કરિંથ મંડળીલ પાઉલ પ્રેષિતનો લોખલાં બિજાં પત્ર
પ્રસ્તાવના
કરિંથ લોકહાહાટી પાઉલા બિજા પત્રામાય પેલ્લા પત્રામાય સંબધિત કોઅલ્યો કોલહ્યોક વસ્તુહુવોય ચર્ચા કોઅહે, બાકી નોવા મુદ્દા બી સંબધિત હેય, જેહેકોય પેલ્લા કરિંથ પત્રમાય વિસ્વાસી લોકહાન યોકબીજાઆરે એકતામાય ઓઅના બારામાય આખહે, યા પત્રમાય પાઉલા મંડળીલ વિનાંતી કોઅયી કા ચ્ચાઆરે ચ્ચા સેવામાય બેગે ઓઅય જાય. બિજા કરિંથમાય હારી ખોબારે સેવા (અધ્યાય 2-5), પવિત્ર જીવનાહાટી પ્રોત્સાહન (અધ્યાય 6-7), એને દેઅના બારામાય નિર્દેશ (અધ્યાય 8-9). પાઉલાય ઈ પત્ર પેલ્લા કરિંથ લોકહાન લોખના યોક વોરહા પાછે લગભગ 56 ઇસવી સન માય લોખ્યાં.
1
સલામ
1 આંય પાઉલ જો પોરમેહેરા ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, એને બાહા તિમોથિયુસાં તરફથી, ઈ પત્ર કરિંથ શેહેરામાય પોરમેહેરા જીં મંડળી હેય, એને આખાયા વિસ્તારા બોદા પવિત્ર લોકહાહાટી હેય. 2 આપહે પોરમેહેર આબહો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમહેવોય સદા મોયા કોએ એને તુમહાન શાંતી દેતો રોય.
શાંતી પોરમેહેર
3 આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા એને પોરમેહેર આબહા સ્તુતિ ઓએ, જો બોજ દયાળુ આબહો એને બોદ્યેજ જાત્યે દિલાસાનો પોરમેહેર હેય. 4 પોરમેહેર આપહે બોદાજ દુ:ખામાય દિલાસો દેહે એટલે બીજહાન દિલાસો દેય હોકજે, આમા ચ્યા જ્યા દુ:ખામાયજ હેય ચ્યે રીતેથી દિલાસો દેય હોકજે, જેહેકેન પોરમેહેર આપહાન દિલાસો દેહે.
5 કાહાકા, જ્યેં રીતે આમા ખ્રિસ્તા કોલહાક દુ:ખાહામાય સહભાગી હેય, ચ્યેજ રીતે ખ્રિસ્તાથી આમહાન વોદારે દિલાસો મિળતો રોય. 6 જોવે આપા દુ:ખ વેઠજેહેં, તે ઈ તુમહે દિલાસા એને તારણાહાટી હેય એને આમા જો દિલાસો મેળાવજેહે, તે ઈ તુમહે દિલાસાહાટી હેય, જ્યા પ્રભાવથી તુમા ધીરજથી ચ્યા દુ:ખહાલ વેઠી લેતહેં, જ્યાહાન આમા બી વેઠજેહેં. 7 એને આમહે આશા તુમહે બારામાય મજબુત હેય, કાહાકા આમા જાંઅતેહે, કા જ્યેં રીતે તુમા આમે દુ:ખહામાય ભાગીદાર હેય, તેહેકેનુજ તુમા આમહે દિલાસામાયબી ભાગીદાર ઓઅહા.
દુઃખ થી બોચાવ્યા
8 ઓ બાહા એને બોઅયેહેય, આંય વિચારતાહાવ કા તુમા ચ્યા દુ:ખહાબારામાય જાંએ જીં આમહેવોય યી પોડ્યા જીં આસિયા વિસ્તારામાય આમહાન વેઠાં પોડ્યા, ઓહડા બારી વોજા માય દાબાય ગીઅલાં આતા, જીં આમે સહન શક્તિથી બારે આતા, ઓલે લોગુ કા આમાહાય જીવતા રોઅનાબી આશા છોડી દેનેલ. 9 બાકી આમહાય પોતાના મોનામાય હોમજી લેદલા આતાં, કા આમા મોઅનારાજ હેજે, ઈ યાહાટી જાયા કા આમે પોતાનાવોય નાંય બાકી પોરમેહેરાવોય બોરહો મજબુત રાખે, જો મોઅલાહાન પાછો જીવાડેહે. 10 ચ્યાય આપહાન ઓહડા સંકાટા માઅરે બોચાડ્યા, એને બોચાડી, એને આમહાય ચ્યાવોય આશા રાખીહી, કા તો આગલાબી આમહાન બોચાડતો રોઅરી.
