12
પવિત્ર આત્મા વરદાન
ઓ વિસ્વાસી બાહાહાય, તુમહાય માન પવિત્ર આત્મા વરદાના બારામાય સવાલ પુછ્યેલ, મા ઇચ્છા હેય કા તુમા ચ્યા બારામાય હારેકોય હોમજી લા. તુમા જાંઅતેહે, કા જોવે તુમા અવિસ્વાસી આતા, મુર્તિહી પાછલા જેહેકોય કોઆડતે આતેં તેહેકોયનુજ કોઅતે આતેં. યાહાટી મા ઇચ્છા હેય તુમા હોમજાં, કા જીં કાદાં પોરમેહેરા આત્મા અગુવાઈકોય વાત કોઅહે, તો એહેકેન નાંય આખે કા ઈસુ સ્રાપિત હેય, નાંય કાદાં પવિત્ર આત્મા વોગર એહેકેન આખી હોકહે કા, “ઈસુ પ્રભુ હેય.”
જુદા-જુદા પ્રકારા વરદાને હેય, બાકી પવિત્ર આત્મા યોકુજ હેય. એને તેહેકેનુજ સેવા બી જુદા-જુદા પ્રકારા હેય, બાકી વિસ્વાસી લોક યોકુજ પ્રભુ સેવા કોઅતેહે. પોરમેહેરા આપહે જીવનામાય કામ કોઅના જુદા-જુદા તરીકા હેય, બાકી પોરમેહેર યોકુજ હેય, જો બોદહાન ચ્યાહાટી કામ કોઅના શક્તિ દેહે.
પોરમેહેર દરેક માઅહાલ પવિત્ર આત્મા ઉપસ્થિતિ સાબિતી દેહે કા બોદા વિસ્વાસી લોકહા મોદાત કોઅરાહાટી. પવિત્ર આત્મા યોક માઅહાલ સંદેશ આખાહાટી વરદાન દેહે જીં બુદ્ધિકોય બાઆલા હેય, એને તીંજ પવિત્ર આત્મા બિજા માઅહાન સંદેશ આખાહાટી વરદાન દેહે જીં જ્ઞાનાકોય બાઆલા હેય.
પવિત્ર આત્મા યોક માઅહાલ ખ્રિસ્તાવોય બોજ બોરહો કોઅના વરદાન દેહે, એને બિજા માઅહાલ બિમારી લોકહાન હારાં કોઅના વરદાન દેહે. 10 પવિત્ર આત્મા યોક માઅહાલ ચમત્કાર કોઅના વરદાન દેહે, એને બિજા માઅહાલ ભવિષ્યવાણી આખના વરદાન દેહે, એને કાદાલ આત્માહાન પારાખનાં વરદાન દેહે, એને યોકાલ જુદી-જુદી ભાષામાય વાત કોઅના વરદાન દેહે, એને બિજાલ ભાષાહા મતલબ આખના વરદાન દેહે. 11 યે બોદે વરદાને પવિત્ર આત્મા દેહે, જેહેકેન પવિત્ર આત્મા ઇચ્છા હેય, તી બોદા વિસ્વાસી લોકહાન આલાગ-આલાગ વરદાન દેહે.
શરીર યોક : અવયવ વોદારી
12 જેહેકોય આપહે શરીર યોક હેય એને ચ્યામાય બોજ જુદા-જુદા અવયવ હેય, એને શરીરા અવયવ બોજ હેય તેરુંબી શરીર યોકુજ હેય, તેહેકોયજ ખ્રિસ્ત યોક શરીર હેય, એને ચ્યાવોય બોરહો કોઅનારે આમા બોદે ચ્ચા આલાગ-આલાગ અવયવ હેય. 13 કાહાકા આપાબી કું યહૂદી, કું ગેર યહૂદી, કું ગુલામ, કું સુટા આપા બોદે યોકુજ આત્માકોય બાપતિસ્મા લેઈને યોકુજ શરીર બોની ગીયે, આપા બોદહાય યોકુજ આત્મા પામલા હેય.
