2
ઈસુ આપહે સહાયક
મા પ્રિય પાહાહાય, આંય યો વાતો તુમહાન યાહાટી લોખતાહાવ, કા તુમા પાપ નાંય કોએ, એને જો કાદો પાપ કોએહે તે આબહાપાય આપહે યોક મધ્યસ્થ હેય જો પાપ માફ કોઅરાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅહે એટલે ઈસુ ખ્રિસ્ત જો ન્યાયી હેય. આપહે પાપ કાડી ટાકાંહાટી, ખ્રિસ્ત યોક બલિદાન બોની ગીયો, એને કેવળ આપહેજ પાપહાહાટી નાંય, બાકી બોદા દુનિયા લોકહા પાપહાહાટી બી.
પોરમેહેરા આગના
જો આપા પોરમેહેરા આગના પાળહુ, તે યાકોય આપહાન માલુમ પોડી કા આપા ચ્યાલ હાચ્ચાંજ વોળાખજેહે એહેકેન ખાત્રી લાગહે. જો કાદો એહેકોય આખહે, કા “આંય ચ્યાલ વોળખુહુ,” એને પોરમેહેરા આગના નાંય પાળે, તો જુઠો હેય, એને પોરમેહેરા હાચ્ચાયેથી નાંય જીવે. બાકી જો કાદો પોરમેહેરા વચન પાળહે, ચ્યામાય હાચ્ચાંજ પોરમેહેરા પ્રેમ પુરાં ઓઅહે, એહેકોયન આપા હાચ્ચાંજ જાંઅજેહે, કા ચ્યામાય આપા હેજે. જીં કાદાં એહેકોય આખહે, કા આંય ચ્યામાય જોડાય રોહુ, ચ્યાલ પોતેબી એહેકેન રા જોજે, જેહેકેન ઈસુ ખ્રિસ્ત રોતો આતો.
બોદહાવોય પ્રેમ કોઆ
ઓ પ્રિયાહાય, આંય તુમહાન યોકદી નોવી આગના નાંય લોખું, બાકી તીજ જુની આગના જીં પેલ્લેથીજ તુમહાન મિળલી હેય, ઈ જુની આગના તી વચન હેય, જ્યાથી તુમા વોનાલે હેય જોવે તુમાહાય ઈસુવોય બોરહો કોઅયો. તેરુંબી આંય તુમહાન જીં આગના લોખી રિઅલો હેય, તી નોવી હેય, તી નોવી યાહાટી કા યા હાચ્ચાઇ ખ્રિસ્તામાય દેખાયી એને તુમહેમાય બી દેખાય રિઅલી હેય, કાહાકા આંદારાં ઓટી રીઅલા હેય એને હાચ્ચાયે ઉજવાડો આમી ચોમકા લાગલો હેય.
જો કાદો એહેકોય આખહે, કા આંય ઉજવાડામાય જીવી રિયહો, બાકી વિસ્વાસ્યા બાહા આરે આડાઇ કોઅહે, તો આમી લોગુ આંદારામાય જીવી રિઅલો હેય. 10 જો કાદો વિસ્વાસી બાહાવોય પ્રેમ કોઅહોય, તોજ ઉજવાડામાય જીવી રિઅલો હેય, એને યાહાટી ચ્યામાય ઓહડા કાયબી નાંય હેય, જીં કાદાં બિજા પાપ કોઅના કારણ બોને. 11 બાકી જો કાદો આપહે વિસ્વાસી બાહા આરે આડાઇ કોઅહોય, તો આંદારામાય જીવી એને ચાલી રિઅલો હેય, એને નાંય જાંએ, કા કેસ જાહાય, કાહાકા આંદારાય ચ્યાલ આંદળો બોનાડી દેનલો હેય.
પત્ર લોખના કારણ
12 ઓ પાહાહાય, આંય તુમહાન યાહાટી લોખતાહાવ, કા ઈસુ ખ્રિસ્તા નાવાકોય તુમહે પાપ માફ કોઅલા ગીઅલા હેય. 13 ઓ આબહાય, આંય તુમહાન યાહાટી લોખતાહાવ, કા જો ઈ દુનિયા બોનાવા પેલ્લાજ હેય, તુમા ચ્યાલ જાંઅતાહા. ઓ જુવાન્યાહાય, આંય તુમહાન યાહાટી લોખતાહાવ, કા તુમહાય સૈતાનાલ આરવી દેનલો હેય. ઓ પાહાહાય, આંય તુમહાન યાહાટી લોખતાહાવ, કા તુમા પોરમેહેર આબહાલ જાઈ ગીયહા. 14 ઓ આબહાય, આંય તુમહાન યાહાટી લોખતાહાવ, કા જો ઈ દુનિયા બોનાવા પેલ્લાજ હેય, તુમા ચ્યાલ જાંઅતાહા. ઓ જુવાન્યાહાય, આંય તુમહાન યાહાટી લોખતાહાવ, કા તુમા બળવાન હેતા, એને પોરમેહેરા વચન તુમહેમાય બોની રોહે, એને તુમહાય સૈતાનાલ આરવી દેનહો.
