28
યાજકોના પોષાક
1 દેવે મૂસાને કહ્યું, “ઇસ્રાએલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલઆઝાર, અને ઈથામાંરને અલગ કરીને માંરી સેવા કરવા માંટે યાજકો તરીકે સમર્પિત કરજે.
2 “તારા ભાઈ હારુનને માંટે પવિત્ર પોષાક તૈયાર કરાવજે, જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય.
3 મેં જે કારીગરોને કુશળતા આપી છે તેઓને સૂચના આપ કે હારુન માંટે પોષાક તૈયાર કરે જેથી યાજક તરીકે તે માંરી સંમુખ સેવા કરે.
4 તેઓએ આ પોષાક બનાવવાનાં છે. ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો ડગલો, પાઘડી તથા કમરબંધ; તેમણે તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માંટે માંરા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે પહેરવાં માંટે પવિત્ર વસ્ત્રો બનાવવાં.
5 એ વસ્ત્રો સોનેરી ઘેરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણમાંથી જ બનાવવાં.
એફોદ અને કમરબંધ
6 “તેઓ એફોદ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનો અને ઝીણા કાંતેલા શણનું બનાવે; સૌથી વધુ નિષ્ણાત કારીગરો તેમાંથી એફોદ તૈયાર કરે.
7 એના બે છેડા જોડવા માંટે એને ખભા પાસે બે સ્કંધપેટી હોય.
8 “કમરબંધ પણ એવી જ બનાવટનો હોય. સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય.
9 “ત્યારે ગોમેદના બે પાષાણે લેવા અને પછી તેના પર ઇસ્રાએલનાં પુત્રોનાં નામ કોતરવાં.
10 પ્રત્યેક પાષાણ પર છ નામ ઉંમરના ઉતરતા ક્રમ પ્રમાંણે આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે.
11 આ મુદ્રા બનાવનાર કારીગર પાસે તારે બે પાષાણ પર ઇસ્રાએલના પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાનાં ચોકઠામાં જડવાં અને ઇસ્રાએલના પુત્રોના સ્માંરક તરીકે ઉરાવરણના ખભાના પટા સાથે જડી દેવા.
12 હારુને આ નામો પોતાના બે ખભા ઉપર ધારણ કરીને યહોવા પાસે જવું જેથી તેને એમનું સ્મરણ થાય.
13 એફોદ પર પત્થરને બેસાડવા માંટે શુધ્ધ સોનાનો ઉપયોગ કરવો. ઉપર તારે સોનાનાં ચોકઠાં લગાડવાં.
14 અને દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની બે સાંકળી બનાવવી અને તે ચોકઠાં સાથે જોડી દેવી.
ન્યાયકરણનું ઉરપત્ર
15 “પછી ખૂબ કાળજીપૂર્વક એફોદ બનાવવામાં ઉપયોગી એવી કારીગરીવાળું ન્યાયકરણનું ઉરપત્ર બનાવવું, એ સોનરી દોરો, ભૂરા, જાંબુડિયા અને લાલ ઊનનું તેમ જ ઝીણા કાંતેલા શણનું હોય.
16 જે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય.
17 વળી તેમાં ચાર હારમાં નંગ જડવા, પહેલી હારમાં માંણેક, પોખરાજ અને લાલ હોય.
18 બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો હોય;
19 ત્રીજી હારમાં શનિ, અકીક, અને યાકૂત હોય,
20 અને ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાંજ જડવાં.
21 પ્રત્યેક પથ્થર પર ઇસ્રાએલના બારમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇસ્રાએલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.
22 “ઉરપત્ર માંટે દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની સાંકળીઓ કરાવવી, તે સાંકળીઓ વડે ઉરપત્રનો ઉપરનો છેડો એફોદ સાથે જોડવાનો છે.
23 વળી બે સોનાની કડી કરાવવી અને તે ઉરપત્રને ઉપરને છેડે જોડી દેવી.
24 અને એ બે કડીઓ સાથે પેલી બે સોનાની સાંકળી જોડી દેવી.
25 સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવા, અને એ રીતે એફોદની ખભાપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.
