2
જુઠા માસ્તાર
બોજ સમયા પેલ્લા, જેહેકેન ઈસરાયેલ લોકહાવોચમાય જુઠા લોક આતા, જ્યા પોત પોતાલ ભવિષ્યવક્તા આખતા આતા, યે રીતે તુમહે વોચમાય જુઠા શિક્ષણ હિકાડનારા લોકબી ઓરી. ચ્યા દિરે-દિરે તુમહે વોચમાય યેઅરી એને પોરમેહેરાબારામાય તુમહાન નાશકારક જુઠા બોલરી, ઓલે લોગુ કા ચ્યા ખ્રિસ્તાલ પોતાના પ્રભુ રુપામાય માના નાકાર કોઅય દેઅરી, જ્યેં ચ્યાહા પાપથી તારણ કોઅયા. કાહાકા ચ્યા એહેકેન કોઅતાહા, યાહાટી ચ્યા પોતાનાવોય નાશ લેય યેતહા. બો બોદા લોક જ્યા આખતાહા કા ચ્યા વિસ્વાસી હેય, ચ્યા યા જુઠા માસ્તારાહા અનૈતિક વાતહે નક્કાલ કોઅરી, એને જ્યા બિજા લોક જ્યા વિસ્વાસી નાંય હેય, ચ્યા જીવના હાચ્યે વાટે બારામાય નિંદા કોઅરી. યા જુઠા માસ્તાર લોબ્યા ઓઅરી, એને ચ્યા બોનલી-બોનાડલા દાખલા વોનાડીન તુમહાન દોગો દેઅરી, એટલે તુમહેથી પોયહા કામાવી હોકે. પોરમેહેરે બોજ સમયા પેલ્લા નોક્કી કોઅય લેદલા આતાં, કા તો ચ્યા લોકહાન સજા દેઅરી એને તો એહેકેન કોઅરાહાટી તિયાર હેય, તો નોક્કીજ ચ્યાહા નાશ કોઅય દેઅરી.
જુઠા માસ્તારાહા ન્યાય
તુમા જાંઅતેહે કા બોજ સમયા પેલ્લા જોવે કોલહાક હોરગા દૂતહાય પોરમેહેરા આગના નાંય પાળી, તે ચ્યાય ચ્યાહાન ચ્યાહા કોઅલા ગલત કામહા લીદે નાંય છોડયા. ચ્યાય ચ્યાહાન નરકામાય ટાકી દેના, એને ચ્યાહાન આંદારે જાગે ચ્યા દિહા લોગુ રાખલા ગીયા, જાંવલોગુ તો ચ્યાહા ન્યાય કોઅરી તોવેલોગુ. તુમા ઇબી જાંઅતેહે કા બોજ સમયા પેલ્લા રોનારા લોકહાય પોરમેહેરા દાક નાંય રાખ્યો, તે ચ્યાય ચ્યા ખારાબ કામહા એછે નજરઅંદાજ નાંય કોઅયો, જીં ચ્યા કોઅય રીઅલા આતા. બાકી આખા દુનિયાલ બોઅરાહાટી પાઆય દોવાડીન ચ્યાહાન ઓહડો ડોંડ દેનો કા ચ્યા બોદા બુડીન મોઅઇ ગીયા. બાકી ચ્યાય નોહાઆરે આઠ લોકહાન વાચાડયા, જ્યાંય પોરમેહેરાહાતે હારાં ઓઅના બારામાય પ્રચાર કોઅલો આતો. પોરમેહેરે બોજ સમયા પેલ્લા સદોમ એને ગમોરા શેહેરામાય રોનારા લોકહાન સજા દેની, કાહાકા ચ્યાહાય ખારાબ કામે કોઅલે. યા લીદે, ચ્યાય ચ્યાહાન પુરે રીતેકોય બાળીન નાશ કોઅયો ઓલે લોગુ કા તાં કેવળ બુંબર્યાજ રોય ગીયા. એહેકેન કોઇન ચ્યાય નમુનો દેખાડયા કા ચ્યા લોકહા કાય ઓઅરી જ્યા ચ્યા દાક નાંય રાખે.
