2
આપહે પ્રેમા બારામાય
1 માયે પોતાના મોનામાય નોક્કી કોઅય લેદેલ, કા આંય તુમહાલ પાછા દુઃખ દાંહાટી તુમહેપાય તાં નાંય યાઉ. 2 કાહાકા આંય જો તુમહાન દુઃખ દેતહાવ, તે માન ખુશ કોઅનારો કાદો નાંય ઓરી, ફક્ત તુમાંજ, જ્યાહાલ માયે દુઃખી કોઅયા.
3 માયે તુમહાન યે વાતેહાટી ઈ પત્ર લોખ્યાં, કા કાય એહેકેન નાંય ઓએ, કા મા યેઅનાથી, જ્યાહાથી માન આનંદ મિળાં જોજે, આંય ચ્યાહાથી દુઃખી ઓઉં. કાહાકા માન તુમા બોદહાવોય યે વાતે ખાત્રી હેય, કા જો મા આનંદ હેય, તોજ તુમહે બોદહાબી હેય. 4 માયે રુદયા કષ્ટ એને દુ:ખા લીદે આહવેં વોવાડી-વોવાડીન તુમહાન ઈ પત્ર લોખ્યાહાં, માયે તુમહાન દુઃખ દાંહાટી ઈ પત્ર નાંય લોખ્યાહાં, બાકી યાહાટી કા તુમા ઈ જાઈ જાં કા આંય તુમહાન કોલહો વોદારે પ્રેમ કોઅતાહાંવ.
પાપ્યાહાન માફ કોઅના
5 જો યોકતાંય દુઃખ દેનહા, તે ચ્યાય માન નાંય, બાકી યોક જાત્યા તુમહાન બોદહાન દુઃખ દેનહા, આંય યા બારામાય યાથી વોદારે કાય આજુ નાંય આખા માગુ. 6 ઓહડા માઅહાન જો ડોંડ તુમહેમાઅને કોલહાક વિસ્વાસ્યાહાલ દેનહો, તી પુરતાં હેય. 7 યાહાટી ઈ હારાં હેય કા તુમા ચ્યા ગુના માફ કોઆ, એને ચ્યાલ દિલાસો દા, નાંય તે, કાય એહેકેન નાંય ઓએ, કા તો બોજ દુઃખી ઓઇન પોતાના બોરહાલ પુરેરીતે નાકારી દેય.
8 યા લીદે આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા ચ્યાહાન દેખાડા કા તુમા આસલીમાય ચ્યાલ પ્રેમ કોઅતાહા. 9 માયે તી પત્ર યાહાટીબી લોખલાં આતાં, કાહાકા આંય ઈ પારખા માગતો આતો કા તુમા મા નિયમાહા પાલન કોઅહા કા નાંય.
10 જ્યાલ તુમા માફ કોઅતેહે ચ્યાલ આંયબી માફ કોઅતાહાંવ, કાહાકા માન માફ કોઅના જરુર પોડહે, તે આંય તુમહે ફાયદાહાટી ખ્રિસ્તા ઓદિકારાહાતે એહેકેન કોઅતાહાંવ. 11 કા સૈતાન આમહે કોઅહિબી પરિસ્થીતી ફાયદો નાંય ઉઠાવી હોકે, કાહાકા આમા હારેરીતે જાંઅજેહે કા ચ્યા યોજનાયો કાય હેય.
મોકોદુનિયા એછે જાઅના
12 જોવે આંય ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી ત્રોઆસ શેહેરામાય યેનો, એને પ્રભુય માન હારી ખોબાર આખાહાટી યોક દોરવાજો ખોલી દેનો. 13 તેરુંબી મા મોનાલ શાંતી નાંય મિળી, કાહાકા માયે મા આર્યો વિસ્વાસી બાહા તીતુસાલ તુમહેપાઅને હારી ખોબાર લેય યેતો માન નાંય મિળ્યો, યાહાટી ત્રોઆસ શેહેરા વિસ્વાસ્યાહાથી છુટો પોડીન આંય તીતુસાલ હોદાહાટી મોકોદુનિયા વિસ્તારામાય પાછો યેનો.
ખ્રિસ્તી સેવક-જીવના સુગાંદ
14 બાકી પોરમેહેરા ધન્યવાદ ઓઅય, જો ખ્રિસ્તમાય આમહે સબંધા લીદે, કાયામ આમહેહાતે ચાલહે એને આમહાન વિજય મેળવી દેહે, એને આમી તો આમહાન યોક મીઠાં અત્તારા હારકા, બોદે જાગે ખ્રિસ્તા જ્ઞાનને ફેલાવાહાટી આમહે ઉપયોગ કોઅહે. 15 કાહાકા જ્યેં તારણ પામી રીયહે એને જ્યેં નાશ ઓઅય રીયહે યાહા વોચમાય આમા પોરમેહેરાહાટી ખ્રિસ્તા મધુર સુગંદ હેય.
16 જ્યેં નાશ ઓઅઇ રીયહે, ચ્યાહાહાટી આમા મોરણા ગંધ, એને જ્યેં તારણ પામી રીયહે ચ્યાહાહાટી જીવના સુગંદ. આસલીમાય, કાદોબી પોતે પોતાનાલ યા સુગંદાલ ફેલાવાં યોગ્ય નાંય હેય. 17 આમા ચ્યા બોદા લોકહા હારકા નાંય હેય, જ્યેં મિલકાતેહાટી પોરમેહેરા વચના પ્રચાર કોઅતેહે, બાકી આમા પોરમેહેરા વચના પ્રચાર હાચ્ચાયેથી એને ખ્રિસ્તા ઓદિકારાહાતે કોઅજેહે, એહેકોય જાઇન કા પોરમેહેર આમહાન એઅય રિયહો.