7
વોરાડા બારામાય સવાલ
1 આમી ચ્યા સવાલાહા બારામાય લોખતાહાવ જીં તુમહાય માન ચિઠ્ઠી લોખીન પૂછલા, કાહાકા ઓ સવાલ માટડા એને થેએયો બેનહયા હાટી હારો હેય, આપહેહાટી કાય વોરાડ નાંય કોએ ઈ આમહેહાટી હારાં હેય? 2 બાકી મા સલાહા ઈ હેય કા વ્યબિચાર નાંય ઓએ યાહાટી હર યોક માટડાય એને થેએયેય વોરાડ કોઅરા જોજે, એને પોતપોતાના થેએયે આરે બોરહો કોઅનાકોય રોય.
3 માટડો પોતાના થેઅયે પ્રતિ ચ્યા જવાબદારી પુરી કોએ, એને તેહેકોયનુજ થેઅયે બી માટડા પ્રતિ ચ્યે જવાબદારી પુરી કોએ. 4 થેઅયેલ પોતાના શરીરાવોય ઓદિકાર નાંય હેય, બાકી ચ્યે માટડાલ ઓદિકાર હેય, તેહેકોયજ માટડાલબી પોતાના શરીરાવોય ઓદિકાર નાંય હેય, બાકી ચ્યા થેઅયેલ હેય.
5 થેએય-માટડો શારીરિક સબંધાલ યોકા બીજાથી જુદે નાંય કોઅના, બાકી યોકબીજા રાજીખુશીકોય કોલહાક સોમાયા લોગુ આલાગ રા કા પ્રાર્થના કોઅરાહાટીબી સમય વિતાવી હોકે, એને પાછા થેએ-માટડો હારકા તુમા આરે રા, એહેકેન નાંય બોને કા તુમા પોતાના શારીરિક ઇચ્છાલ તાબામાંય નાંય કોઅના લીદે, સૈતાન અનૈતિક જીવન જીવાહાટી તુમહે પરીક્ષા કોએ.
6 બાકી આંય જીં આખતાહાવ તી કેવળ સલાહ હેય આગના નાંય હેય. 7 મા ઇચ્છા ઈ હેય, કા જેહેકેન આંય વોરાડ કોઅયા વોગર હેય, તેહેકેન બોદેજ રોય, બાકી દરેકાલ પોરમેહેરાપાઅને ખાસ વરદાન મિળલા હેય, પોરમેહેર કોલહાક લોકહાન વોરાડ કોઅના વરદાન દેહે એને બિજા લોકહાન વોરાડ વોગર રોઅના વરદાન મિળહે.
વોરાડ નાંય કોઅલાહાન સલાહ
8 બાકી આમી વોરાડ નાંય કોઅલાહાન એને વિધવાહાન મા સલાહ હેય, મા હારકા વોરાડ કોઅયા વોગર રોઅના બોજ હારાં હેય. 9 બાકી જો ચ્ચે પોતાના શારીરિક ઇચ્છાલ તાબામાંય નાંય રાખેત, તોવે ચ્યાહાય વોરાડ કોઅના હારાં હેય, કાહાકા શારીરિક ઇચ્છાયેહેમાય રોઅના કોઅતા વોરાડ કોઅના બોજ હારાં હેય.
વોરાડ કોઅલાહાન સલાહ
10 જ્યાહા વોરાડ ઓઈ ગીઅલા હેય, ચ્યાહાન આંય નાંય, બાકી પ્રભુ આગના દેહે, કા થેએ માટડાઇહીને છુટો છેડો નાંય કોએ. 11 જો છુટો છેડો ઓઇબી જાય, તે બિજા વોરાડ કોઅયા વોગાર રોય, નાંય તે પોતાના માટડાઆરે પાછા મિળી જાય એને માટડો બી પોતાના થેઅયેલ છુટો છેડો નાંય કોએ.
