3
પ્રભુ પાછા યેઅના દિહી
1 ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, આમી આંય તુમહાન ઈ બિજા પત્ર લોખતાહાવ, માયે તુમહાન યે બેની પત્રે યાહાટી લોખ્યેહેં, એટલે જ્યો વાતો તુમા પેલ્લેથી જાંઅતાહા, ચ્યાહા બારામાય તુમહાન યાદ દેવાડવાથી આંય તુમહે મોનામાય શુદ્ધ વિચાર પેઅદાહા કોઅઇ હોકુ. 2 મા ઉદેશ્ય ઓ હેય, તુમા ચ્યા વચનાહાલ યાદ રાખે જ્યા ઘોષણા પેલ્લાર્યા પવિત્ર ભવિષ્યવક્તાહાય કોઅલી આતી, એને ઈ કા તુમા ચ્યા આદેશાહાલબી યાદ રાખા જો આમહે પ્રભુ એને તારણારા પાઅને યેનહા. તુમહાય ચ્યા આગનાયો આમહે થી એટલે પ્રેષિતાહા પાઅને વોનાયાહા, જ્યા તુમહેપાય ખોબાર લેય યેનલા આતા.
3 બોદહાથી મહત્વા વાત ઈ હેય, કા તુમા હોમાજતાહા કા છેલ્લા દિહાહાથી ઈસુવા પાછા યેઅના પેલ્લા, કોલહાક ઓહડા લોક દેખાયી જ્યાહા જીવન ચ્યાહા પોતાના ખારાબ ઇચ્છાયેહે કોબજામાય ઓઅરી, ચ્યે ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના વાતે મજાક કોઅરી. 4 એને ચ્યે આખરી, “ચ્યા યેઅના વાયદા હાચ્ચા નાંય હેય, તો કોદહીજ નાંય યેઅરી, આમા એહેકેન આખજેહે કાહાકા જોવેને આગલ્યા વડીલ મોઅઇ ગીયા, જ્યા બોજ સમયા પેલ્લા રોતા આતા, તોવેને બોદા કાય જેહેકેન તેહેકેનુજ હેય. વસ્તુ તોહડયો હેય, જેહેકેન ચ્યો કાયામન્યો રિયહો, જોવેને પોરમેહેરે દુનિયા બોનાડયાહા.”
5 ચ્યે એહેકોય આખરી કાહાકા ચ્યે ઈ વાત બુલી જાં માગતેહે, કા બોજ સમયા પેલ્લા પોરમેહેરા આગનાથી આકાશ ઠોરાવલા હેય, એને ચ્યાય દોરત્યેલ પાઅયા માઅને બોનાડી એને પાઅયા માંયજ ટકી રિઅલી હેય. 6 યા પાઆયાથી ચ્યે દુનિયા નાશ કોઅય દેના, જીં ચ્યે સમાયે અસ્તિત્વામાય આતાં, એને ચ્યાય દોરત્યેવોય રેલ દોવાડી એને બોદા જીવતા માઅહા દોરત્યેવોય નાશ કોઅય દેના. 7 બાકી પોરમેહેર ચ્યે આગનાયેથી આકાશ એને દોરત્યેલ જીં આમી હાલમાય હેય, સુરક્ષિત કોઅય રિયહો, એટલે આગડાથી ચ્યાહા નાશ કોઅય દેય. તો ચ્યાહાન ચ્યા દિહા હાટી રાખી રિયહો, જોવે તો ન્યાય કોઅરી એને ચ્યા લોકહાન નાશ કોઅય દેઅરી જ્યેં ચ્યા આગના પાલન નાંય કોએત.
8 ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, યે યોક વાતેલ કોદહી મા વિહરાતા કા પોરમેહેરાહાટી યોક દિહી ઓજાર વોરહા બરાબર હેય, એને યોક ઓજાર વોરહે યોક દિહા બરાબર હેય, ચ્યાહાટી યોક દિહી એને યોક ઓજાર વોરહે બોદે યોક હારકે હેય. 9 કોલહાક લોક વિચારતાહા, કા પ્રભુ પોતાના પાછા યેઅના વાયદાલ પુરાં કોઅના વાઆ લાવી રિયહો, બાકી પ્રભુ ચ્યે રીતે વાઆ નાંય લાવી રિયહો. બાકી, તો તુમહેહાતે ધીરજ દોઅય રિયહો, કાહાકા તો કાદાલુજ નાશ નાંય કોઅરા માગે, બાકી વિચારેહે કા હર કાદો પાપ કોઅના બંદ કોઅય દેય, એને ચ્યાપાય યેય જાય.