26 પછી સોનાની બીજી બે કડીઓ બનાવવી અને ઉરપત્રમાં અંદરની બાજુએ નીચેના છેડે લગાવવી.
27 કમરબંધ પર આવતા એફોદના આગળના ભાગના નીચેના છેડા ઉપર સોનાની બીજી બે કડીઓ લગાવવી.
28 ઉરપત્રનો નીચેનો ભાગ ભૂરા રંગની પટ્ટીઓ વડે એફોદના નીચેના છેડા પર આવેલી કડીઓ સાથે જોડવી. આમ કરવાથી ઉરપત્ર એફોદથી છૂટું પડી જશે નહિ.
29 “જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરપત્ર પર ઇસ્રાએલના બાર પુત્રોનાં નામ ધારણ હોવા જોઈએ.
30 અને હંમેશા તેઓ દેવની યાદીમાં રહેશે. ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રમાં મૂકવા. તે હારુન જ્યારે યહોવા સમક્ષ જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે. આ રીતે હારુન હંમેશા ઇસ્રાએલીઓના ન્યાય કરવાનું સાધન પોતાની સાથે રાખશે જ્યારે તે યહોવા સમક્ષ રહેશે ત્યારે.
યાજકોના અન્ય પોશાકો
31 “એફોદનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવવો, ને તેની વચમાં માંથા માંટે એક કાણું રાખવું.
32 એ કાણાની કોર ચામડાના ડગલાનાં ગળાની જેમ ફરતેથી ગૂંથીને ઓટી લેવી, જેથી તે ફાટી જાય નહિ.
33 અને ડગલાની નીચેની કિનારીએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના દાડમનું ભરતકામ કરાવવું. અને બે દાડમોની વચમાં સોનાની ઘૂઘરીઓ મૂકવી.
34 જેથી નીચલી કોર ઉપર ફરતે પહેલાં સોનાની ઘૂઘરી, પછી દાડમ, ફરી ઘૂઘરી, પછી દાડમ એ રીતે હાર થઈ જાય. હારુન જ્યારે યાજક તરીકે સેવા કરે ત્યારે એ પહેરે.
35 જ્યારે તે પવિત્રસ્થાનમાં યહોવાના સાન્નિધ્યમાં જાય અથવા ત્યાંથી બહાર આવે, ત્યારે એ ઘૂઘરીઓનો અવાજ સંભળાશે, જેથી તે મૃત્યુ પામશે નહિ.
36 “પછી શુદ્ધ સોનાનું એક પત્ર બનાવવું અને તેના પર ‘યહોવાને સમર્પિત’ એમ કોતરાવવું.
37 એ પત્ર પાધડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું.
38 હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇસ્રાએલીઓ જે દાન આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માંથે લઈ લે. અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવા એ પવિત્ર દાનથી પ્રસન્ન રહે.
39 “હારુનનો ડગલો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને કમરપટા ઉપર સુંદર જરીકામ કરેલું હોય.
40 હારુનના પ્રત્યેક પુત્રોને માંટે તેને માંન અને આદર આપવા જામો, કમરબંધ અને પાઘડી બનાવવા જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય.
41 હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માંટે અર્પણ કર. તેઓને માંથા ઉપર જૈતતેલનો અભિષેક કરીને યાજકપદ માંટે પવિત્ર કર. તેઓ માંરી યાજકો તરીકે સેવા કરશે.
42 “તેઓને માંટે કમરથી તે સાથળ સુધી પહોંચે એવા જાંધિયા બનાવવા, જેથી તેઓનું નાગાપણુ કોઈની નજરે ન પડે.
43 હારુન અને તેના પુત્રો જ્યારે પણ મુલાકાત મંડપમાં અથવા પવિત્રસ્થાનમાંની વેદી પાસે જાય, ત્યારે તેઓ હંમેશા જાંધિયા પહેરે, જેથી તેઓ દોષમાં ન પડે અને તેઓ મૃત્યુ ન પામે. હારુન અને તેના વંશજો માંટે આ કાયમી કાનૂન સદાને માંટે છે.”