13
પ્રેમ મહાન હેય
1 જો આંય માઅહા એને હોરગા દૂતહા ભાષા બોલું, એને લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે મા બોલના બેકાર એને ઠોઠાણનારા પિતળા, એને વાજના જાંજ્યે હારકા હેય. 2 જો આંય ભવિષ્યવાણી કોઉ, એને બોદા ભેદ એને બોદા પ્રકારા જ્ઞાન હોમજુ, એને ડોગાલ ઇહિને તાં ઓટાડી દેઅના ઓલો પોરમેહેરાવોય બોરહો કોઉ, બાકી આંય લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે મા કાયજ કિંમાત નાંય હેય. 3 એને જો મા પોતાના બોદી મિલકાત ગોરીબાહાન દેય દાંઉ, એને ઓલે લોગુ કા મા શરીરબી બાળાહાટી દેય દાંઉ, બાકી લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે માન ચ્યા કાયજ ફાયદો નાંય.
4 જ્યા લોક બિજા લોકહાવોય પ્રેમ કોઅતાહા, ચ્યા લોક ધીરજવાન એને દયાળુ હેય, ચ્યા ઓદરાય નાંય કોઅય, ચ્યે પોતે બોડાઈ નાંય કોએ, એને અભિમાન નાંય કોએ. 5 પ્રેમ બિજા લોકહાઆરે ખારાબ વ્યવહાર નાંય કોએ, પોતાલુજ ખુશ કોઅરા કોશિશ નાંય કોએ, ખિજવાય નાંય જાય, ચ્યાહા વિરુદમાય કોઅલા કામહા બારામાય ખોટાં નાંય માને. 6 જોવે લોક ખારાબ કોઅતાહા તે ચ્યાહા લીદે ખુશ નાંય ઓએ, બાકી જ્યા લોક ઈમાનદારીકોય કામ કોઅતેહે ચ્યાહાકોય ખુશ ઓઅહે. 7 પ્રેમ કોઅનારા માઅહું બોદા કાય સહન કોઅય લેહે, બોદી પરિસ્થીતીમાય પોરમેહેરાવોય બોરહો કોઅહે, પોરમેહેરાવોય સાદા આશા રાખહે, દુઃખામાય એને આબદામાય ધીરજ રાખીન જીવહે.
8 ભવિષ્યવાણ્યો એને જુદી-જુદી ભાષામાય એને ખાસ જ્ઞાનાકોય વાત કોઅના બેકાર ઓઅય જાય, બાકી પ્રેમ સાદા બોની રોય. 9 કાહાકા આપહે જ્ઞાના વરદાન એને ભવિષ્યવાણી કોઅના વરદાન આરદાજ હેય. 10 બાકી જોવે જો સર્વસિદ્ધ હેય તો યેઅરી, તોવે જીં આરદા હેય ચ્યા કાયજ ગોરાજ નાંય પોડી.
11 જોવે આંય યોક બાળાક આતો, તોવે બાળબુદ્ધિકોય વાત કોઅતો આતો, એને વિચાર કોઅતો આતો, એને પોહહા હારકી હોમાજ આતી. બાકી જોવે આંય મોઠો ઓઅય ગીયો, તે બાળબુદ્ધિકોય વાત કોઅના છોડી દેના. 12 આપહાન આમી લોગુ બોદા કાય સાફ રીતીકોય નાંય હોમજાય, બાકી યેનારા સમયમાય, આપા આસલીમાય બોદા કાય હોમજી જાહું, કાહાકા આપા પોરમેહેરાલ હામ્મે-હામ્મે એઅહુ, આમી આપહાન પુરાં જ્ઞાન નાંય હેય, જોવે તો દિહી યી, આપા આસલીમાય પોરમેહેરાલ જાંઅહું, જેહેકેન પોરમેહેર આપહાન જાંઅહે. 13 યાહાટી આમી યે તીન પ્રકારા કામે કોઅરા જોજે, પોરમેહેરાવોય બોરહો કોઅના, પોરમેહેરા વાયદાવોય આશા રાખના, એને બિજા લોકહાવોય પ્રેમ કોઅના, બાકી યા તીનહયા માઅને બીજહાવોય પ્રેમ કોઅના બોદહા કોઅતા મોઠાં હેય.