12 આમી બિજા વિસ્વાસ્યાહાન જ્યાહાય અવિસ્વાસી લોકહાઆરે વોરાડ કોઅલા હેય, ચ્ચાહાન પ્રભુ નાંય, બાકી આંયજ આખતાહાવ, જો કાદા વિસ્વાસી માટડા થેએ બોરહો નાંય કોઅતી ઓરી એને તી થેએ ચ્યા માટડાઆરે કાયામ જીવાહાટી રાજી હેય, તે તો માટડો ચ્યે થેઅયેઆરે છુટો છેડો નાંય કોએ. 13 એને જ્યેં વિસ્વાસી થેઅયે માટડો બોરહો નાંય રાખતો ઓરી એને ચ્યે થેએયે આરે કાયામ આરે જીવાહાટી રાજી હેય, તે તી થેએ ચ્યા માટડાઆરે છુટો છેડો નાંય કોએ. 14 અવિસ્વાસી માટડાલ વિસ્વાસી થેએયે આરે સબંધ રાખના લીદે, પોરમેહેર ચ્ચાલબી ગ્રહણ કોઅહે. ચ્ચે રીતે અવિસ્વાસી થેએયેલ વિસ્વાસી માટડાઆરે સબંધ રાખના લીદે પોરમેહેર ચ્ચાલ ગ્રહણ કોઅહે. બાકી ઈ હાચ્ચાં નાંય ઓઅતા તે તુમહે અવિસ્વાસી માટડો કા થેએયેલ પોરમેહેર ગ્રહણ કોઅતો, તે તુમહે પોહેં બી અશુદ્ધ રોતે એને પોરમેહેરા નાંય આખાતે, બાકી તુમહે પોહેં તે પોરમેહેરા હેય.
15 જો તુમહે માટડો કા તુમહે થેએ અવિસ્વાસી હેય, એને તો છુટો છેડો કોઅરા માગતો ઓરી, તે ચ્યાલ છુટો છેડો કોઅય દેય, જોવે એહેકોય ઓઅહે તે વિસ્વાસી પોઅણાલે રોઅનામાઅને છુટે હેય, બાકી જો ઓઅય હોકે, તે અવિસ્વાસી થેએ કા માટડાઆરે પોઅણાલે રોય, કાહાકા પોરમેહેરાય આપહાન યોક બિજા આરે શાંતીકોય જીવન જીવાહાટી હાદલા હેય. 16 કાહાકા ઓ વિસ્વાસી થેએયેહેય, તુમહાન યાદ રા જોજે, કા તુમહે લીદે તુમહે માટડા બી તારણ ઓઅય હોકહે, એને ઓ વિસ્વાસી માટડાહાંય, તુમહાન યાદ રા જોજે, કા તુમહે લીદે તુમહે થેએયે બી તારણ ઓઅય હોકહે.
પોરમેહેરા નિવાડના નુસાર જીવન જીવા
17 પોરમેહેરાય જ્યાલ જ્યેં સ્થિતિમાય થોવહયા, એને જ્યેં સ્થિતિમાય નિવડયાહા ચ્યેજ સ્થિતિમાય જીવન જીવા જોજે. બોદી મંડળ્યેહેલ મા ઈંજ આખના હેય. 18 જેહેકેન દાખલા હારકા જો યોક યહૂદી માઅહું પ્રભુ ઈસુવોય બોરહો કોઅહે, તે ચ્યાલ યહૂદી ઓઅનાથી ત્યાગી દેઅના ગોરાજ નાંય હેય, એહેકેનુજ જો ગેર યહૂદી માઅહું પ્રભુ ઈસુવોય બોરહો કોઅહે, તે ચ્યા યહૂદી બોનાહાટી સુન્નત કોઅના ગોરાજ નાંય હેય. 19 કાદા સુન્નત ઓઅલા હેય કા નાંય યાકોય કાય ફેર નાંય પોડે, બાકી પોરમેહેરા આગના પાળના બોજ જરુરી હેય.
