પિત્તરા લોખલાં બિજાં પત્ર
પ્રસ્તાવના
યા બિજા પત્રામાય પિત્તર દેખાડેહે કા (અધ્યાય 2) ખ્રિસ્તા હાચ્ચાયેલ કોલાહાક બોદાલલા સંસ્કારાહાલ હિકાડલા જાય રીયાહા, 1:17-18 માય ખ્રિસ્તા મહિમાયેલ પોતાના અનુભવહાલ યાદ કોઅતા હારી ખોબારે “વોદારે નિશ્ચય” હાચ્ચાયેલ જુઠા હિકાડનાલ વિરુદમાય પ્રતિકારકાલ દેખાડેહે, હારી ખોબારે “યોક આંદારા જાગામાય ચમાકનારા દિવા” હારકો હેય 1:19 અધ્યાય તીનમાય પિત્તર ચ્ચા લોકહાવોય દિયાન ખેચહે, જી ખ્રિસ્તા વિજય એને છેલ્લા નિર્ણયા વિચાર કોઅતેહે, ચ્યેજ રીતે પોરમેહેરાય યોક વોખાત પાઆયાકોય દુનિયાલ નાશ કોઅયેલ, ચ્ચેજ રીતે તો યોક દિહી પોતાની આગ પાડરી. યે વાતે ઉજવાડામાય, આમાહાય “પવિત્રતા એને ન્યાયીપણામાય” રા જોજે, જેહેકેન આમા ચ્ચા પાછા યેઅના વાટ જોવજેહે એને જી તારણ ચ્ચાય બોદા બોરહો કોઅનારાહાન વાયદો કોઅલો હેય. પિત્તરાય ઈ પત્ર લગભગ ઇસવી સન 67-68 માય લોખલાં આતા. ચ્ચા મોઅના કોલહાક સમયા પેલ્લા.
1
શુભેચ્છાયો
1 આંય સિમોન પિત્તર, જો ઈસુ ખ્રિસ્તા સેવાક એને નિવાડલો પ્રેષિત હેતાંવ, તુમહે બોદહાહાટી લોખી રિયહો, જો ચ્યા બોજ કિમત્યા બોરહાલ મેળવી હોકહ્યા, જો આમહેમાય હેય, તો બોરહો આમહે પોરમેહેર એને તારણારા ઈસુ ખ્રિસ્તાથી આમહાન દેનલો ગીયહો, જો આમહાન પોરમેહેરાઆરે હાચ્ચો ઠોરવેહે. 2 પોરમેહેર તુમહાન વોદારે ને વોદારે સદા મોયા એને શાંતી મિળવે જેહે-જેહે તુમા પોરમેહેર એને આપહે પ્રભુ ઈસુ જ્ઞાનામાય વોદતાહા.
બોરહામાય વોદના
3 આમહે પોરમેહેરાલ જાઅના લીદે ચ્યે આમહાન તી સામર્થ દેનહા જીં ચ્યાપાય હેય, યાહાટી આમહેપાય તી બોદા હેય, જ્યા આમહાન યોક આત્મિક જીવન જીવના જરુરી હેય. ચ્યે પોતાના સિદ્ધ એને મહિમામય સ્વભાવા લીદે આમહાન પોતાના લોક ઓઅરાહાટી નિવડયાહા. 4 યા બોદહાથી પોરમેહેરે આમહાન બોજ મહાન એને કિમતી વાયદા દેનહા, યાકોય આપા દુનિયા ખારાબ અભિલાષાહા પાઅને જ્યો લોકહાન નાશ કોઅત્યોહો, સુટે ઓઅય હોકજે એને પોરમેહેરા સ્વભાવા સહભાગી ઓઅય હોકજે.
5 કાહાકા તુમા પોરમેહેરા સ્વભાવામાય ભાગીદાર ઓઅનારા હેતા, યાહાટી તુમહાય કેવળ ઈસુવોય બોરહોજ નાંય કોઅરા જોજે, બાકી તુમહાય કાયામ તી કોઅના કોશિશ કોઅરા જોજે, જીં બીજહાહાટી હારાં હેય, એને તુમહાય કેવળ નાંય તી કોઅરા જોજે જીં હારાં હેય, બાકી તુમહાય ઓહડા લોકબી બોના જોજે જ્યા હોમાજદારીથી વેવહાર કોઅના જાંઅતેહે. 6 તુમહાય નાંય કેવળ ઈ જાંઅરા જોજે કા હોમાજદારીથી કેહેકેન વેવહાર કોઅના હેય, બાકી તુમહાય પોતે પોતાલ કોબજામાયબી રાખાં જોજે, એને તુમહાય નાંય કેવળ પોતે પોતાલ કોબજામાયબી રાખાં જોજે, એટલે તુમહાય મુશીબાતમાય ધીરજબી રાખાં જોજે, એને તુમહાય નાંય કેવળ ધીરજ રાખાં જોજે, બાકી તુમહાય ઓહડયે રીતેથી જીવાબી જોજે, જીં પોરમેહેરાલ પ્રસન્ન કોઅહે. 7 એને નોક્કી કોઅયા કા તુમા નાંય કેવળ પોરમેહેરાલ ખુશ કોઅનારા જીવન જીવા, બાકી ઈ બી કા તુમા તુમહે હાંગાત્યો વિસ્વાસ્યાહાવોય પ્રેમ કોઆ, જેહેકેન તુમા તુમહે બાહા એને બોઅહી આરે કોઅતેહે. એને કેવળ વિસ્વાસી બાહાહાવોયજ નાંય પ્રેમ કોઅના બાકી યોક બિજાવોય બી પ્રેમ કોઅના.
