થેસ્સાલોનિક મંડળીલ પાઉલ પ્રેષિતનો લોખલાં પેલ્લા પત્ર
પ્રસ્તાવના
થેસ્સાલોનિક મંડળીલ પાઉલ પ્રેષિતનો લોખલાં પેલ્લા પત્ર પાઉલ પોતાના બોરહામાય નવા વિસ્વાસ્યાહાલ આનંદિત કોઅરાહાટી ઈ પત્ર લોખલાં આતા, એટલે જ્યા લોક માઆઇ ટાકલા ગીઅલા આતા ચ્ચાહા અનંત અવસ્થા બારામાય ચ્ચાહાન, પ્રભુવા યેઅના (4: 15), યાદ દેવાડાહાટી આસ્વાસન દેનલા જાય હોકે, એને ચ્ચાહાન ઈશ્વરીય જીવનાહાટી પ્રેષિત કોઅના. પાઉલે ચ્ચાહાન શાંતિથી રોઅના વિનાંતી કોઅયી. એને ચ્ચાહાન “બોદયે પરિસ્થીતીમાય ધન્યવાદ દેના” 5:18, થેસ્સાલોનિકી, ગ્રીસ મકોદુનિયા રાજધાની આતી. ઈ મહત્વપૂર્ણ વેપારા વાટેવોય આતા. પાઉલ બેન વોખાત લેખકા રુપામાય વોળાખલો ગીયો 1:1; 2:18 પોતાના મિશનરી મુસાફરી માય થેસ્સાલોનિકામાય મુસાફરી કોઅયી બાકી યહૂદીયાહા વિરોદ લીદે નાહરાહાટી મજબુર ઓઅય ગીયો. ચ્ચાહાય તિમોથ્યાલ મોઠા જાગાવોય ગેર યહૂદીયાહા મંડળીઆરે કામ કોઅરાહાટી દોવાડયો, એને તિમોથ્યાય ચ્ચાહાન ચ્ચાહા બોરહા 3:6 હારી ખોબાર દેની. ઈ પાઉલા પેલ્લા પત્રહામાઅને યોક હેય, ઓઅય હોકે ઇસવી સન 51 માય લોખલાં ગીઅલા.
1
સલામ
1 પાઉલ એને સિલવાનુસ એને તિમોથી આમા ઈ પત્ર થેસ્સાલોનિક મંડળીલ લોખજેહે, જીં પોરમેહેર આબા એને પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય હેય, પોરમેહેર તુમહાવોય સદા મોયા એને તુમહાન શાંતી દેય.
થેસ્સાલોનિક લોકહા હારો દાખલો
2 આમા જોવે-જોવે પ્રાર્થના કોઅજેહે તોવે તુમહાન યાદ કોઅજેહે તુમહે બોદહાહાટી પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે. 3 જોવે આમા આમહે પોરમેહેર આબાલ પ્રાર્થના કોઅજેહે, તો ચ્યે કામે જ્યેં તુમા પોરમેહેરાવોય બોરહો કોઅલા લીદે કોઅતેહે, એને વિસ્વાસી લોકહા મોદાત કોઅરાહાટી તુમા કોઠણ મેઅનાત કોઅતેહે કાહાકા તુમા ચ્યાહાવોય પ્રેમ કોઅતેહે, તુમા સતાવણી સહન કોઅતેહે કાહાકા તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેયના આશા કોઅય રીઅલે હેય.
4 ઓ બાહાહાય, તુમહાવોય પોરમેહેર પ્રેમ કોઅહે, એને આમા જાંઅજેહે કા પોરમેહેરાય તુમહાન ચ્યા લોક બોનાહાટી નિવડી લેદલા હેય. 5 કાહાકા આમહાય તુમહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર ખાલી બોલના કોયજ નાંય આખી, બાકી પવિત્ર આત્મા સામર્થ્યાકોય એને પુરી ખાત્રીકોય તુમહાન આખી, તુમા જાંઅતેહે કા આમા તુમહે હારાહાટી તુમહે વોચમાય કેહેકેન રિયા.
6 તુમહાય આમહે એને પ્રભુવા અનુસરણ કોઅયા તુમહાવોય બોજ મુશ્કેલી આતી તેરુંબી તુમહાય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારેલ આનંદથી ગ્રહણ કોઅયો, જો પવિત્ર આત્માકોય દેનલો હેય. 7 એહેકેન તુમા મોકોદુનિયા વિસ્તારા એને આખાયા દેશા બોદા વિસ્વાસ્યાહાહાટી નમુનો બોની ગીયા.
8 તુમહે પાયને પ્રભુવા હારી ખોબાર કેવળ મોકોદુનિયા વિસ્તાર એને આખાયા દેશામાયજ નાંય ફેલાયા, બાકી બોદી જગ્યા જાં આમા જાજહે, લોક આમહે આરે પોરમેહેરાવોય તુમહે બોરહા બારામાય વાત કોઅતાહા, યાહાટી આમહાન બીજહાન તુમહે બોરહા બારામાય આખના ગોરાજ નાંય હેય. 9 કાહાકા ચ્યા લોક બીજહાન આખતાહા કા જોવે આમા તુમહેપાય યેના તોવે તુમહાય કેહેકેન આમહાન આવકાર કોઅયા, એને કેહેકેન તુમા મુર્તિપાઅને દુર ઓઇન હાચ્ચાં જીવતા પોરમેહેરા સેવા કોઅરાહાટી પોરમેહેરાપાય વોળી યેના. 10 એને ચ્યા પોહા ઈસુ ખ્રિસ્તા હોરગામાઅને પાછા યેયના વાટ જોવાં, જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને જીવતો કોઅયો, એટલે ઈસુલ, જો આપહાન યેનારી સજા પાઅને બોચાડેહે.