15
ખ્રિસ્તા પાછા જીવી ઉઠના
1 ઓ બાહાહાય, આંય તુમહાન તીજ હારી ખોબાર યાદ કોઆડુહું, જીં માયે પેલ્લા બી તુમહાન આખ્યેલ, જીં હારી ખોબારેવોય તુમહાય બોરહો બી કોઅલો એને ચ્યા બોરહામાય બોની બી રીઅલે હેય. 2 જો તુમા હારી ખોબારેવોય બોરહો કોઅનામાય બોની રાહા, જીં હારી ખોબાર માયે તુમહે વોચમાય પ્રચાર કોઅયી, તે પોરમેહેર હારી ખોબારે લીદે તુમહે તારણ કોઅરી, નાંય તે તુમહે બોરહો કોઅના નોકામ્યા હેય.
3 યાહાટી માયે તુમહાન બોદહા પેલ્લા બોદહા કોઅતા મહત્વા સંદેશ આખ્યો, જો માન પ્રભુ ઈસુ પાઅને મિળલો આતો, તો સંદેશ ઓ હેય, કા જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તેહેકેન ઈસુ ખ્રિસ્ત આપહે પાપહાહાટી મોઅઇ ગીયો. 4 એને ચ્યાલ કોબારેમાય ડાટી દેનો, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય ચ્યાનુસાર તીજે દિહી પોરમેહેરાય ચ્ચાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.
5 એને ખ્રિસ્ત પેલ્લા કેફાલ દેખાયો તોવે પાછે બાર શિષ્યહાન દેખાયો. 6 પાછે પાચહોવ કોઅતા વોદારે શિષ્યહાન યોકહાતે દેખાયો, ચ્ચામાઅને બોજ લોક આમી લોગુ જીવતા હેય, એને કોલહાક લોક મોઅઇ ગીયા. 7 પાછે તો યાકૂબાલ દેખાયો તોવે પાછે બોદા પ્રેષિતાહાન દેખાયો.
8 એને બોદહા સેલ્લે માન બી દેખાયો, જો માયે અચાનક આશા બી નાંય કોઅયેલ ખ્રિસ્તા પ્રેષિત બોની ગીયો. 9 કાહાકા આંય બોદા પ્રેષિતાહા કોઅતા વોછો મોહત્વા હેય, એને પ્રેષિત આખાયા બી લાયકે નાંય હેય, કાહાકા માયે પોરમેહેરા મંડળી લોકહાન સતાવણી કોઅયા.
10 બાકી આંય પોરમેહેરા સદા મોયા લીદે પ્રેષિત હેતાંવ, એને ચ્યાય જીં સદા મોયા માયેવોય કોઅયી, તી નોકામી નાંય ઠોરી, કાહાકા માયે બિજા બોદા પ્રેષિતાહા કોઅતા વોદારી મેઅનાત કોઅલી હેય તેરુંબી માયે નાંય બાકી પોરમેહેરા સદા મોયા માયેવોય આતી યાહાટી જાયા. 11 યાહાટી ચાહે આંય રાવ, કા બિજા પ્રેષિત રોય, આમા બોદા ખ્રિસ્તા હારી ખોબાર આખજેહે, એને તુમહાય ચ્યાવોય બોરહો બી કોઅયો.
મોઅલા માઅહા પાછા જીવી ઉઠના
12 યાહાટી આંય તુમહાન પુછા માગહુ, કાહાકા આમા બોદહાય તુમહે વોચમાય ઓજ પ્રચાર કોઅયો કા જોવે ઈસુ ખ્રિસ્ત મોઅઇ ગીયો, તોવે પોરમેહેરાય ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅય દેનો. તે તુમહેમાઅને કાદાં વિસ્વાસી કેહેકેન આખી હોકહે કા પોરમેહેર વિસ્વાસી લોકહાન મોરણા પાછે જીવતો નાંય કોએ. 13 જો મોઅલા માઅને પાછા નાંય જીવી ઉઠે, તે ખ્રિસ્તબી જીવતો નાંય જાયહો. 14 એને જો ખ્રિસ્ત મોઅલા માઅને પાછો જીવતો નાંય જાયો, તે આમા જીં હારી ખોબારે પ્રચાર કોઅના એને ખ્રિસ્તાવોય તુમહે બોરહો કોઅના નોકામ્યા હેય.
