય યોક થેએ વ્યબિચાર કોઅતી સાપડાઈ ગીઈલી ચ્યેલ ચ્યાપાય લેય યેના, એને ચ્યેલ ચ્યા હોમ્મે ઉબી રાખીન, ઈસુલ આખ્યાં.
4 “ઓ ગુરુ, ઈ થેએ વ્યબિચાર કોઅતીજ સાપડાય ગીયલી હેય.
5 મૂસા નિયમશાસ્ત્ર માય મૂસાય આમહાન ઓહડી આગના દેનલી હેય કા ઓહડી થેએયેહેન દોગડાટીન માઆઇ ટાકાં જોજે, બાકી તું કાય આખતોહો કા આમહાય કાય કોઅરા જોજે?”
6 ચ્યાહાય ઈસુ પરીક્ષા કોઅરાહાટી ચ્યાલ એહેકોય પુછ્યાં, કા ચ્યાવોય દોષ થોવા કાય વાત મીળે, બાકી ઈસુ ડોંગો પોડીન આંગળીયે કોઅઈન દોરતીવોય લોખતો લાગ્યો.
7 જોવે ચ્યા પુછતા રોયા, તોવે ઈસુવે ઉબા રોઇન ચ્યાહાન આખ્યાં, “તુમહેમાય જ્યાંય કોદહી પાપ નાંય કોઅયાહાં તોજ પેલ્લો દોગાડ ઠોકે.”
8 એને પાછો ડોંગો પોડીન દોરતીવોય લોખતો લાગ્યો.
9 બાકી ચ્યા ઈ વોનાઈન ડાયહા સે લેઈને વાહના પોહહા લોગુ યોકા પાઠી યોક આમા પાપી હેય એહેકેન હોમજીન જાતા રિયા, તોવે ઈસુ યોખલો રોય ગીયો, ચ્યે થેએયે આરે જીં આજુબી તાંજ ઉબલી આતી.
10 તોવે ઈસુવે ઉબા રોયન ચ્યેલ આખ્યાં, “ઓ બાઈ, ચ્યા કેછ ગીયા? તુલ કાદે ડોંડ નાંય દેનો?”
11 ચ્યે આખ્યાં, “કાદે નાંય પ્રભુ,” ઈસુવે ચ્યેલ આખ્યાં, “આંયબી તુલ ડોંડ નાંય દાવ, આમી ગોઓ જો, એને આમીને પાપમાય જીવન મા જીવહે.”
ઈસુ દુનિયા ઉજવાડો
12 તોવે ઈસુવે પાછા લોકહાન આખ્યાં, “આંય દુનિયા ઉજવાડો હેતાઉ, જીં માઅહું મા શિષ્ય બોની તો કાદે દિહી આંદારામાય નાંય ચાલી, બાકી ચ્યાલ તો ઉજવાડો મિળી જો અનંતજીવન દેહે.”
13 તોવે પોરૂષીયાહાય ચ્યાલ આખ્યાં, “તું પોતા બારામાય પોતેજ સાક્ષી દેતહો, તો સાક્ષી હાચ્ચી નાંય હેય.”
14 ઈસુવે ચ્ચાહાન જાવાબ દેયન આખ્યાં, “જો આંય પોતે મા બારામાય સાક્ષી દાહાંવ, તેરુંબી મા સાક્ષી હાચ્ચી હેય, કાહાકા આંય જાંઅતાહાંવ, કા આંય કેછને યેતહાવ એને કેછ જાતહાવ? બાકી તુમહાન ખોબાર નાંય હેય, કા આંય કેછને યેનહો એને કેછ જાતહાવ.
15 તુમા માઅહા વિચારાકોય ન્યાય કોઅતાહા, આંય કાદા ન્યાય નાંય કોઉ.
16 એને જોવે આંય ન્યાય કોઉ બી, તે મા ન્યાય હાચ્ચો હેય, કાહાકા આંય યોખલો નાંય હેતાઉ, બાકી આંય પોરમેહેર આબહા આરે હેતાંવ, જ્યેં માન દોવાડયોહો.
