3
તિમોથીલ દોવાડના 
  1 યાહાટી જોવે તુમહાન દેખ્યા વોગર આમહા થી નાંય રોવાયાં, તોવે આંય પાઉલ એને સિલાસ આમહાય એથેન્સ શેહેરામાય યોખલા રોઅના નોક્કી કોઅયા.   2 એને આમહાય તિમોથી જો ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅનામાય આમહે હાંગાત્યો બાહા, એને પોરમેહેરા સેવક હેય, ચ્યાલ તુમહાપાય દોવાડયો, કા તો તુમહાન બોરહા બારામાય મજબુત કોએ ને ઉત્તેજન દેય.   3 જ્યેં થી કાદાબી વિસ્વાસી બાહા કા બોઅહી ઈ દુઃખ વેઠના લીદે બોરહામાઅને ઓટી નાંય જાય, કાહાકા તુમહાન ખોબાર હેય, આપહાન દુઃખ વેઠાં પોડી.   
 4 જોવે આમા તુમહે ઈહીં રોજે તોવે આમહાય પેલ્લાજ તુમહાન આખી રીઅલા આતા, કા આમહાન દુઃખ વેઠાં પોડી, એને તેહેકેન બોન્યા બી, એને ચ્યા તુમહાન ખોબાર હેય.   5 યાહાટી જોવે માન નાંય રોવાયાં, તોવે માયે તિમોથીલ તુમહે બોરહા બારામાય ખોબાર લાંહાટી દોવાડયો, કા એહેકેન નાંય ઓએ, કા પરીક્ષા કોઅનારો સૈતાનાય તુમહે પરીક્ષા કોઅયી ઓરી, એને આમહે મેહનાત ઓમથીજ ઓઅય જાય.   
તિમોથી થી ઉત્સાહિત 
  6 બાકી તિમોથી તુમહે તાઅને આમહે ઈહીં યેયન તુમહે બોરહા એને પ્રેમા હારી ખોબાર આખી, એને ઈ વાત બી આખી, કા તુમા સાદા પ્રેમ ને હાતે આમહાન યાદ કોઅતેહે, એને આમહાન મિળાહાટી કળવાળા કોઅતેહે, જેહેકેન આમા તુમહાન એઅરાહાટી કોઅજેહે.   7 યાહાટી, ઓ બાહાહાય, આમહે બોદા દુઃખ એને સતાવણી બી તુમહે બોરહા બારામાય વોનાયને આમહાન દિલાસો મિળ્યો.   
 8 કાહાકા જોવે આમી તુમા પ્રભુવોય બોરહો કોઅનામાય મજબુત હેતા, તોવે ઈ આમા જીવજેહે એહેકેન લાગહે.   9 એને જેહેકેન આનંદ તુમહે લીદે આમહાન પોરમેહેરા હામ્મે જાયો, ચ્યાહાટી આમા પોરમેહેરા આભાર કેહેકેન માની હોકજે?   10 આમા રાત દિહી બોજ પ્રાર્થના કોઅતા રોજહે, કા તુમહાન પાછા મિળજે, જ્યેં થી ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો આજુ મજબુત કોઅરાહાટી આમા તુમહે મોદાત કોઅય હોકજે.   
મંડળી લોકહાહાટી પ્રાર્થના 
  11 આમા પ્રાર્થના કોઅજેહે કા, આમહે પોરમેહેર આબો એને પ્રભુ ઈસુ, તુમહે ઈહીં યાહાટી આમહાન મોદાત કોઅય.   12 આમા પ્રાર્થના કોઅજેહે કા, પ્રભુ એહેકેન કોએ, કા જેહેકેન આમા તુમહેવોય પ્રેમ કોઅજેહે, તેહેકેન તુમાબી બોદહાવોય પ્રેમ કોએ, એને પ્રેમામાય બોજ વોદતે જાય.   13 આમા પ્રાર્થના કોઅજેહે કા તો તુમહે મોનાલ એહેકોય મજબુત કોએ, કા જોવે આમહે પ્રભુ ઈસુ આપહે બોદા પવિત્ર લોકહાઆરે પાછો ફિરીન યેય તે તો આમહે પોરમેહેરા એને આબા હારકો પવિત્ર એને દોષવોગાર રોય.