15 જો મોઅલા લોકહાન જીવતા નાંય કોઅલા જાય, તે પોરમેહેરાય ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછા જીવતા કોઅયા એહેકેન આમા જુઠા આખજેહે. 16 જો મોઅલા લોક મોઅલા માઅને પાછા નાંય જીવતે ઓએ, તે પાછે ખ્રિસ્તબી મોઅલા માઅને પાછો જીવતો નાંય જાયહો. 17 એને જો ખ્રિસ્ત નાંય જીવતો જાયહો તે પાછે, તુમહે ખ્રિસ્તાવોય બોરહો કોઅના બી નોકામ્યા હેય, એને આમી લોગુ તુમા પાપહામાય જીવી રીઅલે હેય.
18 ઓલહાંજ નાંય બાકી જ્યેં માઅહે ખ્રિસ્તાવોય બોરહો કોઅનારે મોઅઇ ગીયહેં, તે ચ્યે બી નાશ ઓઅય ગીયે. 19 જો આપા કેવળ યા જીવનાહાટી ખ્રિસ્તાવોય આશા કોઅતેહે, તે આપા બોદા માઅહા કોઅતે વોદારી દુઃખી હેય.
20 બાકી આસલી ઈ હેય કા પોરમેહેરાય હાચ્ચાંજ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને જ્યા લોક મોઅઇ ગીઅલે હેય ચ્યાહામાઅને પાછો જીવતો ઓઅનારો પેલ્લો માઅહું હેય. 21 બોદા લોકહા મોરણા કારણ પેલ્લા માઅહું આદામા લીદે યેના, તેહેકેનુજ બોદા લોકહાન મોઅલા માઅને પાછા જીવતા કોઅના બિજા ઓક માઅહા એટલે ખ્રિસ્તા લીદે ઓઅરી.
22 આદામા પાપ કોઅવા લીદે બોદા માઅહાન મોઅરા પોડહે, તેહેકેન ખ્રિસ્તા લીદે બોદા મોઅલા લોકહાન જીવતા કોઅલા જાય. 23 બાકી બોદા લોકહાન પારગી-પારગી કોય જીવતા કોઅલા જાય, ખ્રિસ્ત પેલ્લો માઅહું આતો જ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, પાછે જોવે ખ્રિસ્ત પાછો યેઅરી તોવે ચ્યા બોદા લોક ચ્યાવોય બોરહો કોઇન ગીયહેં, ચ્ચાહાન પાછા જીવતા કોઅલા જાઅરી.
24 ચ્યા પાછે, જોવે ખ્રિસ્ત પોરમેહેરા વિરોદ કોઅનારી બોદી ખારાબ શક્તિહી નાશ કોઅય દી, ચ્યા પાછે દુનિયા છેવાટ ઓઅય જાય, તોવે ખ્રિસ્ત પોરમેહેર આબાલ ચ્યા રાજ્ય હોઅપી દેઅરી કા તો ચ્યાવોય પુરીરીતે રાજ્ય કોઅય હોકે. 25 કાહાકા જાહાંવ પોરમેહેર ચ્યા બોદા દુશ્માનાહાલ પુરીરીતે આરવી નાંય દેય, તાંવ લોગુ ખ્રિસ્તાલ રાજા રુપામાય શાસન કોઅના ગોરાજ હેય. 26 બોદહા છેલ્લો દુશ્માન જ્યાલ મિટાડી દેવામાય યી તો મોરણ હેય.
27 કાહાકા પવિત્રશાસ્ત્રમાય ભજનકાર લોખહે કા, “પોરમેહેરાય બોદા કાય ખ્રિસ્તા ઓદિકારા આધીન કોઅય દી,” તે ઈ સાફ હેય કા ચ્યામાય પોરમેહેર સામીલ નાંય હેય કાહાકા તોજ હેય જ્યાંય ખ્રિસ્તાલ ઓ ઓદિકાર દેનલો હેય. 28 એને જોવે બોદા કાય પોરમેહેરા પોહા આધીનમાય ઓઅય જાઅરી, તોવે પોહેં પોતે ચ્યા પોરમેહેર આબહા ઓદિકાર માય કોઇ દેનલા હેય, જ્યાંય બોદા કાય ખ્રિસ્તા આધીન કોઅય દેનલા હેય એને યા પરમાણે પોરમેહેર બોદહાવોય પુરો શાસન કોઅરી.
29 જો મોઅલાહાન પાછા જીવતા નાંય કોઅલા જાતા, પાછે કોલહાક લોક જ્યા મોઅઇ ગીઅલા હેય, ચ્ચાહાહાટી બાપતિસ્મા લેતહેં ચ્ચાહા કાય ઓઅરી? જો મોઅલા લોક પાછા જીવતા ઓએજ નાંય, તે પાછે ચ્યે કાહા ચ્ચાહાટી બાપતિસ્મા લેતહેં? 30 એને જાં આમહે વાત હેય, જો મોઅલાહાન જીવતા નાંય કોઅલા હેય તે આમહે પોતે શરીર ખતરામાય ટાકના મૂર્ખતા હેય.