17 એને મૂસા નિયમશાસ્ત્રામાય બી લોખલાં હેય કા, બેન જાંઅહા સાક્ષી હાચ્ચી ગોણહાય.
18 યોકતે આંય પોતે મા બારામાય સાક્ષી દેતહાવ, એને બિજો જ્યેં માન દોવાડલો હેય, તો આબો મા બારામાય સાક્ષી દેહે.”
19 ચ્યાહાય ચ્યાલ પુછ્યાં, “તો આબહો કેછ હેય?” ઈસુવે જાવાબ દેનો, “નાંય તુમા માન વોળખે એને નાંય મા આબહાલ, જો તુમા માન વોળખે તોવે મા આબહાલ બી વોળાખતા.”
20 યો વાતો તો દેવાળા બાઆમાય હિકાડે જાં દાનપેટી આતી તાં આખી, એને ચ્યાલ કાદે દોઅયો નાંય, કાહાકા આજુ લોગુ ચ્યા સમય નાંય યેનેલ.
ઈસુ પોતાનાજ બારામાય આખના
21 ઈસુવે ચ્યાહાન પાછા આખ્યાં, “આંય જાય રિઅલો હેતાંવ, એને તુમા માન હોદહા એને તુમા તુમહે પાપહા માફ ઓઅયા વોગાર મોઅઇ જાહા, એને આંય જાં જાય રિઅલો હેતાંવ, તાં તુમા નાંય યી હોકહા.”
22 તોવે યહૂદી આગેવાનહાય આખ્યાં, “કાય તો પોતાલ માઆઇ ટાકી, ચ્યાહાટી તો એહેકેન આખહે, જાં આંય જાય રોયહો, તાં તુમહાન નાંય યેવાય?”
23 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા યા દુનિયામાય પૈદા ઓઅયાહા, બાકી આંય હોરગામાઅને યેનહો, તુમા દુનિયા હેતા, આંય દુનિયા નાંય હેય.
24 યાહાટી માયે તુમહાન આખ્યાં, કા તુમા તુમહે પાપહા માફ ઓઅયા વોગાર મોઅઇ જાહા, કાહાકા જોવે તુમા માયેવોય બોરહો નાંય કોઅહા કા તો આંયજ હેતાઉ, તોવે તુમા તુમહે પાપહા માફ ઓઅયા વોગાર મોઅઇ જાહા.”
25 યહૂદી આગેવાનહાય ઈસુલ પુછ્યાં, “તું કું હેતો?” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવેને માયે હિકાડના સુરુ કોઅયાહાં, તોવેને આંય તુમહાન આખતો યેનહો કા આંય કું હેતાંવ.
26 તુમહે બારામાય માન બોજ કાય આખના એને ન્યાય કોઅના હેય બાકી માન જ્યેં દોવાડયો, તો હાચ્ચો હેય, એને જીં આંય ચ્યાથી વોનાયોહો, તીંજ આંય દુનિયા લોકહાન આખતાહાવ.”
27 ચ્યા નાંય હોમજ્યા કા તો પોરમેહેર આબહા બારામાય આખી રિઅલો આતો.
28 તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા માન માઅહા પોહાલ હુળીખાંબાવોય ચોડવાહા, તોવે તુમા માયેવોય બોરહો કોઅહા કા આંય તોજ હેતાઉ, એને પોતે આંય કાય નાંય કોઉ, બાકી જેહેકેન પોરમેહેર આબહે માન હિકાડલા હેય, તેહેકેન આંય યો વાતો આખતાહાવ.
29 એને મા દોવાડનારો મા આરે હેય, ચ્યે માન યોખલો નાંય છોડયો, કાહાકા આંય કાયામ તીંજ કામ કોઅતાહાંવ, જ્યાથી તો ખુશ ઓઅહે.”
