5
મંડળી વિસ્વાસી લોકહાઆરે રોઅના
ડાયા માઅહાન ઠોપકો દેયને નાંય, બાકી આબહો માનીન ચ્યાલ હોમજાડ, એને જુવાન્યાહાલ પોતાનો બાહા હોમજીન સલાહ દે. ડાયેં થેએયેહેન આયહો માનીન હોમજાડ, એને જુવાન થેએયેહેન બોઅહી હોમજીન ચ્ચે આરે ચોખ્ખાં મોનાકોય વ્યવહાર કોઓ.
વિધવાહાન મોદાત કોઅના
ચ્યે વિધવા થેએયેહેલ આદર કોઓ, જ્યેહે જરૂરત પુરી કોઅરાહાટી એને જ્યેહે દેખભાલ કોઅરાહાટી કાદાં નાંય હેય. એને જો કાદી વિધવા થેએયે પોહેં કા પોહહા પોહેં ઓઅરી, તે ચ્યે બોદહા પેલ્લા પોતે ગોરહ્યાહાટી તી કામ કોઅરા જોજે, જીં ખ્રિસ્તી વિસ્વાસી ઓઅના લીદે ચ્ચાહાન કોઅરા જોજે, એહેકેન કોઇન ચ્ચે આપહે આયહે આબહા એને મોઠાયો મોઠાઆબા ઉપકારાહાલ ફેડ કોઅતેહે. પોરમેહેરાલ ઈંજ ગોમહે.
જીં હાચ્ચીજ વિધવા હેય, જ્યેં કાદાં નાંય હેય, તી પોરમેહેરાવોયજ આશા રાખહે, એને રાત-દિહી વિનાંતી એને પ્રાર્થના કોઅતી રોહે. જ્યો વિધવા ચ્યેહે બોદો સમય મોજમજામાય વિતાવે, ચ્યો યોક મોઅલા માઅહા હારક્યો હેય, ચ્યો જીવત્યો રોયનેબી, મોઅલા માઅહા હારક્યો હેય.
વિસ્વાસ્યાહાલ યો વાતો આગ્રહથી આખ, યાહાટી કા કાદાબી ચ્ચેવોય દોષ નાંય લાવે. બાકી જો કાદો પોતે ગોરહયા, ખાસ કોઇન પોતે કુટુંબા મોદાત નાંય કોએ, તે ચ્યાય બોરહો કોઅના છોડી દેનલો હેય, એને અવિસ્વાસ્યા કોઅતો ખારાબ બોની ગીઅલો હેય.
જી વિધવા હાંઈટ વોરહાથી વોદારે ઓઅઇ ગીયી ઓરી, એને તી યોકાજ માટડા પ્રતિ ઈમાનદાર રોયી ઓરીતે તું ચ્યેહે નાંવ વિધવાયેહે યાદ્યેમાય લોખી લે. 10 એને બિજા લોકહાન યે વાતહે ઓળખાણ કોઅરા જોજે, કા ચ્યે સાદા હારેં કામ કોઅલે હેય, મતલબ, પોહહાલ હારેકોય હાંબાળ કોઅયા ઓરી, ગાવારાહા સેવાચાકરી કોઅલી હેય, મુસાફરી કોઅનારા વિસ્વાસીયાહા આપહે ગોઆમાય આવકાર કોઅયાહાં, જ્યેં દુઃખામાય આતેં ચ્યાહા મોદાત કોઅયીહી, ચ્યે બોદે જાત્યે હારેં કામ કોઅરાહાટી પોતાલ સમર્પિત કોઅલા હેય.
11 બાકી જુવાન વિધવાહા નાંવ યાદ્યેમાય નાંય લોખના, કાહાકા જોવે ચ્યે શરીરા ઉસ પુરી કોઅરા ઇચ્છા વોદી જાઅરી, તોવે તી ખ્રિસ્તા સેવા કોઅના વાયદાલ તોડીન પાછા વોરાડ કોઅરા હોદહે. 12 એને પાછા વોરાડ કોઇન પેલ્લો વાયદો તોડીન દોષી બોનહે.