31 ઓ વિસ્વાસી બાહાહાય, જેહેકેન ઈ વાત નોક્કી હેય કા આંય તુમહે લીદે ખુશ હેય કાહાકા તુમા આમહે પ્રભુ ઈસુ ખિસ્તાવોય બોરહો કોઅતેહે, તેહેકેનુજ ઈ બી નોક્કી હેય કા માન દિનેરોજ માઆય ટાકના ખોતરો હેય. 32 માયે એફેસુસ શેહેરામાય બોજ વોદી આબદાહા અનુભવ કોઅયો, ચ્યા લોકહા લીદે જ્યા મા વિરોદ કોઅય રીઅલા હેય, જ્યા ભયંકર જોનાવરહા હારકા હેય, જો ઈ લોકહા ફેસલા વોય આધાર હેય તે માન આબદા કોઅયી ચ્યાકોય કાય મિળ્યાં? યાહાટી જો ઈ હાચ્ચાં રોતા કા મોઅલા લોક પાછા જીવતા નાંય ઓએ, તે ઈ હારાં ઓઅતા કા આમા લોકહા આખલ્યા નુસાર કામ કોઅતા, જ્યેં એહેકેન આખતેહે, યા, આપા ખાતે-પિતે, કાહાકા હાકાળ મોઅઇ ગીયે તે ચ્યા કાય ફાયદો.
33 જ્યા લોક એહેકેન વાત કોઅતાહા ચ્યાહાકોય મૂર્ખ નાંય બોના, ખારાબ લોકહાઆરે સંગતી હારાં ચરિત્રાલ બોગડાવી દેહે. 34 તુમા હારેકોય હોમજીન વિચાર કોઆ એને પાપ કોઅના બંદ કોઆ, કાહાકા કોલહાક લોક પોરમેહેરાબારામાય કાયજ નાંય જાંએ, આંય તુમહાન શરામ લાગા જોજે યાહાટી આખી રિઅલો હેય.
મોઅલા માઅને પાછા જીવી ઉઠલા શરીર
35 આમી કાદાં માન એહેકેન પુછે, “પોરમેહેર મોઅલાહાન કેહેકેન જીવતો કોઅરી? ચ્ચાહા શરીર કેહેકેન જીવતા ઓરી?” 36 તે આંય ઈ જવાબ દિહી ઓ મૂર્ખા, જીં કાય તુમા પોઅતેહે, જાવ લોગુ તો દાણો નાંય મોઅઇ તાંવ લોગુ નાંય ઉદે.
37 તું જીં પોઅતોહો, ચાહે ગોંવા દાણો કા પાછે બિજો કોઅહો બી, ઓ કેવળ દાણો હેય, ચ્યા રુપ ઉદનારા જાડા હારકા નાંય રોય. 38 બાકી પોરમેહેર પોતાની ઇચ્છા પરમાણે ઉદલા જાડવાલ રુપ દેહે, એને દરેક પ્રકારા જાડ ચ્યા રૂપા નુસાર વોદહે. 39 દરેકા શરીર યોક હારકા નાંય હેય, માઅહા શરીર જુદા, જોનાવરહા શરીર જુદા, ચિડહા શરીર જુદા, માછલાહા શરીર જુદા હેય.
40 જેહેકેન દોરતીવોય જુદા-જુદા રૂપા શરીર હેય, તેહેકેન હોરગા શરીરા ચોમાકે બી જુદા-જુદા રુપ હેય. 41 જેહેકે દિહી હેય ચ્યા રુપ જુદા હેય, ચાંદ હેય ચ્યા રુપ જુદા હેય, ચાંદાલાહા રુપ જુદા હેય, કાહાકા યોક ચાંદાલા પાઅને બિજા ચાંદાલાહા ચોમાકે માય ફેર હેય.
42 તે એહેકેજ મોઅલા માઅને પાછા જીવી ઉઠના બી ઓઅરી, જ્યા શરીરાલ ચ્યે ડાટી દેતહેં તી ઓહડા શરીર હેય જીં હોડી જાહાય, બાકી જોવે તી પાછા જીવી ઉઠી તે ઓહડા શરીર રોય જીં કોવેજ નાંય હોડી હોકે. 43 જોવે મોઅલા શરીરાલ ડાટી દેતહેં, તોવે ચ્ચાહા શરીર ખારાબ એને નોબળાં રોહે, બાકી જોવે પાછા જીવી ઉઠી તોવે સુંદર એને શક્તિમાન રોઅરી. 44 યોક માઅહા શરીર જ્યાલ ડાટી દેતહેં, તી કેવળ યા દુનિયામાય કાદાં માઅહાન જીવા લાયકે હેય, બાકી જોવે પોરમેહેર ચ્યાલ પાછા જીવતા કોઅહે, તે ચ્યા નોવા શરીર હોરગામાય જીવાહાટી લાયકે ઓઅરી, જો યોક ઓહડા શરીર હેય જીં કેવળ દુનિયામાય રોયન જીવા પુરતાં લાયકે હેય, તે યોક ઓહડા શરીરબી હેય જીં હોરગામાય જીવા લાયકે ઓઅરી.
