17
ફકત સારા પ્રૅંણીઓનું બલિદાન
1 “તમાંરા દેવ યહોવાને તમાંરે ખોડખાંપણવાળાં બળદ કે ઘેટું અર્પણ કરવાં નહિ. કારણ કે આવાં બલિદાનો યહોવાને ધૃણાપાત્ર છે.
મૂર્તિપૂજાની સજા
2 “તમાંરા દેવ યહોવાએ આપેલા કોઈ ગામમાં કોઈ સ્ત્રી કે પુરૂષ યહોવાના કરારનો ભંગ કરીને તેની દૃષ્ટિએ પાપ કરે,
3 અને મેં જે વિષે સખત ના જણાવી છે તેવા અન્ય દેવો એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારાઓનું-નક્ષત્રોનું પૂજન કરે છે.
4 અને તમને એ વાતની ખબર પડે તો તમાંરે તેની કાળજીપૂર્વક તપાસ કરવી. અને જો એ વાત સાચી ઠરે અને એવું સાબિત થાય કે, એવી ઘૃણાપાત્ર ઘટના ઇસ્રાએલમાં બનવા પામી છે,
5 તો એવું દુષ્ટકૃત્ય કરનાર સ્ત્રી કે પુરૂષને શહેરના દરવાજા આગળ લાવી, ઇટાળી કરી તેને માંરી નાખવો.
6 પરંતુ એકાદ સાક્ષીના આધારે કોઈ વ્યકિતને માંરી નાખવી નહિ; તે માંટે ઓછામાં ઓછા બે અથવા ત્રણ સાક્ષી હોવા જ જોઈએ.
7 ઇટાળી કરતી વખતે સાક્ષીઓએ પ્રથમ પથ્થર માંરવો અને ત્યારબાદ બીજાઓએ માંરવા; આ રીતે તમાંરે એ અનિષ્ટ દૂર કરવું.
મુશ્કેલ ન્યાય ચૂકાદાઓ
8 “કોઈ વાર કોઈ ખટલાનો ચુકાદો આપવો તમને બહું મુશ્કેલ લાગે-જેમ કે ખૂનનો, મિલકતના હકનો કે માંરામાંરીનો કે તમાંરા શહેરોમાંના કોઇ વિવાદનો જો કોઈ આવો ખટલો તમાંરી સમક્ષ આવે તે બાબત તમાંરે જે જગ્યા તમાંરા દેવ યહોવા પસંદ કરશે ત્યાં લઇ જવી.
9 લેવી કુળસમૂહના યાજકોની કે તે વખતના ન્યાયાધીશની પાસે જઈ તેમને પૂછવું, તેઓ તમને સાચો નિર્ણય કહેશે.
10 ત્યાં યહોવાની પસંદ કરેલી જગ્યા પર તેઓ તેમનો ચુકાદો તમને કહેશે. તમાંરે તે ચુકાદાને સ્વીકારવો અને યથાર્થ તેનું અનુસરણ કરવું, તેઓ તમને જે કઇ કરવા કહે તે કરવા નિશ્ચિત બનો.
11 તેઓ જે ચુકાદો આપે તેને સ્વીકારવો, અને તેમની તમાંમ સૂચનાઓનો અમલ કરવો. તેઓ કહે તેમાં કઇ પણ બદલશો નહિ.
12 “જો કોઈ તે વખતે દેવ યહોવાની સેવા કરનાર યાજકના કે ન્યાયાધીશના ચૂકાદાઓ અસ્વીકાર કરવાની દૃષ્ટતા કરે, તો તેને દેહાતદંડ આપવો. આમ, તમાંરે એ પાપીઓને ઇસ્રાએલમાંથી દૂર કરવા.
13 પછી બીજા બધા લોકોને એની જાણ થશે ત્યારે તેઓ ગભરાઇ જશે અને એવી દુષ્ટતા કદી કરશે નહિ.
રાજાઓનો રાજધર્મ
14 “તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપે છે ત્યાં પહોંચી જાઓ અને તેનો કબજો લઈ ત્યાં વસવાટ કરો, પછી તમને એમ લાગે કે, ‘અમાંરી આસપાસની અન્ય પ્રજાઓની જેમ અમાંરે પણ રાજા હોવો જોઈએ.’
15 તો તમાંરે તમાંરા યહોવા દેવ જે વ્યકિતને પસંદ કરે તેને જ તમાંરે રાજા તરીકે નિયુકત કરવો. પરંતુ તે ઇસ્રાએલી હોવો જોઈએ, વિદેશી નહિ.
16 તે રાજા પાસે મોટી સંખ્યામાં ઘોડાઓ ન હોવા જોઇએ. અને તેણે ઘોડાઓ લાવવા માંટે પોતાના માંણસોને મિસર મોકલવા નહિ. યહોવાએ આદેશ કર્યો છે કે, ‘તમાંરે ફરી કદી મિસર પાછા જવું નહિ.’
17 વળી તેણે વધારે પત્નીઓ પણ કરવી નહિ. નહિ તો તેનું હૃદય યહોવા તરફથી વિમુખ થઈ જવાનો ભય છે. વળી તેણે વધારે સોનું; ચાંદી પણ સંઘરવુ નહિ. તે અતિ શ્રીમંત ન હોવો જોઈએ.
18 “તેના રાજ્યાભિષેક પછી તેણે લેવી યાજકો પાસે રહેલ નિયમની એક નકલ પોતાને માંટે કરાવી લેવી.
19 અને તેણે એ જીવનપર્યત પોતાની પાસે રાખવી અને દરરોજ એનો પાઠ કરવો, જેથી તે પોતાના દેવ યહોવાથી ગભરાઇને ચાલતાં શીખે અને આ નિયમના પ્રત્યેક નિયમોનું પાલન કરે.
20 એમ કરવાથી તે પોતાના દેશબંધુઓને ઉતરતી કોટિના ગણશે નહિ, તથા આ આજ્ઞાઓથી વિમુખ થશે નહિ અને આમ કરવાથી તેઓ લાંબો સમય શાસન કરશે, અને તેના વંશજો ઇસ્રાએલ પર પેઢીઓ સુધી રાજ્ય કરશે.