8 જો યા ગુણ તુમહામાય હેય, એને વોદતા જાતહા, તે તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ વોળખી હોકહા, જો તુમહાન ઉપયોગી એને ફળ દેનારે બોનાડી. 9 બાકી જો કાદાં માઅહું યે પરમાણે જીવન નાંય જીવે, તે તો યોક ઓહડા માઅહા હારકો હેય, જો હારિરીતે નાંય એઅય હોકે કા તો આંદળો હેય. તો વિહરાય ગીયહો કા પોરમેહેરે ચ્યા-ચ્યા પાપહાલ માફ કોઅય દેનહા, જ્યેં ચ્યાય ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના પેલ્લે કોઅલે આતેં.
10 યા લીદે ઓ મા વિસ્વાસી બાહા એને બોઅયેહેય, પોતે પોતાલ એને બિજા લોકહાન ઈ દેખાડાહાટી આજુબી હારો વેવહાર કોઅરા કોશિશ કોઆ, કા પોરમેહેરે તુમહાન આસલીમાય હાદ્યાહા એને તુમહાન પોતાના લોક ઓઅરાહાટી નિવડયાહા. જો તુમા એહેકેન કોઅહા તે તુમા નોક્કીજ પોરમેહેરાથી આલાગ નાંય ઓઅહા. 11 એને ઈ કા પોરમેહેર તુમહે ચ્યા રાજ્યામાય સ્વાગત કોઅરી જાં ઈસુ ખ્રિસ્ત હેય, જો આમહે પ્રભુ એને આમહે તારણહાર હેય, જો કાયામહાટી રાજા રાજ કોઅરી.
પિત્તરા છેલ્લો સમય
12 એટલે તુમા પેલ્લેથીજ યે વાતહેલ જાંઅતાહા એને ઈસુ ખ્રિસ્તા બારામાય હાચ્ચાં હિકાડનાલ મજબુતથી દોઅય રાખ્યાહાં, જ્યાલ તુમા વોનાયા, તેરુ બી આંય તુમહાન ચ્યાહા બારામાય યાદ કોઆડાં કાયામ ચાલુ રાખહી. 13-14 એને જાંવલોગુ આંય જીવહું તાંઉલોગુ તુમહાન યે વસ્તુહુ યાદ દેવાડતો રાવ, ને તુમહાન ચેતવીન રાખા, મા જવાબદારી હોમજુહું, કાહાકા આંય જાંઅહું કા આંય માહારીજ મોઅઇ જાહીં, જેહેકેન આપહે ઈસુ ખ્રિસ્તાય માન ચોખ્ખે રીત્યેથી દેખાડયાહા. 15 યાહાટી આંય યે વાતહેલ આમી લોખના કામ કોઅય રિયહો, એટલે મા મોઅના પાછે તુમા હર વેળાયે યાહાન યાદ રાખી હોકે.
ખ્રિસ્તા મહિમાયે દર્શન
16 જોવે આમહાય નિવાડલા શિષ્યાહાય તુમહાન આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ એને પાછા યેઅના બારામાય તુમહાન ચતુરાયથી કાય બોનલી બોનાડલ્યો કાહાન્યો નાંય આખી રીઅલા આતા બાકી, આમહાય ખ્રિસ્તા પ્રતાપ પોતાના ડોળાહાકોય એઅલો આતો. 17-18 આમા ચ્યાઆરે પવિત્ર ઉચા ડોગાવોય આતા, જોવે ચ્યાલ પોરમેહેર આબા પાઅને આદર એને મહિમા દેનલી ગીયી, ચ્યે સમયે ચ્યાપાય પ્રતાપમય મહિમા એટલે પોરમેહેરાપાઅને ઓહડો આવાજ ઈ આખતા યેનો, “ઓ મા પોતાનો પ્રિય પોહો હેય, જ્યાથી આંય પ્રસન્ન હેતાઉ” આમહાય પોતે હોરગામાઅને યેતાં ચ્યા આવાજાલ વોનાયા.
19 યાહાટી આમા ભવિષ્યવક્તાથી લોખલાં ગીઅલા પવિત્રશાસ્ત્રમાય આજુબી વોદારે મજબુત હેય, જો તુમા યા સંદેશાવોય દિયાન દાહા, તે તુમા યોક હારાં કામ કોઅહા, કાહાકા ઈ યોક દિવા હારકા હેય જીં આંદારામાય ઉજવાડો દેહે, જાવ લોગુ કા દિહી નાંય નિંગે એને ખ્રિસ્તા ઉજવાડો તુમહે રુદયામાય ચમકેહે, કા જ્યેં પરમાણે હાકાળ્યો ચાંદાલો દુનિયામાય ઉજવાડો લેય યેહે. 20 બાકી ઈ મહત્વા હેય, કા તુમા યે વાતેલ હુમજા કા પવિત્રશાસ્ત્રામાય તુમા ભવિષ્યવક્તાહા જીં વચન વાચતાહા તી કેવળ ચ્યાહા પોતાના વિચાર નાંય હેય. 21 કાહાકા કોઅહિબી ભવિષ્યવાણી કોદહીબી માઅહાથી તિયાર નાંય જાયી, બાકી પવિત્ર આત્માય લોકહા રુદયાલ બોઅયા, જોવે ચ્યાહાય પોરમેહેરાથી યેનલો સંદેશ આખ્યો.