2
પાઉલા નમુનો
ઓ બાહાહાય, તુમહાન ખોબાર હેય, કા આમહે તાં ઈહીં યેયના ફાયદાહાટી આતા. તુમહાન ખોબાર હેય, કા પેલ્લા આમહાય ફિલિપ્પી શેહેરામાય દુઃખ વેઠયાં એને અપમાન સહન કોઅયા તેરુંબી આમહે પોરમેહેરે આમહાન ઓહડી ઈંમાત દેની, કા થેસ્સાલોનિકી લોકહાય આમહે વિરુદ કોઅયો તેરુંબી આમહાય તુમહાન ખ્રિસ્તા હારી ખોબાર આખી.
કાહાકા આમહે હિકાડના તુમહાન દોગો દેયના નાંય એને નાંય ખારાબ વિચારાકોય, કા છેતરાહાટી નાંય હેય. પોરમેહેરાય આમહાન બોરહાવાળા હોમજીન હારી ખોબાર આખના કામ હોઅપ્યા, યાહાટી આમા માઅહાન નાંય બાકી આમહે મન પારખનારો પોરમેહેરાલ ખુશ કોઅરાહાટી હિકાડજેહે.
તુમહાન ખોબાર હેય, કા આમહાય કાદે દિહી તુમહાન ફુલાવીન વાત નાંય આખ્યેલ, આમહાય તુમહાપાયને લોબ રાખીન પોયહા મેળવાહાટી નાંય કોઅયા, પોરમેહેર સાક્ષી દેહે કા આમા એહેકેન નાંય કોઅજે. કાદે દિહે માઅહા પાયને માનપાન નાંય હોદયા, કા તુમહે પાયને નાંય, એને બીજહા પાયને બી નાંય, એને જો આમા ખ્રિસ્તા પ્રેષિત ઓઅના કારણ તુમહેપાઅને મોદાત માગના આમહે ઓદિકાર આતો.
આમા ઈસુ ખ્રિસ્તા પ્રેષિત ઓઅનાથી તુમાહાવોય ઓદિકાર ચાલાડી હોકતા, બાકી આમા તુમહે વોચમાય હાના પોહહા હારકા નમ્ર બોનીન રિયા, એને જ્યા રીતીકોય આયહો આપહે પાહહાન પાલન-પોષણ કોઅહે, તેહેકેનુજ આમહાયબી તુમહે વોચમાય રોયન કરુણતા દેખાડલા હેય. તુમહેહાટી આમહે કળવળા એને બોજ પ્રેમા લીદે તુમહાન પોરમેહેરા હારી ખોબાર દાં ઓલહાંજ નાંય બાકી આમહે જીવ બી દાં આતા. કાહાકા ઓ બાહાહાય, તુમહાન આમહે કોઠણ મેઅનાત કોઅના યાદ ઓઅરી, તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબારે પ્રચાર કોઅતા સમયે આમા રાત-દિહી કામ-ધંદો કોઅતા રિયા, કા આમહાન જીં ગોરાજ હેય તી પુરાં કોઅરાહાટી તુમહાન કાય દેઅના ગોરાજ નાંય પોડે.
10 તુમા પોતે સાક્ષી હેય, એને પોરમેહેર બી સાક્ષી હેય, કા તુમા બોદા વિસ્વાસ્યાહા આરે આમહે સ્વભાવ કોલો હાચ્ચો, ન્યાયી એને દોષવોગાર્યો હેય. 11 તુમહાન ખોબાર હેય કા જેહેકેન આબહો પાહહાન હોમજાડેહે, તેહેકેન આમહાયબી તુમા બોદહાલ હિકાડતા, દિલાસો દેતા એને હોમજાડતા આતા. 12 કા તુમા ઓહડા જીવન જીવા જ્યાથી પોરમેહેર ખુશ ઓએ, જો તુમહાન પોતાના રાજ્યામાય એને મહિમામાય હાદહે.
થેસ્સાલોનિક લોકહા બોદલાના
13 યાહાટી આમા સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે કા જોવે આમા તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબાર પ્રચાર કોઅયો તોવે તુમા વોનાયા તે તુમહાય યા સંદેશાલ માઅહા નાંય બાકી પોરમેહેરા સંદેશ હેય એહેકેન કોઇન સ્વીકાર કોઅયા, એને તી તુમહેમાય કામ કોઅહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.
14 યાહાટી ઓ બાહાહાય, તુમહાય તેહેકેન સતાવણી સહન કોઅયી જેહેકેન પોરમેહેરાવોય બોરહો કોઅનાર્યે મંડળી વિસ્વાસ્યાહાય સહન કોઅયા જ્યો યહૂદીયા વિસ્તારમાય ઈસુ ખ્રિસ્તામાય હેય, કાહાકા તુમહાય બી તુમહે લોકહાપાઅને તેહેકેન દુઃખ વેઠયાં, જેહેકેન ચ્યાહાય યહૂદીયાહાપાઅને વેઠયાહા. 15 જ્યાહાય પ્રભુ ઈસુવાલ એને ભવિષ્યવક્તાહાલ બી માઆઇ ટાક્યા, એને આમહાન સતાવ્યા, પોરમેહેર ચ્યાહાકોય ખુશ નાંય હેય, એને ચ્યા બોદા લોકહા વિરુદ કોઅતાહા. 16 એને ચ્યા ગેર યહૂદીયાહાલ ચ્યાહા તારણા બારામાય વાત કોઅરાહાટી આમહાન રોકતાહા. ચ્યા ચ્યાહા પાપ વોય પાપ જોડતા જાતહા, જાવ લોગુ પોરમેહેર ચ્યાહાન ડૉડ નાંય દેય, એને સેલ્લે નોક્કી પોરમેહેર ચ્યાહાન સજા દેનારો હેય.
મંડળ્યેઆરે પાછા મિળના ઇચ્છા
17 ઓ બાહાહાય, જોવે આમા વોછા દિહી લોગુ મોનામાય નાંય બાકી શરીરાકોય તુમહાપાયને જુદા પોડ્યા, તે આમહાય મોઠી કળવાળા કોય તુમહાન એઅરાહાટી કોશિશ કોઅયી. 18 યાહાટી આમહાય વિશેષ કોયન આંય પાઉલ તુમહે ઈહીં યાહાટી કોલાદા કોશિશ કોઅયી, બાકી સૈતાન આમહાન તુમહેપાય ફિરી યાહાટી રુકાવાટ કોઅતો રિયો. 19 જોવે આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો યેઅરી, તોવે તુમહાન છોડીન આમહે આશા એને આનંદ, આમહે મહિમા મુગુટ કું રોય? કાય તી તુમા નાંય હેય? 20 નોક્કીજ, તુમાંજ આમહે મહિમા એને આનંદ હેય.