બાકી યા પેલ્લા કા ચ્યાય સદોમા નાશ કોઅયો, ચ્યાય લોટાલ કા જો યોક ન્યાયી માઅહું આતો, શેહેરામાઅને કાડી દેનો એને યે રીતે ચ્યાલ વાચાડી લેદો. લોટ બોજ દુઃખી આતો, કાહાકા સદોમા લોક કોઅહાજ નિયમાહાલ માનતેં નાંય આતેં એને શરામ યેય ઓહડે કામે કોઅતે આતેં. (લોટ યોક ન્યાયી માઅહું આતો, બાકી તો રોજદીને ખારાબ લોકહાઆરે રોતો આતો, યાહાટી ચ્યા હારાં રુદય ચ્યા ખારાબ કામહા લીદે દુ:ખતા આતાં, જીં તો એઅતો એને વોનાતો આતો.) યે બોદે કામે જ્યેં પોરમેહેરે અતીતમાય કોઅયે, ચ્યે આમહાન ઈ દેખાડતેહેં કા જ્યા લોક આત્મિક જીવન જીવતેહે, જોવે ચ્યે મુશીબાતમાય રોતેહેં, તે પોરમેહેર નોકીજ રુપે ચ્યાહાન હાંબાળી રાખરી, એને આમા ઇબી નોક્કી કોઅય હોકજેહે કા તો ખારાબ લોકહાન ન્યાયા દિહા લોગુ સજા દાંહાટી રાખી થોવના જાંઅહે.
10 પોરમેહેર બોદા ખારાબ લોકહાન સજા દેઅરી, બાકી તો ચ્યા જુઠા માસ્તારાહાન નોક્કીજ સજા દેઅરી, જ્યા પોતાના ખારાબ એને શરીરા ઇચ્છાથી કામ કોઅતેહે, એને જો પોતાવોય પોરમેહેરા અસ્વીકાર કોઅતાહા. ચ્યા જિદ્દી એને અભિમાન્યા હેય. ચ્યે મહિમામય હોરગા પ્રાણ્યા બારામાય અપમાન કોઇન ખારાબ બોલનાથી નાંય બીએ. 11 બાકી ઓલે લોગુ કા હોરગા દૂત જ્યા યા જુઠા માસ્તારાહાથી કોલહાક વોદારે સામર્થી શક્તિવાળા હેય, ચ્યાબી પોરમેહેરા હામ્મે ચ્યાહાવોય હારાં માઠાં બોલીન ચ્યાહાવોય દોષ નાંય લાવે.
જુઠા માસ્તારાહા નાશ
12 બાકી યા જુઠા માસ્તાર જંગલી જોનાવરહા હારકા હેય, યા જોનાવરહાલ નાંય ખોબાર કા કેહેકેન વિચાર કોઅના, એને યાહા ઉદેશ્ય કેવળ દોઆય જાઅના એને માઆઇ ટાકલા જાઅના હેય. યા લોક કાયબી કોઅતાહા, જીં ચ્યાહા મોનામાય યેહે, એને ઓલે લોગુ કા ચ્યે યે વસ્તુહુ અપમાન કોઅતેહે, જીં યાહાન હોમાજ બી નાંય પોડે. ચ્યે નોક્કીજ નાશ ઓઅય જાઅરી. 13 ચ્યાહા નાશ ચ્યા નુકસાના પ્રતિફળ હેય જીં ચ્યાહાય કોઅયાહાં, ચ્યા ભર બોપરેહે ખારાબ સુખ-વિલાસ માય પોડી રોઅના પોસંદ કોઅતેહે. ચ્યે તુમહે વોચમાય યોક કલંક એને ડાગ હેય. ચ્યે દોગો દાંહાટી ખુશી માનતેહેં, જોવેકા ચ્યે તુમહે પ્રેમ ભોજમાય તુમહેઆરે ખાતહેં-પિતહેં. 14 ચ્યે હર યોક થેઅયેઆરે વ્યબિચાર કોઅરા માગતેહે, જ્યાલ ચ્યે એઅતેહે. ચ્યે પાપ કોઅના મોકો હોદનાથી કોદહી નાંય ચુકેત. ચ્યે ચ્યા લોકહાન દોગો દેતહેં, જ્યા ખ્રિસ્તાવોય મજબુતથી બોરહો નાંય કોએત, એને ચ્યે ચ્યાહાન પાપા એછે લેય જાતહેં. ચ્યાહા વોદારે ને વોદારે વસ્તુહુલ મેળાવના એછે વોદતા રોઅના લોબ કોઅના ઇચ્છા લીદે પોરમેહેર ચ્યાહાન સજા દેઅરી.
15 ચ્યાહાય તી કોઅના બંદ કોઅય દેનહા, જીં હાચ્ચાં હેય, એને ચ્યાહાય ચ્યા હારકા ખારાબ કામ કોઅના ચાલુ કોઅય દેનહા, જીં કા બોયરા પોહો બાલામે બોજ સમયા પેલ્લા કોઅલા આતાં. ચ્યેય ખારાબ કામ કોઅઈન પોયહા મેળાવના પોસંદ કોઅયા. 16 બાકી પોરમેહેરે બાલામાલ ચ્યા ખારાબ કામહાહાટી ચ્યા ગોદડાથી ફટકો દેનો, જરી ગોદડા બોલે નાંય, બાકી ચ્યા ગોદડાય બાલામાલ યોક માઅહા પરમાણે વાત કોઅયી, જોવે તી બાલામાલ રાજાલ મિળાહાટી બોહાડીન લેય જાતી આતી, એને ચ્યાય ચ્યે સમયે પોરમેહેરાપાઅને બોલનારા બાલામાલ ગેલ્યા હારકા કામ કોઅતા રોકી લેદા.
