યોહાના લોખલાં પેલ્લા પત્ર
પ્રસ્તાવના
યોહાના લોખલાં પેલ્લા પત્ર ઈ પત્ર ઓદિકારાહાતે શરીરા ધારણ કોઅના હાચ્ચાયે બારામાય વાત કોઅહે, ઓ યોક જરુરી સંદેશ હેય ચ્ચા વોનાનારાહાહાટી, જ્યાહાય જુઠા હિકાડનારાહા પ્રચારાલ વોનાયને ખ્રિસ્તા પુરા દૈવીપણા એને માનવતાલ અસ્વીકાર કોઅયા, ઈ પત્રા ઈ આખીન ખ્રિસ્તીપણા આંદારને ભાગા વર્ણન કોઅહે, કા તે આમા ઓહડા ઉંડા શિક્ષણ, આગના પાલન, એને પ્રેમાલ જી બોદા ખ્રિસ્તી લોકહા પ્રેમાલ પ્રગટ કોઅહે, પ્રદર્શિત કોઆ, નાયતે આમા હાચ્ચાં ખ્રિસ્તી નાંય હેય. જોવે બોરહા બોદા મુળ યોકહાતે કામ કોઅનામાય રોતેહેં, તોવે આમા કેવળ આનંદુજ નાંય મેળાવજેહે, બાકી યોક પવિત્ર જીવન એને તારણા આસ્વાસનબી મેળાવજેહે 3:19-24 જો આમા શિક્ષાથી બોજ દુર બી રોજે તેરુ 1:9, યા આસ્વાસના અનુભુતી આમા વિશેષ કોયન તોવે કોઅય હોકજેહે, જોવે આમા ખ્રિસ્તી બાહા-બોઅયેહે નાતેકોય “યોક બિજા આરે પ્રેમ કોઅના” હિકજેહે (1 યોહા. 4:7-8). ઈ પત્ર સાદારણ રીતે એશિયા-માઈનર જી આમી તુર્કી હેય, ચ્યા બોદા વિસ્વાસી લોકહાન લોખલાં ગીઅલા આતા, ઈ પત્રા પ્રેષિત યોહાનાથી લગભગ પેલ્લી ઇસવી સન માય લોખલાં ગીઅલા આતા.
1
જીવના વચન
આમા ચ્યા વચના બારામાય લોખી રીઅલા હેય, જીં જીવના વચન હેય, તી ઈ દુનિયા બોના પેલ્લા આતા. ચ્યા આમા વોનાયા, એને ચ્યાલ આમહાય ડોળાહાકોય દેખ્યા, એને આમહાય ચ્યાલ ધ્યાન દેયને એઅયા એને આથાકોય આથલ્યા. ઈ જીવના વચન માઅહું બોનીન દોરતીવોય યેના, એને આમહાય ચ્યાલ દેખ્યો, એને ચ્યા સાક્ષી દેજહે, એને તુમહાન ચ્યા અનંતજીવના બારામાય હારી ખોબાર આખજેહે જો પોરમેહેર આબહા આરે આતો એને આમહેમાય પ્રગટ જાયો.
જીં કાય આમહાય દેખ્યા, એને જીં વોનાલા હેય, ચ્યા હારી ખોબાર તુમહાનબી આખજેહે, યાહાટી કા તુમહાનબી આમહે આરે સંગતી મીળે, એને આમહે ઈ સંગતી પોરમેહેર આબહા આરે એને ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાઆરે હેય. એને યો વાતો આમા યાહાટી લોખજેહે કા તુમહે આનંદ વોદતો જાય.
પોરમેહેરાઆરે સંગતી
જીં હારી ખોબાર આમા ઈસુ પાઅને વોનાયા, એને તુમહાન આખજેહે, તો ઈ હેય, કા પોરમેહેર ઉજવાડો હેય એને ચ્યામાય કાયજ આંદારાં નાંય હેય. જોવે આપા એહેકોય આખજેહે કા, પોરમેહેરાઆરે આમહે સંગતી હેય, બાકી પાછી ખારાબ કામ કોઅજે, તે આપા જુઠા બોલજેહે એને હાચ્ચાયેથી નાંય જીવજે. બાકી જો આમા તીંજ કોઅજે જીં હારાં હેય જેહેકોય પોરમેહેર સિદ્ધ રુપામાય હારો હેય, જોવે આપા ઉજવાડામાય જીવજેહે, તોવે આપહે યોક-બિજા આરે સંગતી હેય, એને ચ્યા પાહા ઈસુવા લોય આપહાન બોદા પાપહાથી ચોખ્ખાં કોઅહે.
જોવે આપા એહેકોય આખજેહે કા આમહેમાય કાયબી પાપ નાંય હેય, તોવે આપા પોતાનાલ છેતારજેહે એને આપહામાય પોરમેહેરા હાચ્ચાઇ નાંય હેય. જોવે પોરમેહેરા હામ્મે આપા આપહે પાપ કબુલ કોઅજેહે, તોવે તો આપહે પાપ માફ કોઅહે, એને આપહાન બોદા અન્યાય માઅને ચોખ્ખાં કોઅહે, કાહાકા તો બોરહાવાળો એને ધાર્મિક હેય. 10 જોવે આપા એહેકોય આખજેહે કા આમહાય પાપ નાંય કોઅયાહાં, તોવે આપા પોરમેહેરાલ જુઠો ઠોરાવજેહે, એને ચ્યા વચન વાયબી નાંય માન્યા.