19
હોરગામાય પોરમેહેરા સ્તુતિ
1 જોવે ગોતીવાળા હોરગ્યા દૂતા બોલના પારવાયા, ચ્યા પાછે આંય જીં વોનાયો તી એહેકેન આતા જેહેકેન કા હોરગામાય બોજ બોદા લોક ગીતે આખી રીયહા. “હાલ્લેલુયા! તારણ, મહિમા, એને સામર્થ્ય આમહે પોરમેહેરાજ હેય.
2 કાહાકા ચ્યા બોદા નિર્ણય બરાબર એને હાચ્ચાં હેતા, ચ્યાય વેશ્યા ન્યાય કોઅયો કાહાકા ચ્યેય દુનિયા લોકહાન પાપ કોઅરાહાટી ઉસરાવલા હેય, પોરમેહેરાય ચ્યેલ ડૉડ દેનલો હેય, કાહાકા પોરમેહેરા સેવક વેશ્યાથી માઆઇ ટાકલા ગીઅલા આતા.”
3 પાછી બીજેદા ચ્યાહાય આખ્યાં, હાલ્લેલુયા! બાબેલ શેહેરાલ નાશ કોઅનારી આગડામાઅને નિંગનારા દુકળાં કોયદિહી ભોબુકના બંદ નાંય ઓઅરી.
4 એને ચૌવીસ વડીલ એને ચાર પ્રાણી ઉંબડા પોડીન, રાજગાદ્યેવોય બોઠલા પોરમેહેરાલ પાગે પોડ્યા, એને ચ્યાહાય આખ્યાં, “આમેન હાલ્લેલુયા!”
5 એને પાછે માયે કાદાલતેરુ બોલતા વોનાયો, એને એહેકેન લાગ્યા જેહેકેન ઓ આવાજ પોરમેહેરા રાજગાદ્યેવોયને યેનો, ચ્યાય આખ્યાં, “ઓ પોરમેહેરા સેવકાહાય, એને તુમા જ્યેં હાને મોઠે બોદે પોરમેહેરા દાક રાખનારે, પોરમેહેરા સ્તુતિ કોઆ.”
6 પાછો આંય જીં વોનાયો તી બોજ મોઠી ગીરદી બોંબાલના હારકો આવાજ વોનાયો, એને મોઠો દોરિયો ગોંગરેહે એને બોજ ગાજે એને કોકડાય, ઓહડો આવાજ આંય વોનાયો, “હાલ્લેલુયા! પોરમેહેરા સ્તુતિ કોઆ, કાહાકા પ્રભુ આમહે પોરમેહેર, સર્વશક્તિમાન પોરમેહેર રાજ્ય કોઅહોય.”
7 યા, “આપા આનંદિત એને મગન ઓઅજે, એને ચ્યા સ્તુતિ કોઅજે, કાહાકા જીં ગેટા એટલે ઈસુ ખ્રિસ્ત હેય ચ્યા વોરાડ ઓઅનારા હેય, એને ચ્યા વોવડી ટોળો, તી વોવડી ફાડકે પોવીન તિયાર ઓઅય ગીઅલી હેય.
8 આમી ચ્યેલ બોજ ઉજળા, ચમકદાર મહીન મલમલા ફાડકા ફાડકે પોવાહાટી દેનલે ગીઅલે હેય, કાહાકા ચ્યા મહીન મલમલા મતલબ પવિત્ર લોકહા ન્યાયપણા કામ હેય.”
9 તોવે હોરગા દૂતાય માન આખ્યાં, ઈ લોખજે, “ધન્ય હેય ચ્યે, જ્યાહાન ગેટા વોરાડા જેવણામાય આમંત્રણ દેનલા હેય,” ચ્યે પાછી માન આખ્યાં, “યે વચને પોરમેહેરાપાઅને હેય, યે બોદે નોક્કીજ હાચ્ચાં હેય.”
10 જોવે આંય વોનાયો તે આંય ચ્યા હામ્મે ઉંબડો પોડી ગીયો જો મા આરે વાત કોઅય રિઅલો આતો, કાહાકા આંય ચ્યાલ પાગે પોડા જાય રિઅલો આતો, ચ્યેય માન આખ્યાં, “નાંય, મા પાગે મા પોડહે, કાહાકા આંય કેવળ પોરમેહેરા સેવાક હેતાંવ, જેહેકેન તું હેય એને તો બાહા બોઅહી જ્યેં ઈસુકોય પ્રગટ કોઅલી હાચ્ચાં શિક્ષણાવોય બોરહો કોઅતેહે એને માનતેહેં, કેવળ પોરમેહેરુજ હેય જ્યા તુલ ભક્તિ કોઅરા જોજે, કાહાકા ઈ પવિત્ર આત્મા હેય જીં પોરમેહેરા લોકહાન ઈસુકોય આખલા ગીઅલા હાચ્ચાં પ્રચાર કોઅરાહાટી લાયકે બોનાડેહે.”
