4
પવિત્ર જીવન જીવના
ઓ વિસ્વાસી બાહાહાય, તુમા આમહેપાઅને ઈ શિક્ષણ મિળવી ચુકલા હેય, કા કેહેકેન જીવા જોજે એને પોરમેહેરાલ ખુશ કોઅરા જોજે, એને તુમા એહેકેન જીવતાહા બી, સેલ્લે, આમા પ્રભુ ઈસુમાય તુમહાન ઈ વિનાંતી કોઅતા એને હોમજાડતાહા કા તુમા યા બારામાય વોદતે જાં. કાહાકા તુમા જાંઅતાહા કા તી શિક્ષણ આમહાય તુમહાન દેનલા હેય તી ઈસુ ઓદિકારથી હેય.
કાહાકા પોરમેહેરા મોરજી ઈજ હેય, કા તુમહાન પવિત્ર બોના જોજે, એને વ્યબિચાર નાંય કોઅરા જોજે. તુમહામાઅને યોકાયોક જાંઆ પોતાના થેઅયેવોય પવિત્ર એને માન હાતે વ્યવહાર રાખા જોજે. તુમહાન ઈ કામ જુઠી મોરજયેકોય નાંય કોઅરા જોજે, જેહેકેન જ્યા લોક પોરમેહેરાલ નાંય જાંએત ચ્યાહા હારકા નાંય કોઅના. યે વાતમાય કાદાય બી બીજહાન છેતારના નાંય, એને નાંય ચ્યાહાવોય અન્યાય કોઅના, કાહાકા પ્રભુ ઈસુ ચ્યાહાન સજા દેઅરી, જ્યેં એહેકેન કામ કોઅતેહે, જેહેકેન તુમહાન આમહાય પેલ્લાજ સાફ રીતીકોય હોમજાડી દેનલા આતા.
કાહાકા પોરમેહેરે આપહાન ખારાબ જીવન જીવાહાટી નાંય, બાકી પવિત્ર જીવન જીવાહાટી હાદલા હેય. યાહાટી જીં માઅહું યા નિયમાહાલ નાંય માને, તો માઅહા નિયમ નાંય, બાકી પોરમેહેરા નિયમ નાંય માને, જો તુમહાન ચ્યા પવિત્ર આત્મા દેહે.
પ્રેમ એને કામ
યોકબીજા વિસ્વાસીવોય પ્રેમ રાખના બારામાય તુમહાન લોખના ગોરાજ નાંય હેય, કાહાકા યોકબીજાવોય પ્રેમ કોઅના તુમા પોરમેહેરા પાયને હિક્યાહા. 10 એને તુમા મોકોદુનિયા વિસ્તારમાય રોનારા બોદા વિસ્વાસી લોકહાઆરે એહેકેન પ્રેમ કોઅતાહા, તેરુંબી ઓ બાહાહાય, આમા તુમહાન વિનાંતી કોઅજેહે આજુબી વોદતા જાં. 11 એને જેહેકેન તુમહાન આમહાય હોમજાડ્યેલ, તેહેકેન શાંતીકોય જીવન જીવા, એને બીજહા વાતમાય નાંય પોડતા, એને પોતે મેઅનાત કોઇન કામાણી કોઅના કોશિશ કોઆ. 12 જ્યેં થી અવિસ્વાસી માઅહું તુમહે વ્યવહાર એઇન આદર કોએ, એને તુમહાન જીં વસ્તુ ગોરાજ હેય ચ્યેહાટી બીજહા આધારે નાંય જીવા પોડે.
ખ્રિસ્તા પાછા યેયના
13 ઓ વિસ્વાસી બાહાહાય, આમહે મોરજી હેય કા જ્યેં મોઅઇ ગીયે ચ્યા બારામાય તુમહાન જાણ જોજે, એહેકેન નાંય ઓઅય કા તુમહાન ચ્ચાહા રોકા શોક કોઆ જ્યાહાન આશા નાંય હેય, કા ચ્યે મોઅલા માઅને પાછો જીવતે ઓઅનારે હેય. 14 કાહાકા જો આપા બોરહો કોઅજેહે કા ઈસુ મોઅયો એને પાછો જીવી ઉઠયો, તો તેહેકેન જ્યેં ઈસુવોય બોરહો કોઅતા મોઅઇ ગીયે, પોરમેહેર ચ્યાહાનબી ઈસુઆરે પાછો લેય યી. 15 આમહાન જીં પ્રભુ ઈસુ પાઅને શિક્ષા મિળલી હેય, ચ્યાપરમાણે આમા તુમહાન આખજેહે કા, આપા, જ્યેં જીવતે હેય, એને જ્યેં પ્રભુ ઈસુ પાછા યેયના લોગુ જીવતે રોય, તો જ્યેં મોઅઇ ગીઅલે હેય ચ્યાહા કોઅતા પેલ્લા ઈસુઆરે નાંય મિળહું.
16 કાહાકા પ્રભુ ઈસુ પોતે હોરગામાઅને યેઅરી, તો ઉચા શબ્દા હાતે આદેશ દેઅરી એને લોક યોક મુખ્ય હોરગા દૂતાલ હાદતા વોનાયી એને પોરમેહેરા તુતારી ફુકલી જાય, એને જ્યેં ખ્રિસ્તાવોય બોરહો કોઅતા મોઅઇ ગીઅલે હેય, ચ્યે પેલ્લે જીવી ઉઠી. 17 ચ્યા પાછે આપા જ્યા જીવતા એને બોચી રહું, આપા ચ્યાહા આરેજ વાદળાવોય ઉઠાવાય જાહાંવ, એને આકાશામાય પ્રભુ ઈસુઆરે મિળહું, એને ચ્યા સમયાપાઅને આપા સાદા પોરમેહેરાઆરે રોહુ. 18 યાહાટી યે વાતે થી તુમા યોકબિજાલ દિલાસો દેતા રા.