25
દોહો કુંવારીહે દાખલો
1 “પાછે ઈસુય ચ્યાજ શિષ્યહાન આખ્યાં, જોવે આંય, માઅહા પોહો પાછો યીહીં, તોવે હોરગા રાજ્ય ચ્યે દોહો કુંવારીયેહે પરમાણે ઓઅરી; જ્યો પોતાના દિવા લેઈને વોવડાલ મિળાં નિંગ્યહો.
2 ચ્યેહેમાય પાચ મૂર્ખ એને પાચ હોમાજદાર આત્યો.
3 મૂર્ખ કુંવારીહેય ચ્યેહે દિવા તે લેદા, બાકી ચ્યેહેય જૈતુના તેલ નાંય લેદા.
4 બાકી જ્યો હોમાજદાર આત્યો ચ્યેહેય દિવા આરે સીચહયેમાય જૈતુના તેલ બી બોઅઇ લેદા.
5 જોવે વોવડાલ યાં વાઆ લાગી ગીયી, તોવે ચ્યે બોદહયેન નિંદ યા લાગી, એને ચ્યો હૂવી ગીયો.”
6 “આરદ્યે રાતી બોંબલા લાગ્યે: એઅયા, વોવડો યેય રિયહો, ચ્યાલ મિળાં ચાલા.”
7 તોવે બોદ્યો કુંવારીયો ઉઠીન ચ્યેહે દિવા હારાં કોઅરા લાગ્યો.
8 એને ચ્યે મૂરખ્યેંહેય હોમાજદારહયેલ આખ્યાં, તુમહે જૈતુના તેલામાંઅને વાયજ આમહાનબી દિયા, કાહાકા આમહે દિવા ઉલાય જાં કોઅતાહા.
9 બાકી હોમાજદારહ્યેય જાવાબ દેનો કા ઈ તેલ આમે એને તુમહેહાટી પુરાં નાંય ઓઅરી, હારાં તે ઈ હેય કા તુમા વેચનારાહાપાંય જાયને પોતાહાટી વેચાતાં લીયા.
10 જોવે ચ્યો વેચાતાં લાં જાત, તોવે વોવડો યેય પોઅચ્યેલ, એને જ્યો તિયારી આત્યો, ચ્યો ચ્યાઆરે વોરાડા ગોઆમાય જાત્યો રિયો એને બાઅણા લાવી લેદા.
11 યા પાછે બીજ્યો કુંવારીયોબી યેયન વોવડાલ આખા લાગ્યો, ઓ માલિક, આમહેહાટી બાઆં ઉગાડી દે.
12 ચ્યાય જાવાબ દેનો, કા આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ, કા આંય તુમહાન નાંય વોળખું.
13 યાહાટી જાગતા રિયા, કાહાકા તુમહાન નાંય ખોબાર મા પાછા યેયના બારામાય, એને ચ્યા સોમાયા બારામાય.
તીન ચાકારાહા દાખલો
(લુક. 19:11-27)
14 “હોરગા રાજ્ય ચ્યા માઅહા હારકા હેય, જ્યાંય પારદેશ જાતી વેળાયે પોતાના ચાકારાહાન હાદિન ચ્યાહાન ચ્યા મિલકાત્યે માઅને કોલહાક પોયહા હોઅપી દેના.
15 ચ્યે યોકાલ પાચ ઓજાર દેના, બિજાલ બેન, એને તીજાલ યોક, એટલે બોદહાન ચ્યાહા લાયકાત પરમાણે દેના, તોવે તો પારદેશ ચાલ્યો ગીયો.
16 તોવે જ્યાલ પાચ તાલાંત મિળ્યાં એટલે યોક તાલાંત પંદર વોરહા મોજરી ઓઅહે, ચ્યાય તારાતુજ જાયને વેપાર કોઅયો એને પાચ બિજા પાછા કામાવ્યા.
17 ચ્યેજ રીતેકોય જ્યાલ બેન તાલાંત મિળ્યાં, ચ્યાય બી પાછા બેન તાલાંત કામાવ્યા.
18 બાકી જ્યાલ યોક તાલાંત મિળ્યો, ચ્યાય જાયને દોરતી ખોદી એને ચ્યા માલિકા દેનલા તાલાંત દોબાડી દેના.”