ઉજળા ગોડાવોય બોઠલા માઅહું
11 પાછે માયે હોરગા ઉગડી ગીઅલા દેખ્યા, એને યોક ઉજળો ગોડો આતો, ચ્યાવોય યોક માઅહું બોઠલા હેય, તો પોરમેહેરા વિશ્વાસયોગ્ય સેવાક એને હાચ્ચો સેવાકબી આખાયેહે, તો ન્યાયપણા તરીકાહા કોય ચ્યા દુશ્માનાહા ન્યાય કોઅહે, એને ચ્યાહા વિરુદ લોડાઈ લોડહે.
12 ચ્યા ડોળા આગડા જાળ હારકા ચોમાકતા આતા, તો બોજ બોદા મુગુટ પોવલો આતો, એને ચ્યાવોય યોક નાંવ લોખલાં આતા, બાકી ચ્યા નાંવા મતલબ કેવળ તોજ જાંઅતો આતો.
13 એને લોય છાંટલા ડોગલાં પોવલા આતો, એને ચ્યા નાંવ હેય, “પોરમેહેરા વચન!”
14 હોરગા સૈનિક ઉજળા ડોગલેં પોવીન એને ઉજળા ગોડહાવોય બોહીન ચ્ચા પાછલા-પાછલા યેતા આતા, જ્યાહામાય બિલકુલ બી ડાગ નાંય આતા.
15 ચ્યા મુયામાઅને યોક ચીંદળી તારવાય નિંગી, તી લેયને તો બોદી જાતી લોકહાન આરવી દી, જો કાદો ચ્યા ઓદિકારાલ નાંય માને ચ્યાલ તો પુરીરીતે ડૉડ દેઅરી, તો સર્વશક્તિમાન પોરમેહેરા ભયંકર પ્રકોપાલ એહેકેજ છોડી દેઅરી, એહેકેન છોડી જેહેકેન રોહા કુંડામાઅને દારાખા રોહો વોવહે.
16 એને ચ્યા ડોગલાવોય એને જમણી જાગાવોય ચ્યા નાંવ લોખલાં હેય, “રાજહા રાજા, એને પ્રભુહૂ પ્રભુ.”
જંગલી જોનાવર એને ચ્યા સૈનિકાહાલ આરવી દેઅના
17 પાછે માયે યોક હોરગા દૂતાલ દિહાવોય ઉબો રિઅલો દેખ્યો, ચ્યાય મોઠેરે બોંબલીન આકાશામાય ઉડનારા બોદા ચીડહાન આખ્યાં, “યા, પોરમેહેરે તુમહેહાટી જેવાણ તિયાર કોઅયાહાં ચ્ચાલ ખાંહાટી બેગે ઓઅઇ જાયા.
18 યા રાજહા, સૈનિકાહા, મુખ્યાહા, ગોતીવાળા સૈનિકાહા, ગોડા એને ચ્યાહાવોય બોઠલાહા મોઅલા શરીરા માહાં ખાં. એટલે જ્યા ગુલામ હેય, એને જ્યા ગુલામ નાંય હેય, હાના એને મોઠહા બેનહયા.”
19 પાછી માયે ચ્યા જંગલી જોનાવરાલ દેખ્યો જો દોરિયામાઅને બાઆ યેનલો આતો, એને દોરત્યેવોઅને રાજહાલ એને ચ્યાહા સૈનિકાહાલ દેખ્યા, ચ્યા ગોડાવોય બોહનારા એને ચ્યા સૈનિકાહા આરે લોડાય લોડાહાટી યોકહાતે યેને.
20 તો પેલ્લો જોનાવર એને જુઠો ભવિષ્યવક્તો દોઆય ગીયો ઓ જુઠો ભવિષ્યવક્તો તોજ હેય જ્યાંય પેલ્લા જોનાવરા એહેરે ચિન્હ દેખાડયા, એને ચ્યા બોદા લોકહાન ભરમાવ્યા, જ્યાહાય પેલ્લા જોનાવરા છાપ પોતાના ટોલપાવોય લાવલી આતી, એને જ્યા ચ્યે મુર્તિપુજા કોઅતે આતેં, યા બેની જીવતા ને જીવતાજ બોળતા આગડામાય ટાકી દેના, જી ગન્ધકથી બોળહે.
21 તોવે ઉજળા ગોડાવોય સવારી કોઅનારે ચ્યા મુંયા માઅને નિંગલી તારવાયેકોય ચ્યા જંગલી જોનાવરા બોદા સૈનિકાહાલ માઆઇ ટાક્યા. એને આકાશામાય ઉડનારે માહાં ખાનારે બોદે ચિડેં ચ્યાહા માહાં ખાય ખાયન દારાય ગીયે.