11 કાહાકા તુમા પોતાની પ્રાર્થનાથી આમે મોદાત કોઅતાહા, એટલે જીં વરદાન બો બોદહાથી આમહાન મિળી ચ્યા લીદે બો બોદા લોક આમહે તરફથી પોરમેહેરાલ ધન્યવાદબી દેય.
ચોખ્ખાં રુદય
12 કાહાકા આમા યોક વાતે વખાણ કોઅજેહે, કા આમહે અંતકરણ આમહાન બોરહો દેહે, કા આમહાય માઅહા આરે એને વિશેષ કોઇન તુમહે લોકહાઆરે આમહે વેવહાર પોરમેહેરાથી પવિત્ર એને હાચ્ચાયે નુસાર આતો, જો લોકહા જ્ઞાનાનુસાર નાંય બાકી પોરમેહેરા સદા મોયા હાતે આતો. 13-14 આમા તુમહેહાટી કાયામ પત્ર લોખજેહે કા તુમા વાચી હોકે એને હોમજી હોકે. માન આશા હેય કા તુમા જીં વાત આમી વોછી હોમાજતેહે, ચ્યાલ પાછે પુરિરીતેકોય હોમજાહા એને તી વાત ઈ હેય કા જ્યેં રીતે તુમા આમહે પ્રભુ ઈસુ પાછા યેયના દિહી આમહે વોખાણ કોઅહા, ચ્યેજ રીતે આમા બી તુમહે વોખાણ કોઅહુ.
મુસાફિર્યેમાય બદલાણ
15 માન બોરહો આતો કા તુમા લોક આમહાન હોમજાહા, યાહાટી આંય તુમહેપાય યા માગતો આતો, એટલે તુમહાન મા તરફથી બેન મુસાફિર્યેહે લીદે ડબલ બોરકાત મીળે. 16 મા યોજના આતી કા આંય તુમહે પાહિથી રોયન મોકોદુનિયા વિસ્તારામાય જાંઉ, એને પાછી મકોદુનિયા વિસ્તારથી પાછી ફિરીન યેતાબી તુમહેપાય યાંવ. યા પાછે જોવે આંય યહૂદીયા વિસ્તારા એછે મુસાફરી કોઅઉ તે તુમા માન મુસાફરીહાટી જરુરી સામાન દેયને મા મોદાત કોએ.
17 તુમા પુછતા ઓરી કા માયે પોતાની યોજના કાહા બોદલી. કાય તુમહાન લાગહે કા માયે મા યોજનાયેલ નોકામ્યી બોનાડીહી? કાય તુમહાન લાગહે કા દુનિયા ચ્યા લોકહા હારકો હેય જ્યા “હાં” આખતાહા, જોવે ચ્યા આસલીમાય મતલબ ઓઅહે “નાંય”? 18 પોરમેહેરા હાચ્ચાયે કસમ માયે તુમહાન જો સંદેશ દેનો, ચ્યામાય “હાં” ને મતલબ હાં એને “નાંય” ને મતલબ નાંય ઓઅહે.
19 કાહાકા પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્ત, જ્યા પ્રચાર સિલવાનુસ, તિમોથીયુસ એને માયે તુમહે વોચ્ચે કોઅયો, તો પ્રચાર કોદહી “હાં” કા કોદહી “નાંય” બાકી પોરમેહેરામાય કાયામ હાંજ રિયહો. 20 કાહાકા પોરમેહેરા જોલા વાયદા હેતા, ચ્યા બોદા ખ્રિસ્તામાય “હાં” હેય યાહાટી આમા પોરમેહેરા મહિમાયેહાટી ઈસુ ખ્રિસ્તથી આમેન બી આખતાહા.
21-22 પોરમેહેરુજ હેય, જો તુમહેઆરે આમહાન ખ્રિસ્તામાય મજબુત કોઅહે. પોરમેહેરે આમહેવોય ચ્યા સિક્કો મારીન બિયાના હારકા પોતાનો આત્મા આમહે રુદયામાય દેયને આમહે અભિષેક કોઅયોહો.
23 પોરમેહેર મા યે હાચ્ચાયે સાક્ષી હેય કા બીજેદા કરિંથ શેહેરામાય યાહાટી નાંય યેનો કા આંય તુમહાન ઠોપકો દાં નાંય માગતો આતો. 24 યા મતલબ ઈ નાંય કા આમા તુમહે બોરહાવોય આમહે ઓદિકાર ચાલાડજે કાહાકા તુમા પોતાના બોરહામાય મજબુત ઉબલા હેતા. યાહાટી આમા તે તુમહેજ આનંદાહાટી તુમહેઆરે કામ કોઅનારા હેજે.