13 એને ચ્યાઆરે ગોઅહે-ગોઅહે જાયને આળહી બોની જાહે, એને આળહીજ નાંય બાકી બિજા લોકહા બારામાય ચુગલી કોઅતી રોહે, એને બીજહા કામામાંય રુકાવાટ કોઅહે, એને ઓહડયો વાતો કોઅહે જ્યેહેલ નાંય કોઅરા જોજે. 14 ચ્યાહાટી મા સલાહ હેય કા જુવાન વિધવા થેએયો વોરાડ કોઅય, એને પાહહાન જન્મો દેય, એને ગુઉ હાંબાળે, એને કાદાબી વિરુદી લોકહાન બુલ કાડના મોકો નાંય દેય. 15 કાહાકા કોલહ્યોક જુવાન વિધવા થેઅયો પોરમેહેરા આગના પાલન કોઅના છોડીન સૈતાના ઇચ્છા પુરી કોઅય રિઅલ્યો હેય. 16 જોવે યોકતી વિસ્વાસી થેએયે કુટુંબામાય વિધવા થેએ ઓરી, તે તી ચ્યેલ યાહાટી મોદાત કોએ, કા ચ્યેલ સાંબાળના જવાબદારી મંડળીવોય નાંય રોય, જ્યેથી મંડળી ચ્યે વિધવાહા મોદાત કોઅય હોકે જ્યેહેલ સાંબાળનારા કાદાં નાંય હેય.
વચન હિકાડનારા ડાયાહાન આદર
17 જ્યા મંડળી વડીલ ચ્યાહા કામ હારેરીતે કોઅય રીઅલા હેય, ચ્યાહાન યોગ્ય માનપાન એને પુરતી મોદાત કોઅરા જોજે, ખાસ કોઇન જ્યા લોક જ્યા પોરમેહેરા વચન હિકાડતાહા એને પ્રચાર કોઅરાહાટી કઠીણ મેઅનાત કોઅતાહા. 18 કોલહાક જગ્યે પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “મોળાંહાટી જૂપલા બોળદ્યાલ ગોડવેં બાંદના નાંય,” કાહાકા, “મજૂરીયાલ ચ્યા યોગ્ય કાંબારાં લેયના ઓદિકાર હેય.”
19 યોક મંડળી વડીલા વિરુદ પાપ કોઅના આરાપ તાંવ લોગુ નાંય લાવલો જાય જાવ લોગુ બેન કા તીન લોકહાકોય યોકુજ વાતેહાટી ચ્યાવોય આરાપ નાંય રોય. 20 જ્યેં વિસ્વાસી પાપ કોઅતેહે ચ્યાહાન બોદહા હામ્મે ઠપકો દે, જેથી બિજા વિસ્વાસી લોક પાપ કોઅરાહાટી ધાકાય.
21 આંય પોરમેહેર, ઈસુ ખ્રિસ્ત એને ચ્યા નિવાડલા હોરગા દૂતહાન સાક્ષીદાર હોમજીન તુલ ઈ જવાબદારી હોપતાહાવ કા વોગર પક્ષપાત કોઅયા યે વાતહે પાલન કોઓ, એને પક્ષપાતકોય કોઅહાજ કામ નાંય કોઅના. 22 કાદાબી માઅહાલ મંડળીમાય આગેવાન બોનાડાહાટી ઉતવાળ મા કોઅહે, જાવ લોગુ તો ખ્રિસ્તા પ્રતિ ઈમાનદારી સાબિત નાંય કોઅય, બીજહા પાપા ભાગીદાર નાંય બોનના, પોતાલ પવિત્ર બોનાડી રાખના.
23 આમીને તું પાઆયજ મા પિયહે, બાકી તો બુકા તકલિફે લીદે એને ગેડી-ગેડી બિમાર ઓઅના લીદે તું વાહાય દારાખા રોહોબી પિજે. 24 કોલહાક લોકહા પાપ ન્યાય કોઅના પેલ્લા ખોબાર પોડી જાતહેં, બાકી કોલહાક જાંઅહા પાપ પાછે ખોબાર પોડહે. 25 યાજ પરમાણે, કોલહાક લોકહા હારેકામે પ્રગટ હેય, એને જ્યેં હારેં કામે નાંય ખોબાર હેય, તે ચ્યે ગુપ્ત નાંય રોય હોકે.