20 પોરમેહેરાય જ્યાલ જ્યેં સ્થિતિમાય નિવડયા એને ચ્યા લોક ઓઅરાહાટી હાદલા હેય ચ્યાલ ચ્યેજ સ્થિતિમાય જીવન જીવા જોજે. 21 જો તુલ દાસ રીતે હાદ્યા તે ચિંતા મા કોઅહે બાકી તું સ્વતંત્ર ઓઈ હોકે, તે એહકોયજ કામ કોઓ. 22 કાહાકા જીં કાદાં ગુલામા રુપામાય પોરમેહેરાય નિવડયાહા એને હાદ્યાહા, તે તો યોક સ્વતંત્ર માઅહા હારકો હેય કાહાકા પ્રભુ ઈસુય ચ્યાલ ચ્યા પાપહા માઅને સુટકો કોઅલા હેય, એને તેહેકેનુજ જો સ્વતંત્ર રુપામાય હાદલો ગીઅલો હેય, ચ્યે આમી ખ્રિસ્તા ગુલામ બોની ગીઅલે હેય. 23 તુમહાન પોરમેહેરાય કિંમાત ચુકાડીન વેચાતાં લેદલા હેય, તે માઅહા ગુલામ નાંય બોનના, બાકી પોરમેહેરા ગુલામ બોના. 24 ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય જ્યાલ જ્યેં દશામાય હાદલા ગીઅલા હેય, ચ્યાલ ચ્યેજ સ્થિતિમાય જીવન જીવા જોજે.
વોરાડા વોગાર એને વિધવાયો
25 કુંવારીયે બારામાય પ્રભુય માન કાય આગના નાંય દેનહી, બાકી આંય પોરમેહેરા દયા લીદે પોરમેહેરા વિશ્વાસયોગ્ય લોકહામાઅને યોક હેતાંવ, યાહાટી આંય સલાહા દેતહાવ. 26 મા હોમાજમાય ઈ હારાં હેય, કા યા દિહહયામાય વિસ્વાસી લોકહાહાટી કોઠીણ ઓઅય રીઅલા હેય, યાહાટી આંય વોરાડ નાંય કોઅલા લોકહાન સલાહા દેતહાવ ચ્યે વોરાડ કોઅયા વોગર રોય.
27 જો તો થેએ હેય, તે ચ્ચે થી આલાગ ઓરાહાટી કોશિશ મા કોઅહે, એને થેએ નાંય ઓરીતે થેએ હોદહે મા. 28 બાકી જો તો વોરાડ બી ઓઅય જાય, તે પાપ નાંય હેય, એને જો કુંવારી પોઅણાય બી જાય તે ચ્યામાય કાયજ પાપ નાંય, બાકી વોરાડ ઓઅલા લોકહામાય ચ્યાહા જીવનામાય કોઠીણ અનુભવ ઓઅરી મા ઇચ્છા હેય કા તુમા યે રીતે સમસ્યામાઅને સુટે રોય.
29 ઓ વિસ્વાસી બાહાહાય, આંય ઈ આખતાહાવ, કા ખ્રિસ્તા પાછો યેઅના માય આમી વોદારી સમય નાંય રિઅલો હેય, યાહાટી તુમહે વોરાડ ઓઅઇ ગીયાહા કા નાંય, યા બારામાય વોદારી ચિંતા નાંય કોઅના, બાકી પ્રભુ સેવા કોઅરાહાટી વિચાર કોઅતે રા. 30 એને રોડનારા ઓહડા રોય, જાણે રોડેજ નાંય, એને આનંદ કોઅનારા એહેકોય રોય, જાણે આનંદ નાંય કોઅતા ઓરી એને વેચાતાં લેનારા એહેકોયન રોય કા જાણે ચ્યાહાપાય કાયજ નાંય હેય 31 એને યા દુનિયામાય જીં કાય આમહાપાય હેય, આમહાન ચ્યાલ બોજ કિમતી નાંય હોમજાં જોજે, કાહાકા જીં કાય યા દુનિયામાય હેય, તી બોદા નાશ ઓઅય જાઅરી.
