131
મંદિરે ચઢવા માટેનું ગીત. 
 
1 હે યહોવા હું ગવિર્ષ્ઠ નથી,  
હું કદી અગત્યના માણસ તરીકે વર્તતો નથી.  
હું મારી જાતને કદીય “મહાન વસ્તુઓ”  
સાથે સંડોવતો નથી જે કરવું મારા માટે અતિ ભયપ્રદ હોય.   
2 મેં મારી જાતને શાંત કરી છે.  
મારો આત્મા સ્વસ્થ અને શાંત છે.  
મારો આત્મા માતાના બાહુમાં ધાવણથી તૃપ્ત થયેલ બાળક જેવો છે.   
   
 
3 હે ઇસ્રાએલ, યહોવા પર હંમેશા  
અને સદાય ભરોસો રાખ.