30 બોજ લોકહાય જ્યાહાય ઈસુલ યો વાતો કોઅતા વોનાયા, ચ્યાવોય બોરહો કોઅયો.
હાચ્ચાં તુમહાન છુટકો કોઅરી
31 તોવે ઈસુવે ચ્યા યહૂદીયા જ્યાહાય ઈસુવે બોરહો કોઅયો, આખ્યાં, “જોવે તુમા મા વચનામાય બોની રાહા, તોવે હાચ્ચાં તુમા મા શિષ્ય ગોણાયાહા.
32 એને તુમા હાચ્ચાં જાંઅહા, એને હાચ્ચાં તુમહાન છુટકો કોઅરી.”
33 ચ્યાહાય જાવાબ દેનો, “આમા આબ્રાહામા કુળામાઅને હેજે, એને કાદે દિહી કાદા ચાકાર નાંય બોન્યા, તું કેહેકેન આખતોહો કા તુમહે છુટકો ઓઅઇ જાય?”
34 ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જીં માઅહું પાપ કોઅહે તી પાપા તાબામાંય હેય.
35 એને ચાકાર કાયામ ગોઆમાય નાંય રોય, પોહો કાયામ રોહે.
36 યાહાટી જોવે પોરમેહેરા પોહો તુમહે છુટકો કોઅહે, તો હાચ્ચાં તુમહે છુટકો ઓઅઇ જાય.
37 માન ખોબાર હેય કા તુમા આબ્રાહામા કુળામાઅને હેતા, તેરુંબી તુમા મા હિકાડના નાંય પાળ્યાં, યાહાટી તુમા માન માઆઇ ટાકાં કોઅતાહા.
38 આંય તીંજ તુમહાન આખતાહાવ જીં માયે એઅયા, જોવે આંય પોતાના આબહા આરે આતો. એને તુમા તીંજ કોઅતા રોતહા જીં તુમહાય તુમહે આબહાથી વોનાલા હેય.”
39 ચ્યાહાય ચ્યાલ જાવાબ દેયન આખ્યાં, “આમહે આગલ્યો ડાયો આબ્રાહામ હેય.” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા આબ્રાહામા પીડી રોતા, તોવે તુમા જીં આબ્રાહામ કોઅતો આતો તી કામ કોઅતા.
40 બાકી આમી તુમા માન માઆઇ ટાકાં હોદતા આતા, કાહાકા માયે તુમહાન હાચ્ચાં આખી દેનહા, જીં માયે પોરમેહેરા આબહા પાઅને વોનાયો, એહેકેન તે આબ્રાહામાય નાંય કોઅયા.
41 તુમા તુમહે આબહા હારકે કામ કોઅતાહા.” ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “આમે વ્યબિચારાથી નાંય જન્મો જાયહો, આમે તે યોકુજ આબહો હેય એને તો પોરમેહેર હેય.
42 ઈસુય ચ્યાહાન આખ્યાં, જો પોરમેહેર તુમહે આબહો રોતો, તોવે તુમા માયેવોય પ્રેમ કોઅતા, કાહાકા આંય પોરમેહેરાપાઅને યેનહો, આંય પોતા કોઇન નાંય યેનહો, બાકી પોરમેહેરાય માન દોવાડયોહો.
43 આંય જીં આખતાહાવ તી તુમહાન કાહાનાય હોમાજ પોડે? કાહાકા તુમા મા વચન પાળા નાંય માગેત.
44 તુમા તુમહે આબહો સૈતાનાપાઅને હેતા, એને તુમા તુમહે આબહા ઉસ પુરી કોઅરા માગતાહા, તો તે પેલ્લેથી ખૂની હેય, એને હાચ્ચાયેવોય મજબુત નાંય રોય કાહાકા ચ્યામાય હાચ્ચાં હેયેજ નાંય. જોવે તો ઠોગીન વાત કોઅહે, તોવે તો પોતા મોના વિચાર કોઇન આખહે, કાહાકા તો ઠોગ હેય, એને ઠોગનારાહા આબહો હેય.