32 મા ઇચ્છા હેય કા તુમહાન દિનેરોજ્યા જીવના વાતહેબારામાય ચિંતા નાંય કોઅરા જોજે, જ્યાહા વોરાડ નાંય ઓઅલા હેય ચ્ચા પોરમેહેરા સેવા કેહેકેન કોઅના હેય ચ્ચા બારામાય ચિંતા કોઅહે, કા પોરમેહેરાલ કેહેકેન ખુશ કોએ. 33 બાકી વોરાડ કોઅલા માઅહું દુનિયામાય દિનેરોજ્યા જીવના બારામાય ચિંતા કોઅહે, કા આંય મા થેઅયેલ કેહેકેન ખુશ રાખું. 34 વોરાડ કોઅલા એને વોરાડ નાંય કોઅલામાંય બી મર્મ હેય, વોરાડ નાંય જાયહાં તીં તે પ્રભુ કેહેકેન સેવા કોઅના બારામાય વિચાર કોઅહે, એને ચ્યા શરીરાકોય એને આત્માકોય પ્રભુલ ખુશ કોઅરાહાટી કોશિશ કોઅહે, બાકી વોરાડ ઓઅલી થેએ દુનિયામાય દિનેરોજ્યા જીવના બારામાય ચિંતા કોઅહે કા પોતાના માટડાલ કેહેકેન ખુશ રાખું.
35 આંય ઈ વાત તુમેજ ફાયદાહાટી આખતાહાવ, નાંય કા તુમહાન ફસાવાહાટી, બાકી યાહાટી કા જેહેકેન બોજ હારાં હેય, જેથી તુમા યોક વિચાર કોઇન પ્રભુ સેવા કોઅનામાય લાગલા રોય.
36 જો તુમહે વોચમાય કાદા આયહો-આબહો પોતાના પોહયે વોરાડ નાંય કોઅય દેય, એને આમી ચ્યાલ વિચાર યેહે કા આંય ઈ બરાબર નાંય કોઅય રિઅલો હેય, એને મા પોહી વોરાડ કોઅરાહાટી જલદીજ ડાયી ઓઅય રિઅલી હેય, એને વોરાડ કોઅના ગોરાજ બી હેય, તે ચ્યાય પોતે પોહયે વોરાડ કોઅય દાં જોજે, કાહાકા ચ્યામાય કાયજ પાપ નાંય હેય. 37 બાકી જો પોહયે આયહે આબહાલ એહેકેન વાટહે કા આમહે પોહી શારીરિક ઇચ્છાયેહેલ કાબુમાય કોઇ હોકહે, એને ચ્ચે વોરાડ કોઅના જરુરી નાંય હેય, તે ચ્ચે વોરાડ નાંય કોઅના બી હારાં હેય, તે ચ્યાલ તેહેકેન કોઅના ઓદિકાર હેય, તે તો વોરાડ નાંય કોઇ દેઅના ફેસલાથી પોરમેહેરા નોજરેમાય હારાં કામ કોઅહે. 38 યાહાટી જો ચ્યે કુવાર્યે વોરાડ કોઇ દેહે, તો તી હારાં કોઅહે, એને જો વોરાડ નાંય કોઇ દેય, તો યા કોઅતાબી હારાં કોઅહે.
39 જાવ લોગુ થેએયે માટડો જીવતો રોહે, તાંઉલોગુ તી ચ્યા આરેજ રા જોજે, બાકી જો ચ્યે માટડો મોઅઇ જાહે તોવે તી કાદા આરેબી વોરાડ કોઇ હોકહે, બાકી કેવળ પ્રભુ ઈસુવોય બોરહો કોઅનારા માટડાઆરે વોરાડ કોઅય હોકહે. 40 બાકી જો તી બીજાદા વોરાડ નાંય કોઅરા માગે, તે મા વિચારાકોય તી બોજ હારાં હેય, એને આંય હોમાજતાહાવ, કા પોરમેહેરા આત્મા માન માર્ગદર્શન કોઅય રીઅલા હેય.