10 બાકી ખ્રિસ્ત નોક્કીજ પાછો યેઅરી, તો અચાનકુજ પાછો યેય જાઅરી, જેહેકેન કાદો બાંડ રાતી અચાનકુજ યેય જાહાય, ચ્યે સમયે આકાશામાય મોઠો ગાજના આવાજ ઓઅરી, એને આકાશ જાતા રોઅરી, આકાશામાઅને બોદાંજ, એટલે દિહી, ચાંદ એને ચાંદાલેં પુરેરીતે આગડાથી નાશ ઓઅય જાઅરી. ચ્યે દિહી પોરમેહેર ચ્યા બોદા કામહાલ પ્રગટ કોઅય દેઅરી જ્યેં લોકહાય દોરતીવોય કોઅયેહે, એટલે ચ્યાહા ન્યાય કોઅય હોકે.
11 ઈ નોક્કી હેય કા પોરમેહેર બોદયે વસ્તુહુલ યે રીતેથી નાશ કોઅય દેઅરી, તે તુમા નોક્કીજ જાંઅતાહા કા તુમહાય કેહેકેન વેવહાર કોઅરા જોજે, તુમહે વેવહાર હાચ્ચો રા જોજે એને જીં કાયબી તુમા કોઅતાહા ચ્યામાય પોરમેહેર પ્રસન્ન ઓએ. 12 જોવેકા તુમા ચ્યા દિહા વાટ જોવતાહા, જોવે પોરમેહેર દુનિયા ન્યાય કોઅરાહાટી યેઅરી, તે ચ્યા દિહા માહારી યેયનાહાટી પોતાનાથી પુરી કોશિશ કોઆ. ચ્યે દિહી, આગડા બોંબહાળો લેય ઉઠરી એને આકાશાલ નાશ કોઅય દેઅરી, એને ચ્યા ગરમી આકાશામાય બોદાંજ કાય પિગળાવી દેઅરી. 13 બાકી આમા આશા કોઅજેહે, કા પોરમેહેર યોક નોવા આકાશ એને નોવી દોરતી બોનાવી જેહેકેન ચ્યાય વાયદો કોઅલો આતો, તાં કેવળ ન્યાયી લોકુજ રોઅરી.
જાગતા એને તિયાર રા
14 યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, જોવેકા તુમા યો વાતો ઓઅરા વાટ એએતાં રીયહા, યાહાટી ઓહડા જીવન જીવા, જીં પોરમેહેરાલ પ્રસન્ન કોઅહે, એને જો શુદ્ધ એને બુલવોગાર રોય એને યોકબીજાઆરે શાંતિથી રા. 15 આપહે પ્રભુ ધીરજેલ યોક મોકા રુપામાય એઆ, જીં તો તુમહાન યેનારા ન્યાયથી બોચાંહાટી દેય રિયહો. ઈ પાઉલે બી, જો આમહે પ્રિય આર્યો હેય, તુમહાન યોક પત્રામાય ચ્યા જ્ઞાના ઉપયોગ કોઅતા લોખલાં આતાં, જીં પોરમેહેરાય ચ્યાલ દેના. 16 પોતાના બોદાજ પત્રાહામાય જીં ચ્યાય વિસ્વાસી લોકહાન લોખ્યેહેં, તો યે રીતેની વાત લોખહે, જીં ચ્યાય તુમહાન લોખ્યેહેં, બાકી કોલહ્યોક વાતો જ્યો ચ્યાય પોતાના પત્રાહામાય લોખલ્યો હેય, ચ્યેહેન હોમાજના કઠીણ હેય. જ્યા લોકહાય હારાં શિક્ષણ નાંય મેળવ્યાહાં, એને જ્યાહાન ખાત્રી નાંય હેય, કા ચ્યે કાય બોરહો કોઅતેહે, ચ્યે યા કઠીણ મતલબાલ ગલત રીતેથી આખતેહે, તેહેકેનુજ જેહેકેન ચ્યે પવિત્રશાસ્ત્રા બિજા ભાગાલબી ગલત રીતેથી આખતેહે. એહેકેન કોઇન ચ્યે પોતેજ પોરમેહેરાથી પોતાને નાશ ઓઅના કારણ બોનતેહે.
17 યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, તુમા પેલ્લેથીજ જાંઅતાહા કા યો વાતો ઓઅરી, યાહાટી, હાચવીન રોજા, કાહાકા જ્યા લોક નિયમાહાલ નાંય માનેત ચ્યે તુમહાન જુઠા બોલીન તુમહાન બોટકાડી નાંય દેય. તે તુમા ચ્યાવોય સંદેહ કોઅના ચાલુ કોઅય દાહા, જ્યાવોય તુમહાય યોક સમય મજબુતથી બોરહો કોઅલો આતો. 18 બાકી યે રીતેથી જીવન જીવા તુમા આમહે તારણારો ઈસુ ખ્રિસ્ત તુમહેહાટી વોદારે ને વોદારે સદા મોયાથી કામ કોએ, એને ઈ કા તુમા ચ્યાલ વોદારે હારેરીતે જાંઆય હોકે, ચ્યા મહિમા આમી એને કાયામ ઓઅતી રોય. આમેન.