14 શરીરામાય બી યોક અવયવ નાંય, બાકી બોજ અવયવ હેય. 15 જો પાગ એહેકેન આખે, કા આંય આથ નાંય હેતાઉ, યાહાટી આંય શરીરા અવયવ નાંય હેય, તે કાય ચ્યા આખના લીદે આથ શરીરા અવયવ નાંય હેય? 16 જો કાન આખે, “આંય ડોળો નાંય હેતાઉ,” યાહાટી આંય શરીરા અવયવ નાંય હેય, તે ચ્યા એહેકેન આખનાથી શરીરા અવયવ નાંય હેય? 17 જો બોદા શરીર ડોળો રોતાં તે કેહેકેન વોનાય હોકતે? એને જો બોદા શરીર કાનુજ રોતા તે કેહેકેન હુંગતા?
18 બાકી હાચ્ચાંજ પોરમેહેરાય આપહે શરીરા અવયવાહાલ ચ્યા ઇચ્છાકોય બરાબર જગ્યે બોનાવલા હેય. 19 જો યોકુજ અવયવ રોતા, તે શરીર નાંય રોતાં. 20 યાહાટી, ભલે શરીરા બોજ અવયવ હેય, તેરુંબી યોકુજ શરીર હેય.
21 ડોળો આથાલ એહેકેન નાંય આખી હોકે, “માન આથા કાય ગોરાજ નાંય હેય,” એને નાંય ટોલપી પાગાહાન એહેકેન આખી હોકે, “માન પાગા કાય ગોરાજ નાંય હેય.” 22 બાકી શરીરા ચ્યા અવયવ જ્યેં બિજા અવયવાહા કોઅતે નોબળે દેખાતેહે, બાકી ચ્યા અવયવ બી બોજ જરુરી હેય. 23-24 શરીરા જ્યા અવયવાહાલ વોછા આદરા હોમાજતેહે, ચ્યાહાન વોદારે ઘ્યાન દેયને ફાડકે પોવતેહે, યાહાટી આમા ધ્યાન દેયને ચ્યા ભાગા દેખભાલ કોઅજે જ્યેં નાંય દેખાયાં જોજે, જ્યેં વોદારી આદરા અવયવાલ ખાસ દેખભાલ કોઅના ગોરાજ નાંય હેય, યાહાટી પોરમેહેરાય શરીરાલ એહેકેન બોનાવ્યાં કા ચ્યા અવયવાહા વોદારી આદર એને દેખભાલ કોએ જ્યેં વોછે મહત્વા હેય.
25 જેથી શરીરમાય ફુટ નાંય પોડે, બાકી બોદે યોક બીજહા દેખભાલ કોએ. 26 એને જો આપહે શરીરા યોક અવયવ બિમાર હેય તે બોદા શરીર દુઃખી રોહે, એને જો આપહે શરીરા યોક અવયવા માન વોદહે તે બોદા અવયવા માન વોદહે. 27 યા પરમાણે તુમા બોદે મિળીન ખ્રિસ્તા શરીર હેય, એને તુમા બોદે ચ્યા શરીરા જુદા-જુદા અવયવાહા હારકે હેય.
28 ખ્રિસ્તા મંડળીમાય, પોરમેહેરાય આપહાન જુદા-જુદા પ્રકારા કામે કોઅરા દેનલે હેય, બોદહા પેલ્લા, કોલહાક પ્રેષિત બોનાહાટી નિવડ કોઅયા, પાછે ભવિષ્યવક્તાહાલ, પાછે હિકાડનારા, પાછે સામર્થ્યા કામ કોઅનારાહાન, પાછે બિમાર્યાહાન હારેં કોઅનારાહાન, પાછે ઉપકાર કોઅનારે, પ્રધાન, એને જુદી-જુદી ભાષા બોલનારે. 29 બોદાજ પ્રેષિત નાંય હેય, બોદાજ ભવિષ્યવક્તા નાંય હેય, બોદાજ હિકાડનારા નાંય હેય, બોદાજ સામર્થ્યા કામ કોઅનારા નાંય હેય.
30 બોદહાન બિમારી હારાં કોઅના વરદાન નાંય મિળલા હેય, બોદહાન આલાગ-આલાગ ભાષા બોલના વરદાન નાંય મિળ્યાં. 31 બોદેજ અનુવાદ નાંય કોએ, તુમા ઈમાનદારીકોય બોદા વરદાના કોઅતા ઉપયોગી ઓઅનારા વરદાન પામા કોશિશ કોઆ. બાકી આસલીમાય બોદહાથી હારાં વરદાન કાય હેય, આમી આંય ચ્યા બારામાય આખતાહાવ.