47
ઇસ્રાએલનું ગોશેનમાં વસવું
1 પછી યૂસફે ફારુન પાસે જઇને કહ્યું, “માંરા પિતા, માંરા ભાઈઓ અને તેમનાં બધાં જ કુટુંબો પોતાનાં ઢોરઢાંખર, ઘેટાં-બકરાં તથા ઘરવખરી લઈને કનાનથી આવી ગયા છે; અને હાલમાં તેઓ ગોશેન પ્રાંતમાં છે.”
2 અને તેણે તેના ભાઈઓમાંથી પાંચને લઈ તેમને એણે ફારુન સમક્ષ રજૂ કર્યા.
3 પછી ફારુને તેના ભાઈઓને પ્રશ્ર્ન કર્યો, “તમે શો વ્યવસાય કરો છો?”
એટલે તેમણે કહ્યું, “આપના સેવકો એટલે અમે અને અમાંરા પિતૃઓ ભરવાડ છીએ.
4 કનાન દેશમાં ભયંકર દુકાળ પડયો છે એટલે અમાંરા ઘેટાંબકરાં માંટે ત્યાં બિલકુલ ચારો નથી. જેથી અમાંરે આ દેશમાં રહેવા આવવું પડયું છે; માંટે આપના સેવકોની નમ્ર અરજ છે કે, આપ અમને ગોશેન પ્રાંતમાં વસવાટ કરવા દો.”
5 અને ફારુને યૂસફને કહ્યું, “તારા પિતા અને તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે;
6 મિસર દેશ તો તારી આગળ છે જ; તેથી દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઇઓને રહેવા દે; તેઓ ભલે ગોશેન પ્રાંતમાં વસતા. અને જો એમનામાં કોઈ સમજુ માંણસો તારી નજરમાં હોય તો તેમને માંરાં ઢોર ચરાવવા માંટેના કામનો હવાલો તેમને સોંપી દો.”
7 અને પછી યૂસફે તેના પિતા યાકૂબને લાવીને ફારુન સમક્ષ રજૂ કર્યા, અને યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યા.
8 ફારુને યાકૂબને પૂછયું, “તમાંરી ઉંમર કેટલી?”
9 યાકૂબે કહ્યું, “હું એકસો ત્રીસ વર્ષ જીવ્યો છું. માંરી જીંદગી ટૂંકી અને મુશ્કેલીઓથી ભરપૂર હતી, માંરા પિતા અને માંરા પિતૃઓ માંરા કરતા ઘણા વૃધ્ધ હતા ત્યાં સુધી જીવ્યા.”
10 પછી ફારુનને આશીર્વાદ આપ્યા બાદ યાકૂબ તેમની પાસેથી ચાલ્યો ગયો.
11 પછી યૂસફે મિસર દેશની સૌથી સારી જગ્યામાં, એટલે રામસેસમાં, ફારુનની આજ્ઞા પ્રમાંણે તેના પિતાને તથા તેના ભાઈઓને
12 તથા તેના પિતાના ઘરનાં સર્વને તેમનાં છોકરાં પ્રમાંણે અનાજ પૂરું પાડ્યું.
યૂસફનું ફારુન માંટે જમીન ખરીદવું
13 આખા દેશમાં આકરો દુકાળ હોવાથી કયાંય અનાજ મળતું ન હતું. મિસર તથા કનાન દેશ હેરાન-પરેશાન થઈ ગયા હતા.
14 મિસર અને કનાન દેશમાં જે કાંઈ ધન હતું તે બધું લોકો જે અનાજ ખરીદતા હતા તેના બદલામાં લઈને યૂસફે એકઠું કર્યુ હતું તે બધુ જ ધન તેણે ફારુનના મહેલમાં પહોંચાડી દીધું.
15 પછી મિસર અને કનાન દેશમાં નાણું ખૂટયું. બધા મિસરવાસીઓ યૂસફ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “અમને અનાજ આપો. આપની રૂબરૂમાં અમાંરે શા માંટે મરી જવું? હવે અમાંરી પાસે નાણું તો રહ્યું નથી.”
16 એટલે યૂસફે કહ્યું, “જો નાણું ખૂટી ગયું હોય તો તમાંરાં ઢોર આપો; ઢોરોનાં બદલામાં હું તમને અનાજ આપીશ.”
17 તેથી તેઓ પોતાનાં ઢોર લઈને યૂસફ પાસે આવ્યા; અને યૂસફે ઘોડા, ઘેટાં-બકરાં, ર્ઢાર તથા ગધેડાંના બદલામાં તેમને અનાજ આપ્યું. આમ, તેઓનાં બધાં ઢોરઢાંખરના બદલામાં તે વષેર્ અનાજ પૂરું પાડીને તેઓનું ગુજરાન ચલાવ્યું.