દુનિયા બારામાય ચેતાવણી
15 તુમહાય દુનિયાવોય પ્રેમ નાંય કોઅના એને નાંય દુનિયા વસ્તુવોય પ્રેમ કોઅના, જો કાદો દુનિયાવોય પ્રેમ કોઅહે, ચ્યામાય પોરમેહેર આબહા પ્રેમ નાંય હેય. 16 કાહાકા જીં દુનિયામાય હેય, તી એટલે શરીરા વાસના, ડોળાહા લોબ, એને માલ-મિલકાતી ઘમંડ, તી બોદા પોરમેહેર આબહા પાઅને નાંય હેય, બાકી દુનિયામાઅને હેય. 17 દુનિયા એને દુનિયા વાસના મિટાય રિઅલી હેય, બાકી જો પોરમેહેરા ઇચ્છા પુરી કોઅહે, તો સાદામાટે બોની રોય.
ખ્રિસ્ત-વિરુદી
18 ઓ પાહાહાય, ઓ ખ્રિસ્તા યેયના છેલ્લો સમય હેય, જેહેકેન તુમહાન ખોબાર હેય, કા ખ્રિસ્તા વિરુદી યેનારો હેય, ચ્યાપરમાણે આમી લોગુ બોજ ખ્રિસ્ત વિરુદી યેનલા હેય, યાકોય આપા જાંઅજેહે કા છેલ્લો સમય યેય ગીઅલો હેય. 19 ચ્યા લોક જ્યા ખ્રિસ્તા વિરુદી હેય આપહાન છોડીન જાતા રીયહા, બાકી ચ્યા આપહે માઅને નાંય આતા, કાહાકા જો ચ્યા આપહે માઅને રોતા, તે ચ્યા આપહે આરે રોતા, બાકી ચ્યા જાતા રિયા. યાકોય ઈ માલુમ ઓઈ ગીયા કા ચ્યા બોદા આપહે માઅને નાંય હેય.
20 બાકી તુમહાન તે ખ્રિસ્તાપાઅને પવિત્ર આત્મા દાન દેનલા ગીઅલા હેય, એને તુમા બોદે હાચ્ચાં જાંઅતેહે. 21 માયે તુમહાન યાહાટી નાંય લોખ્યાં, કા તુમા હાચ્ચાં નાંય જાંએ, બાકી યાહાટી, કા તુમા ચ્યાલ જાંઅતેહે, એને યાહાટી કા કોઅહાજ જુઠા, હાચ્ચાયેથી નાંય હેય.
22 જુઠા માઅહું કું હેય? તો, જો ઈસુવાલ ખ્રિસ્ત નાંય માને, તોજ ખ્રિસ્તા વિરુદી હેય, તો પોરમેહેર આબાલ એને પાહાલ, બેનહ્યાન નાંય માને. 23 જો કાદો પાહાલ નાંય માને, ચ્યામાય પોરમેહેર આબહો બી નાંય રોય, જો કાદો પાહાલ માની લેહે, ચ્યામાય પોરમેહેર આબહો રોહોય.
24 તુમહાય ખ્રિસ્તાવોય જોવે બોરહો કોઅયો તોવે જીં હાચ્ચાં વચન તુમા વોનાયાહા, તીંજ તુમહામાય બોની રોય, જો તી તુમહામાય બોની રોહે, તે તુમાબી પોરમેહેર આબો એને પોહામાય બોની રાહા.
અનંતજીવના વાયદો
25 ખ્રિસ્તે આપહેઆરે જો વાયદો કોઅયો, તો અનંતજીવન હેય. 26 આંય તુમહાન ચ્યા લોકહા બારામાય ચેતાવણી દેય રિયહો, જ્યા જુઠા હિકાડનાકોય તુમહાન છેતરાહાટી કોશિશ કોઅઇ રીઅલા હેય. 27 તુમહેહાટી, તી પવિત્ર આત્મા, જ્યાલ તુમહાન ખ્રિસ્તાથી મિળલા હેય, તુમહેમાય રોહે, યાહાટી તુમહાન હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી કાદા માઅહા ગોરાજ નાંય હેય. ખ્રિસ્તાપાઅને મિળલા પવિત્ર આત્માજ તુમહાન બોદા કાય હિકાડેહે, ચ્યા શિક્ષણ હાચ્ચાં હેય, જુઠા નાંય; યાહાટી ચ્યા શિક્ષણા પરમાણે તુમા ખ્રિસ્તાઆરે એકતામાય બોની રા.
પોરમેહેરા પોહેં
28 ઓ પાહાહાય, ખ્રિસ્તાઆરે એકતામાય કાયામુંજ બોની રા, યાહાટી કા જોવે તો પાછો દુનિયામાય યેઅરી તે આમહાન ઈંમાત રોય એને આમા ચ્ચા યેયના થી ચ્ચા હામ્મે શરમિંદા નાંય ઓઅજે. 29 જો તુમા જાંઅતેહે, કા ખ્રિસ્ત ન્યાયી હેય, તો ઈ બી જાંઅતેહે, કા જો કાદો ન્યાયપણા કામ કોઅહે, તો પોરમેહેરા પોહો હેય.