14
બંડખોર લોકોની ફરિયાદો
1 એ સાંભળીને સમગ્ર ઇસ્રાએલી સમાંજ મોટે સાદે આખી રાત રુદન કરતો રહ્યો.
2 તેઓ બધા મૂસા અને હારુનની વિરુદ્ધ બડબડાટ કરવા લાગ્યા. “આના કરતાં તો અમે મિસરમાં કે અહીં અરણ્યમાં જ મૃત્યુ પામ્યાં હોત તો વધારે સારું થાત.
3 યહોવા અમને એ દેશમાં શા માંટે લઈ જાય છે? ત્યાં અમે યુદ્ધમાં માંર્યા જઈશું અને અમાંરી સ્ત્રીઓ તથા બાળકોને તેઓ બાનમાં પકડી લેશે. આના કરતાં તો મિસર પાછા જવું સારું!”
4 આમ તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, “ચાલો, આપણે કોઈને આગેવાન તરીકે પસંદ કરીએ અને પાછા મિસર જઈએ.”
5 આ સાંભળીને મૂસા તથા હારુન ઇસ્રાએલીઓના ભેગા મળેલા સમગ્ર સમાંજ સમક્ષ ઊધે મસ્તકે ભૂમિ પર પડયા.
6 અને દેશમાં ફરીને તપાસ કરવા ગયેલામાંના બે જણે, નૂનના પુત્ર યહોશુઆએ તથા યફૂન્નેહના પુત્ર કાલેબે દુઃખના માંર્યા પોતાનાં કપડાં ફાડી નાખ્યાં,
7 અને ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ઉદેશીને કહ્યું, “અમે જે દેશની તપાસ કરવા ગયા હતા તે અદભૂત ખૂબ સારો દેશ છે.
8 જો યહોવા આપણા પર પ્રસન્ન હશે, તો તે આપણને એ દેશમાં લઈ જશે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે તેવી ભૂમિ તે આપણને આપશે.
9 યહોવાની વિરુદ્ધ બંડ ન કરશો, એ લોકોથી ડરશો નહિ, તે બધાને હરાવવા આપણે શક્તિમાંન છીએ. હવે તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી અને યહોવા આપણી સાથે છે, તેથી તેમનાથી જરાય ડરશો નહિ.”
10 તેમ છતાં લોકો યહોશુઆ અને કાલેબને પથ્થરે માંરવાની ધમકી આપતા હતા, પરંતુ તે જ સમયે યહોવાનું ગૌરવ મુલાકાતમંડપ પર બધા ઇસ્રાએલીઓ સમક્ષ પ્રગટ થયું.
11 યહોવાએ મૂસાને કહ્યું, “એ લોકો કયાં સુધી માંરી વિમુખ રહેશે? એમની વચ્ચે મેં આટલા બધા ચમત્કારો કર્યા છતાં પણ તેઓ માંરામાં વિશ્વાસ રાખતા નથી કયાં, સુધી તેઓ માંરા પર વિશ્વાસ રાખવાની ના પાડયા કરશે? હું મરકીનો રોગચાળો ફેલાવીને તેમનો નાશ કરીશ અને તારામાંથી હું એક નવી વધારે મહાન અને બળવાન પ્રજા ઉત્પન્ન કરીશ.”
12-13 પણ મૂસાએ યહોવાને કહ્યું, “પરંતુ મિસરના લોકો જાણે છે કે, તમે તમાંરા બાહુબળથી તેઓને મિસરમાંથી લઈ આવ્યા છો.
14 તેમણે આ દેશની પ્રજાને પણ તે જણાવ્યું છે. એ લોકો જાણે છે કે, યહોવા અમાંરી વચ્ચે વસે છે અને તે અમને મોઢામોઢ દર્શન આપે છે, અમને તેમના વાદળની ઓથે મળે છે, એ લોકો જાણે છે કે, તમે દિવસે વાદળના સ્તંભરૂપે અને રાત્રે અગ્નિના સ્તંભરૂપે અમાંરી આગળ ચાલો છો.
15 હવે, જો તમે તમાંરી પ્રજાનો સંહાર કરશો, તો જે પ્રજાઓએ તમાંરી એ બધી વાતો સાંભળી છે તેઓ કહેશે,
16 ‘યહોવાએ આ લોકોને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તે એમને લઈ જઈ શક્યા નહિ; એટલે તેમણે તે બધાને અરણ્યમાં એકસામટા મોતને ઘાટ ઉતારી દીધા.’
