21
જો કોઈ વ્યકિતની લાશ મળે તો
“વચન અનુસાર તમાંરા દેવ યહોવા તમને જે દેશનો કબજો સોંપી રહ્યા છે ત્યાં કોઈનું ખૂન થયું હોય અને તેની લાશ ખુલ્લા ખેતરમાં મળી આવે અને એનો માંરનાર કોણ છે એની ખબર ના હોય, તો તમાંરા આગેવાનો અને ન્યાયાધીશો તે લાશથી આસપાસના નગરોનું અંતર માંપે અને કયું નજીક છે તે નક્કી કરે. ત્યારબાદ તે નગરના વડીલો એ એવી ગાય લાવવી કે જેણે ખેતરમાં કામ કર્યું નથી અને કદી ઝૂંસરીએ જોડાઇ ના હોય. અને તેઓએ તેને જયાં કદી વાવણી કે ખેડાણ ના થયું હોય તેવી ખીણમાં લઇ જવી, વહેતા જળના વહેળામાં તેને લઈ જાય અને તેની ડોક ત્યાં ભાંગી નાખવી. પછી લેવીવંશી યાજકોએ આગળ આવવું; કારણ, તમાંરા દેવ યહોવાએ તેમને પોતાની સેવા કરવા માંટે તથા યહોવાના નામે આશીર્વાદ આપવા પસંદ કરેલા છે, તથા બધા જ ઝઘડાઓ તથા માંરામાંરીના બનાવોનો તેમની આજ્ઞા પ્રમાંણે ચુકાદો આપવાનો છે. ત્યારબાદ લાશની સૌથી નજીકના ગામના વડીલો તે ગાય પર પોતાના હાથ ધોઈ નાખે,કે જેની ડોક ખીણમાં તેમણે ભાંગી છે. અને પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરે કે, ‘અમાંરે હાથે આ લોહી રેડાયું નહોતું તેમ અમે એના સાક્ષી પણ નહોતા. હે યહોવા, તમે જેમને ગુલામીમાંથી મુકિત અપાવી છે તમાંરા પોતાના ઇસ્રાએલી બંધુઓને માંફ કરો, અને આ નિદોર્ષના ખૂનના દોષમાંથી તેમને મુકત કરો.’ આ રીતે યહોવાએ જે નિયમ ઠરાવ્યો છે તેને અનુસરીને યહોવાની નજરમાં જે ન્યાય છે તે કરશો તો તમે નિદોર્ષના ખૂનના દોષમાંથી મુકત થશો.
યુદ્ધની સ્ત્રી કેદીઓ
10 “જયારે તમે યુદ્ધમાં જાઓ અને તમાંરા યહોવા દેવ તમાંરા દુશ્મનોને તમાંરા કબ્જે કરાવે. 11 તેઓમાંના કેટલાકને તમે કેદ કરી અને એ કેદીઓની કોઈ રૂપાળી સ્ત્રી તમાંરી નજરે પડે અને તમને ગમી જાય અને તમાંરે તેની સાથે પરણવું હોય તો, 12 તમાંરે તેને તમાંરે ઘેર લઈ આવવી, ત્યાં તે પોતાનું માંથું મુંડાવે અને પોતાના નખ લેવડાવે 13 અને બંદીવાન થઈ ત્યારે જે વસ્ત્રો પહેર્યાં હોય તે બદલી નાખે; ત્યારબાદ તે તમાંરા ઘરમાં રહે અને એક માંસ સુધી તેના માંતાપિતા માંટે શોક કરે. પછી તમે તેની સાથે પરણી શકો, તેને પત્ની માંની તેની પાસે જવું. 14 પછી જયારે તે તમને ન ગમે તો તમાંરે તેને મુકત કરી દેવી. પરંતુ તમાંરે તેને વેચવી કે ગુલામ તરીકે રાખવી નહિ, કારણ કે તમે તેની આબરૂ લીધી છે.
વારસા હક્ક
15 “જો કોઈ પુરૂષને બે પત્નીઓ હોય, એક માંનીતી અને બીજી અણમાંનીતી, અને તે બંનેને પુત્ર જન્મે, અને અણમાંનીતી પત્નીનો પુત્ર મોટો હોય, 16 અને પછી જયારે પુત્રો વચ્ચે મિલકત વહેંચવાનો વખત આવે ત્યારે તેણે અણમાંનીતી પત્નીનો પુત્ર જે એનો સાચો મોટો પુત્ર છે તેની અવગણના કરીને માંનીતી પત્નીના પુત્રને મોટો પુત્ર ગણવો નહિ. 17 તેણે અણમાંનીતી સ્ત્રીના પુત્રના મોટા પુત્ર તરીકેના અધિકારો માંન્ય રાખવા તથા પોતાની બધી મિલકતમાંથી તેને બમણો ભાગ આપવો, કારણ, તે તેના પ્રથમ ખોળાનો પુત્ર છે, અને જયેષ્ઠ પુત્ર તરીકેનો અધિકાર તેનો છે.
આજ્ઞાભંગ કરનાર સંતાનો
18 “જો કોઈ વ્યકિતનો પુત્ર જીદ્દી અને બંડખોર હોય, અને માંતાપિતાની અવજ્ઞા કરતો હોય, અને શિક્ષા કરવા છતાં ગણકારતો ના હોય, 19 તો તેનાં માંતાપિતાએ તેને પકડીને ગામના ચોરામાં ગામના વડીલો આગળ રજૂ કરવો. 20 અને તેમને કહેવું કે, ‘અમાંરો પુત્ર અમાંરા કહ્યામાં નથી, જીદ્દી અને બળવાખોર છે, તે લાલચુ અને પિયક્કડ છે, તે કાબૂ બહાર ચાલ્યો ગયો છે.’ 21 પછી તે ગામના બધા લોકોએ તેને ઇટાળી કરીને માંરી નાખવો. અને આ રીતે તમાંરે તમાંરી વચ્ચેથી એ અનિષ્ટ દૂર કરવું. પછી સર્વ ઇસ્રાએલીઓ આ જાણશે અને ગભરાઇને ચાલશે.
અપરાધીને માંરીને ઝાડ પર લટકાવાય છે
22 “જો કોઈ વ્યકિત અપરાધ કરે જે તેના પર મૃત્યુ દંડ લાવે અને તે મરી જાય ત્યારે તમાંરે તેના શરીરને કોઈ વૃક્ષની ડાળીએ લટકાવવું. 23 પરંતુ તેના મૃતદેહને રાત્રિ સમયે લટકતો ન રાખવો, તે જ દિવસે તેને દાટી દેવો, કારણ કે વૃક્ષ પર લટકાવેલા માંણસ દેવથી શ્રાપિત થાય છે, જે ભૂમિ તમાંરા દેવ યહોવા તમને આપી રહ્યા છે તેને તમાંરે અશુદ્વ કરવી નહિ.