16
ઇસ્રાએલીઓની ફરિયાદ, તેથી દેવે ખોરાક મોકલ્યો
1 ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજે એલીમથી યાત્રાનો આરંભ કર્યો અને તેઓ એલીમ અને સિનાઈની વચ્ચે આવેલા સીનના રણપ્રદેશમાં આવ્યા. મિસરમાંથી નીકળ્યા પછી બીજા મહિનાનો તે 15 મો દિવસ હતો.
2 તે પછી ઇસ્રાએલના બધા લોકોએ મૂસા અને હારુનની વિરુદ્ધ ફરીથી ફરિયાદ કરવાની શરૂઆત કરી.
3 તે લોકોએ મૂસા અને હારુનને કહ્યું, “કઈ નહિ તો આપણે માંસથી ભરેલા વાસણ પાસે પેટ ભરાય ત્યાં સુધી ખાતા બેઠા હતાં. જો યહોવાએ અમને મિસરમાં માંરી નાખ્યા હોત તો સારું થાત. તમે તો સમગ્ર સમાંજને ભૂખે માંરી નાખવા આ રણમાં લાવ્યા છો.”
4 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, “હું આકાશમાંથી તમાંરા લોકો માંટે અનાજનો વરસાદ વરસાવીશ. અને આ બધા લોકોએ પ્રતિદિન બહાર નીકળીને તે દિવસ પૂરતું અનાજ વીણી લાવવું. જેને કારણે હું તેમની પરીક્ષા કરી શકું કે તેઓ માંરા નિયમ પ્રમાંણે વર્તશે કે નહિ.
5 રોજ લોકો એક દિવસ પૂરતું જ અનાજ ભેગું કરે, પરંતુ છઠ્ઠા દિવસે રોજ કરતાં બમણું ભેગું કરીને રાંધી રાખવું.”
6 એટલા માંટે મૂસા અને હારુને ઇસ્રાએલના લોકોને કહ્યું, “આજે રાત્રે તમે યહોવાની શક્તિ જોશો, અને તમને ખબર પડશે કે મિસર દેશમાંથી તમને લોકોને બચાવીને બહાર લાવનાર તે યહોવા છે.
7 કાલે સવારે તમે લોકો યહોવાનું ગૌરવ જોશો કારણ કે તેમણે તેમની વિરુદ્ધની તમાંરી ફરિયાદ સાંભળી છે, તમે હમેશા અમને ફરિયાદ કરો છો, હવે કદાચ અમને થોડો આરામ મળે.”
8 પછી મૂસાએ તેમને કહ્યું, “યહોવા, સાંજે તમને માંસ ખાવા માંટે આપશે, વળી સવારે ઘરાઈને ખાવા માંટે રોટલી આપશે, કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. પણ હવે કદાચ અમને થોડો આરામ મળે. યાદ રાખજો કે તમાંરી ફરિયાદ અમાંરી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે.”
9 પછી મૂસાએ હારુનને કહ્યું, “તું ઇસ્રાએલના લોકોને સંબોધન કર, તેમને કહે, યહોવાની સમક્ષ સૌ ભેગા થાઓ, કારણ કે તેમણે તમાંરી ફરિયાદો સાંભળી છે.”
10 હારુને ઇસ્રાએલના સમગ્ર લોકસમુદાયને સંબોધન કર્યું; તે બધા એક જ સ્થાન પર ભેગા થયા હતા. તે સભાને કહેતો હતો તે દરમ્યાન તેમણે રણ તરફ જોયું, તો તે લોકોને વાદળમાં યહોવાનાં ગૌરવનાં દર્શન થયાં,
11 યહોવાએ મૂસાને કહ્યું,
12 “મેં ઇસ્રાએલના લોકોની ફરિયાદ સાંભળી છે; એટલા માંટે તેમને કહો કે, ‘સાંજે તમે માંસ ખાશો અને સવારે તમે રોટલી ઘરાઈને ખાશો; અને તમને વિશ્વાસ થશે કે તમાંરા દેવ યહોવા હું છું.’ ”
13 તે રાત્રે એવું બન્યું કે લાવરીઓએ ઊડી આવીને છાવણી ઢાંકી દીધી; અને સવારમાં છાવણીની આસપાસ ઝાકળનું પડ બાઝી ગયું.
14 સૂરજ ઊગતાં ઝાકળ ઊડી ગયું અને હિમના પડ જેવું બારીક નાનો ગોળ પદાર્થ રણની સપાટી પર હતો.
15 ઇસ્રાએલના લોકો આ જોઈ પરસ્પર એક બીજાને પૂછવા લાગ્યા, “આ શું છે?” કારણ કે એમને ખબર ન હતી કે એ શું છે. ત્યારે તેઓને મૂસાએ કહ્યું, “એ તો યહોવાએ તમને ખાવા માંટે આપેલો ખોરાક છે.
16 યહોવાની એવી આજ્ઞા છે કે, ‘તમે પ્રત્યેક જણ પોતાનાથી ખાઈ શકાય તેટલું ભેગું કરી લો, માંથાદીઠ બે પાયા પ્રમાંણે તમાંરા તંબુમાં રહેનારા માંણસોના પ્રમાંણે લઈ લો.’ ”
17 અને ઇસ્રાએલના લોકોએ એ પ્રમાંણે કર્યું, કેટલાકે વધુ તો કેટલાકે ઓછું ભેગું કરી લીધું.