17 “એટલે માંરી તમને વિનંતી છે કે, જેમ તમે કહ્યું હતું તેમ તમાંરું સાર્મથ્ય બતાવો.
18 તમે કહ્યું હતું કે, ‘હું યહોવા એકદમ ગુસ્સે થતો નથી, હું મહાન પ્રેમ અને વિશ્વાસ દર્શાવું છું, અને પાપ તથા અપરાધોની માંફી આપું છું તેમ છતાં પાપીઓના પાપની સજા ત્રીજી અને ચોથી પેઢીનાં બાળકો સુધી કરવાનું હું ચુકતો નથી.’ એ હવે સાચું પુરવાર કરો.
19 અમે મિસરમાંથી બહાર નીકળ્યા ત્યારથી આજપર્યંત દરેક સમયે તમે તેઓને માંફી આપી છે, તેમજ આજે પણ તમાંરી મહાનતા અને તમાંરા અટલ પ્રેમને કારણે તમે આ લોકોનાં પાપોને માંફ કરો એવી હું તમને આગ્રહપૂર્વક વિનંતિ કરું છું.”
20 યહોવાએ કહ્યું, “તમાંરી વિનંતી મુજબ હું તેઓને માંફી આપીશ,
21 માંરા જીવ જેટલી ચોકસાઈથી હું માંરા પોતાના ગૌરવ કે જે આખી પૃથ્વીમાં વ્યાપેલું છે તેનાથી સમ ખાઈને કહું છું કે,
22 જે લોકોએ માંરું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં માંરાં પરાક્રમો જોયાં છતાં દશદશ વખત માંરું પારખું કર્યુ છે અને માંરું કહ્યું માંન્યું નથી,
23 મેં એમના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તેઓમાંનો એક પણ દાખલ થવા પામશો નહિ, માંરી વિરુદ્ધ ફરી જનાર કોઈ પણ તે દેશને જોવા પામશે નહિ.
24 પરંતુ માંરો સેવક કાલેબ અલગ પ્રકૃતિનો માંણસ છે, તે મને સંપૂર્ણપણે વફાદાર રહ્યો છે, તેથી જે દેશમાં એ જઈને આવ્યો છે તે દેશમાં હું એને લઈ જઈશ અને તેના સંતાન એના ધણી થશે.
25 એ દેશના સપાટ ભાગોમાં અત્યારે અમાંલેકીઓ અને કનાનીઓ વસે છે. તેથી કાલે જ તમાંરે આ જગ્યા છોડી દેવાની છે અને રાતા સમુદ્રને રસ્તે પાછા રણમાં જજો.”
યહોવાની લોકોને શિક્ષા
26 ત્યારબાદ યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું,
27 “આ દુષ્ટ લોકો કયાં સુધી માંરી વિરુદ્ધ ફરિયાદો કર્યા કરશે? તેઓએ જે કહ્યું છે તે સર્વ મેં સાંભળ્યું છે.
28 તું એ લોકોને જણાવ કે, ‘આ યહોવાનાં વચન છે: હું માંરા સમ ખાઈને કહું છું કે, તમે માંરા સાંભળતા જે બોલ્યા હતા તે જ પ્રમાંણે હું કરીશ.
29 તમે લોકોએ માંરા વિરુદ્ધ ફરિયાદ કરી છે તેથી તમાંરાં સૌના મૃતદેહ આ અરણ્યમાં રઝળશે.
30 મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં વીસ વર્ષના અને તેની ઉપરના તમાંરામાંના કોઈ પ્રવેશવા પામશે નહિ. ફકત યફૂન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે.
31 તમે એમ પણ કહ્યું હતું કે, દુશ્મનો તમાંરા બાળકો બાનમાં પકડશે પણ હું તે બાળકોને તે ભૂમિમાં પાછા લઈ આવીશ અને તમે અસ્વીકાર કરેલી ભૂમિનો તેઓ આનંદ માંણશે.
32 પણ તમાંરાં મૃતદેહો તો આ અરણ્યમાં રઝળશે.
