50
યાકૂબનો અંતિમ સંસ્કાર
1 જયારે ઇસ્રાએલનું અવસાન થયું, યૂસફ બહુજ દુ:ખી થયો. તે પિતાની કોટે વળગી પડયો, અને આંસુ સારવા લાગ્યો. અને ચુંબન કરવા લાગ્યો.
2 તેણે પોતાના સેવકોમાંના જે વૈદ્યો હતા, તેઓને પોતાના પિતાના મૃતદેહમાં સુંગંધી દ્રવ્યો ભરવાની આજ્ઞા કરી. એટલે તેઓએ ઇસ્રાએલના મૃતદેહમાં સુગંધીદાર દ્રવ્યો ભર્યા.
3 સુગંધી દ્રવ્યો ભરતાં 40 દિવસ લાગે છે તેથી એમાં ચાળીસ દિવસો લાગ્યા. અને તેમને માંટે મિસરીઓએ 70 દિવસ શોક પાળ્યો.
4 તેના શોકના દિવસો પૂરા થયા પછી યૂસફે ફારુનના ઘરના કુટુંબીજનોને કહ્યું, “હવે જો માંરા પર તમાંરી કૃપાદ્દૃષ્ટિ હોય, તો ફારુનના કાનમાં એમ કહો,
5 માંરા પિતાએ મને સમ ખવડાવીને કહ્યું હતું, ‘માંરો મરણકાળ નજીક છે, મેં માંરે માંટે કનાનમાં જે કબર ખોદાવેલી છે તેમાં મને દફનાવજો. એટલે કૃપા કરીને મને જવા દો અને માંરા પિતાને દફનાવવાની રજા આપો. એ પછી હું પાછો આવીશ.’ ”
6 ફારુને કહ્યું, “સારું, જા, અને તારા પિતાએ સમ ખવડાવ્યા હતા તે પ્રમાંણે જ તેમને દફનાવ.”
7 એટલે યૂસફ તેના પિતાને દફનાવવા ગયો; અને ફારુનના બધા અમલદારો તેના વડીલો, મિસર દેશના બધા આગેવાનો,
8 તેમ જ યૂસફનો આખો પરિવાર, તેના ભાઈઓ અને તેના પિતાનો પરિવાર પણ ગયો, માંત્ર તેમનાં છોકરાં, ઘેટાંબકરાં અને ઢોરો જ ગોશેનમાં રહ્યાં.
9 તેમના ઘણા મોટા સમૂહમાં રથો અને ઘોડેસવારો પણ સાથે હતા.
10 પછી યર્દન નદીને પાર આટાદની ખળી છે ત્યાં તેઓ આવ્યા. તેઓએ મોટા અને ભારે વિલાપ સાથે રૂદન કર્યુ; અને તેમણે તથા યૂસફે પોતાના પિતા માંટે સાત દિવસનો શોક પાળ્યો.
11 અને જ્યારે કનાનીઓએ આટાદના ખળીમાં પળાતો શોક જોયો ત્યારે કહેવા લાગ્યા, “મિસરીઓ ખૂબજ દુ:ખી શોકસભા કરી રહ્યાં છે.” આથી એ જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ પડયું. જે યર્દનને પેલે પાર છે.
12 આમ, યાકૂબના પુત્રોએ, પિતાની આજ્ઞા અનુસાર તેમની વ્યવસ્થા કરી.
13 તેમના પુત્રો તેને કનાન દેશમાં લઇ ગયા. અને માંમરેની પૂર્વમાં આવેલા માંખ્પેલાહના ખેતરમાંથી ઇબ્રાહિમે જે ગુફા હિત્તીઓ પાસે ખરીદીને કબ્રસ્તાન તરીકેનો ઉપયોગ કરવા માંટે કબજો મેળવ્યો હતો, તે જ ગુફામાં તેને દફનાવવાની વિધિ કરી.
14 પોતાના પિતાને દફનાવ્યા પછી યૂસફે પોતાના ભાઈઓ અને જે કોઈ તેની સાથે તેના પિતાને દફનાવવા ગયા હતા તે સર્વને લઈને મિસર પાછા ફરવા માંટે પ્રયાણ કર્યુ.
યૂસફનું પોતાના ભાઈઓને અભયદાન
15 પોતાના પિતાના મૃત્યુ પછી યૂસફના ભાઈઓને થયું કે, કદાચ યૂસફ અમાંરા પર દ્વેષ કરશે, અને આપણે એના ઉપર જે જે અપકાર્ય કર્યા છે તે બધાનો પૂરો બદલો લે તો?
16 એટલે તેઓએ યૂસફને સંદેશો મોકલ્યો કે, “તમાંરા પિતાએ મૃત્યુ પામતાં પહેલાં આજ્ઞા કરી હતી:
17 તમે યૂસફને આ પ્રમાંણે કહેજો, ‘તારા ભાઈઓએ તારી સાથે ભૂંડો વ્યવહાર કરીને અપરાધ કર્યો હતો, હવે તું તેઓના અપરાધના પાપને માંફ કરજે, એટલું હું માંગું છું.’ તેથી અમે તમને અરજ કરીએ છીએ કે, તમાંરા પિતાના દેવના આ સેવકોનો અપરાધ માંફ કરો.”
યૂસફને આ સંદેશો જેવો પહોંચાડવામાં આવ્યો તેવો જ તે રડી પડયો.
18 એટલે તેના ભાઈઓ પોતે તેની આગળ આવ્યા અને ચરણોમાં પડીને કહેવા લાગ્યા, “જુઓ, અમે તમાંરા ગુલામ છીએ.”
19 પણ યૂસફે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, હું કંઇ થોડો જ દેવ છું?
20 તમે માંરી સાથે દુષ્ટતા કરવા ચાહી પણ દેવની યોજના સારું કરવાની હતી, કે, જેથી ઘણા લોકોના જીવન બચી જાય, અને આજે એમજ થયું છે.
21 તેથી હવે જરા પણ ડરવાની જરૂર નથી. હું તમાંરું તથા તમાંરા પરિવારનાં બાળકોનું ભરણપોષણ કરતો રહીશ.” આમ તેણે તેઓને દિલાસો આપીને હૃદયસ્પશીર્ શબ્દોથી શાંત પાડ્યા.
22 યૂસફ તેના પિતાના પરિવાર સાથે મિસરમાં રહ્યો. તે 110 વર્ષ જીવ્યો.
23 અને તેણે એફ્રાઈમની ત્રીજી પેઢીનાં સંતાનો જોયાં, મનાશ્શાના પુત્ર માંખીરનાં દીકરાઓ પણ યૂસફના ખોળામાં ઊછર્યાં.
યૂસફનું મૃત્યુ
24 યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવા પડયો છું; પણ દેવ જરુર તારી સંભાળ લેશે, દોરશે, જેના વિષે તેણે ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબની આગળ શપથ લીધાં હતા, તે દેશમાં તમને તે આ દેશમાંથી લઇ જશે.”
25 પછી યૂસફે ઇસ્રાએલના પુત્રોને સમ ખવડાવીને કહ્યું, “દેવ તમને સહાય કરશે ત્યારે તમે માંરાં હાડકાં અહીંથી લઇ જજો.”
26 આમ યૂસફ 110 વર્ષનો થઈને મૃત્યુ પામ્યો, અને તેના દેહને મિસરમાં સુગંધી દ્રવ્યો ભરીને એક શબ પેટીમાં મૂકવામાં આવ્યો.