18 અને પછી તેઓએ ઓમેરથી માંપિયાથી માંપ્યું ત્યારે જેણે વધુ લીધું હતું તેનું વધ્યું નહિ કે જેણે ઓછું ભેગું કર્યુ હતું તેનું ઘટયું નહિ. પ્રત્યેક માંણસે પોતાના ખાવા પૂરતું જ એકઠું કર્યુ હતું.
19 પછી મૂસાએ તેમને કહ્યું, “તમાંરામાંથી કોઈએ સવારને માંટે રાખી મૂકવું નહિ.”
20 પરંતુ તેઓએ મૂસાનું કહ્યું માંન્યું નહિ અને તેમાંના કેટલાકે થોડું સવાર માંટે રાખ્યું તો તેમાં કીડા પડયા, અને તે ગંધાઈ ઊઠયું તેથી મૂસા તેમના પર ક્રોધે ભરાયો.
21 રોજ સવારે પ્રત્યેક જણ પોતાનાથી ખવાય તેટલો ખોરાક ભેગો કરતાં, અને સૂર્ય તપતો ત્યારે જે વધતું હોય તે બધું ઓગળી જતું.
22 અને પછી અઠવાડિયાના છઠ્ઠે દિવસે તેઓએ બમણો ખોરાક ભેગો કર્યો. પ્રત્યેક વ્યક્તિ દીઠ 16 કપ. પછી એ સમાંજના બધા આગેવાનોએ આવીને મૂસાને તે વિષે જણાવ્યું.
23 અને તેણે તેઓને કહ્યું, “યહોવાની આજ્ઞા એવી છે કે, આવતી કાલે વિશ્રામવાર છે, યહોવાનો પવિત્ર સાબ્બાથ છે; તેથી તમાંરે જે રાંધવુ હોય તે રાંધી લો, અને જે વધે તે તમાંરા માંટે સવાર સુધી રાખી મૂકો.”
24 આથી મૂસાની આજ્ઞા પ્રમાંણે તેઓએ તેમાંથી સવારને માંટે રાખી મૂકયું, તો તેમાં કીડા પડયા નહિને ગંધાઈ પણ ઊઠ્યું નહિ.
25 અને મૂસાએ કહ્યું, “આજે તો ખાઓ, કારણ કે આજે વિશ્રામવાર છે, યહોવાનો દિવસ છે; આજે તમને ખેતરમાં અનાજ નહિ મળે.
26 સપ્તાહના છ દિવસ તમે એ ભેગું કરો; પણ સાતમો દિવસ સાબ્બાથ છે, તેથી તે દિવસે તમને તે ખાસ ખોરાક જમીન પર થોડો પણ નહિ મળે.”
27 સાતમાં દિવસે કેટલાક લોકો ભેગું કરવા માંટે બહાર ગયા, પણ તેમને કંઈ મળ્યું નહિ.
28 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, “કયાં સુધી તમાંરા લોકોએ માંરી આજ્ઞાઓ અને નિયમોનું પાલન કરવાની ના પાડવી છે?
29 જુઓ, યહોવાએ તમાંરા માંટે વિશ્રામવાર આપ્યો છે, તેથી છઠ્ઠે દિવસે તે તમને બે દિવસ માંટે ચાલે તેટલુ અન્ન આપશે, તેથી સાતમે દિવસે પ્રત્યેક જણે પોતપોતાના ઘરમાં રહેવું અને કોઈએ બહાર નીકળવું નહિ.”
30 તેથી તે લોકોએ વિશ્રામવારે વિશ્રામ કર્યો.
31 ઇસ્રાએલના લોકોએ તે વિશિષ્ટ ભોજનનનું નામ “માંન્ના” રાખ્યું. માંન્ના ધાણાની દાળ જેવું સફેદ હતું. અને તેનો સ્વાદ મધવાળી પાતળી ભાખરી જેવો હતો.
32 ત્યારે મૂસાએ કહ્યું, “યહોવાએ આદેશ આપ્યો છે કે, ‘તમાંરા વંશજોને માંટે તેમાંથી 8 કપ ભરીને માંન્ના રાખી મૂકો; જેથી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને લોકોને જે ભોજન ખવડાવ્યું હતું તે તેઓ જોઈ શકે.’ ”
33 પછી મૂસાએ હારુનને કહ્યું કે, “એક બરણી લઈને તેમાં 8 કપ માંન્ના ભરીને તમાંરા વંશજોના ભવિષ્ય માંટે સાચવી રાખવા તેને યહોવાની આગળ મૂક.”
34 યહોવાએ મૂસાને આજ્ઞા આપ્યા મુજબ હારુને તેને સાચવવા માંટે કરારકોશ સમક્ષ મુકયું.
35 પછી ઇસ્રાએલના લોકોએ 40 વર્ષ પર્યંત વસવાટ કરવા યોગ્ય પ્રદેશમાં તેઓ આવ્યા ત્યાં સુધી-માંન્ના ખાધું. તેઓ કનાન દેશની સરદહમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માંન્ના ખાધું.
36 એક ઓમેર લગભગ આઠ પ્યાલા બરાબર હતું. માંન્ના તોલવા માંટેનું એક માંપ ઓમેર હતું.