19 “બોજ દિહયા પાછે ચ્યા ચાકારાહા માલિક યેનો એને ચ્યાહાપાઅને ઇસાબ લેતો લાગ્યો.
20 જ્યાલ પાચ ઓજાર મિળ્યેલ, તો પાચ ઓજાર પાછા લેય યેયન આખા લાગ્યો, ‘ઓ માલિક, તુયે માન પાચ ઓજાર હોપલા, એએ માયે બિજા પાચ ઓજાર કામાવ્યાહા.’
21 ચ્યા માલિકાય ચ્યાલ આખ્યાં, ધન્ય હેય મા લાયક્યે એને ઈમાનદાર ચાકાર, તું વોછામાય ઈમાનદાર રિયો, આંય તુલ બોજ વસ્તુહુ ઓદિકારી બોનાડહી, તો માલિકા આનંદામાય ભાગીદાર બોન.”
22 “એને જ્યાલ બેન ઓજાર મિળ્યેલ, ચ્યાય બી યેયન આખ્યાં, ‘ઓ માલિક, તુયે માન બેન ઓજાર હોપલા, એએ, માયે બેન ઓજાર પાછા કામાવ્યાહા.’
23 ચ્યા માલિકાય ચ્યાલ આખ્યાં, ધન્ય હેય મા લાયક્યે એને ઈમાનદાર ચાકાર, તું વોછામાય ઈમાનદાર રિયો, આંય તુલ બોજ વસ્તુહુ ઓદિકારી બોનાડહી, તો માલિકા આનંદામાય ભાગીદાર બોન.”
24 “તોવે જ્યાલ યોક ઓજાર મિળલા આતા, ચ્યાય યેયન આખ્યાં, ‘ઓ માલિક, આંય તુલ જાંઅતો આતો કા, તું બોજ કોડાક માઅહું હેય: તું ઓહડા માઅહા રોકો હેય જો નાંય બિયારો પોઅય બાકી પાક યોખઠા કોઅના આશા રાખહે.’
25 યાહાટી જોવે આંય તો પોયહા ટાકી દાંઉ તે તું માન સાજા દેહે, એને જાયન તો પોયહા દોરત્યેમાય દાટી દેના, એએ જીં તો હેય, તી ઈ હેય.
26 ચ્યા માલિકાય ચ્યાલ જાવાબ દેનો, ઓ નોકામ્યા એને આળહ્યા ચાકાર, જોવે તું જાંઅતો આતો કા આંય ઓહડા માઅહા રોકો હેય, જો નાંય બિયારો પોઅય બાકી પાક યોખઠા કોઅના આશા રાખહે.
27 તે તુયે જાંઆ જોજતાં કા, મા પોયહા સાવકારાપાય થોવી દેતો, તોવે આંય યેયન મા પોયહા વિયાજ હાતે લી લેતો.
28 તોવે ચ્યા માલિકાય બિજા ચાકારાહાન આખ્યાં, ચ્યા વોઅરે પોયહા લીયા એને જ્યાવોય દસ ઓજાર હેય ચ્યાલ દેય દા.
29 કાહાકા જ્યા પાય હોમાજ હેય, તો વોદારી હોમાજ મેળવી, બાકી જ્યા પાય કાય હોમાજ નાંય મીળે, ચ્યાપાય જીં વોછીબી હોમાજ ઓરી તીં બી ચ્યાપાઅને ખોવાય જાય.”
30 ચ્યા નોકામ્યા ચાકારાલ બારે આંદારામાય ટાકી દા, જાં રોડના એને જાં દાત કોકડાવના ઓરી.
ઈસુવા રાજ્યાસન
31 “જોવે આંય, માઅહા પોહો પાછો યીહીં, તોવે આંય મા મહિમામાય યીહીં એને બોદા હોરગા દૂતહાન મા આરે લેય યીહીં, તોવે આંય બોદા લોકહા ન્યાય કોઅરાહાટી પોતે મહિમામય રાજ્યાસનાવોય બોહહી.
