25
“જો કોઈ બે માંણસો વચ્ચે ઝઘડો હોય કે તકરાર હોય તો તેઓએ ન્યાય માંટે અદાલતમાં જવું જોઇએ. અને ન્યાયાધીશો કોણ નિદોર્ષ છે અને કોણ ગુનેગાર છે તેનો ફેસલો કરશે. ગુના અનુસાર જો ગુનેગાર ફટકા માંરવા યોગ્ય હોય તો એ નક્કી કરાશે કે તેને કેટલા ફટકા માંરવા. ગુનેગારે પોતાનું મોઢું નીચે તરફ રાખી સુવુ અને તેને ઉચીત માંત્રામાં ફટકા માંરવા. ચાબુકના ચાળીસ ફટકાથી વધારે ફટકાની સજા કરી શકાય નહિ; જો ચાળીસથી વધારે ફટકા માંરવામાં આવે તો તે બતાવે છે કે તમે તેના જીવનનું મહત્વ જેટલું અાંકવું જોઇએ તેટલું આંકતા નથી.
“કોઈ પણ વ્યકિતએ બળદ ડૂંડાં ખૂંદતો હોય ત્યારે તેને મોરી પહેરાવવી નહિ.
દિયરવટુ
“બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષને પરણવું નહિ. તેના પતિના ભાઈએ તેની સાથે લગ્ન કરીને દિયર તરીકેની ફરજ બજાવવી. તેનાથી તે સ્ત્રીને જે પ્રથમ પુત્ર જન્મે તે મરનાર ભાઈનો પુત્ર ગણાય, જેથી તેનું નામ ઇસ્રાએલમાંથી ભૂસાઈ ન જાય. પરંતુ જો તે પોતાના મૃત ભાઈની પત્ની સાથે લગ્ન કરવા ઇચ્છતો ના હોય તો તે સ્ત્રીએ ચોરામાં નગરના આગેવાનો સમક્ષ જઈને કહેવું કે, ‘માંરો દિયર તેના ભાઈના કુળનું નામ ઇસ્રાએલમાં જીવંત રાખવા માંગતો નથી, વળી તે માંરા પ્રત્યેની પતિ તરીકેની જવાબદારી લેવા ઇચ્છતો નથી.’ ત્યારબાદ ગામના આગેવાન વડીલો તેને બોલાવી તેને સમજાવે, અને તેમ છતાં તે હઠ પકડીને જણાવે કે, ‘હું તેને પરણવા માંગતો નથી.’ તો પછી તે વિધવા વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેનાં ચંપલ કાઢી નાખે અને તેના મુખ પર થૂંકે, પછી કહે, ‘જે માંણસ પોતાના ભાઈનો વંશ ચાલુ રાખવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય છે.’ 10 અને ત્યારબાદ હંમેશા તેનું ઘર ઇસ્રાએલમાં આ પ્રમાંણે ઓળખાશે જે વ્યકિતનાં ‘ચંપલ કાઢી નંખાયા હતા તેનું કુટુંબ.’
11 “જો બે વ્યકિતઓ વચ્ચે ઝઘડો થાય અને પોતાના પતિને બચાવવા તેમાંનાં એકની વહુ વચમાં પડે અને બીજા માંણસના વૃષણને પકડીને ખેંચે અને ઇજા પહોંચાડે, 12 તો દયા બતાવ્યા વિના તમાંરે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો.
13 “તમાંરી થેલીમાં ખૂબ હલકાં કે ખૂબ ભારે કાટલાં ન હોવા જોઇએ. 14 વળી તમાંરા ઘરમાં તમાંરે ખૂબ નાનાં અને ખૂબ મોટા માંપ રાખવાં નહિ. 15 તમાંરે સાચા અને પ્રમાંણિત વજન અને માંપનો ઉપયોગ કરવો, જેથી યહોવાએ આપેલી ભૂમિમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો. 16 જે કોઈ વ્યકિત ખોટાં વજન અને ખોટા માંપથી છેતરપિંડી કરે છે, તે તમાંરા યહોવા દેવની નજરમાં ધૃણાજનક છે.
અમાંલેકીઓનો વિનાશ નિશ્ચિત
17 “તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાંલેકી પ્રજાએ તમાંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે યાદ રાખજો. 18 તે લોકો તમાંરી વિરુદ્ધ લડ્યાં અને તમાંરા લોકો જે થાકી ગયા હતા અને નબળા હતા અને જેઓ બધાની પાછળ ધીમે ચાલી રહ્યાં હતાં તેમના પર આક્રમણ કર્યુ, અમાંલેકીઓને દેવનો ડર ન હતો. 19 તેથી તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપી રહ્યા છે તેમાં તે તમાંરી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે ત્યારે તમાંરે અમાંલેકીઓનું નામનિશાન ધરતીના પટ ઉપરથી ભૂંસી નાખવાનું છે, તે બાબત કદી ભૂલશો નહિ.