17 યા જુઠા માસ્તાર ચ્યા પાઅયા જરહા હારકા નોકામ્યા હેતા, જ્યા ઉખાય ચુકલા હેતા. ચ્યા વાદળાં હારકા નિરાશા જનક એને નોકામ્યે હેય, જ્યાહાન જોરથી યેનારો વારો ઉડવી લેય જાહાય યા પેલ્લા કા પાઆઈ પોડી હોકે. પોરમેહેરે ચ્યાહાટી યોક જાગો તિયાર કોઅયહો, જો પુરીરીતેથી આંદારાવાળો હેય.
જુઠા માસ્તારાહા દોગા
18 જોવે ચ્યા લોકહાન હિકાડતાહા, તે ચ્યા નોકામ્યા એને અભિમાનથી બોઆલા શબ્દાહા ઉપયોગ કોઅતાહા. ચ્યા લોકહાન દેખાડતાહા કા ચ્યે ચ્યા શરમાવનારા કામહાલ કોઅય હોકતાહા, જ્યેં ચ્યાહા શરીર કોઅરા માગતેહે એને ચ્યે ચ્યા લોકહાન પાછી પાપ કોઅરાહાટી ભરમાવી દેતહા, જ્યા આમી-આમી ઓહડા ખારાબ જીવનાથી બોચીન નિંગલા હેય. 19 જુઠા માસ્તાર લોકહાન દેખાડતાહા, કા ચ્યા જી બી કાય કોઅરા માગતાહા, ચ્યાલ કોઅરાહાટી સુટ હેય, બાકી ચ્યા પોતે ગુલામ હેય, કાહાકા ચ્યાહા પોતાનો પાપમય સ્વભાવ ચ્યાહાન પાપહાથી બોઆલા કામ કોઅરાહાટી મજબુર કોઅહે. કાહાકા જીં કાયબી તુમહાન કોબજો કોઅહે, તુમા ચ્યા ચાકાર બોની જાતહા.
20 લોક દુનિયા ખારાબથી બોચી ગીયા, જોવે ચ્યાહાય ઈસુ ખ્રિસ્તાલ આપહે પ્રભુ એને તારણારો તરીકે જાંઆય લેદો. બાકી આમી યોક વોખાત પાછી ચ્યે ખારાબ કામ કોઅરા લાગી ગીયહેં એને ચ્યે ખારાબ કામે આમી ચ્યાહાન કોબજો કોઅતેહે, યાહાટી આમી ખ્રિસ્તાલ અસ્વીકાર કોઅય દેયના પાછે છેલ્લી દશા ચ્યાહા વિસ્વાસી બોનના પેલ્લી પરિસ્થીતી કોઅતીબી ખારાબ ઓઅય ગીયહી. 21 મા મતલબ ઓ હેય, કાહાકા પોરમેહેર ચ્યા લોકહાન વોદારે ગંભીરતાથી ડોંડ દેઅરી, જ્યા ખ્રિસ્તાલ છોડી દેતહા, કેવળ ચ્યાહા, જ્યાહાય ચ્યાલ કોદહી માન્યહોજ નાંય. ચ્યાહાહાટી હારાં ઓઅતા જો ચ્યા કોદહી ઈ જાંએતુજ નાંય કા પોતાના જીવનાલ ન્યાયી રીતેથી ચાલાડના કાય મોતલાબ ઓઅહે. આમી ચ્યા જાંઅતાહા, કા હારાં કાય હેય, બાકી ચ્યાહાય પોરમેહેરા ચ્યે આગનાયેહેલ અસ્વીકાર કોઅય દેન્યોહો જ્યા આમા, પ્રેષિતાહાય ચ્યાહાન હિકાડલ્યો આત્યો. 22 ચ્યાહાય જીં કોઅયાહાં, બિલકુલ તીજ વાત યા બેની દાખલા આખતાહા, “કુતરાં જીં વોકી કાડહે, એને પાછા ચ્યાલ ખાય લેહે,” એને, “જોવે કાદાં માઅહું યોકા ડુકરાલ દોવી દેહે, તે તી ડુકરા પાછા કાદવામાય લોળાંહાટી જાહાય.”