3
વિચાર તે કોઆ કા, પોરમેહેર આબહાય આપહાવોય કેહેકેન પ્રેમ કોઅલા હેય, કા આપા પોરમેહેરા પોહેં આખાજે, એને હાચ્ચાંજ આપા ચ્ચા પોહેં હેય બી, બાકી જ્યા લોક યા દુનિયાઆરે સબંધ રાખતાહા ચ્ચા ઈ નાંય જાંએતકા આપા પોરમેહેરા પોહેં હેય કાહાકા ચ્ચા પોરમેહેર આબહાલ નાંય જાંએત. ઓ પ્રિયાહાય, આમી આપા પોરમેહેરા પોહેં હેય, એને આમી લોગુ ઈ માલુમ નાંય હેય, કા આપા કાય બોનહું, બાકી ઓલહાં જાંઅજેહે, કા જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યેઅરી તોવે આપાબી ચ્ચા હારકા રોહુ, કાહાકા આપા ચ્ચાલ આસલીમાય તો જેહેકોય હેય તેહેકેન એઅહુ. એને જો કાદો ખ્રિસ્તાવોય ઓહડી આશા રાખહે, તો પોતે એહેકોય પવિત્ર બોનહે જેહેકોય ખ્રિસ્ત પવિત્ર હેય.
પાપ એને પોરમેહેરા પોહેં
જો કાદો પાપ કોઅયાજ કોઅહે, તે તો પોરમેહેરા નિયમ પાળાહાટી નાકાર કોઅહે, એને નિયમ પાલન નાંય કોઅનાજ પાપ હેય. એને તુમા જાંઅતાહા કા, ઈસુ ખ્રિસ્ત યાહાટી દુનિયામાય યેનો, કા પાપ કાડી ટાકે, એને ચ્ચામાય કાયજ પાપ નાંય હેય. જો કાદો ચ્ચાઆરે એકતામાય રોહે, તો પાપ નાંય કોએ, બાકી જો કાદો પાપ કોઅહે, તો ઈ નાંય હોમજે કા ખ્રિસ્ત કું હેય, એને નાંય તો ખ્રિસ્તાલ જાંઅહે.
પ્રિય પોહહાય, કોયથી છેતરાય નાંય જાઅના, જો ન્યાયા કામ કોઅહે, તોજ ખ્રિસ્તા હારકો ન્યાયી હેય. જીં કાદાં પાપ કોઅતા રોહે, તી સૈતાના કાબુમાય હેય, કાહાકા સૈતાન પેલ્લેથીજ પાપ કોઅતો યેનહો. પોરમેહેરા પોહો યાહાટી દુનિયામાય યેનો, કા સૈતાના કામહાલ નાશ કોએ.
જ્યેં પોરમેહેરા પોહેં હેય ચ્યે પાપ કોઅયા નાંય કોએત, કાહાકા પોરમેહેરા વચન ચ્યાહામાય બોની રોહે, ચ્યે પાપ કોયજ નાંય હોકે, કાહાકા ચ્યે પોરમેહેરા પોહેં હેય. 10 યાકોય પોરમેહેરા પોહેં, એને સૈતાના પોહેં વોળખાય જાતહેં, જ્યા લોક ધાર્મિક કામ કોઅતાહા એને જ્યા પોતે બાહહાન પ્રેમ કોઅતાહા ચ્ચા પોરમેહેરાથી હેય.
યોક-બીજહાવોય પ્રેમ કોઆ
11 જીં હારી ખોબાર તુમા પેલ્લેથીજ વોનાયાહા, તી ઈ હેય કા આપા યોક બિજાવોય પ્રેમ કોઆ જોજે. 12 એને આદામા પોહો કાઈના હારકા મા બોનહા, જો ચ્ચા સૈતાનથી આતો, એને જ્યાંય પોતે બાહાલ માઆઇ ટાક્યો, એને તો ચ્ચાલ કોઅયેહે કારણથી માઆઇ ટાક્યો? યે કારણે કા કાઈના કામ ખારાબ આતેં એને ચ્ચા બાહા હાબેલા કામે ન્યાયી આતેં.
13 ઓ બાહાહાય, જો યા દુનિયા લોક તુમાહાલ આડાઇ કોઅતેહે તે નોવાય મા કોઅહા. 14 આપા જાંઅજેહે, કા આપહે મોરણા શક્ત્યે માઅને છુટકો ઓઈ ગીયહો એને આમી આપહાપાય અનંતજીવન હેય. કાહાકા આપા બાહાહાવોય પ્રેમ કોઅજેહે, જ્યા પ્રેમ નાંય કોએત, ચ્ચા મોરણા બંધનમાય હેય. 15 જો કાદો પોતે બાહા આરે આડાઇ કોઅહે, તો ખૂની હેય, એને તુમા જાંઅતેહે, કા કોઅહાબી ખૂની માઅહામાય અનંતજીવન નાંય રોય.
16 આમહાય પ્રેમ યાકોય જાંઅયા, કા ઈસુ ખ્રિસ્તે આમહેહાટી પોતાનો જીવ દેય દેનો, યાહાટી આમહાનબી આપહે બાહાહાટી પોતે જીવ દાં જોજે. 17 જ્યા કાદાવોય દુનિયા માલ-મિલકાત હેય, એને તો આપહે પોતે બાહા ગોરાજ એઇન ચ્ચાવોય દોયા નાંય કોએ, તે ચ્ચામાય પોરમેહેરા પ્રેમ કેહેકેન બોની હોકહે? 18 ઓ મા પ્રિય પોહાહાય, આપા શબ્દ એને વાતહેકોય નાંય, બાકી કામ એને હાચ્ચાઇથી પ્રેમ કોએ.
પોરમેહેરા હામ્મે ઈંમાત
19 એહેકેન કોઇન જાંઅજેહે કા આપા હાચ્ચાઇથી હેય, એને જ્યેં વાતહેમાય આમહે મોન આપહાન દોષી ઠોરવેહે, ચ્ચે વાતહેબારામાય આપા પોરમેહેરા હામ્મે આપહે મોનાલ ઈંમાત દેય હોકહુ. 20 કાહાકા પોરમેહેર આપહે મોના કોઅતો મોઠો હેય, એને આપા જીં કોઅજેહે તી બોદાંજ જાંઅહે. 21 ઓ પ્રિયાહાય, જો આપહે મોન આપહાન દોષી નાંય ગોણે, તે આપહાન પોરમેહેરા હામ્મે ઈંમાત ઓઅહે. 22 એને જીં કાય આપા પોરમેહેરાપાઅને માગતેહે, તી આમહાન ચ્ચા પાઅને મિળહે, કાહાકા આપા ચ્ચા આગનાહા પાલન કોઅતાહા, એને આમા તીંજ કોઅજેહે જીં ચ્ચાલ હારાં ગોમહે.
23 એને ચ્ચા આગના ઈ હેય કા આમા ચ્ચા પોહો ઈસુ ખ્રિસ્તા નાવામાય બોરહો કોઅજે, એને જેહેકોય ચ્યાય આપહાન આગના દેનહી ચ્ચે રીતેકોય આપા યોકબિજાલ પ્રેમ કોઅજે. 24 એને જો કાદો પોરમેહેરા આગના પાલન કોઅહે, તો પોરમેહેરાઆરે એને પોરમેહેર ચ્યાઆરે એકતામાય રોહોય, એને યાથી, એટલે ચ્ચે પવિત્ર આત્માથી જીં ચ્ચાય આપહાન દેનહા, આપા જાંઅતેહે, કા પોરમેહેર આપહેઆરે એકતામાય રોહોય.