18 તે વર્ષ પૂર્ણ થયા બાદ બીજે વષેર્ તેઓએ આવીને તેને કહ્યું, “માંલિકથી એ વાત છાની રાખી શકાય તેમ નથી કે, નાણું ખૂટી ગયું છે. અને અમાંરાં ઢોર પણ માંલિકના કબજામાં ચાલ્યાં ગયાં છે; હવે તો અમાંરી પાસે માંત્ર અમાંરી જાત તથા જમીન સિવાય કાંઈ જ બાકી રહ્યું નથી;
19 તમાંરી નજર સમક્ષ અમો ચોક્કસ મરી જશું? પણ જો તમે અમને ખાવાનું આપશો તો અમે અમાંરી જમીનો ફારુનને આપી એના ગુલામો બની જશું, માંટે અમને બીજ આપો જેથી અમે મરતા બચી જઈએ અને જીવવા પામીએ, ને જમીન પડતર બની રહે નહિ.”
20 અને યૂસફે મિસરવાસીઓની બધી જ જમીન ફારુન માંટે ખરીદી લીધી કારણ કે દુકાળ એટલો બધો કારમો હતો કે, બધાએ પોતાનાં ખેતરો વેંચી દીધાં.
21 આમ દેશની જમીન ફારુનની માંલિકીમાં આવી ગઈ અને તેણે દેશના એક સીમાંડાથી બીજા છેડા સુધીના લોકોને શહેરોમાં મોકલ્યા અને તેમને ફારુનના ગુલામ બનાવી દીધા.
22 ફકત યાજકોની જમીન તેણે ખરીદી નહિ; કારણ કે તેઓને ફારુન તરફથી નિયત ભથ્થું મળતું તેના આધારે તેઓ જીવતા, જેથી જમીન વેચવી પડી નહિ.
23 પછી યૂસફે લોકોને જણાવ્યું, “જુઓ, આજે મેં ફારુન વતી તમને અને તમાંરી જમીનને વેચાતાં લીધાં છે. લો, આ રહ્યાં બી. તમે જમીનમાં વાવો.
24 અને પાક ઊતરવાનો સમય આવે ત્યારે પાકનો પાંચમો ભાગ તમાંરે ફારુનને આપવો, અને ચાર ભાગ તમાંરી પાસ બિયારણ તરીકે અને તમાંરા, પરિવારના અને સંતાનોનાં માંટે ખોરાક તરીકે વાપરવો.”
25 તેઓ બોલ્યા, “તમે અમાંરા જીવ બચાવ્યા છે; અમાંરા પર અમાંરા માંલિકની કૃપાદૃષ્ટિ થાઓ. અને અમે ફારુનના દાસ થઈશું.”
26 પછી યૂસફે મિસર દેશમાં એવો કાયદો કર્યો કે, તમાંમ જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે. એ કાયદો હજી આજે પણ ચાલે છે; માંત્ર યાજકોની જમીન ફારુનનાં કબજામાં આવી નહિ.
યાકૂબની અંતિમ ઈચ્છા
27 પછી ઇસ્રાએલના પુત્રો મિસર દેશના ગોશેન પ્રાંતમાં આવીને રહ્યાં; અને ત્યાં તેમને માંલમિલકત પ્રાપ્ત થઇ. તેમનો વંશવેલો વધ્યો. અને તેમની સંખ્યા પણ ધણી વધી ગઇ.
28 યાકૂબ મિસર દેશમાં 17 વર્ષ રહ્યો એટલે તેની ઉંમર 147 વર્ષની થઈ.
29 પછી ઇસ્રાએલનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેણે પોતાના પુત્ર યૂસફને બોલાવીને કહ્યું, “માંરા પર તારી કૃપાદૃષ્ટિ હોય તો તારો હાથ માંરી જાંધ નીચે મૂક અને માંરી સાથે ખરા મનથી વર્તવાનું મને વચન આપ.
30 મને મિસરમાં દફનાવીશ નહિ, પણ જયારે હું માંરા પિતૃઓ પાસે ઊંઘી જાઉ, ત્યારે તું મને મિસરમાંથી લઈ જજે અને માંરા બાપદાદાઓના કબરસ્તાનમાં દફનાવજે.”
પછી યૂસફે કહ્યું, “બધું જ હું તમાંરા કહ્યાં પ્રમાંણે કરીશ.”
31 અને યાકૂબે કહ્યું, “માંરી આગળ સમ ખા;” એટલે તેણે તેની આગળ સમ ખાધા. પછી ઇસ્રાએલ ઓશીકા તરફ પથારીમાં ઢળી પડ્યો.