45 જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પેલ્લો માઅહું, એટલે આદામ, જીવતો પ્રાણી બોન્યો” એને છેલ્લો આદામ, એટલે ઈસુ ખ્રિસ્ત, અનંતજીવન દેનારો બોન્યો. 46 આપહેપાય પેલ્લા દોરતીવોઅને શરીર ઓઅરા જોજે, પાછે આપહાન હોરગામાઅને શરીર દેનલા જાય.
47 પેલ્લો માઅહું આદામ દોરતી માઅને એટલે કાદવા બોનલો આતો, એને ખ્રિસ્ત, જો બિજો આદામ આતો, હોરગામાઅને યેનલો આતો. 48 જેહેકેન આદામ કાદવા આતો તેહેકેન જ્યા લોક દોરતીવોઅને હેય ચ્યાબી આદામા હારકા હેય, બાકી જ્યા લોક હોરગામાઅને હેય, ચ્યા હોરગામાઅને ખ્રિસ્તા હારકા હેય. 49 જેહેકોય આપા બોદે આદામા રૂપા હેય જ્યાલ કાદવાપાઅને બોનાવલો આતો, તેહેકેન, યોક દિહી, આપહેપાય ખ્રિસ્તા રુપ રોય, જો હોરગામાઅને યેનલો આતો.
50 ઓ વિસ્વાસી બાહાહાય, યે દોરતીવોય આપહે શરીર માહાં એને લોયાકોય બોનલા હેય, આપા હોરગામાય પોરમેહેરા રાજ્યામાય આપહે યા શરીરાઆરે વોહતી નાંય કોઅય હોકહુ, જીં મોઅઇ જાહે, કાહાકા તાં કાય મોરણ નાંય હેય. 51-52 વોનાયા, આંય તુમહાન ભેદ નિ વાત આખતાહાવ, ઈ અચાનક ઓઅરી, ઓલે જલદ્યા જેહેકે ડોળા મીચતેહે, જોવે છેલ્લી તુતારી ફુકી, તોવે જ્યા લોક મોઅઇ ગીયહા ચ્યા અનંતજીવન હાટી પાછા જીવતા કોઅલા જાય એને જ્યેં આપા જીવતે રોહુ, આપહે શરીર બોદલાય જાય. 53 કાહાકા આપહે ઈ શરીર જીં આસાન થી મોઅઇ જાહે એને હોડી જાહે, ચ્યાલ યોક ઓહડા શરીરામાય બોદલી દી જીં કોયદિહી નાંય મોએ એને કોયદિહી નાંય હોડે.
54 એને જોવે આપહે ઈ શરીર જીં આસાન થી મોઅઇ જાહે એને હોડી જાહે, ચ્યાલ યોક ઓહડા શરીરામાય બોદલી દી જીં કોયદિહી નાંય મોએ એને કોયદિહી નાંય હોડે, તોવે પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી પુરાં ઓઅય જાય, જીં એહેકેન આખહે કા, મોરણ પુરીરીતે હારવી દેવામાય યી એને ચ્યા અસ્તિત્વ નાંય રોય. 55 ઓ મોરણ તો જીત કેસ હેય? ઓ મોરણ તો મોતા નાંગો કેસ હેય?
56 પાપ મોરણા કારણ હેય એને મૂસા નિયમ પાપા શક્તિ કારણ હેય. 57 બાકી પોરમેહેરા આભાર માનજેહેકા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાય આપહેહાટી જીં કોઅયા ચ્યા લીદે પોરમેહેરાય આપહાન પાપ એને મોરણાવોય જીત દેનલી હેય.
58 યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહાહાય, તુમહે બોરહો કોઅનામાય મજબુત રા એને જુઠા શિક્ષણાકોય ભરમાય મા જાહા, એને પ્રભુહાટી જીં કામ તુમા કોઅતેહે ચ્યામાય સાદા બોજ હારાં પામાંહાટી કોશિશ કોઆ, કાહાકા તુમહાન ખાત્રી હેય, કા જીં કામ તુમા પ્રભુહાટી કોઅતેહે તી નોકામ્યા નાંય હેય.