45 આંય હાચ્ચાં આખતાહાવ, યાહાટી તુમા માયેવોય બોરહો નાંય કોએત.
46 તુમહેમાઅને કું માન પાપ કોઅના દોષ થોવહે? જોવે આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ તોવે તુમા કાહાનાય બોરહો કોએત?
47 જો કાદો પોરમેહેરાપાઅને હેય, તો પોરમેહેરા વાતો વોનાયેહે, એને તુમા યાહાટી નાંય વોનાયે કાહાકા તુમા પોરમેહેરાપાઅને નાંય હેતા.”
ઈસુ એને આબ્રાહામ
48 યહૂદી આગેવાનહાય ઈ વોનાયને ચ્યાલ જાવાબ દેનો કા, “આમા હાચ્ચાં આખજે કા તું સમરૂની હેતો એને તોમાય બુત હેય.”
49 ઈસુવે જાવાબ દેનો, “માંયેમાય બુત નાંય હેય, બાકી આંય મા આબહા કદર કોઅતાહાંવ, એને તુમા મા કદર નાંય કોએ.
50 આંય મા કદર નાંય હોદુ, બાકી યોક હેય જો હોદહે કા મા કદર કોઅલો જાય, એને ઓ તોજ હેય જો ન્યાય બી કોઅહે.
51 આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો કાદો માઅહું મા વચન પાળી, તોવે તો અનંતકાળ લોગુ નાંય મોઅરી.”
52 ઈ વોનાયને યહૂદી લોકહાય આખ્યાં, “આમી આમહાન ખાત્રી ઓઈ ગિઇ કા તોમાય બુત હેય, આબ્રાહામ મોઓઈ ગીયો, એને ભવિષ્યવક્તા બી મોઓઈ ગીઅલા હેય, એને તું આખતોહો કા જીં માઅહું મા વચન પાળી તી કોઇ દિહી નાંય મોઅરી.
53 આમે આબહો આબ્રાહામ તો મોઅઇ ગીયો, કાય તું ચ્યા કોઅતો મોઠો હેય? એને ભવિષ્યવક્તા બી મોઅઇ ગીયા, તોવે તું પોતાલ કાય હોમાજતોહો?”
54 ઈસુવે જાવાબ દેનો, “જો આંય પોતા કોઇન માન હોદુ તોવે મા મહિમા કાયજ નાંય; બાકી મા મહિમા કોઅનારો મા આબહો હેય, એને તુમા આખતાહા, કા તો આમહે પોરમેહેર હેય,
55 તેરુંબી તુમા ચ્યાલ નાંય જાંએત બાકી ચ્યાલ આંય જાંઅતાહાંવ, એને જો આંય આખું કા ચ્યાલ આંય નાંય જાઅઉ, તોવે આંય તુમહે રોકો ઠોગ બોનહી, આંય ચ્યાલ જાઅતાહુ એને ચ્યા આગના પાળહુ.
56 તુમહે આગલ્યો ડાયો આબ્રાહામ મા યેઅના દિહી એઅરા મિળી યે આશેકોય બોજ મગન આતો, એને મા યેઅના દિહી એઇન તો ખુશ ઓઈ ગીયો.”
57 તોવે યહૂદી આગેવાનહાય ચ્યાલ આખ્યાં, “તું આજુ પોચાહા વોરહા નાંય જાયહો, તો કેહેકેન તુયે આબ્રાહામાલ દેખ્યહો?”
58 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, આબ્રાહામા જન્મો જાયો ચ્યા પેલ્લા આંય હેતાઉ.”
59 તોવે ચ્યાહાય ઈસુલ ઠોકાંહાટી દોગડા ઈશ્યા, બાકી ઈસુ દેવાળામાઅને ઠાવકોજ જાતો રિયો.