33 “ ‘અને તમાંરામાંનો છેલ્લો માંણસ અરણ્યમાં મૃત્યુ પામશે નહિ ત્યાં સુધી તમાંરાં બાળકો અરણ્યમાં 40 વર્ષ સુધી ભરવાડ તરીકે રઝળશે; તેઓ દુઃખી થશે કેમકે તમે મને વફાદાર ન હતા.
34 ચાળીસ દિબસ સુધી તમે દેશમાં ફરીને તપાસ કરી હતી; તેમ તમે 40 વર્ષ સુધી અરણ્યમાં એકદિવસને બદલે એક વર્ષ સુધી તમાંરાં પાપોનો બોજ માંથે ઊચકીને ભટકશો ત્યારે તમને સમજાશે કે માંરી નારાજગીનું પરિણામ કેવું આવે છે?’
35 “હું યહોવા આ બોલું છું. માંરો વિરોધ કરવા એકત્ર થયેલા આ દુષ્ટ લોકોના હું ભૂડાં હાલ કરીશ. તેઓ એકે એક આ અરણ્યમાં મૃત્યુ પામશે.”
36 જે દશ માંણસોને મૂસાએ દેશમાં ફરીને તપાસ કરવા મોકલ્યા હતા તેમણે ખોટો હેવાલ આપ્યો, જેને કારણે લોકોએ યહોવા વિરુદ્ધ બંડ કર્યું.
37 તેઓ બધા યહોવા સમક્ષ રોગનો ભોગ બન્યા અને મરી ગયા, કારણ, તેમણે એ દેશને વખોડી કાઢયો હતો.
38 જેઓ દેશમાં તપાસ કરવા ગયા હતા, તે જાસૂસોમાંથી ફકત નૂનનો દીકરો યહોશુઆ અને યફૂન્નેહનો દીકરો કાલેબ જ જીવતા રહ્યા.
લોકોનો કનાન જવાનો પ્રયત્ન
39 જયારે મૂસાએ સમગ્ર ઇસ્રાએલી પ્રજાને યહોવાના વચન કહી સંભળાવ્યાં ત્યારે છાવણીમાં ભારે શોક છવાઈ ગયો અને તેઓ ખૂબ પસ્તાવા લાગ્યા.
40 બીજે દિવસે વહેલી સવારે તેઓ ઊઠયા અને બોલ્યા, “જુઓ, યહોવાએ જે ભૂમિની વાત કરી હતી ત્યાં જવા અમે તૈયાર છીએ, અમે કરેલાં પાપનું અમને ભાન થયું છે. હવે અમે યહોવાએ જે દેશનું વચન આપ્યું હતું ત્યાં જવા તૈયાર છીએ, એમ કહેતાં તેઓ પહાડી પ્રદેશ ઉપર ચઢાઈ કરવા નીકળી પડયા.”
41 પછી મૂસાએ કહ્યું, “હવે તે માંટે ઘણું મોડું થયું કહેવાય. યહોવાએ તમને અરણ્યમાં પાછા જવાની આજ્ઞા કરેલ છે, તમે હવે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન શા માંટે કરો છો? એમાં તમને કોઈ લાભ થશે નહિ.
42 હવે તમે જરાય આગળ વધશો નહિ, નહિ તો તમાંરા દુશ્મનો તમને પરાસ્ત કરશે. કારણ કે યહોવા હવે તમાંરી સાથે નથી.
43 અમાંલેકીઓ અને કનાનીઓ તમાંરો સામનો કરવા ઊભા છે અને તમે તેમના શિકારનો ભોગ બનશો. કારણ તમે યહોવાને અનુસરવાનું ત્યજી દીધું છે, અને તેથી હવે યહોવા તમાંરી સાથે નથી.”
44 કરારકોશ અને મૂસા છાવણીમાંથી બહાર ગયા નથી એ હકીકત જાણવા છતાં તેમણે હઠપૂર્વક પહાડી પ્રદેશ તરફની કૂચ ચાલુ રાખી.
45 પછી પહાડી પ્રદેશમાં વસતા અમાંલેકીઓ અને કનાનીઓ તેમના પર તૂટી પડયા અને તેઓને હરાવ્યા, અને છેક હોર્માંહ સુધી તેઓને માંરી નસાડ્યા.