32 એને બોદી જાત્યો મા હામ્મે યોક્ઠી કોઅવામાય યી, એને જેહેકોય યોક ગોવાળ ગેટાહાલ એને બોકડાહાલ આલાગ કોઅઇ દેહે, તેહેકોય આંય ચ્યાહાન યોકબિજાથી આલાગ કોઅઇ દિહી.
33 આંય ગેટાહાલ એટલે જ્યા ન્યાયી લોકહાન ચ્યા જમણી એછે એને બોકડાહાલ એટલે ખારાબ લોકહાન મા ડાબી એછે ઉબે કોઅહી.
34 તોવે, રાજા ચ્યા જમણી વાળાહાલ આખરી, ‘ઓ મા આબહા બોરકાતવાળા લોક, યા, એને મા એને ચ્યા રાજ્યા ઓદિકારી ઓઅઇ જાય, જીં દુનિયા શુરવાતથી તુમહેહાટી તિયારી કોઅલા હેય.
35 કાહાકા આંય બુખો આતો, એને તુમાહાય માન ખાઅના દેના, આંય તરસ્યો આતો તોવે તુમાહાય માન પાઆઈ દેના, આંય પારકો આતો, બાકી તુમાહાય માન તુમહે ગોઆમાય જાગો દેનો.
36 આંય ઉગાડો આતો, એને તુમાહાય માન ડોગલેં પોવાડયે, આંય માંદગી માય આતો, તોવે તુમાહાય મા ચાકરી કોઅયી, આંય જેલેમાય આતો તોવે તુમા માન મિળાં યેના.’ ”
37 “તોવે ન્યાયી માન જાવાબ દેઅરી, ‘ઓ પ્રભુ, આમાહાય તુલ કોવે બુખો દેખ્યો, એને ખાઅના ખાવાડ્યા? કા તરસ્યો આતો તોવે પાઆઈ પાજ્યાં?
38 આમાહાય તુલ કોવે પારકો દેખ્યો એને આમે ગોઅમે રાખ્યો કા ઉગાડો દેખ્યો, એને ડોગલેં પોવાડયે?
39 આમાહાય કોવે તુલ બિમાર કા જેલેમાય દેખ્યો, એને તુલ મિળાં યેના?’
40 તોવે રાજા ચ્યાહાન જાવાબ દી, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા, તુમાહાય મા યા વાહનામાય વાહના શિષ્ય માઅને યોકા આરેબી કોઅયા, તી માંજ આરે કોઅયા?”
41 “તોવે તો ડાબી બાજુ વાળાહાલ આખરી, ઓ હારાપી લોક, મા હામ્મેથી ચ્યે નરકા કોળ્યેમાય જાતે રા, જો સૈતાન એને ચ્યા દૂતહાહાટી પોરમેહેરાય તિયાર કોઅયીહી.
42 કાહાકા આંય બુખો આતો, એને તુયે માન ખાઅના નાંય દેના: આંય તરસ્યો આતો, એને તુયે માન પાઆઈ નાંય પાજ્યાં.
43 આંય પારકો આતો, એને તુમાહાય માન તુમહે ગોઅ નાંય રાખ્યો, આંય ઉગાડો આતો એને તુમાહાય માન ડોગલેં નાંય પોવાડયે, આંય બિમાર એને જેલેમાય આતો, એને તુમાહાય મા હાંબાળ નાંય લેદી.”
44 “તોવે ચ્યા જાવાબ દેઅરી, ‘ઓ પ્રભુ આમાહાય તુલ કોવે બુખો, એને તરસ્યો, કા પારકો, કા ઉગાડો, કા બિમાર, કા જેલેમાય દેખ્યો, એને તો સેવા નાંય કોઅયી?’
45 તોવે આંય જાવાબ દિહી, આંય તુમહાન હાચ્ચાં આખહુ કા તુમાહાય યા વાહનામાય વાહના યોકા બી શિષ્યા આરે નાંય કોઅયા, તી મા આરેબી નાંય કોઅયા.
46 એને જ્યેં ડાબી બાજુ હેતેં ચ્યે સાદામાટે અનંત નાશમાય જાય, બાકી ન્યાયી લોક અનંતજીવનામાય પ્રવેશ કોઅરી.”